માં આ એક જ શબ્દ એવો છે કે જની તુલના પણ કોઈની સાથે ન કરાય કેમ કે માં એટલે વિશ્વ, ,વિશ્વાસ અને વાત્સલ્ય નો દરિયો જે વરસે તો આખું વિશ્વ પણ ઓછું પડે અને જગતના પિતા અટલે કે ભગવાન પોતે બધાં ની સાંભળ ના રાખી શકે એટલે એમને મા નું સર્જન કરી દીધું. અને આ માં ને એવું અનોખું સ્વરૂપ આપ્યું કે જે નુ સ્થાન ભગવાન કરતાં પણ ઉપર છે અને આ માં વિવિધ ભાગ ભજવે છે આ સાંસર માં જેમ કે એ એક દીકરી છે માં પણ છે બહેન પણ છે સાચી મીત્ર પણ છે અને સાચી સલાહકાર પણ છે તથા ઘર નું સંચાલન કરનારી કુશળ ગૃહિણી છે અને ઘર ની લક્ષ્મી પણ છે પણ આ બધા માં માં નું સ્થાન સર્વોચ્ચ કેમ કે બાળક ના જનમ ની અસહય પીડા પણ એ જ સહન કરી શકે. અને આપણે તો એ પણ જાણીએ છીએ કે માનવ,પશુ,પક્ષી, બધાં માટે માં તો સમાન જ છે અને તેનો સ્નેહ પણ અપાર છે. મિત્રો આપણે ગુજરાતી માં એક કવિતા હતી યાદ હોય તો માં તું હેતવાળી દયાળુ જ માંડી અને આપણે સહું જાણીએ કે માં તે માં અને બીજા બધા વન વગડા ના વા. મિત્રો માં ની કદર કરવી એ આપણી મૂળભૂત ફરજ છે કેમ કે આપણને નાનપણથી મોટા કર્યા અને ખૂબ સ્નેહ આપ્યો તો અમને ઘડપણ માં એણે આપણી વધારે જરૂર છે તો આપણે આ અમૂલ્ય તક સ્વીકારવી જોઈએ કેમ કે માં અને બાપ ના સેવાથી અધિક પૂણ્ય કયાંય પણ નઈ મળે અને આ અમૂલ્ય સેવથી આખી જિંદગી ના પાપ ધોવાઈ જાશે.અને એમની ઉમર થાય તો એમના પર ગુસ્સો ના કરતા કેમ કે મોટી ઉંમરે એ જ બાળક બની જાય છે. તો એમને મોટી ઉંમરે પ્રોત્સાહન આપજો અને સાચવજો એક બાળક ની જેમ. કેમ કે હું જાણુ છું કે માં વગર ની જિંદગી કેવી હોય .
મને આજે પણ એ દિવસ યાદ છે કે જયારે મારો જ્ન્મ થયો ત્યારે મારા પપ્પા ને એક કૂતરા નું બચ્ચું મળી આવ્યું એ રડતું હતું કેમ કે એની માં ને અકસ્માત થયો હતો અને એનું મૃત્યુ થયું હતું તો પપ્પા એના બચ્ચા ને ઘરે લાવ્યા તો એને મારા ઘરે ફાવતું ન હતું પણ જ્યારે એને રમવા માટે કંપની મળી ગઈ તો એને મજા પડી ગઈ અને એ દુઃખ ભુલી ગયો . હું પણ ખુબ રમ્યો અને મેં એનું નામ રાખું હતું બોબ. હું એની સાથે બહુ જ રમતો હતો અને ખુબ ફરતા અમે સાથે. અને આકસ્મિક એ બિચારા એ પણ જિનવેલ રોગથી જીવ ગુમાવ્યો. તો હું ખૂબ રડ્યો હતો કેમ કે મને લાગતું હતું કે મેં એક મિત્ર નઇ પણ ઘર નો સભ્ય ગુમાવ્યો હતો. તો હું એમ માનું છું કે એ બિચારા એ માં ને અકસ્માતમાં ખોઈ હતી અને એણે મારો પરિવાર મળી ગયો એક સપોર્ટ તરીકે.એ તો હતું મુગું જીવ પણ ખુબ જ વહાલું હતું મારા પરિવાર ને.
છેલ્લે એક જ પ્રાર્થના કે હે માં હું મરું પછી જ તું મરજે કેમ કે તારા વગર હું શું કરીશ મને પણ નહિ સમજાય અને તારો સ્નેહ નહિ મળે તો હું શું કરીશ અને કદાચ તારા માર્ગદર્શન વગર હું ભટકતો જીવ બનીશ અને આ સંસાર માં હું તને આખી જિંદગી ખોળતો રહીશ.માં...માં
માં.... તું જ તો છે મારો સંસાર.