પેટીએમ ધ ડિજિટલ રેવોલુશન ઓફ ઇન્ડિયા Yash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પેટીએમ ધ ડિજિટલ રેવોલુશન ઓફ ઇન્ડિયા

હેલ્લો મિત્રો હું આજે ફરીથી એક રસપ્રદ અને એક સફળ બિઝનેસમેનની કહાની લઈને પ્રસ્તુત થયો છું. આ એક એવા વ્યક્તિ છે જેમને ભારતને ઓનલાઇન કરી નાખ્યું. જેમને ઓનલાઇન માર્કેટને એક નવી દિશા અને એક નવો જન્મ આપ્યો તથા આજની તારીખમાં દરેક ભારતીય નાગરિકના મોઢા પર આ નામ પ્રખ્યાત થઈ ગયું છે. આ એક ઓનલાઈન સર્વિસ એટલે કે ઓનલાઈન લેવડદેવડની કંપની છે જેના કુલ ૩૦ કરોડ કરતાં પણ વધારે સક્રિય ગ્રાહકો છે જેનું દરરોજ નું લેવડ દેવડનું કામ લગભગ 16 મિલિયન ની આસપાસ છે. અને જેના 20 કરોડથી પણ વધારે ગ્રાહકો છે.

એટલું જ નહીં પણ તેણે ભારતના લોકોને ઓનલાઇન જીવતા શીખવાડી દીધું કેમકે ભારતના દરેક નાગરિકને 8,2016 ની તારીખ તો યાદ હશે જ ને કઈ રીતે ભુલાય અને તે સમયે પૈસાની બહુ કટોકટી હતી અને તે સમયે લોકો સો રૂપિયાની નોટો શોધતા હતા પોતાના ઘર ખર્ચ માટે અને તે સમયે બધી જ ગૃહિણીઓની સેવિંગ બહુ કામ આવી હતી કેમ કે તેમને 10ની 50 ની તથા સો ની નોટોની બચત કરી હતી અને તે સમયે પેટ્રોલ પુરાવા માટે પણ પૂરતા પૈસા નહોતા અને તે સમયે પેટીએમ એક વરદાનરૂપ સાબિત થયું હતું ખાસ કરીને મારા જેવા માટે તો વધુ જ.
અને આમ ત્યારથી જ પેટીએમ દરેક ભારતીયની ઓનલાઈન પૈસાની લેવડદેવડ માટેની એક ચેનલ થઈ ગઈ હતી જેથી લોકોને ના તો સો રૂપિયાની નોટો શોધવાની જરૂર પડી હતી ના તો કોઈપણ પ્રકારની બેંકની લાઈનમાં ઊભા રેહવાની પણ ઝંઝટ નહોતી. અને આમ એ નોટ બંધીના દિવસથી તે આજ સુધી આપણે સૌ પેટીએમ ને આપણા રોજ-બરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ કોઈ ટીકીટ બુક કરવા કરે છે કોઈ મોબાઈલ રિચાર્જ કરવા કરે છે કોઈ ઇન્સ્યોરન્સ ના પૈસા ભરવા માટે કોઈ લાઈટ બીલ ભરવા અને આ પેટીએમ એ બધી જ વસ્તુ એટલે કે બધી જ સર્વિસ ને એક જગ્યાએ આપણને આપી દીધી છે જેથી આપણે આપણો સમય પણ બચાવી શકીએ છીએ.
અને પછી હું વાત કરવાનો છું પેટીએમ કઈ રીતે અસ્તિત્વમાં આવી અને તેનું સ્થાપન કઈ રીતે થયું આપણા ભારતમાં તો ચાલો આપણે આગળ વધીએ અને જાણીએ પેટીએમ વિશે પેટીએમ ભારતની સૌથી મોટી ઓનલાઈન મોબાઈલ વોલેટ કંપની છે જે લોકોને પૈસા ટ્રાન્સફર કરવામાં મદદ કરે છે.અને આ એક એવી કંપની છે જે ગ્રાહક અને વેપારી બંનેને એક જ જગ્યાએ જોડે છે આ એક fintech કંપની છે fintech નો અર્થ એ થાય છે કે ફાઇનાન્સ અને ટેકનોલોજી આ બંન્નેનો સમન્વય થઈને બનેલી કંપનીને fintech કંપની કહે છે.
આપણા દેશની બેંકો આજની તારીખમાં ઓનલાઇન તો થઈ ગઈ છે પરંતુ ઓનલાઇન ટ્રાન્સફર ની સિસ્ટમ માટે તૈયાર થઈ નથી અને આજે પણ બેંકોમાં લાઈન એટલે કે લોકોની લાઈનની સમસ્યાનું કોઈ જ સમાધાન લાવી શકી નથી ઓનલાઇન હોવા છતાં પણ અને આ બધી સમસ્યાઓનું સમાધાન માત્ર એક જ કંપની પાસે છે જે ઓળખાય છે fintech કંપની.
જો હવે વાત કરું તો આજે આપણે વાત કરવાના છીએ ઇન્ડિયાની સૌથી મોટી ફીનટેક કંપની જેને આપણે સૌ ઓળખીએ છીએ પેટીએમ તરીકે. ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે આપણા દેશમાં અને આપને સૌ આજની તારીખમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ઓનલાઈન ખરીદી કરવા. અને વિવિધ પ્રકારની ઓનલાઇન થી ઓફલાઈન સુવિધાઓ જેવી કે સી ઓ ડી ,એન.ઈ.એફ.ટી, ચેક જેવી પદ્ધતિઓ આપણે વાપરતા હતા અને આજની તારીખમાં આ બધી પૈસા ચુકવણીની પદ્ધતિઓની જગ્યા ઓનલાઇન ચૂકવણીની પદ્ધતિએ લઈ લીધી છે.
આપણે સૌ એ તો જાણીએ છીએ કે પેટીએમ ના સીઈઓ એટલે કે માલિક વિજય શેખર શર્મા છે અને તેમને આજની તારીખમાં ઈન્ટરનેટની મદદથી પૈસા ચુકવણીની પદ્ધતિ તૈયાર કરી છે જેણે આપણે સૌ મોબાઈલ ફોન વોલેટ તરીકે ઓળખીએ છીએ અને પેટીએમ નો મતલબ જ એ છે કે પે થ્રું મોબાઈલ. અને આ વોલેટ સિસ્ટમએ બધી જ સમસ્યાઓનો સમાધાન કરી દીધું અને આ સમસ્યાઓમાં સમાવેશ થાય છે છૂટ્ટા પૈસાની મગજમારી તેમજ પૈસા સાથે લઇને ફરવાની મગજમારી અને છુટ્ટા ન હોય તો દુકાનદાર ચોકલેટ આપે તેની મગજમારી પણ પેટીએમ દ્વારા સમાધાન થયું છે.

16 બિલિયન ડોલરની કંપની સૌથી વધુ ગર્વ એ વાત પર રાખે છે કે નાનામાં નાનો દુકાનદાર તેમજ વેપારી શાકભાજી વાળો પણ પેટીએમની મદદથી કમાણી કરી શકે છે. ૬૮ ટકા શેરના કિંમતની આ કંપની હાલ પહેલા નંબર પર છે જેના કમ્પીટીશનમા ફ્રી ચાર્જ mobikwik ,google pay ,phonepe તેમજ બીજી ઘણી બધી કંપનીઓ છે જેમાં ફ્રીચાર્જ 11% એરટેલ પાંચ ટકા તેમજ બીજી ૪૦ જેટલી કંપની હાલ કમ્પીટીશનમાં છે પેટીએમની સાથે.
વિજય શેખર શર્મા જ્યારે ૧૪ વર્ષના હતા ત્યારે તેમને પોતાના બારમા ધોરણનો અભ્યાસ હિન્દી મીડીયમ સ્કુલ અલીગઢ ઉત્તર પ્રદેશથી કર્યો હતો અને ત્યારબાદ તેઓ દિલ્હી ગયા હતા પોતાની આગળની વિદ્યા પ્રાપ્ત કરવા માટે અને તેમની દિલ્હીમાં દિલ્હી એન્જિનિયરિંગ કોલેજમા પસંદગી થઇ પરંતુ દિલ્હીમાં બધા વિદ્યાર્થીઓ અંગ્રેજી જાણતા હતા પણ વિજય શેખર શર્મા હિન્દી મીડીયમ સ્કુલ માંથી આવ્યા હોવાથી તેમને અંગ્રેજીમાં ઘણી તકલીફ પડતી હતી સમજવામાં. તો તેમણે લગભગ એક વર્ષ સુધી અંગ્રેજીનું હિન્દીમાં ભાષાંતર કરીને અંગ્રેજીને સમજતા હતા તેમજ તેમણે અંગ્રેજીમાં છાપુ, પુસ્તકો, મેગેઝિન વાંચવાનું શરૂ કરી દીધું હતું. અને પછી દિલ્હીની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતુ પછી શરૂઆતથી જ અભ્યાસમાં શ્રેષ્ઠ રહેનાર વિજય શેખર શર્મા ને ઘણી તકલીફ પડતી હતી અંગ્રેજી સમજમાં અને આના લીધે તેમનું ધ્યાન પણ ક્લાસમાં ઓછું રહેવા માંડ્યું તેમજ તેમની હાજરી પણ ઓછી થવા માંડી અને તેઓ વિચારો ઉપર વિચારો કરવા માંડ્યા તેમજ પહેલી પાટલી પર બેસનાર વિજય શેખર શર્મા ને પાછળની પાટલી પર ખસાડી દેવામાં આવ્યા.
પછી વિજય શેખર શર્માએ હાર ન માની અને અંગ્રેજીમાં પુસ્તકો ડીક્ષનરી તેમજ શબ્દભંડોળને સુધારવાનું શરૂ કરી દીધું તેમજ એક બાજુએ તેઓ હિન્દીનું પુસ્તક રાખતા હતા અને બીજી બાજુ અંગ્રેજી ભાષાનું પુસ્તક રાખતા હતા. અને તેઓ સફળ થયા તેમની એક જ આદતથી કે હું ફર્સ્ટ મુવર નહિ પણ ફાસ્ટ મુવર બનીને દેખાડવું.
આ પછી પેટીએમની સ્થાપના પછી વિજય શેખર શર્મા પ્રથમ પણ આવ્યા અને ઝડપી પણ બન્યા તથા વિજય શેખર શર્મા 74 માં અમીર વ્યક્તિઓમાંથી એક છે શરૂઆતમાં પેટીએમ ને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો કેમ કે દરેક વખતે વ્યક્તિએ પેટીએમ મા લૉગઇન કરવા માટે ઓટીપીની જરૂર પડતી હતી અને આ ઓટીપી વારંવાર નાખવો પડતો હતો. અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે વિજય શેખર શર્માએ અલીબાબા ના માલિક જેક મા પાસેથી પ્રી લોડેડ વોલેટ સિસ્ટમ બનાવવાની પ્રેરણા લઈ પેટીએમ વોલેટની રચના કરી.
આ પેટીએમ વોલેટની ખાસિયત એ હતી કે એકવાર આ વોલેટ માં બેંકમાંથી પૈસા ટ્રાન્સફર કરો અને પછી કોઈપણ સમસ્યા વગર ગમે તેને પેમેન્ટ કરો. અને આના લીધે ના તો વારંવાર લોગીન કરવાની સમસ્યા રહી નાતો વારંવાર ઓટીપી નાખવાની સમસ્યા રહી.
હવે વાત એ આવી કે પેટીએમ પોતાના ગ્રાહકો પાસે કોઈ પણ પ્રકારનો કર વસૂલતી નથી તો પેટીએમ કમાય છે ક્યાંથી આ પ્રશ્નનો જવાબ છે સૌપ્રથમ પેટીએમ કમાય છે પેટીએમ ટ્રાન્ઝેક્શન દ્વારા તેમજ 1.5% પેટીએમ પેટીએમ સેલર પાસેથી કર વસુલે છે બીજું ત્રીસ કરોડ જેટલા યુઝર્સ જે પેટીએમ પર તેઓ પોતાની પ્રોડક્ટની એડ પેટીએમ પર દર્શાવવા માટે એટલે કે જાહેરાતની પ્રચાર કરવા માટે પેટીએમ જાહેરાત કરતા વ્યક્તિ પાસેથી રકમ લે છે જાહેરાત દર્શાવવા માટે એટલું જ નહીં પણ જે પેટીએમ ગ્રાહકો મોબાઈલ વોલેટ માં પૈસા રાખી મૂકે છે તો પેટીએમ તેનું ફિક્સ ડિપોઝીટ કરીને નફો કમાય છે.
પેટીએમ એક શક્તિશાળી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે જેનું મુખ્ય સૂત્ર છે જેની પાસે જનતા હોય છે એનું જ આ દુનિયા સાંભળે છે. હવે બીજો પ્રશ્ન એ થાય છે કે પેટીએમ પોતાના વિરોધીઓથી આગળ કેવી રીતે છે તો આ પ્રશ્નનો જવાબ છે કે પેટીએમ સૌપ્રથમ ઓનલાઈન મોડલને ઓફલાઈન લાવ્યું હતું જેમાં એક સામાન્ય વેપારી કોઈપણ ખાતા એટલે કે બેન્ક ખાતા વગર પેટીએમ સાથે જોડાઈ શકે છે તેમજ કોઈપણ બેન્ક ખાતા વગર પેટીએમ દ્વારા ખર્ચ કરી શકે છે અને પેટીએમ પાસેથી પૈસા પણ લઈ શકે છે કોઈપણ બેન્ક ખાતા વગર. આટલું જ નહીં પણ ગરીબી રેખા નીચે જીવતા લોકોને પણ પેટીએમ દ્વારા એક નવી દિશા મળી પોતાના પગ પર ઊભા થવાની અને આ બધું શક્ય થયું સમાજ દ્વારા જેનું મોડેલ તૈયાર કર્યું પેટીએમ ને અને આ મોડેલ માં સમાવેશ થાય છે એવા લોકો જે લોકો હજી સુધી આ સુવિધાનો લાભ નથી લઈ શક્યા તેમજ જે લોકો હજી આ સુવિધા સાથે ધીરે ધીરે લાભ લેવા માડ્યા છે તેમજ એવા લોકો જે હજી સુધી નિર્માણ નથી કરી શક્યા તથા નિર્માણ કરવાની કતાર પર છે. અને આમ આ બધા લોકોને ભેગા કરીને પેટીએમ ના માલિક વિજય શેખર શર્મા 16 બિલિયન ડોલરથી સો બિલિયન ડોલર સુધી જવાનું સપનું જુએ છે.
વિજય શેખર શર્માએ પર્સને ડિજિટલ પર્સમાં પરિવર્તિત કરી નાખ્યું છે કેમકે તેઓ કહે છે કે બધી જ સુવિધાઓ મોબાઇલ ઉપર ઉપલબ્ધ છે તો ડિજિટલ પર્સ કેમ નહીં ? તો આ પ્રશ્ર્ન નો જવાબ તેમને ચાઇનાના એક સુપર માર્કેટમાંથી મળ્યો એકવાર વિજય શેખર શર્મા ચાઇનાના સુપરમાર્કેટની મુલાકાત લેવા માટે ગયા હતા ત્યાં તેમને જોયું કે લાઈન ખૂબ જ લાંબી છે કસ્ટમરની પરંતુ ફટાફટ લાઈન સમાપ્ત થઇ રહી છે તો તેમણે આ કારણ શોધવાનું નક્કી કર્યું અને શોધતા-શોધતા એમને જવાબ મળ્યો કે બધા જ ગ્રાહકોના મોબાઇલમાં તે સુપર માર્કેટનો ક્યુ આર કોડ આવેલો હતો અને આ ક્યુ આર કોડ દુકાનદાર સ્કેન કરી રહ્યો હતો સ્કેનરની મદદથી અને સામાન ના પૈસા કસ્ટમરના ખાતામાંથી કપાઈને આ દુકાનદારના ખાતામાં આવી જતા હતા અને કપાયેલ પૈસાની રસીદ કસ્ટમરના મોબાઇલ ઉપર મેસેજ રૂપે આવી જતી હતી.
આ બધું જોઈને વિજય શેખર શર્મા વિચારમાં પડ્યા અને વિચારવા લાગ્યા કે આ સિસ્ટમનો ઇન્ડિયામાં કઈ રીતે ઉપયોગ કરી શકાશે તો તેમને ચાઇનાની ક્યુ આર સ્કેન કોડની સિસ્ટમને ઉલ્ટી ગુમાવી દીધી એટલે કે ગ્રાહકને ક્યુ આર કોડ આપવાની જગ્યાએ દુકાનદારને જ ક્યું આર કોડ સ્કેન આપી દીધો એટલે કે ગ્રાહક જાય દુકાનદાર પાસે અને ક્યુ આર કોડ સ્કેનની મદદથી પૈસા દુકાનદારને આપી દે.
નોટબંધી દરમિયાન પેટીએમ ૧૦૦૦ ગણું વધી ગયું હતું અને તે સમયે પેટીએમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું હતું તો પેટીએમ ને સ્થિર થવામાં ઘણી બધી તકલીફો આવી રહી હતી અને તે સમયે પેટીએમ નું સ્થિર થવું ખૂબ જરૂરી હતું તો તે સમય દરમિયાન પેટીએમ એ ઝડપ અને સ્થિરતા આ બંન્નેનો સમન્વય કરીને એક મોડેલ તૈયાર કર્યું એટલે કે આગળ વધવાની સાથે સાથે પાછળનું પણ સ્થિર કરતા ગયા અને આ મોડલને અનુસરવાથી પેટીએમ ખૂબ જ ઝડપથી આગળ વધવા માંડયું માર્કેટમાં પેટીએમ નું નામ ખૂબ જ ચર્ચિત થવા માંડ્યું.
પેટીએમથી એક ભૂલ થઈ ગઈ હતી એક સમયે આજે જે પેટીએમ નો માર્કો છે તે પેપલ ને મળતો આવતો હતો રંગની દ્રષ્ટિએ તો પેપલ એ પેટીએમ પર મુકદમો દાખલ કરી નાખ્યો હતો અને આ મુકદમો આજની તારીખમાં પણ કોર્ટમાં ચાલુ જ છે.

એટલું જ નહીં પણ આજની તારીખમાં ફ્રોડ અને ખોટા પૈસા ઉપડવાના ગફલા થઈ રહ્યા છે તો તે માટે પેટીએમ face recognition system દાખલ કરવાની તૈયારીમાં છે આ face recognition સિસ્ટમની મદદથી બધી જ સમસ્યાનું સમાધાન થઈ શકશે એક દેશથી બીજા દેશમાં પૈસા ટ્રાન્સફર કરવાની પદ્ધતિને સુધારી રહી છે પેટીએમ કેમકે એક દેશથી બીજા દેશ પૈસા મોકલવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી હોય છે અને ધીમી હોય છે જેને પેટીએમ ઝડપી કરવાની તૈયારી કરી રહી છે ગ્રાહકના બેંકના કાર્ડ ના ડેટાની સિક્યુરિટી કઈ રીતે સાચવી શકાય તી સમસ્યાનું સમાધાન શોધી રહી છે પેટીએમ.
એક કરતા વધુ દેશની કરન્સીની આપ-લે ઘણા લોકો કરી રહ્યા છે આજની તારીખમાં તું ઘણી વખત જે તે દેશનું રેગ્યુલેશન બહુ જ સમસ્યાઓ ઊભી કરે છે પૈસાની આપ-લેમાં તું તેનું પણ પેટીએમ સમાધાન શોધી રહી છે.
આ પછીથી એમને સૌથી મોટી લોટરી ત્યારે લાગી જ્યારે અલીબાબા ના માલિક જેક મા પેટીએમ ના શેર ખરીદવા માટે ઇન્ડિયા આવ્યા જેમાં જેક મા એ 40% શેર ખરીદ્યા હતા. આ વાત સાંભળ્યા પછી રતન તાતા પણ પાછળ ન રહ્યા અને તેમને પણ પેટીએમના થોડાક શેર ખરીદ્યા હતા..એટલું જ નહીં પણ સૌથી વધારે વિજય શેખરની કિસ્મત ત્યારે ચમકી જ્યારે અમેરિકાના મલ્ટી બિલીયનર વોરેન બફેટ ઇન્ડિયા આવ્યા પેટીએમ ના શેર ખરીદવા. આમ તો વોરેન બફેટ ટેકનોલોજી પર આધારિત કંપની પર ક્યારેય પોતાના પૈસા નાખતા નથી પરંતુ પેટીએમ એક એવી પહેલી ટેકનોલોજી પર આધારિત કંપની હતી જેના પર વોરન બફેટ એ પોતાનો પૈસો લગાડ્યો હતો અને આ ઘટનાની ચર્ચા આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી એટલું જ નહીં પણ વિજય શેખર શર્મા જેમને પોતાના આઇડલ ગણતા હતા તેવા સુપ્રસિદ્ધ વ્યક્તિઓ આજે તેમની સાથે મિટિંગમાં બેઠા હતા.
આમ પેટીએમ ભારતનું સૌથી પહેલું અને લાખો દિલોની એક આશા અને એક સમસ્યાનું સરલ સમાધાન બની ગયું છે જેને દરેક પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરે છે પોતાની સગવડતા માટે. અને આને લીધે જ મે આ મુદ્દાનું શીર્ષક ધ ડિજિટલ રિવોલ્યુશન ઓફ ઇન્ડિયા આપ્યું છે કેમકે આ ભારત દેશની સગવડતા છે જેના પર સૌ કોઈ ગર્વ અનુભવે છે અને સૌ કોઈ આ સિસ્ટમને અપનાવી રહ્યું છે પોતાના ફાયદા માટે અને સમયની બચત માટે.