Mahel - The Haunted Fort - 17 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-17)


          મહેલ - The Haunted Fort (Part-17)

         અત્યારે હાજર મહેલમાં તમામ લોકો ઘાયલ હોય છે કૃણાલ અચાનક ઝટકા સાથે સામે દીવાલે ભટકાય છે અને એ સાથે જ સમગ્ર જેતપુર ગામમાંથી અંધકારના વાદળો હટી સુરજ ના કિરણો ફરી વળે છે આ બધું જોઈ ખ્યાતિ ખુશ થઈ જાય છે એ રિયા ને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે રિયા થોડીવાર પછી ભાનમાં આવે છે પણ દર્દ ના કારણે તે ઉઠી શકતી નથી.
        " રિયા..." રિયા પાછી બેહોશ થઇ જતા તેને હોશ માં લાવવાનો પ્રયત્ન કરતા ખ્યાતિ બોલી. પછી ખ્યાતિ તેનો ફોન કાઢી એમ્બ્યુલન્સને ફોન કરવા જતી હોય છે એટલામાં જીગર આવી પહોંચે છે.
        " જીગર તું અહીં સારું થયું તું આવી ગયો એક કામ કર પૂર્વી, પ્રિયા અને કેતન ને શોધ એ ક્યાં છે ત્યાં સુધી હું એમ્બ્યુલન્સને ફોન કરી ને બોલાવી લઉં અને બધા ને દવાખાને લઈ જઈએ." ખ્યાતિએ જીગર ને કહ્યું અને એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી લે છે જીગર કેતન અને પૂર્વી ને શોધવા માટે જાય છે. થોડીવારમાં જ એમ્બ્યુલન્સ આવી જાય છે ખ્યાતિ રિયા, બ્રિજેશ અને નિતીન ને દવાખાને લઈ જાય છે બ્રિજેશ અને રિયા ને થોડું ઘણું વાગ્યું હોય છે પણ નીતિન ની હાલત વધારે ગંભીર હોય છે થોડી જ વારમાં ની જીગર પૂર્વી, કેતન અને પ્રિયાને લઈને દવાખાને પહોંચે છે તેમને સામાન્ય ઈજા થઈ હોય છે.
         " કેવું છે તને હવે?" રિયાને ભાનમાં આવતા જ ખ્યાતિ એ રિયા ને પૂછ્યું.
         " સારુ છે મને, બ્રિજેશ અને નિતીન ને કેવુ છે? અને બીજા બધા ક્યાં છે?" રિયા એ ખ્યાતિ ને જવાબ આપતા કહ્યું. સાથે બધાના હાલચાલ પુછતા કહ્યું. 
          " બ્રિજેશ ને બહું નથી વાગ્યું પણ નિતીન ની હાલત ગંભીર છે, અને પુર્વ, કેતન અને પ્રિયા આ રહ્યા." બધા ની ખબર આપતા ખ્યાતિ બોલી. 
         " અને કૃણાલ?"
         "  કુણાલ અરે! કુણાલ તો ત્યાં દેખાયો જ નહિ." રિયા ની વાત સાંભળી ખ્યાતિ બોલી. 
        " દેખાયો નહિ મતલબ? " ખ્યાતિ ની વાત સાંભળી રિયા બોલી. રિયા ના સવાલનો કોઈ જવાબ ખ્યાતિ પાસે હોતો નથી. 
          " રિયા તને હવે કેવું છે? નિતીન ક્યાં છે? કુણાલ પણ દેખાતો નથી? " બ્રિજેશ એ રીયા અને ખ્યાતિની પાસે જતા રિયા ની ખબર પૂછતા કહ્યું અને નિતીન અને કુણાલ ન દેખાતા પૂછ્યું. 
          " મને સારું છે. નીતિન ની હાલત ગંભીર છે, કુણાલ ક્યાં છે એ ખબર નથી?" રિયા એ બ્રિજેશ ને જવાબ આપતા કહ્યું. 
          " ખબર નથી મતલબ? " રિયા ની વાત સાંભળી બ્રિજેશ બોલ્યો. બધા વાતચીત કરી રહ્યા હોય છે એટલામાં ડોક્ટર તેમની પાસે આવે છે અને તેમને જણાવે છે કે નીતિન હવે સુરક્ષિત છે અને તે થોડી જ વારમાં ભાનમાં આવશે ડોક્ટરની વાત થી ખુશ થઈ બધા નિતીન પાસે જાય છે. 
          " થેન્ક ગોડ નીતિન સહી સલામત છે." નિતીન ને એડમીટ કર્યો હોય છે તે રૂમ તરફ જતા ભગવાનનો આભાર માનતા પ્રિયા બોલી. તેઓ નિતીન ની પાસે આવીને બેસે છે અડધો કલાક પછી નીતિન ભાનમાં આવે છે. 
          " પ્રિયા..." ભાનમાં આવતા જ નીતિને પ્રિયાને બોલાવી. 
           " નિતીન કેવું છે તને હવે?" પ્રિય નીતિની પાસે જતા નિતીન ને પૂછ્યું બધા જ નિતીન ને હોસ માં આવેલો  જોઈ ખુશ થઈ ગયા. 
           " સારું છે મને અને કુણાલ?" નીતિને જવાબ આપતા કહ્યું અને બધા ને જોઇને ખુશ થઇ જાય છે પણ કુણાલ ના દેખાતા તેણે સવાલ કર્યો. રિયા હજુ પણ કૃણાલ ને લઇ ને ચિંતિત હોય છે. 
         " શું થયું રિયા તું ઉદાસ કેમ છે?" પૂર્વી એ રિયા ની નજીક જઈ રિયા ને પૂછ્યું. 
         " કઈ નહિ બસ એમ જ."  રિયા એ પૂર્વી ને જવાબ આપતા કહ્યું. એટલામાં ઇન્સ્પેક્ટર ઘેલાણી ત્યાં આવે છે. તેમને જોઈને બધા મને આશ્ચર્ય થાય છે. 
         " ઇન્સ્પેક્ટર તમે?"  ઘેલાણી ને આવતા જોઈ કેતન બોલ્યો. 
        " બસ કઈ જણાવું હતું મારે તમને." ઘેલાણીએ કેતન ના હાથમાં એક ફાઇલ આપતા કહ્યું. તે ફાઈલ જોઈ કેતન ના હોશ ઉડી ગયા બે ઘડી તો તેને ચક્કર આવી ગયા.
         " શું થયું કેતન?" કેતન ની આવી હાલત જોઈ ખ્યાતિએ કેતનને પૂછ્યું. કેતને ખ્યાતિ ની વાત સાંભળી જવાબ ન આપતા ફાઇલ તેના હાથમાં આપી.
          " આ શું બક્વાસ છે ઈન્સપેક્ટર આ કેવી રીતે બની શકે?" ફાઈલ જોતા ખ્યાતિ બોલી ખ્યાતિ ની હાલત પણ કેતન જેવી જ થઈ ગઈ હતી.
         " શું છે એ ફાઇલમાં ખ્યાતિ? તમે કઈ બોલો તો અમને ખબર પડે આમ ગોળ ગોળ વાતો કરવાનું છોડો." પ્રિયા થી ન રહેવાતા ખ્યાતિ ને ઠપકો આપતા તે બોલી. પ્રિયાની વાત સાંભળી ખ્યાતિ એ ફાઈલ પ્રિયા ને આપી. 
          " પણ આ કેવી રીતે પોસિબલ બને?" ફાઇલ જોતા જ પ્રિયાએ પૂર્વી અને રિયા સામે જોતા બોલી. " કૃણાલ 6 મહિના પહેલા મૃત્યુ પામ્યો છે, આ કેવી રીતે બને? અત્યાર સુધી જે આપણી સાથે હતો તે કોણ હતું? પ્રિયાની વાત સાંભળી બધા ને આંચકો લાગે છે, તમામના ચહેરા પર અત્યારે આશ્ચર્ય હતું . 
          " ઇન્સ્પેક્ટર મને લાગે છે કે તમને કઈ ભૂલ થઇ છે." પ્રિયાની વાત ઉપર વિશ્વાસ ન આવતા રિયા એ ઘેલાણી ને કહ્યું. 
          " ફાઈલમાં જે માહિતી છે તે તમામ સાચી છે." ઘેલાણી એ રિયા ને જવાબ આપતા કહ્યું. તેઓ પછી ત્યાંથી જંગલમાં ગુરુજીને મળવા માટે જાય છે. તેઓ જંગલમાં પહોંચી ગુરુજીના આશ્રમે પહોંચે છે. 
        " મુજે માલુમ થા કે તુંમ જરૂર  આઓગે બચ્ચો." બધાને આવતા જોઈ ગુરુજીએ બધાને કહ્યું. ગુરુજી ની વાત સાંભળી બધાને આશ્ચર્ય થાય છે. 
         " બાબા કુણાલ?" 
         " મે તુમ્હે સબ બતા તા હું પહેલે તુમ સબ બેઠ જાવ." બાબાએ બધા ને બેસવા માટે કહ્યું અને આગળ વાત ચાલુ કરી. " કુણાલ 6 મહિના પહેલા જ સ્વર્ગ લોક પધારી ગયો હતો." 
          " તો અમારી પાસે હતું એ કોણ હતું?" રિયા થી ના રહેવાતા રિયા એ સાધુ ને સવાલ કર્યો. 
          " એતો ભગવાન શિવ ખુદ તમારી મદદ કરવા આવ્યા હતા કુણાલ ના રૂપમાં. " સાધુની વાત સાંભળી બધાને હવે થોડો ખ્યાલ આવી રહ્યો હતો કે તેઓ જ્યારે જંગલમાં મદદ માટે આવ્યા ત્યારે સાધુએ જે કહ્યું હતું તે ચોખવટ બંધ કેમ નહોતું કહ્યું. પછી તેઓ ત્યાંથી સાધુ ની રજા લઈ જેતપુર જવા નીકળે છે. 
          ગામમાં હવે બધા કોઈ પણ જાતના ડર વગર ફરી હતા. બધાને મહેલમાં જતા પણ હવે કોઈપણ જાત નો ડર નહોતો લાગતો. રિયા અને પુર્વી બન્ને લંડન પાછા જાય છે તેમનુ બાકીનું સ્ટડી પુરુ કરવા માટે. એક દિવસ ગામમાં નાના છોકરાઓ રમતા રમતા મહેલમાં પહોચી જાય છે તેમાંથી એક છોકરી સંતાઈ જાય છે તેની સાથે આવેલા મિત્રો તેને શોધે છે પણ તે મળતી નથી. ચાર દિવસ પછી એ છોકરી લાશ ગામની ભાગોળે થઈ મળે છે. 

                                The end
        
  

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED