Japan - Ek shishtano desh books and stories free download online pdf in Gujarati

જાપાન - એક શિષ્ટતાનો દેશ 

જાપાન એક પાવરફૂલ દેશ છે જેનું સ્થાન વિશ્વમાં હાલ ત્રીજું છે લગભગ ૪૦૦ થી ૫૦૦ વર્ષ પેહલા સામુરાઇ ના પણ પેહલા ૨૦૦ વર્ષ પેહલા લગભગ ૧૬૫૦ થી ૧૮૫૦ ના વચ્ચે શોગુન યુગ ચાલતો હતો અને આ યુગ દરમિયાન જાપાન સંપૂર્ણપણે અલગ અલગ ભાગમાં વહેંચાઈ ગયુ હતું અને આ અલગ અલગ ભાગમાં જાગીરદારો શાશન કરતા હતા અને આ સમય દરમિયાન ના તો કોઈપણ પ્રકારની લીગલ સિસ્ટમ હતી ના તો કોઈ વિદેશી પોલિસી હતી ના તો કોઈ દેશ સાથે વ્યાપાર હતો અને લોકશાસન પણ ન હતું અને કોઈ પ્રાઈમ મિનિસ્ટર પણ ન હતા તથા એક સામાન્ય નેતા પણ ન હતો અને આ બધા કારણોથી જાપાન વિભાજીત થઈ ગયુ અલગ અલગ ભાગમાં એ પણ પુરી દુનિયા થી એક અલગ ખૂણામાં આમ ત્યાંની જનતા એ શોગુન યુગ નો અંત લાવી દીધો.

શોગુન યુગ ના અંત પછી આવ્યો મેઇજી યુગ લગભગ ૧૮૬૮ થી ૧૯૧૨ સુધી એમને શાસન કર્યું અને આ શાસનકાળ દરમિયાન એમને પેહલા તો જાગીરદારીની પ્રથા નાબૂદ કરી અને એક કોમોન શાસન ની સ્થાપના કરી જેના લીધે એક ચૂંટાયેલી સતા શાસન માં આવી તેમજ લોકશાહી ની સ્થાપના કરી અને એક સામાન્ય કર પ્રથા ચાલુ કરી જે બધા માટે એક સરખી હતી રોડ અને રસ્તાઓનું નિર્માણ કર્યું તેમજ ઉત્પાદન વધાર્યું અને શિક્ષણ ને ખુબ જ મહત્વ આપ્યું અને એક મજબૂત સેન્ય બનાવ્યું અને વિદેશ વ્યાપાર પણ શરુ કર્યો જેના લીધે દેશભર ના લોકો જાપાન સાથે ધંધો કરવા માટે જોડાયા મોરલ શિક્ષણ ને સર્વોચ્ચ ગણ્યું જાપાન એ અને નાના બાળકો ને સીખ્વાડ્યું કે દેશ માટે કઈ કરવું મોરલ ચરિત્ર અને અખંડિતતા સૌથી વધુ જાપાનીઓ જોડે છે અને એકતા પણ એટલી મોટી હતી કે સાલ 1905 માં જાપાન એ રશિયા ને હરાવી દીધું જાપાન ની પાસે પોતાના કુદરતી તત્વો નથી જેમાં સમાવેશ થાય છે કોલસો સોનુ રતન લાકડું સ્ટીલ વગેરે અને આ બધા માટે એમને હુમલા કરવાનું શરુ કરી દીધું અને જાપાન ની વસાહતી મહત્વકાંક્ષાઓ વધતી જ રહી અને હુમલો કર્યો થાઇલેન્ડ કોરિયા ચાઇના રશિયા વગેરે.

હવે વારો આવ્યો વર્લ્ડ વાર એક જે શરુ થયુ સાલ ૧૯૧૪ થી ૧૯૧૮ માં જે જાપાન જીત્યું પણ ગણી તકલીફો પણ આવી અને પછી વારો આવ્યો વર્લ્ડ વાર ૨ નો ને તારીખ ૭ ડિસેમ્બર ૧૯૪૧ ના રોજ પર્લ હાર્બર પર હુમલો કર્યો જે એક ભાગ છે અમેરિકા નો આ પછી અમેરિકા એ હિરોશિમા અને નાગાસાકી પર હુમલો કર્યો પરમાણુ બૉમ્બ દ્વારા અને તારીખ ૨ સપ્ટેમ્બર ૧૯૪૫ ના રોજ જાપાન એ પોતાની હાર સ્વીકારી અમેરિકા સમક્ષ આ પછી જાપાન અને અમેરિકા વચ્ચે એક કરાર થયો જેમાં અમેરિકા એ જાપાન ને કહ્યું કે તે હવે સૅન્ય નહિ બનાવે અને અમેરિકા હવેથી તેમને સુરક્ષા આપશે જાપાન આ વાત સાથે સંમત થયુ આમ જાપાન એ સૈન્ય પર પૈસા લગાવવાનું બંધ કરી દીધું અને પછી જાપાન ના બુદ્ધિમાન લોકો એ ધંધો શરુ કર્યો અને જાપાનીઓ એ તે સમયે તેમને તેમની પડતી દશા ને એક તક બનાવી તેમજ સખત માનસિક લોકો હવે બન્યા માનસિક રીતે મજબૂત આશા વગર નો અંત બની ગયો અંત વગરની આશા હિરોશિમા અને નાગાસાકી પર હુમલા બાદ લોકો શારીરિક અને માનસિક ખામી થી પીડાતા હતા જે આજે પણ જાપાન માં ક્યાંક જોવા મળે છે.

તે સમયે ઇસ્સુઝુ નિસ્સાન ટોયોટા આ બધી જાપાનીસ કંપનયો હતી જે મિલિટરી ને પ્રોડક્ટ પૂરું પાડતી હતી સોની પહેલાના સમય માં દૂરબીન બનાવતી હતી તો તેને કેમેરો બનાવ્યો જે મિલેટ્રી ને ગાડીયો અને ટ્રક બનાવીને આપતા હતા તે હવે તેમને મુસાફરી વાળી ગાડીયો બનાવા નું શરુ કરી દીધું અને જે પેહ્લસ સાઇનિકો હતા તે હવે ધંધાદારી વ્યક્તિઓ હતા આ ધંધાદારી વ્યક્તિઓ શક્તિશાળી મહેનતી અને કઠોર હતા તો તેમને પોતાની બધીજ કાબેલિયત ને ધંધામાં લગાવી દીધી અને પછી વર્ષ ૧૯૬૪ માં ઓલિમ્પિક યોજાયો જાપાન માં જે ઓળખાતો હતો ટોક્યો ઓલિમ્પિક ના નામે જાપાનીઓ રિસ્ક થી દૂર રહેનારા છે તેથી તેઓ કોઈ પણ પ્રકારની ભૂલ નથી કરતા અને તકલીફ પણ નથી લેતા કોઈપણ વસ્તુ કે તેના ઉત્પાદનમાં તકલીફ કેમ નહોતા લેતા કે ભૂલ કેમ નહોતા કરતા તો તેનો જવાબ છે કે જાપાનમાં વારેગડીયે ભુકમ્પ તોફાન સુનામી તો આ બધી વિપદાઓ માં રાહત માટે તેઓ ભૂલ વગરનું ક્યુઆલિટી મૂવમેન્ટ ચાલુ કરી દીધું અને જાપાન માં ૯.૯ ટકા એ પણ ૧૦ માંથી તો એનો મતલબ છે કે ૧૦ માંથી શૂન્ય ટકા ની ભૂલ જાપાન હાલ ની તારીખમાં ૧ મિલીઓન વસ્તુઓ નું ઉત્પાદન કરે છે વગર ભૂલે મેનુફેક્ચુરિન્ગ એસેમ્બલી દ્વારા તેમજ ભૂલ ના કરવાની આદત ને એટલી મજબૂત બનાવી દીધી કે ક્યુઆલિટી દૂરબીલીટી રેલીયાબીલિટી માટે જાપાન દુનિયાભરમાં પ્રસિદ્ધ થયુ અને આ બધામાં જાપાને કોલીટી ઈમ્પ્રોવેમેન્ટ ટુલ જેવું કે કાઇઝેન સિક્સ સિગ્મા ફાઈવ એસ પોકાયોક વગેરે આટલું જ નહિ પણ ટોટલ કોલીટી મૅનેજમેન્ટ ટોટલ પ્રોડકટીવીટી મેનેજમેન્ટ આ બધી તકનીકો ની શરૂઆત ટોયોટા થી થઇ. આ બધામાં અમેરિકાનસ અમેરિકાની વસ્તુને વાપરતા હતા પણ તેનું ઉત્પાદન જાપાન કરતુ હતું ચાઈનીઝ લોકો ચાઈનીઝ વસ્તુ વાપરે છે પણ તે બનાવે છે જાપાન જર્મન લોકો પોતાની વસ્તુઓ પર નાજ કરે છે પણ તેઓ પણ વાપરે છે જાપાનીઝ પ્રોડક્ટસ અને ઉત્પાદનમાં મહારથ હાસિલ કરવાનું કારણ હતું પરફેકશન અને આ સંભવ બન્યું વર્લ્ડ વાર ૧ અને ૨ પછી જેમાં જાપાન ને ગણો બધો અનુભવ મળ્યો હતો અને જે ઉપયપગી બન્યું હતું વિશ્વ વ્યાપાર સમજવામાં.

પછી શરૂઆત થઇ કોલ્ડ વાર ની જેનો સમયગાળો છે સાલ ૧૯૪૭ થી ૧૯૯૧ જે થયો હતો પુંજીવાદી અને સમાજવાદી દેશો ના વચ્ચે તે સમયે રશિયા સૌથી વધારે ઝડપી હતી અને તેને પોતાની શક્તિ વધારવા સેન્ટ્રલ એશિયા ચાઇના અને નોર્થ કોરિયા ને એક કર્યા જેના લીધે રશિયા ની તાકાત વધી ગઈ આ વાત ની જાણ યુએસ અને જાપાન ને થઇ તો તેઓએ હાથ મિલાવી લીધા અને જાપાન ને બચત કરી અને આ બચત થી બેન્કોને ગણો ફાયદો થયો અને આ ફાયદાની મદદથી બેન્કોએ સસ્તા વ્યાજદરની લોન આપવાની શરુ કરી દીધી અને થોડાક જ સમયમાં ઇન્ડુસટ્રી નો પાયો પણ જાપાન ને બાંધી દીધો જેમાં સમાવેશ થાય છે કોર્પોરેટ હબ્સ ઇન્ડસ્ટ્રીઅલ માર્કેટ શરુ થઇ ગયા અને લોકોને આના લીધે લોન મળવાની શરુ થઈ ગઈ તેમજ બધી ફેક્ટરીઓ ઇન્ડસ્ટ્રી માં બદલવા માંડી તથા કોર્પોરેટ હબ્સ ના લીધે બેરોજગાર લોકોને નોકરીયો પણ મળવા માંડી અને આમ જાપાન એક વિકસિત દેશ બન્યો. ત્યારબાદ સાલ ૧૯૬૪ માં પેહલી નોન વાઈટ કન્ટ્રી હતી ઓલમ્પિક્સ માં અને ઓલમ્પિક્સ ના નવ દિવસ પેહલા જ જાપાન એ બુલેટ ટ્રેન ચાલુ કરી દીધી અને કોમર્શિઅલ પેસેન્જર જેટ બનાવ્યા હતા ખેલાડીઓ ના આવા જવા માટે આટલું જ નહિ પણ જાપાન શરૂઆત થી જ નૈતિકતા ચારિત્રતા નીતિશાસ્ત્ર મૂલ્યો અખંડિતતા ને ખુબ જ મહત્વ આપ્યું હતું દર વર્ષે બુલેટ ટ્રેન જાપાન માં ૬.૫ સેકન્ડ જ મોડી પડે છે અને જો કદાચ ૧૨ થી ૧૫ સેકન્ડ લેટ થાય તો તેઓ ટ્રેન મોડી પડ્યા નું સર્ટિફિકેટ આપે છે અને કહે છે કે તમને થયેલી આસુવિધા બદલ ક્ષમા કરશો અને આ તેઓ સતત ૧૦ કલાક સુધી એનોઉન્સ કરે છે.

સભ્યતા શિસ્તતા અને જવાબદારી આ ત્રણ પાસા તો જાપાનીઓ ના લોહીમાંજ છે કેમ કે સ્કૂલ થી જ બાળકોને શીખવાડી દેવામાં આવે છે આ બધું જયારે ખાવાનું મળતું હોય ત્યારે લાઈન માં ઉભારહી ને ખાવાનું લે છે અને લાઈન પણ નથી તોડતા જો એ ગર્ભવતી મહિલા હોય તો પણ એટલું જ નહિ પણ અહીં ટ્રાફિક સિગ્નલ પણ નથી તોડતા લોકો કેમ કે શિસ્તતા જ તેમના માટે મહત્વની છે એટલે કે તમારા તૂટેલા વિશ્વાસ ને ઝડપ થી જોડવા નો એક જ માર્ગ છે અને આ છે તમારા આપેલા વચન ની કદર કરો તેમજ પી.ડી.સી .એ ચાલુ કરી દીધું મેનુફેક્ટઉરિંગ માં એટલે કે પ્લાન ડુ ચેક એક્ટ જેમાં તેઓ કોઈ પણ ખરાબી માટે પ્લાન બનાવતા આ પછી નાના પગલાં થી શાંતિ પૂર્વક તેના પાર કામ કરતા આટલું જ નહિ પણ સ્કૂલ માં થી જ એમને શાકભાજી ઉગાવવાનું સ્કૂલ સાફ કરવાનું વાસણ ધોવાનું અને ખાવાનું બનાવતા પણ નાનપણ માંજ શીખે છે અને આના લીધે તેઓ ખાવાની અને કામ ની કિંમત સમજે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED