Samaynu management books and stories free download online pdf in Gujarati

સમયનું મેનેજમેન્ટ.....

સમયનું /ટાઇમનું મેનેજ્મેન્ટ……

જીંદગીમાં સમય નું મહત્વ મોટું છે .

તમે સ્વીકારો કે ન સ્વીકારો પણ સમયને

અlપણે સો અlધીન છીએ.

સમય વગર કઈ શક્ય નથી.

સમયને ઓળખો તો સુખી થશો.

સમયને જlણો તો સફળ થશો.


સફળ ને સુખી થવા સમયની રાહ જુઓ.

પરંતુ કોઈ કામ કરવા સમયની રાહ જોવી અનિવાર્ય નથી.

તમે ગમે તે ઘડીએ કોઈકામ નક્કી કરો તે રીતે કરી શકો છો.

જો કે સમય બધા દુ;ખોની દવા છે.


એવર ગ્રીન રહેવા તમારું ટાઇમ ટેબલ બનાવો.

સમય ને મેનેજ કરો.


ટાઇમ મેનેજમેન્ટ વગર આ શક્ય નથી.

તમારા જીવનને દસ વરસ કે પાંચ વરસ ના તબક્કામાં

વહેચો અને પ્લાનિંગ કરો..

ક્યારે તમારે શિક્ષણ લેવું અને ક્યારે ગૃહસંસાર નું સંચાલન કરવું

ક્યારે તમારો શોખ કેળવવો અને ક્યારે તમારે કોઈ મહત્વના

કાર્ય કે તમારા ધ્યેય પાછળ લાગવું.

આ બધી બાબતો નું આયોજન જીવનમાં થાય તે જરૂરી છે.

તેના માટે સમયનું આયોજન જરૂરી છે.

દુનિયા ઘણી આગળ વધી ગઈ છે

મનુષયે ઘણી પ્રગતી કરી છે,

વિકાસ કર્યો છે.


પરંતુ એક વાત દીવા જેવી સ્પષ્ટ અને સત્ય છે કે દિવસના

૨૪ કલાકમાં હજુ સુધી કોઈ વધારો નથી થયો..


વરસના ૧૨ માસ કે મહિનાના દિવસોમાં કોઈ

ફેરફાર નથી થયો .

યુગોથી અને વરસોથી અl સમય એનો એજ રહ્યો છે.

અને હજુ કોઈ વધારો કે વિકાસ સમયના માપમાં

મળ્યો નથી આપણને ....


અલબત્ત દરેક સેકન્ડ વીતી જાય પછી નવી નથી આવતી.

દરેક પળ વીતી જiય પછી બીજી વાર નથી બનતી.


સમય સતત પરિવર્તનશીલ છે .

સદીઓથી સમય સતત ગતિશીલ રહ્યો છે.


સમય સતત બદલાય છે પરિવર્તિત થાય છે

પણ સમયનો માપ એકજ છે.

તેમાં કોઈ વધારો નથી.

દીવસના કલાકો કે વરસના દિવસોમાં કોઈ વધારો

યુગો પછી પણ નથી થયો..

તમારે જે કઈ કરવાનું છે જે કઈ શીખવાનું છે તે

અlજ માપના સમયમાં શીખી લેવાનું છે

કે કરી લેવાનું છે.


એટલે જ કહે છે કે સમય કોઈનો થયો નથી

અને થશે નહિ

સમય ઓછો છે અને કામો ઘણા છે


માટે કરી લો જે કાલે કરવાનું

છે તે આજે જ…..


કાલ કોણે દીથી છે ??

દુઃખનું ઓસડ દહાડા પણ એ રીતે જ એ જ અર્થમાં કહેવાયું છે.


હાથમાંથી પાણી જેમ સરકી જાય છે કે

રેત જેમ મુઠ્ઠી માંથી સરકી જાય છે

તેમ જ મનુષ્યના જીવનમાંથી સમય સરકી જાય છે..

સમયને કોઈ અlજ સુધી પકડી શક્યું નથી

કે સમયને કોઈ રોકી શક્યું પણ નથી…


સમય કોઈનો નથી કે નથી કોઈને ગાંઠતો …

સમયનું કોઈ બોસ નથી કે સમય કોઈનો તાબેદાર પણ નથી….

સમયને રોકી શકો કે તમારા તાબામાં રાખી શકો તો

તમે જિંદગી જ માત્ર નહિ પણ


દુનિયા જીતી ગયા તેમ સમજો…


આવો અl સમય સુખ દુઃખનો સાથી છે..

સાક્ષી પણ છે..


અlપણે કહીએ છીએ કે સમય ખરાબ છે

એટલે નિષ્ફળતા મળે છે કે સફળતા મળતી નથી..


સમય ખરાબ છે એટલે દુ;ખ છે

સમય વીતી જશે અl પણ…

અરે અlનો સિતારો બુલંદી પર છે.

બસ અl નો સમય ચાલે છે ..


જો બધેજ તેની જીત છે.

બોલબાલા છે…


પેસl કીર્તિ સતા બધુજ એમના હસ્તક આવી ગયું છે..

કારણ તેમનો સમય છે…


સમયના ખેલ છે .

સુખ પણ તેને આભારી અને

દુ;ખ પણ સમયને આધીન …

મૃત્યુનું દુ;ખ પણ સમય વીતે ઓછુ થાય છે..


તમામ દુ;ખો ની અકસીર દવા જ સમય છે..


શરીર ખરાબ થાય કે બીમાર પડો તો પણ સમયની રાહ જુઓ..


દવાથી તાવ ઉતરે કે થોડો સુધારો થાય તો પણ શરીર ને

અlરlમ આપવો પડે અને સમય જવા દેવો પડે

તો જ સમ્પૂર્ણ સજા થવાય..

સમયનું મેનેજમેન્ટ સફળતા માટે જરૂરી છે

અને સુખ દુઃખમાં પણ સમય નું મહત્વ છે.

રોજના કામો કરવા માટે ડાયરી રાખો

અને ટાઇમ ટેબલ બનાવો


કરવાના કામોની સૂચી તૈયાર કરો અને

રોજ સવારે અને રાત્રે તેનું મનન કરો


કેટલા કામો થયા કેટલા બાકી રહ્યા

અને કેટલા પેન્ડીંગ રહ્યા

સમયના અભાવે બીજા દિવસ ઉપર...

અઠવાડીયાના અને મહિનાના કામો કરવાનું

પણ લીસ્ટ રાખો

અને પ્લાનર બનાવો ..


એટલું યાદ રાખો કે તમારા ગમતા કામો

અને આનંદ આપતા

કામોને પ્રાધાન્ય આપો..


જીવનમાં..ન ગમતા અને બોરિંગ કામો પણ

કરવા પડતા હોય છે

એનું નામ જ તો જિંદગી છે.


આનંદ આપે તેવા કામો દિવસમાં એક બે પણ થાય તે જુઓ.

આખર જિંદગી ગમે તે રીતે જીવવા માટે જ છે

એટલે પ્રયાસ તો કરવો જ રહ્યો..

આનંદ આપે તેવી બાબતો ને અગ્રક્રમે મુકશો

તો જ અl શક્ય બનશે.

એટલેજ સમયનું પ્લાનિંગ કરવાનું અહી જરૂરી છે

સમય ઓછો છે અને કામો જાજા છે

આનંદ પણ જોઈએ છે ..

માત્ર રૂટીન જીવનજ જીવવું નથી.

તો પ્લાનિંગ જરૂરી છે.

સમય સમયનું કામ કરે છે..

સમય બડા બળવાન હે..

એમ અlપણે અવાર નવાર કહેતા હોઈએ છીએ..

યુવાનોને લાગે છે કે અમારો જ સમય છે અને આજ સમયમાં

અમારે મોજ મસ્તી કરી લેવી જોઈએ આનંદ કરવો જોઈએ..


ઘણીવાર એટલેજ વડીલોની વાતો તેમને નકામી અને

બોરિંગ લાગે છે.

એમને ફાંકો પણ થોડો આવી જlય છે કે

અરે તેમનો સમય તો ગયો હવે.


અl તો અમારો સમય છે ..


માણી લો જિંદગીની મોજ જેટલી બને તેટલી …

પણ આજ સમય છે યુવાનીનો કૈક નવું શીખવાનો

અને કૈક કરી લેવાનું..

સાહસ અl સમયમાં જ થાય .

એ યાદ રાખો…


મોજ અને મસ્તી ની સાથે કૈક કરવાનો અને

શીખવાનો પણ પ્રયાસ કરો

અને ધ્યેય રાખો..


અને એ પણ યાદ રહે કે જીવન છે ત્યાં સુધી

મોજ માણી શકાય..

આનંદ કરી શકાય..

શરત કે તમે શારીરિક ફિટનેસ જાળવી હોય ..


કોઈ પણ ઉમરે કઈ પણ નવું કરતા રહેવું

અને નવું શીખતા રહો..


સમય તમારો જતો રહ્યો તેમ ન માનો..

ઘણા તો કહે છે કે

જીવન શરુ જ ૬૦પછી થાય .


ઘણા ૫૦ પછી પણ શરુઆત કરી શકાય

તેમ મlને છે…


બસ તમારો ઉત્સાહ અને જોમ જળવાઈ રહેવો જોઈએ..

સમય હોય કે ના હોય કરવાના કામો અને

ઈચ્છા હોય તેમ જરૂર કરો.


સમયની રાહ ના જુઓ.

સમય આવશે અને જશે.


તમારે તમારા રસ્તે આગળ વધવાનું છે ,


પરિશ્રમ કરવાનો છે અને સફળતા મેળવવાની છે.


એ પણ એટલુજ મહત્વનું છે.

જિંદગી નાની છે અને અlપણી છે..


બસ યાદ રાખો અને સમયનો સદુપયોગ કરો


તો સુખી થશો, આનંદ માં રહેશો અને સફળ પણ થશો.


સમયનું મેનેજમેન્ટ જરૂરી છે ,સફળતા માટે ….


સમયનું મેનેજમેન્ટ જરૂરી છે ,આનંદ મેળવવા

અને સુખી થવા…


સમયનું મેનેજ્મેન્ટ જરૂરી છે ,જીદગીમાં આગળ વધવા

અને કૈક કરવા માટે…


દરેક વ્યક્તિ આજે આગળ વધવા માંગે છે …

વિકાસ ઈચ્છે છે .


એ પણ એટલુજ સત્ય છે.


તેમજ દરેક વ્યકિત સુખી થવા ઈચ્છે છે..

એ પણ સત્ય છે...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED