દુબઇ ધ કંટ્રી ઓફ ટુરિઝમ

દુબઇ  આ નામ જ કાફી છે મોજીલા લોકો માટે દુબઇ એટલે દેશ ઓફ ટુરિઝમ  તો આજે આપણે સૌ જાણીએ દુબઇ વિષે.  દુબઇ એટલે કે નવીનીકરણ તથા અમીરી નો દેશ આ દુબઈ જોડે આટલા પૈસા આવ્યા ક્યાંથી જ્યારે લગભગ 20 વર્ષના દાયકામાં દુબઈ એક મોટું હબ મોટુ ડેસ્ટિનેશન અને દુનિયામાં ત્રીજા ક્રમે આવેલી સૌથી જાણીતુ પ્રખ્યાત ફરવાનું સ્થળ છે કેવી રીતે બન્યો દુબઇ સૌથી પાવરફુલ દેશ કેમકે દુબઇ પાસે પાછળના 20 વર્ષમાં કઈ જ ન હતું રેત સિવાય દુબઈની પાસે પોતાનું કંઈ જ નથી જેમાં સમાવેશ થાય છે જીવન જરૂરિયાતની ચીજો જેવી કે ખાવાનું પીવાનું તથા અમૂલ્ય વસ્તુ જેવું કે સોનુ  તો  દુબઇ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી અને દુબઇ આટલું ફેમસ બન્યું કઈ રીતે તો ચાલો આજે આપણે જાણીએ દુબઈ વિશે.

              દુબઈના વિકાસમાં આ વ્યક્તિ નો ફાળો મહત્વનો છે જેમનું નામ છે  HIGHNESS  SHEIKH  MOHAMMED  BIN RASHID AL MAKTOUM 
આ વ્યક્તિ છે દુબઈના શાસક અને યુએઈના પ્રાઈમ મિનિસ્ટર છે  આ ખૂબ જ અગાઉ નુ દેખનારા વ્યક્તિ છે કેમ કે સામાન્ય લોકો પોતાનો વિકેન્ડ પ્લાન કરે છે જ્યારે આ વ્યક્તિ આગળના દસ વરસ નું વિચારી લે છે લોકો વિચારે છે કે દુબઈ ની પાસે પૈસા તેલના કારણે આવ્યા પરંતુ હકીકતમાં તેલના વેચાણમાં દુબઇનું રેવન્યુ માત્ર એક ટકા જ છે અને ટૂંક જ સમયમાં દુબઇનું તેલનું રેવન્યુ ને બદલી નાખ્યું ટુરીજમમા અને આને લીધે બન્યું દુબઈ એક પોપ્યુલર અને મહત્વનું ફાઇનાન્સિયલ હબ  દુબઈના પ્રાઇમ મિનિસ્ટર ને એક વસ્તુ નથી ગમતી જે છે એવરેજ થી એલર્જી કેમકે તેમનો એક જ હેતુ હતો WE ARE THE ONLY ONE OR THE NUMBER ONE. 

               જેમાં સમાવેશ થાય છે દુબઈ મોલ જે છે દુનિયાનો સૌથી મોટો મોલ તથા બુર્જ ખલીફા જે છે દુનિયાનો સૌથી મોટો ટાવર તેમજ માનવનિર્મિત પામ જુમેરાહ  આઇસલેન્ડ તેમજ અન્ડરવોટર બ્રીજ તથા અન્ડરવોટર ટેનિસ કોટ તેમજ દુનિયાની સૌથી મોંઘી સેવન સ્ટાર હોટલ જેનું નામ છે બુર્જ અલ અરબ અને આ હોટલમાં એક સામાન્ય વ્યક્તિ જઈ નથી શકતો અગાઉ બુકિંગ કરાવ્યા વગર અને આપ ચપ્પલ પહેરીને પણ પ્રવેશ નથી કરી શકતા આ હોટલમાં.

                  એટલું જ નહીં દુબઈમાં તમારી ગાડી પણ ગંદી નહી થઈ શકે જો તમારી ગાડી ગંદી હશે તો તમારા ખાતામાંથી આપોઆપ 200 દિરહમ કપાઈ જશે એટલું જ નહી આપ પોતાની ગાડી પણ કોઈ સામાન્ય વ્યક્તિ પાસે નથી ધોવડાવી શકતા કેમ કે ગાડીઓ ધોવડાવવા માટે ખાસ પ્રકારના સ્ટેશન હોય છે અને ત્યાં જઈને જ તમે તમારી ગાડી ધોવડાવી શકો છો . એટલું જ નહીં પરંતુ મુંબઈમાં આવેલું છે મિરેકલ ગાર્ડન જે કહેવાય છે દુનિયાનું સૌથી મોટું ફૂલોનો બગીચો તથા દુનિયાની સૌથી ઊંચી ફાઇવસ્ટાર હોટેલ જે ડબલ્યુ મેરી ઓટ હોટલ પણ દુબઈમાં આવેલી છે દુનિયાનું સૌથી મોટું સોનાનું બજાર ગોલ્ડ શોક પણ દુબઇ મા આવેલું છે તેઓ આટલા સુધી પણ ન ઊભા રહ્યા ને મળ્યા ડિઝનીલેન્ડને અને ડિઝનીલેન્ડ ને કહ્યું કે ભાઈ ડિઝનીલેન્ડ  તું પણ મને એક ડિઝનીલેન્ડ બનાવી આપ દુબઈમાં પણ એટલું યાદ રાખજે કે એ દુનિયાનું સૌથી મોટું હશે એટલે કે તારા અમેરિકાના ડિઝનીલેન્ડ કરતાં પણ મોટું હોવું જોઈએ તો ડિઝનીલેન્ડ એ ના પાડી દીધી અને કહ્યું કે અમેરિકાનું ડિઝનીલેન્ડ સૌથી મોટું ડિઝનીલેન્ડ છે કેમકે ડિઝનીલેન્ડ નું મુખ્ય શહેર અમેરિકા છે ડિઝનીલેન્ડ ના પાડતા જ શેખ સાહેબે જવાબ આપ્યો કે તું ચિંતા ના કર હું દુબઈ લેન્ડ બનાવી રહ્યો છું જે તારા ડિઝનીલેન્ડ કરતાં  ઢાઈ ઘણું મોટું હશે અને દુબઈમાં દુબઈ લેન્ડ પણ એમણે બનાવી દીધું અને આ દુબઈ લેન્ડ ની રોજ બે લાખ લોકો મુલાકાત લે છે.

                   એટલું જ નહિ પણ તમને એ પણ કહી દીધું કે 2030 સુધીમાં 25 ટકા બિલ્ડિંગો થ્રીડી પ્રિન્ટિંગ ના આધારે બનશે અને એક ઓલરેડી 40 માળની બિલ્ડિંગ થ્રીડી પ્રિન્ટિંગ પર બનેલી છે તેમને આરટીએના પણ નિયમ બદલી દીધા આર ટી એ એટલે કે રોડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી જેમાં તેમને કહ્યું કે તેઓ એક પેસેન્જર ડ્રોન બનાવી રહ્યા છે જે લગભગ 100 કિલોના માણસને 250 કિલોમીટરની ઝડપથી લઈ જઈ શકશે દુબઈના પ્રાઇમ મિનિસ્ટર નું એવું માનવું છે કે સામાન્ય લોકો પૈસા બચાવે છે મોજશોખ માટેે પરંતુ એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો પૈસા બચાવે છે એક શાસન બાધવા માટે.

                    થોડા જ સમયમાં આમને ટેન એક્સ લોન્ચ કરી દીધું આ ટેન એક્સ વસ્તુ છે કે બધું જ દસ ઘણું સારું હોય દુબઈમાં એટલે કે તે તેમની સરકારને ટ્રેન કરી રહ્યા છે ten times faster ten times bigger ten times  more efficient. 
                     દુબઈ કેનાલ પ્રોજેક્ટ પણ એમને ચાલુ કરી દીધો અને ફ્રી વાઈફાઈ ઝોન પણ આપી રહ્યા છે અને આ દુબઈ કેનાલ પ્રોજેક્ટ માં તેઓ 200 ઘર બનાવી રહ્યા છે જે તે અલગથી વેચશે એટલું જ નહીં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને મરીના બીચઇસ પણ દુબઈમાં આવેલા છે દુનિયાની સૌથી મોટી સ્માર્ટ સિટી પણ દુબઈમાં આવેલી છે દુબઈ હાઈપરલુપ નું પણ નિર્માણ કરી રહી છે કોમ્યુનિકેશન અને ટ્રાવેલ ના હેતુ માટે આ એક વેક્યુમ ટ્યુબ હશે જેમાં લગભગ 10 હજાર પેસેન્જર બેસી શકશે અને અબુધાબીથી દુબઈ માત્ર 13 મિનિટમાં આ અંતર કાપી શકાશે અને ગાડીઓ પણ ડ્રાઇવર વગરની કરી રહ્યા છે એમના અનુમાન પ્રમાણે લગભગ ૨૦૨૫ સુધીમાં 25 ટકા ગાડીયો ડ્રાઇવર વગરની હશે આ ૩૦ પેસેન્જર ની ગાડી બનાવી રહ્યા છે એ પણ ડ્રાઇવર વગરની જે એક મોબાઈલ એપ્લીકેશન થી ચાલશે માત્ર આપણું લોકેશન શેર કરવાનું રહેશે અને ગાડી આપણા સુધી પહોંચી જશે પોલીસ સર્વિસ પણ ઓટોમેટીક કરી નાખી એટલે કે સ્માર્ટ પોલીસ સ્ટેશનનું પણ નિર્માણ કરી નાખ્યું જેમાં તે ક્રિમિનલ રેકોર્ડ ચેક કરી શકે છે કોઈના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે કોઈ ખોવાયેલ હોય તો તેની પણ ફરિયાદ નોંધાવી શકે છે એક સામાન્ય વ્યક્તિ વગર કોઈની મદદ લીધા વગર દુબઇ પોલિસ દુનિયાની સૌથી મોટી અને અમીર પોલીસ ગણાય છે જેમની પાસે એક્સપેન્સિવ અને ફાસ્ટ ગાડીઓ પણ દુબઇ પ્રાઈમ મિનિસ્ટર એ આપી છે.આ એક ટેમ્પરેચર કંટ્રોલ સિટીનું નિર્માણ કરી રહ્યા છે જે છે એક નાનકડી કન્ટ્રી મોનાકો એને એ પણ ત્રણ ગણી વધારી રહ્યા છે અને એક મોલનું પણ નિર્માણ કરી રહ્યા છે જે દુબઈ મોલ કરતાં પણ મોટો હશે જેમાં રસ્તાઓ હશે ટ્રાફિક લાઇટ હશે એર-કન્ડિશનર હશે અને હોટલો પણ હશે એટલું જ નહીં પણ માનવનિર્મિત આઇસલેન્ડ પણ દુબઇમાં આવેલો છે જે પામ જુમેરાહ ના નામે ઓળખાય છે  અને આ પામના શેપમાં ઘણા બધા મકાન બનાવી દીધા અને એક મકાન દીઠ કિંમત લગભગ 300 કરોડ રૂપિયા છે દુનિયાનું સૌથી વધુ એક્સપોર્ટ પણ દુબઈ કરે છે જે તે હાલ ત્રીજા ક્રમે છે સુપરફાસ્ટ એરલાઇન સર્વિસ પણ દુબઈમાં આવેલી  છે મજા 2020માં દુનિયાનો સૌથી મોટો એક્સપો પણ દુબઈમાં યોજાશે જે લગભગ 340 લાખ નોકરીઓ ને આમંત્રણ આપશે દુબઈમાં ટેક્સ બહુ પ્રકારના છે જેમકે કોઈ છોકરી ની છેડતી કરી તો ખેર નહીં સિગ્નલ તોડ્યું તો આપોઆપ પૈસા કપાઈ જશે બેંક ખાતા માંથી ચેક બાઉન્સ થયો તો જેલની સજા થશે ગાડી ગંદી હશે તો 200ધીરમ કપાઈ જશે રસ્તા વચ્ચે રોમેન્સ કર્યો તો પણ જેલની સજા થશે અને આ બધા ટેક્સના કારણે જ દુબઈ crime free country કહેવાય છે.

        બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ આ બિલ્ડિંગને લગભગ બે લાખ લિટર પાણી જોઈએ છે રોજ અને  લગભગ 200 દેશની પબ્લિક દુબઈમાં વસે છે જેમાં સમાવેશ થાય છે ઇન્ડિયા પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાલ અને ફિલિપિન્સ એટલું જ નહીં પણ બુજ ખલીફા ના નામે ૧૪ રેકોર્ડ બનેલા છે જેમાં સમાવેશ થાય છે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ દુનિયાના સૌથી વધુ રેસ્ટોરન્ટ દુનિયાની સૌથી ઊંચી ઈમારત અને દુનિયાની સૌથી ઊંચી લિફ્ટ તેમજ દુનિયાનો સૌથી મોટું ફાયર વર્ક્સ અને સૌથી વધારે માળ અને સૌથી વધારે nightclub પણ આવેલા છે.

   તો આમ દુબઈ એક ખૂબ જ સુંદર અને જાણીતું પ્રવાસીઓનું મનગમતું સ્થળ છે. 

   

                 
                      

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Geeta V. Manek 3 માસ પહેલા

Verified icon

Gautam Patel 3 માસ પહેલા

Verified icon

Hareshkumar Shah 4 માસ પહેલા

Verified icon

Sonal Mehta 4 માસ પહેલા

Verified icon

Nirali Dobariya 4 માસ પહેલા