અઘોર આત્મા-૨૧ પૂર્ણાહુતિ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા-૨૧ પૂર્ણાહુતિ

અઘોર આત્મા (ભાગ-૨૧ પૂર્ણાહુતિ)

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

લેખક : ધર્મેશ ગાંધી

---------------------

(ભાગ-૨૦માં આપણે જોયું કે...

તિમિરના મોંમાંથી સફેદ ફીણ નીકળી રહ્યું હતું. લગભગ છ ફૂટ લાંબો એક સાપ પથરીલી જમીન ઉપરથી સરકતો જંગલી વેલાઓ ઉપર ચઢી રહ્યો હતો કે જેણે તિમિરને દંશ દીધો હતો. તાંત્રિક જેવો લાગતો એક વ્યક્તિ સુખડની પેટીમાંથી ‘સર્પમણિ’ બહાર કાઢીને તિમિરના સર્પદંશવાળા અંગૂઠા ઉપર મૂકે છે, અને તે એકાએક અદ્રશ્ય થઈ જાય છે. ગુફામાં ઓચિંતો જ પ્રગટ થયેલો અઘોરી અંગારક્ષતિ તપસ્યાને નાગવંશના યુવક નાગેશ સાથે પૂર્ણ કરેલી એની સંભોગ-સાધના યાદ કરાવે છે...

હવે આગળ...)

-------------

કબ્રસ્તાનની એ મધરાત યાદ આવતાં જ મારું આખું શરીર ધ્રૂજી ઊઠ્યું!

હું અતીતમાંથી પૂર્ણપણે બહાર આવું એ પહેલાં તો અઘોરી અંગારક્ષતિએ ફરી એક વાર તાજી ચિતાની ગરમ રાખ પોતાની બંને જાંઘ વચ્ચે મસળીને મારા મોં ઉપર ફેંકી. અને એ સાથે જ મારા શરીરમાં ફેરફાર થવા માંડ્યો. મારી ગોરી ચામડી કાળી પડવા માંડી. કાયા સંકોચાઈને પાતળી અને લીસી બનવા માંડી. લબકારા મારતી જીભે હું વક્રાકારે સરકવા માંડી. ફરી એક વાર હું નાગકન્યામાં પરિવર્તિત થઈ ગઈ!

‘જા તપસ્યા, તારી આ લપસણી કાયાના કામણ પેલા અંગરક્ષક આગળ પાથરી દે...’

હું ફક્ત હકારમાં મારી ફેણ જ ડોલાવી શકી...

અંગારક્ષતિએ વર્ણવેલી ભદ્રકાલીની આ ગુફાના ગૂઢ રહસ્યો મારા મસ્તિષ્કમાં ઉભરાઈ ઊઠ્યાં. બહારથી નાનું દેખાતું કાલિકા માનું મુખ એ ગુફાનું કોઈ સામાન્ય પ્રવેશદ્વાર નથી. જેમ-જેમ અંદર તરફ જશો તેમ-તેમ ગુફાનું ગર્ભ વિશાળ બનતું જશે. અને એ પ્રવેશદ્વાર સંકોચાતો જશે... કાલીમાનું મુખ ધીમે ધીમે સદંતર બંધ થઈ જશે. તમે ફક્ત ગુફામાં આગળ તરફ વધી શકશો. એ માર્ગે પાછા વળવું અશક્ય બનશે... અંદર માત્ર પથ્થરો અને જંગલી વેલાઓ જ નહિ, પરંતુ પાતાળપ્રવેશ કરી શકો એ દિશામાં વહેતી કાલિંદી નદીનો ધસમસતો પ્રવાહ હશે. જેનો સામનો કરવો એ કોઈ પણ સામાન્ય મનુષ્ય માટે કપરા કાળને નોંતરવા બરાબર હશે!

હું એકલી જ સરકતી સરકતી અંધારી ગુફામાં આગળ વધી. ખડકો અને ઝાડીઓ પસાર કરતી હું મારા લીસા અને સુંવાળા શરીર થકી વક્રાકારે આગળ વધી રહી હતી. જાણે કે એક કાબેલ નાગકન્યા હોઉં એ અદાથી મેં પાતાળ ભણી વહી જતી કાલિંદી નદીમાં છલાંગ લગાવી. હું પાણીમાં પણ સરળતાથી તરવા માંડી. કાલિંદીના ઠંડા જળમાં મારું અલાયદું શરીર ધીમે ધીમે આગળ તરફ વહેવા માંડ્યું. આખરે મને પાતાળમુખ તરફ એક તોતિંગ દ્વાર નજરે ચઢ્યું. મેં અનુમાન લગાવ્યું કે ચોક્કસ કોઈક ખાનગી કક્ષ હોવો જોઈએ. મને સમજતા વાર નહિ લાગી કે એ નાગવંશના અધિપતિ ચંદ્રમણિનો જ પાતાળ-કક્ષ હોવો જોઈએ. અને એ જ કક્ષમાં નાગમણિ પણ ઉપલબ્ધ હોવો જોઈએ કે જેના થકી મારે તિમિરને જીવિત કરવા માટેની ‘પૂર્ણાહુતિ’ સાધના કરવાની હતી. મારે હવે અધિપતિ ચંદ્રમણિના એ પાતાળ-કક્ષનું સજ્જડ રીતે બંધ એ દ્વાર ખોલવાનું હતું. પરંતુ એ દ્વારની આગળ જ કડક ચોકીપહેરો કરી રહેલા નાગવંશના અંગરક્ષકને મારે મારી લસલસતી કાયાના કામણ પાથરીને ફોસલાવવાનો હતો. એ જ અંગરક્ષક કે જેણે મારા માનવરૂપ ધરેલા તિમિરને ઝેરીલો દંશ દીધો હતો.

ગૂંચળું વળીને અને ફેણ માંડીને બેઠેલા અંગરક્ષક નજીકથી હું સરકવા માંડી. પોતાની સાવ નજીકથી સરકતી કોઈક અજાણી નાગકન્યાને જોઈને એ અંગરક્ષકની ફાંટાવાળી જીભ લબકારા મારવા માંડી. એણે મને ઓચિંતી જ એના બાહુપાશમાં ભીંસી દીધી. મારું લીસું શરીર એની બાહુમાંથી છુટકારો મેળવવા વળ ખાવા માંડ્યું. પણ એ મારી ઉપર સવાર થઈ ચૂક્યો હતો, જાણે કે જન્મોજન્મથી ભૂખ્યો...

ક્યાંયે સુધી એ મારા કોમળ શરીરને મસળતો રહ્યો... હું મૂર્છિત થઈ જાઉં એ પહેલાં જ નાગવંશના એ મજબૂત અંગરક્ષકના શરીરની ભીનાશ મારા તનબદનમાં પ્રસરી ગઈ. થોડી વાર માટે નીરવતા પથરાયેલી રહી. પછી એકાએક પાતાળપ્રવેશનું દ્વાર હળવે રહીને ખૂલી ગયું. ધીમે ધીમે રોશનીના તેજ લીસોટા દ્રશ્યમાન થઈ ઊઠ્યા. આંખો આંજી નાખતા દૂધિયા પ્રકાશથી સમગ્ર વિસ્તાર છવાઈ ગયો. થોડી વાર રહીને હું સંપૂર્ણપણે મારી આંખો ખોલવા સમર્થ બની. મેં જોયું કે ખૂણાની એક ચટ્ટાન ઉપર ઝળહળાં થતો નાગમણિ શોભી રહ્યો હતો. હું મારા ધ્યેયની નજીક હતી. હું ધીમે ધીમે ફરી એક વાર નાગકન્યામાંથી એક સૌદર્યવાન યુવતીમાં રૂપાંતરિત થવા માંડી હતી... મેં મારા વસ્ત્રો ધારણ કરી લીધા.

‘એક જીવિત અને ખૂબસૂરત યુવતી સાથેના સંભોગના પરિણામે હું થોડી ક્ષણો માટે માનવરૂપ ધરી શકવા સમર્થ છું, તપસ્યા!’ અંગરક્ષક બોલી રહ્યો હતો.

હું અચરજથી એક ક્ષણ એની સામે તો બીજી ક્ષણ પેલા નાગમણિ સામે જોઈ રહી હતી.

‘તપસ્યા, તારા તિમિરને જીવિત કરવા માટેની ‘પૂર્ણાહુતિ’ સાધના માટે તને આ નાગમણિ ઉપરાંત એક તાજા માનવમૃતદેહની જરૂર પડશે. તારાથી શરીરસુખ પામીને હું તૃપ્ત થઈ ગયો છું. અલવિદા... તારી તપસ્યા ફળદાયી રહો!’ એટલું બોલતાંની સાથે જ એણે એક યુવાન માનવદેહ ધારણ કર્યો. હું એને અપલક તાકતી રહી. પણ બીજી જ ક્ષણે નાગવંશના એ અંગરક્ષકે પોતાની જીભ પોતાના જ તીક્ષ્ણ દાંતો વડે નિર્દયતાથી કચરી નાખી. લોહીલુહાણ મોંએ એણે થોડાં તરફડિયા માર્યા. અંતે એનું શરીર નિશ્ચેતન થઈ ગયું. હું એકદમ સ્તબ્ધ થઈને વિચારી રહી હતી કે કોઈ આ રીતે પોતાના પ્રાણની આહુતિ આપી શકે? અને એ પણ મારી એક સાધના માટે..?

પરંતુ, જે હશે એ... મને સમય વ્યતીત કરવા કરતાં મારી ‘પૂર્ણાહુતિ’ સાધના માટે ધ્યાન એકાગ્ર કરવાનું મુનાસિબ લાગ્યું. મેં આગળ વધીને ચટ્ટાન ઉપરથી નાગમણિ ઊઠાવ્યો. મારે ફરી એક વાર એક મડદા સાથે સંભોગવિધિ કરવાની હતી. અને એ મડદું પણ એ જ કે જે થોડી મિનિટો પહેલાં એક નાગવંશનો યુવક હતો – જીવિત હતો – સંપૂર્ણપણે એક નાગનું શરીર ધરાવતો હતો, અને જેને મેં મારું શરીર સોંપ્યું હતું, જેને મેં તૃપ્ત કર્યો હતો...

મેં ફરી એક વાર મારા સંપૂર્ણ વસ્ત્રો ઉતારી નાખ્યા. મેં મારા આખા શરીરે એક ઉડતી નજર ફેરવી. ન જાણે કેટલાંયે ગમતા-અણગમતા સ્પર્શો થયા હશે એની ઉપર. કેટલાંયે સજીવો આ ઉકળતા લાવા જેવાં શરીરને ભોગવી ચૂક્યા હતા! માનવદેહ ધારણ કરીને ખુદ મૃત્યુ પામેલો અંગરક્ષક પહેલેથી જ નિર્વસ્ત્ર હતો. મેં એના નગ્ન શરીરની કમર ઉપર મારા ઉઘાડા શરીરને ગોઠવ્યું. નાગમણિને એના કપાળની મધ્યે ગોઠવ્યો. અઘોરી અંગારક્ષતિ ગમે એ ક્ષણે અહીં પ્રવેશી શકવા માટે સમર્થ હતો; નાગમણિ મેળવવા માટે એ કોઈ પણ કાળે પ્રગટી શકે એમ હતો. મારા માટે એક એક પળ કિમતી હતી. મેં ફરી એક વાર મારી સાધનાના ભાગરૂપે એક મડદા સાથે સંભોગક્રિયા આરંભી. મડદાના હોઠ ચૂમ્યા. ધીમે ધીમે મૃત શરીરમાં સળવળાટ થવા માંડ્યો. અને એ જ ક્ષણે મને તિમિરના આગમનની અનુભૂતિ થવા માંડી. તિમિર – મારો પ્રેમ – ધીમ ધીમે મૃતાત્માઓના સકંજામાંથી છુટકારો પામીને જીવ ધારણ કરી રહ્યો હતો. આખરે ફરી એક વાર મેં મડદાને મારી કાયાથી તૃપ્ત કર્યું. અને મારી નજર સમક્ષ મારો તિમિર જીવતો જાગતો ઉપસ્થિત થઈ ગયો... મેં મડદા ઉપરથી ઊઠીને નિર્વસ્ત્ર અવસ્થામાં જ વિહ્વળતાથી તિમિર ભણી દોટ મૂકી. હું એને એ રીતે વળગી પડી જાણે કે એને ક્યારેય હવે મારાથી અલગ થવા દેવા માંગતી ન હોઉં!

મારી આખરી સંભોગ-સાધનાની પૂર્ણાહુતિ થઈ ચૂકી હતી. તિમિર મૃતાત્માલોકમાંથી પરત ફરી ચૂક્યો હતો. મને મારો તિમિર સંપૂર્ણપણે જીવિત અવસ્થામાં માનવ સ્વરૂપે પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. એક લાંબા અરસા સુધી ચાલેલી મારી કઠોર તપસ્યાનો સુખદ અંત આવ્યો હતો. મારા પ્રેમને ખાતર – મારા તિમિરને જીવિત કરવા ખાતર મારે કેટલાંય સજીવો સાથે સંભોગ કરવો પડ્યો હતો. મારી સાથે શરીરસુખ માણવા માટે કેટલાંય મનુષ્યો, પ્રાણીઓ, પ્રેતાત્માઓ સદભાગી નીવડ્યા હતા. હું સ્વીકારું છું કે મારો આત્મા, મારું હૃદય સંપૂર્ણપણે તિમિરને અર્પણ થઈ ચૂક્યું હતું. અન્ય સાથેનું સહશયન એ એક પાપ જ છે. પરંતુ મારા પ્રેમને – મારા તિમિરને પાછો મેળવવા માટે મારી પાસે કોઈ વિકલ્પ ન હતા. અને હું એક અંતિમ આશા રાખું છું કે મારું શરીર કાલિંદીના નિર્મળ જળમાંમાં પલળતાં જ મારા આ સઘળાં પાપ ધોવાઈ ચૂક્યા હશે...

મારી કલ્પના અને આશા કાલિંદીના જળપ્રવાહમાં વહી જાય એ પહેલાં જ વાતાવરણમાં એક પ્રચંડ ધડાકો થયો. જળપ્રલય આવી રહ્યો હોય એમ કાલિંદી નદીનું પાણી સર્વત્ર ઉડવા માંડ્યું. સમગ્ર નદીમાં વિશાળ વમળો ઊઠવા માંડ્યા. આકાશમાં ભય પમાડનારી ગર્જનાઓ થવા માંડી. જાણે કે કયામતની કાલિમા પથરાઈ રહી હોય એમ દસેય દિશાઓ અનેક વિસ્ફોટોથી ધ્રૂજી રહી હતી. સંકોચાઈને બંધ થઈ ચૂકેલા ભદ્રકાલી ગુફાના પ્રવેશદ્વારે કોઈક અતિશક્તિશાળી અને અનંત તાકાતનો અધિપતિ પધારી ચૂક્યો હતો. કોઈક અગોચર અથવા તો અઘોર દેહધારીના પ્રવેશના એ એંધાણ હતા. મને ટૂંક સમયમાં જાણ થઈ ગઈ કે, તિમિરને જીવિત કરવા માટેની મારી ‘પૂર્ણાહુતિ’ સાધનામાં જેનો નાગમણિ વાપરવામાં આવ્યો હતો એ નાગવંશના અધિપતિ ચંદ્રમણિ ભદ્રકાલીની આ ગુફામાં પ્રવેશી ચૂક્યા હતા. અને કદાચ એમના પ્રકોપનું જ આ વરવું દ્રશ્ય હતું...

***સમાપ્ત***

મિત્રો,

આમ, કુલ ૨૧ પ્રકરણો સાથે ‘અઘોર આત્મા’નાં પ્રથમ અધ્યાયની પૂર્ણાહુતિ થાય છે. બીજા અધ્યાય સાથે આપના હૃદયમાં રોમાંચક ભય જગાડવા માટે મારી હોરર-થ્રિલર નવલકથા ‘અઘોર આત્મા’ લઈને ટૂંક સમયમાં આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી અલવિદા... આભાર, દોસ્તો..! આપની તપસ્યા ફળદાયી રહો!

-------------

ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

---------------