Ek ichchha - kai kari chhutvani - 13 books and stories free download online pdf in Gujarati

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ - ૧૩

હસું મારા કરતા થોડી હિમ્મત વાળી એટલે હસું એ તો નક્કી કર્યું કે હું તો મરી જઈશ અને કપાસ છટવાની દવા લઈને ગામ ના ખેતરે પહોંચી ગયી।

એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૩

હું પણ તેની પાછળ પાછળ ખેતરે પહોંચીયો જેમ તેમ કરી ને એને સમજાવી ને ઘરે લાવ્યો । હવે તો મારે ઘર માં બધા ને મારા અને હસું પ્રેમ વિષે જાણવું જ પડે તેમ હતું એટલે સાંજે જયારે બધા ભેગા બેઠા હતા ત્યાં હું જય ચડ્યો ને મેં બિન્દાસ થયી ને બધા ની સામે શ્વાસ રોક્યા વગર જ બોલી ગયો કે હું અને હસું એક બીજા ના પ્રેમ માં છીએ અને એક બીજા સાથે જ જિંદગી જીવા માંગીયે છે એવું સાંભળી ને મારા પિતાજી એ ધોલ મારી દીધી અને બીજા બધા તો જાણે મેં કોઈ ગુનો કર્યો હોય એમ તૂટી પડ્યા. શરમ નથી આવતી તને જેને બેન માનવાની હોય તેને પત્ની બનવાનું વિચારે છે , ડોબા . મન માં તો મારા બહુ બધું ચાલતું હતું કે આ લોકો એની પાસે મને રાખડી ના બંધાવે તો સારું " છન છન કરતી આયી છન છન કરતી ચલી ગયી મેં સિંદૂર લે કે ખડા થા વો રાખી બાંધ કર ચાલી ગયી " મન ની અંદર ની વાતો માંથી બહાર આવી ને બધા ના કટુ વચનો સાંભળ્યા . પછી બધા એ હસું નો વારો કાઢિયો . હસું ને પણ સારા એવા માર પડ્યા પણ હસું તો અડગ કે એ મારા સિવાય કોઈ ને નહિ પરણે . હું થોડો ડગ્યો પણ હસું ની હિમ્મત જોઈ ને હું પણ અડગ થયો. બહુ માર પણ પડ્યો આખરે બધા હારી ગયા અને હું અને હસું લગ્ન ગ્રંથિ માં જોડાઇસુ એવું નક્કી કર્યું બધા એ પણ ઉમર નાની એટલે અમારે લગ્ન માટે રાહ જોવાની હતી. લગ્ન માટે પણ શરત કે જ્યાં સુધી પુખ્ત વય ના ના થયી જઈ એ ત્યાં સુધી મળવાનું નહિ. આવી અઘરી શરત પણ અમે મંજુર રાખી. મારે તો ઇડર ભણવા જવાનું હતું આગળ અને હસું ને પણ આગળ ભણવાનું હતું પણ મારી જોડે લગ્ન કે આગળ ભણવાનું બે માંથી હસું ને એક વસ્તુ સ્વીકારવાની હતી અને મારી ગાંડી હસું એ મને સ્વીકાર્યો અને આગળ ભણવાનું નહિ એ માટે રાજી થયી ગયી. હું આગળ ભણવા માટે ઇડર ચાલ્યો ગયો અને હસું અહીં વાડોથ માં મારી રાહ જોઈ ને રહી . હું ઇડર ૧૦ મુ પાસ કર્યું અને ત્યાં થી કોલેજ માટે અમદાવાદ ગયો વચ્ચે વચ્ચે હું રજા ના દિવસો માં વાડોથ જતો પણ એક બીજા ને ના મળવાની શરતે અમને બાંધી દીધા હતા . હું તો મારી ભણવાની લાઈફ માં વ્યસ્ત થયી ગયો પણ હસું મારી રાહ જોવાની વિરહ માં તડપી રહી હતી . હું જિંદગી ની દોડ માં ખુબ આગળ આવી ગયો હતું પણ મારી હસું હજી પણ એ જ રસ્તા માં મારી રાહ જોઈ રહી હતી . કોલેજ પુરા થયા બાદ બધા એ અમારા વેવિશાળ કર્યા . વેવિશાળ બાદ અમને મળવાની પરવાનગી મળી પણ ભણતર ની વ્યસ્તા ના લીધે હું મળી શકતો નહિ. એ પણ હસું ને મંજુર હતું કારણ કે મારો પ્રેમ બહુ પ્રબળ હતો એના માટે . હું ડૉક્ટર નું ભણવા મંગુ છું એવું સાંભળી ને એને જ્યાં સુધી હું ડૉક્ટર ના બની જાઉં ત્યાં સુધી લગ્ન માટે રાહ પણ જોવાનું માની લીધું.એ મારા માટે પોતાની બધી ખુશી ઓ , બધા સપના ,એટલું જ નહિ પણ ભણતર પણ છોડી ને બેઠી હતી. આમ ને આમ સમય તો પસાર થયી ગયો હું મેડિસિન માં ડૉક્ટર ની પદવી મેળવી લીધી .

હું મારા ભણતર અને શહેર ની ચકોચન્દ માં ખોવાઈ ગયો હતો અને મારી રાહ જોઈ રહી હસું મારા માટે આટલો ત્યાગ કરી રહી છે હું એ ભૂલી ગયો હતો . હું હવે એની જોડે ખુબ ઓછી વાત કરતો ,જયારે વાડોથ પણ જતો તો હું એની જોડે સમય વિતાવાનું છોડી ને ગામ માં મિત્રો સાથે ફરતો . એ મારા માટે જમવાનું બનાવી ને લાવતી તો કઈ ને કઈ ખામી છે જમવાના માં એમ કરી એને ઉતારી પડતો બધા ની સામે .અમારા લગ્ન નો સમય પણ આવી ગયો પણ હું લગ્ન નતો કરવા માંગતો એટલે હવે કેમ કરી ને લગ્ન રોકવા એ વિચારતો . ત્યાં મારો એક મિત્ર જે યુ એસ એ રહેતો એ અમારા ગામ આવ્યો એ મને મળ્યો , એને મને યુ એસ એ ની વાત કરી , વળી અમે પટેલ એટલે યુ એસ એ માટે તો જાણે ગાંડા. મેં પણ મન માં વિચારી લીધું કે મારે એ ગામડા ની હસું જોડે નથી પરણવું હું તો યુ એસ એ જ જઈશ. જો હું ઘર માં બધા ને વાત કરતા ડરતો હતો એટલે મેં હસું ને જ વાત કરવાનું ધાર્યું . હું હસું ને લઇ ને એક વાર બહાર ફરવા લઇ જાઉં તો એ પણ બધું જોવે ને કે અમદાવાદ કેવું છે કારણ કે મારી ડૉક્ટર ની પ્રેકટીસ માટે તો મારે થોડો ટાઈમ ત્યાં જ રહેવાનું હતું . મેં બધા ને વાત કરી ને હસું ને અમદાવાદ બતાવા ના બહાને લઈ ગયો . મેં હસું ને મારા દિલ ની બધી વાત કરી દીધી કે મારે યુ એસ એ જવું છે અને હમણાં હું લગ્ન ગ્રંથિ માં નથી જોડાવા માંગતો .

હું એની સામે બધું જ બોલી ગયો અને એનું શું મન છે ? એ શું વિચારે છે ? એ શું કરશે આગળ ? એ કશું જ મેં એને પૂછયું નહિ અને એને મેં કહી દીધું કે આવે ઘર વાળા બધા ને તારે જ સમજાવાનું છે .એ તો બિચારી એવું વિચારી ને અમદાવાદ આવી હતી કે નવું ઘર જોશે , લગ્ન કરી ને જ્યાં રહેવાનું છે એ જગ્યા ને કેમ કરી ને સજાવીશું , શું શું નવું લાવીશું એ બધા સપના સાથે હસું આવી હતી . મેં એના કોઈ સપના વિષે વિચારીયું સુદ્ધા નઈ. મારી હસું તો મારી ખુશી માટે બધું જ ત્યાગ કરી જ રહી હતી એટલે આ ત્યાગ માટે પણ એને વાર ના લાગી. હસું એ હસતા હસતા મને કહ્યું કે મારા પ્રેમ તારા માટે તો હું જીવન ભર તારી રાહ જોઈશ . હું એની સામે બધું જ બોલી ગયો અને એનું શું મન છે ? એ શું વિચારે છે ? એ શું કરશે આગળ ? એ કશું જ મેં એને પૂછયું નહિ અને એને મેં કહી દીધું કે હવે ઘર વાળા બધા ને તારે જ સમજાવાનું છે .એ તો બિચારી એવું વિચારી ને અમદાવાદ આવી હતી કે નવું ઘર જોશે , લગ્ન કરી ને જ્યાં રહેવાનું છે એ જગ્યા ને કેમ કરી ને સજાવીશું , શું શું નવું લાવીશું એ બધા સપના સાથે હસું આવી હતી . મેં એના કોઈ સપના વિષે વિચારીયું સુદ્ધા નઈ. મારી હસું તો મારી ખુશી માટે બધું જ ત્યાગ કરી જ રહી હતી એટલે આ ત્યાગ માટે પણ એને વાર ના લાગી. હસું એ હસતા હસતા મને કહ્યું કે મારા પ્રેમ તારા માટે તો હું જીવન ભર તારી રાહ જોઈશ . ખાલી એક પ્રશ્ન મને પૂછયો કે હું એની સાથે લગ્ન કરવા મંગુ છું કે નહિ? ભલે ને વર્ષો પછી લગ્ન કરે પણ કરીશ કે નહિ ? મેં એને તરત જવાબ આપી દીધો કરીશ જ ને ગાંડી પણ મને થોડો સમય જોઈ એ છે એ તો મારા પર આંખ મીંચી ને વિશ્વાશ કરે છે એ મને ખબર હતી એટલે હું આવું જૂઠું બોલતા પણ ના ખચકાયો . હવે હું હસું જેવી ગામડા ની છોકરી ને નતો પરણવા માંગતો .

ક્રમશ :

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED