Veer sambhaji maharaj books and stories free download online pdf in Gujarati

વીર શંભાજી મહારાજ

હેલો મિત્રો કેમ છો મજામાં હશો ને હું ઘણા દિવસથી વિચારતો હતો કે હું આ કથા સમગ્ર વાંચકો સમક્ષ મૂકુ     આ વાર્તા છે એ વ્યક્તિ જેને કાપી નાખવામાં હતો અને તે એક મહાન અને શક્તિશાળી રાજા હતો આ મહાન અને શક્તિશાળી રાજા ને મારી નાખવામાં આવ્યો હતો મોગલ રાજવંશી ઔરંગઝેબ દ્વારા ઔરંગઝેબે આ મહારાજા ના શરીરના ટુકડા કરી નાખ્યા હતા અને આ ટુકડા કરતાં કરતાં એ થાકી ગયો હતો ત્યાં મહારાજા શંભુ આગળ ઔરંગઝેબ નુ હાર સ્વીકાર કરવા  છતાં પણ  શંભાજીએ એમની હાર ન માની અને એમનું ન જુકવુ ઓરંગઝેબ નું મોત નું કારણ બન્યું અને મુગલ રાજવંશનો પણ આ વ્યક્તિ હું જેમની વાત કરું છું તે જે મહાન રાજા છત્રપતિ સંભાજી મહારાજ જેઓ સંતાન છે મહાન મરાઠા શાસક છત્રપતિ મહારાજ જેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તેમની ધરતીને મુક્ત કરવી ક્રૂર મુગલ શાસકથી.

                                 આ કથા છે મહાન શાસક જેમને પોતાની બુદ્ધિ ચતુરાઈ તથા તેમની બહાદુરીથી મોગલ શાસનના રુવાટા ખડા કરી દીધા હતા અને સંભાજીને ઔરંગઝેબ દ્વારા કાપી નાખવા છતાં પણ તેમને હાર ન માની હતી તેવા વીર બહાદુર મરાઠા રાજાની આ વાત છે જેમને પોતાની હાર પણ ન સ્વીકારી હતી ઓરંગઝેબ સામે અને એ હાર ન સ્વીકારવું જ ઓરંગઝેબ નું મોત નું કારણ બન્યું તથા મોગલ શાસન નું પણ મોત નું કારણ બન્યું.

                 છત્રપતિ સંભાજી મહારાજ મોટા પુત્ર હતા છત્રપતિ શિવાજી મહારાજના તે જન્મ્યા હતા 1857માં અને જન્મથી તે મરણ સુધી તેમની જીવનગાથા યુદ્ધોથી ભરેલી હતી એમ કહી શકાય કે જન્મથી અંત સુધી એમનો જન્મ જ લડાઈ થી ભરેલો હતો તેમના દાદીનું નામ હતું જીજાબાઈ અને પિતા છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે તે બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું દેહાંત થયું અને ત્યારથી જીજાબાઇએ તેમની સારસંભાળ ની કેળવણી લીધી હતી બાળપણમાં તેમને અલગ અલગ ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું જેમાં સમાવેશ થાય છે સંસ્કૃત અને બીજી રીજનલ ભાષાઓ જેવી કે પોર્ટુગિઝ ઇંગલિશ મોગલ અને ડેક્કન પણ  જાણતા હતા. 
તથા ઘણા શાસ્ત્રો જેમાં સમાવેશ થાય છે બોધભુશણ અને નકશિકા જે ખુબ જ જાણીતી હતી તે સમયે તથા તેમણે ઘણાક શાસ્ત્રો લખ્યા હતા જેમાં તેઓ ઉલ્લેખ કરે છે તેમના કિલ્લા રાયગઢ નો તેમજ તેઓ જાણકાર હતા ઘોડ સવારીના શસ્ત્રવિદ્યાના ધનુર્વિદ્યાના અને બોડી બિલ્ડિંગના.

                              તેમના સમયમાં તેઓ જાણીતા હતા એક રેર કોમ્બિનેશન માટે જે હતું શાસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા તેઓ માનતા હતા કે જે વ્યક્તિ શાસ્ત્રમાં અધિક હોશિયાર હોય તે વ્યક્તિ શસ્ત્ર ઉઠાવી ન શકે તથા મતલબ કે તે વ્યક્તિ શસ્ત્રોમાં કાબિલ ન હોય પણ તેમની પાસે એક રેર કોમ્બિનેશન હતું જે આ બંને ક્ષમતાઓને વધારતું તથા તેમની બુદ્ધિ અને તાકાતનું પરિમાણ આપતું હતું 16 વર્ષની ઉંમરમાં એમને  સોળ કિલોની તલવાર  ઉઠાવી અને પહેલું યુદ્ધ જીત્યું રામનગર સમક્ષ.

                             જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ માનતા હતા કે તેમને થોડોક સમય પિતા સાથે પણ ગુજારવો જોઈએ પણ તેમના પિતા બહુ જ બીજી હતા યુધ્ધના મેદાનમાં બદલો લેવા મોગલ રાજ્ય સામે એક વખતની વાત છે જ્યારે શંભાજી મહારાજ નવ વર્ષના હતાં ત્યારે તેમના પિતાજી શીવાજીએ તેમને કહ્યું કે તું મારી સાથે ચાલ આગ્રા અને તેઓ માની ગયા અને તેઓ પિતા સાથે આગરા  ગયા અને મળ્યા હતા મુગલ શાસક ઔરંગઝેબ અને આ માર્ગનું કુલ અંતર 1250 કિલોમીટર હતું અને તેમને ગોડ સવારી દ્વારા અંતર કાપ્યું હતું જ્યારે તેઓ આગરા આવ્યા હતા તેમના પિતાની સાથે ત્યારે તે એક બાળક હતા નવ વર્ષના અને આ નવું વર્ષ નું બાળક ઔરંગઝેબનું ક્રૂર વર્તન જોઈને અચંભામાં પડ્યો હતો ઔરંગઝેબે શિવાજી તથા શંભાજી ને જેલમાં પૂરી દીધા  પરંતુ શંભાજી ખૂબ જ બહાદુર અને બુદ્ધિશાળી હતા અને તેમને યોજના ઘડવાનું જ જેલમાં શરૂ કરી દીધું  યોજના બનાવ્યા બાદ સૌપ્રથમ તેમણે પોતાને મુક્ત કર્યો  અને ત્યારબાદ પિતાજી શિવાજીને પણ મુક્ત કર્યા ખુબ જ સરસ પ્લાન બનાવીને સંભાજી તથા શિવાજી સફળ રહ્યા આગ્રા માંથી છૂટવામાં.

                          જેલમાંથી નીકળ્યા બાદ દસ વર્ષની ઉંમરે તેઓ મલ્યા  મહારાજ આમેરને અને પોલિટિકલ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તેમની પાસેથી અને આ બે અનુભવો જ કાફી હતા તેમની લડાઈના આરંભ માટે દરેક સફળ શાશક  પાસે એક બુદ્ધિશાળી સલાહકાર હતો જેમ કે ચંદ્ર ગુપ્ત મોર્ય પાસે ચાણક્ય પંડિત હતા જેમણે ચંદ્રગુપ્ત મૌર્ય ની મદદ કરી નંદ રાજ વંશ ને હરાવવામાં તેથી મહારાજા સંભાજી એ પણ નક્કી કર્યું કે એક સલાહકાર રાખવાનું અને તેમને સલાહકાર તરીકે નિમણૂક કર્યા કવિકલશ ને મહારાજા સંભાજી જ્યા પણ જતા તે કવિ કલશને સાથે જ લઈ જતા કેમકે કવિકલશ એક સારા મિત્ર હતા કવિ હતા માર્ગદર્શક હતા અને સલાહકાર પણ હતા.

                      જ્યારે તેમના પિતા લડાઈમાં ખૂબ જ વ્યસ્ત હતા ત્યારે 19 વર્ષની ઉંમરમાં જ તેમને રાયગઢ કિલ્લાની દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું હતું સાલ 1681 માં છત્રપતિ શિવાજી મહારાજ નું મૃત્યુ થયું અને તેમાં પણ છત્રપતિ સંભાજી એ એક મિનિટ  પણ ન બગાડી શરૂઆત કરી દીધી યોજનાઓ ઘડવાનું અને આ યોજનાની શરૂઆત કરી ઓરંગઝેબના કિલ્લા પર કબજો જમાવવા માટે જે સૌથી મોટો કિલ્લો હતો ઔરંગઝેબ નો તેઓ વિચારતા હતા કે તેમના રાજ્યમાં પૈસાની અછત હતી અને તેમને વિજય પ્રાપ્ત કર્યો ઓરંગઝેબના કિલ્લા પર પહેલા જ વારમાં અને આ રીતે તેમની સંપત્તિ વધી અને દુશ્મનોની સંપત્તિ ઘટી આ રીતે તેમને બે ફાયદા થયા એટલે કે એક જ તીરે બે નિશાના એમને સાધ્યા.

                   ખૂબ જ મોટી નુકસાની થઈ હતી ઓરંગઝેબ ની ઓરંગાબાદમાં અને તે વિસ્મય પામ્યો હતો અને તેને વિચાર સુધ્ધા પણ ન હતી કે ૨૩ વર્ષનો એક બાળક તેના આખા કિલ્લા પર કબજો જમાવશે હવે  ઔરંગઝેબે નક્કી કર્યું સંભાજી સામે બદલો લેવાનું અને તેણે બોલાવ્યો તેના સૌથી શક્તિશાળી જનરલ હુસેન અલીખાનને અને ઔરંગઝેબે સેનાની ખાનને આદેશ આપ્યો  વીર સંભાજી ને મારી નાખવાનો.
                       ઓરંગઝેબ નો આદેશ સાંભળતા જ હુસેન અલી ખાને જવાબ આપ્યો કે તે સંભાજી તથા તેની મરાઠા સૈન્યને બે  દિવસમાં  જ હરાવી દેશે પરંતુ મરાઠાઓ પણ બહાદુર અને ગુસાવાળા હતા અને જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે  હૂસેન અલીખાન હારી ગયો સંભાજી સામે વર્ષ દરમિયાન હુસૈન અલી ખાને ઘણા  પ્રયત્નો  કર્યા   મારવાના પણ તેને એક પણ સફળતા ન મળી ઔરંગઝેબે હુસેન અલી ખાન ને પાછો બોલાવ્યો અને સતત હુમલા કર્યા  સાલ ૧૬૮૦ ૧૬૮૧ ૧૬૮૨ અને તેમાં પણ તે એક પણ યુદ્ધ ન જીતી શક્યો સંભાજી સામે.

                                   અને આગળના બીજા નવ વર્ષમાં સંભાજીએ 120 લડાઈઓ જીતી હતી અને આ ૧૨૦ લડાઈઓ માંથી તેઓ એક પણ લડાઈ હાયૉ ન હતા જે ઇન્ડિયાની હિસ્ટ્રી માં એક સન્માન્ય રેકોર્ડ હતો ડેક્કન  દક્ષિણ ભારત નો એક ભાગ હતો.અને જેમાં સમાવેશ થાય છે કેરાલા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ હૈદરાબાદ અને મહારાષ્ટ્ર અને તે જ્યારે નીચેની તરફ ખસ્યો ઉત્તર થી મહારાષ્ટ્ર તો મરાઠાઓએ તેમને રોક્યા હતા તેથી તેને એક કરાર કર્યો પોર્ટુગીઝ સાથે ગોવામાં અને  તેને હુમલો કર્યો મરાઠાઓ અને સંભાજી પર સમુદ્ર ના માગૅથી અને તે જ સમયે ઔરંગઝેબ વિચારતો હતો કે તે હુમલો કરશે મરાઠાઓ ઉપર ઉત્તરથી સમુદ્ર રસ્તા સુધી અને બીજો થોડો સપોર્ટ મળશે દક્ષિણ તરફથી અને આમ બન્ને દિશાઓમાંથી હુમલા દરમિયાન મરાઠાઓ નું સામ્રાજ્ય ખતમ થઇ જશે અને ઝડપથી સંભાજીને આ સમાચાર તેમના ગુપ્તચરો દ્વારા મળી આવ્યા જે હતા ઓરંગઝેબ નો પોર્ટુગીઝ સાથે કરાર તેઓ ગયા ગોવા અને બધા જ પોર્ટુગીઝો ને મારી નાખ્યા અને પાછા રાજ્ય માં આવ્યા અને લડતની શરૂઆત કરી ઔરંગઝેબ સમક્ષ.

                           સંભાજી ની મોટી સફળતા એ હતી કે તેમણે ઔરંગઝેબને પોતાની પાછળ સતત નવું વર્ષ સુધી ફેરવ્યો હતો  વાસ્તવમાં ઓરંગઝેબ પાસે આઠ લાખ કરતાં વધુ સૈનિકો હતા જ્યારે શંભાજી પાસે માત્ર વીસ હજાર સૈનિકો જ હતા છતા પણ ઔરંગઝેબ એક પણ લડાઈ જીતી ન શક્યો હતો મરાઠાઓ સામે જ્યારે ઔરંગઝેબ ખુબ જ વ્યસ્ત હતો ડિકકન  સાથે સંભાજી અને મરાઠાઓ ત્યારે ઉત્તરમાં કેટલાક હિન્દુ રાજ્યો ઉભા હતા કેમ કે તે સમયે કોઈપણ લીડર ન હતો મુઘલ સામ્રાજ્યમાં ઉત્તરમાં કેમકે ઔરંગઝેબ ખુબ જ વ્યસ્ત હતો ડકકનમાં   જ્યારે ઓરંગઝેબ સંભાજી દ્વારા ઘણી વખત હરાવવામાં આવ્યો હોત તો તેણે એક નવી રણનીતિ તૈયાર કરવાનો નિર્ણય કર્યો તેણે સિંધીઓ તથા મૈસુર ના રાજા ને તેની સાથે લીધો અને પોર્ટુગીઝોને પણ બોલાવ્યા અને ફરી પ્રયત્ન કર્યો મરાઠાઓને પકડવાનું બધી જ બાજુએથી અને તે વિચારતો હતો કે સંભાજી ઉંમરમાં નાના છે પરંતુ  બહાદુરી માં નહીં શંભાજી ખૂબ જ બહાદુર તથા આત્મવિશ્વાસ વાળા અને ખુબ જ શક્તિશાળી નિર્ણય લેવાવાળા હતા  તેમના અદભૂત નેતૃત્વની ઓળખાણ હતી તેમની શરૂઆત કરી નવનિર્માણની તેમના શાસનમાં અને સૈનિકોમાં કેમકે પૈસાની અછત હતી અને તેમણે ભેગા કર્યા બધા મોચીઓને અને દરજીઓને તેમના રાજ્યમાં અને કહ્યું કે કપડા બનાવો રબર માંથી અને તીર બનાવો ઝાડના લાકડામાંથી અને આ કપડાને લપેટો તીરની ધાર પર અને ભરો ગન પાવડર અને તેલ બંને બાજુએ જ્યારે રબર નું કપડું ઝડપથી સળગશે અને તીર છૂટશે આગ પેટાવીને તીર ના આગળના ભાગમાં અને ઝડપથી જ તે દિવાલ તોડી નાખશે અને જે ધમાકો કરશે અને ઘણું નુકસાન પણ કરશે શંભાજી તેમની સાથે ઘણા બધા નવનિર્માણના સાધનો લઈને આવ્યા હતા જેમકે મેં અગાઉ કહ્યું હતું કે તેઓ ખૂબ જ બુદ્ધિશાળી અને બહાદુર શાસક હતા.

                            છતાં પણ લડાઇ માં ઘણી બધી હારો ભોગવ્યા પછી પણ ઔરંગઝેબે ઉમ્મીદ ન હતી છોડી અને પ્રયત્ન કરતો હતો શંભાજી ને હરાવવાની લોકોને ભેગા કરીને  છત્રપતિ સંભાજી મહારાજ એ બધા લોકોને ભેગા કરીને કહ્યું કે જે કોઇપણ પ્રયત્ન કરશે રિલિજિયન બદલવામાં તો તે ઓરંગઝેબ ને મારી નાખશે કેમકે તે એક ખરા દેશપ્રેમી હતા અને જે જીવવા માગતા હતા પોતાના દેશ માટે તથા કોઈ પણ કિંમતે પોતાનો રિલિજિયન બદલવા માંગતા ન હતા હવે ઔરંગઝેબ સમજી ગયો હતો અને તેને ઉમ્મીદ કરી કે તે સંભાજી ને હરાવી ન શક્યો છેલ્લા નવ વર્ષમાં જયારે  સંભાજીએ મને ઘણી વખત હરાવ્યો હતો લડતમાં માત્ર વીસ હજાર સૈનિકો સાથે અને ઔરંગઝેબ એ પોતાની હાર સ્વીકારી યુદ્ધમાં પરંતુ તે સતત પ્રયત્ન કરતું હતું સંભાજી ને મારવાનો બીજા ઘણા રસ્તાઓથી.

                           
                     એક વખતની વાત છે જ્યારે સંભાજી મહારાજ એ વેતન આપવાની ના પાડી દીધી તેમના સાળાને એટલે કેેેે તેમની  પત્નીના ભાઈને અને અચાનક ઔરંગઝેબને આ વાતની ખબર પડી ગઈ અને ૧૬૮૯ માં ગનોજી શિરકેએ  ઔરંગઝેબના ગુપ્તચરને માહિતી આપી દીધી હતી  સંભાજી મહારાજની અને તેમના કવિ કલશની અને કહ્યું કે કવિકલશ તથા સંભાજી મહારાજ એક છૂપી જગ્યાએ જઈ રહ્યા છે મીટીંગ માટે જેનું નામ છે સંગામેશવર અને ઔરંગઝેબના આદેશથી ઔરંગઝેબનો જર્નલ ગયો કવિકલશ તથા સંભાજી મહારાજ ની ધરપકડ કરવા અને સાથે લઇ ગયેલ લગભગ 2000 સૈનિકો અને એમને ખબર હતી કે આઠ લાખ લોકો ન હરાવી શક્યા તો શું બે હજાર લોકો હરાવી શકશે અને છેવટે તે 2000 લોકો થી હારી ગયા કેમ કે તેમના સાલા ગનોજી શિરકેએ તમને દગો કર્યો હતો અને છેવટે સંભાજી મહારાજ તથા કવિકલશ ની ધરપકડ કરવામાં આવી હતી ઓરંગઝેબના જનરલ તથા તેના સૈનિકો દ્વારા અને તેમને ઉંધા બાંધી દીધા ઊંટની પાછળ અને આખા નગરમાં ફેરવ્યા તેમને ખૂબ માર્યા અને લોકોને કહ્યું કે આના પર મુત્ર વિસર્જન કરો અને ત્યાર બાદ તેમને જેલમાં પૂરી દીધા ઔરંગઝેબે આવીને ત્રણ પ્રશ્નો પૂછ્યા  સંભાજી મહારાજ તથા કવિ કલશને પહેલો પ્રશ્ન હતુ કે મને તારું રાજ્ય સોંપી દે અને જેને તારી મદદ કરી એનું નામ કે બીજો પ્રશ્ન એ હતો કે તમારી બધી સંપત્તિ મને સોંપી દે અને ત્રીજો પ્રશ્ન હતો કે તારો ધર્મ પરિવર્તન કરી દે પરંતુ સંભાજી મહારાજ અને કવિકલશ આ સાથે સંમત ન થયા અને ઔરંગઝેબ ની આંખોમાં જોવાનું શરૂ કરી દીધું વગર કોઈપણ બીકે અને કહ્યું કે તેનું રાજ્ય પણ નહીં આપે અને તે તેમનો ધર્મ પરિવર્તન પણ નહીં કરે અને ઓરંગઝેબ ખૂબ જ ક્રોધે ભરાયો સંભાજી મહારાજ તથા કવિકલશ પર અને આ બંને પર અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું ઔરંગઝેબે ક્યારેક તેમના નખ ઉખાડી દે તો તો ક્યારેક મરચુ આંખમાં   નાખી દેતો અને છેવટે તો ગરમ સળિયા પણ તેમની આંખમાં નાખી દીધા હતા અને દરેક વખતે ઔરંગઝેબ તે ત્રણ પ્રશ્નો જ પૂછતો અને તે નકારતા હતા અને પછી ધીરે ધીરે તેમના હાથ-પગ કાપવાનું શરૂ કર્યું તેમના વાળ ખેંચવાનું શરૂ કર્યું અને દર વખતે ત્રણ પ્રશ્નો જ પૂછા કરતું હતું અને બન્ને નાજ પાડતા હતા અને આ ઘટના સતત 40 દિવસ ચાલુ રહી અને દરેક સાંજે આ ત્રણ પ્રશ્નો જ પુછતો હતો અને છેવટે તેણે હાર માની અને તેણે સંભાજી ને કહ્યું કે મારા ચાર પુત્રો માંથી એક પણ તારા જેવો પાક્યો હોત તો હું ખુશ થાત ને પૂરા દેશને મોગલ સલ્તનત માં ફેરવી દેત એ પૂરા ભારત વર્ષની મુઘલ સલ્તનત બનાવી દેત પણ હું તારા આગળ આજે હારી ગયો ઔરંગઝેબે આદેશ આપ્યો કે કાપી નાખો અને શરીરને ટુકડે ટુકડા કરી નાખો અને ફેંકી દો યમુના નદીમાં અને ખૂબ જ ક્રૂર મોત ઔરંગઝેબ દ્વારા મળ્યા પછી બધા જ મરાઠા બધા જ બાળકો તથા બધી જ મહિલાઓ ભેગી થઈ અને એક સૈન્યો નું નિર્માણ કર્યું અને આ સૈનિકોમાં ખૂબ જ દોષ આક્રોશ તથા દુઃખની લાગણી પણ હતી કેમકે તેમને મહારાજા સંભાજી તથા કવિ કલશ ને ખોયા હતા અને છેવટે બધા જ મરાઠાઓએ ઔરંગઝેબ સમક્ષ લડત શરૂ કરી અને ઔરંગઝેબને ફરી એકવાર હરાવ્યો અને તે મૃત્યુ પામ્યો  તેની જ ધરતી પર જ્યાં તે શાસન કરતો હતો.

                         આ બધામા ઔરંગઝેબ એક ક્રુર અને નિર્દયી શાસક હતો અને ઔરંગઝેબના મર્યા પછી મોગલ સામ્રાજ્ય સમાપ્ત થવાના આડે આવ્યું અને એનું કારણ હતું કે મોગલો પાસે એક સફળ શાસક ન રહ્યો હતો.
 

               
                   
                             

                               

                                   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED