મુન્નો એક સીધો સાદો મજુર માણસ, ઘરની નજીક પણ થોડે દુરની ભઠીની ફેકટરીમાં કામ કરે, આખો દિવસ તનતોડ મહેનત કરે
આમ તો એની જીવનમાં એની લાડલી દીકરી મીનુ સિવાય કોઈ નોહતું બે વર્ષ પહેલાં જન્માષ્ટમી ના મેળામાં એ એને મળી આવેલી એના માં બાપ ને શોધવામાં મુન્નાએ કોઈ કસર છોડી નોહતી તેમ છતાં એના માં બાપ ના મળતા આખરે એણે મીનું ને પોતાની દીકરી માની અને એનું સરસ મજાનું નામ રાખ્યું મીનું
અત્યારે એ આઠ વર્ષની મીનું જ એની દુનિયા હતી એની પત્ની લતા પાછલા વર્ષે જ બીમારીમાં મૃત્યુ પામેલી લતાના ગયા પછી મુન્નો અને એની લાડલી બન્ને એકલા થઈ ગયા
રોજ સવારે મુન્નો ઉઠતો મીનું ને ઉઠાડતો તૈયાર કરતો, અને બાજુવાળા શારદાબહેન ને ત્યાં મૂકી આવતો એ પછી પોતે ફેકટરી ચાલ્યો જતો
શારદાબહેન ની દીકરી ચીકી એ મીનુંની ખાસ બહેનપણી બન્ને એક જ શેરીમાં રમતી અને એક જ ક્લાસમાં ભણતી
બપોર સુધી મીનું અને ચીકી પોતપોતાની ઢીંગલીઓ થી રમતી અને બપોરે ભણવા જતી પાંચ વાગ્યા સુધી પાસેની જ સરકારી નિશાળમાં બીજા ધોરણના વર્ગમાં ભણતી ને સાંજે પાંચ વાગે બન્ને બહેનપણીઓ ઉછળતી કૂદતી ઘરે આવતી
છ વાગે મુન્નો પણ કામ પરથી છૂટી જતો એ આવતો ને મીનું દોડી ને મુન્ના ને વળગી પડતી પોતે આટલો થાક્યો હોવા છતાં પણ મીનું અને ચીકીને વારાફરતી પોતાના ખભે બેસાડી નજીકના કોઈ બગીચાની શેર કરાવતો,
આજે રવિવાર હતો ગઈકાલે જ ચીકી એની મમ્મી સાથે એના મામાના ઘરે જતી રહી હતી આજે મીનું એકલી હતી એટલે મુન્ના ને એને એકલી ઘરે મુકવાનું યોગ્ય ના લાગ્યું એ મીનું ને પણ પોતાની સાથે ફેકટરી લઈ ગયો મીનું એ ત્યાં નજરે જોયું કે પપ્પા મારા માટે કેટલી મહેનત કરે છે પણ બિચારી કરે પણ શું આવડી નાની ઉંમરમાં એના થી થાય પણ શું ?
બપોરે મીનું ને વ્યસ્થિત જમાડી મુન્નો ફરી પોતાના કામમાં લાગી ગયો ક્યારે છ વાગી ગયા એની પણ ખબર ના રહી
સાંજે છ વાગે મીનું ના એક હાથમાં હાથમાં એની કપડાંની ઢીંગલી ને બીજા હાથની નાની આંગળી મુન્નાના હાથમાં બન્ને ઘર તરફ જઈ રહ્યા હતા ઘર બસ આવી જ રહ્યું હતું માર્કેટનો રસ્તો હતો આસપાસ ગરીબ અને મધ્યમવર્ગી એરિયો હોવાથી માર્કેટમાં છ વાગ્યાની આસપાસ ખાસીએવી લોકોની ભીડ જોવા મળતી રોડની બન્ને બાજુએ શકભજીવાળાઓ લારીઓ લઈને મોટે મોટે થી બુમો પાડી પોતપોતાનું વેચાણ કરતા હોય છે બધા શાકભાજી તાજી અને સસ્તી શાકભાજી લેવા આમતેમ લારીએ ફાંફા મારતા હોય છે
રસ્તમાં એક નાનીએવી કેબીન આવે છે જ્યાં નજર પડતા જ મીનું ઉભી રહી જાય છે મુન્નો સમજી જાય છે કે એને શુ જોય છે એ મીનું ને ત્યાં લઈ જાય છે ને એમ વેફરનું પેકેટ મીનું ને લઈ આપે છે હાથમાં ઢીંગલી ને વેફરના પેકેટને સંભાળતી મીનું મુન્નાની આંગળી પકડી ઘર તરફ ચાલવા લાગે છે.. એવામાં જ પાછળ આવી રહેલી જનમેદની ને ચીરતી એક બ્લેક મરસીડીઝ કાર આવી સીધી જ મુન્ના અને મીનુને ટક્કર મારી પણ એજ સમયે મુન્નાએ મીનુને રોડની એક સાઈડ ધક્કો મારી એને બચાવી લીધી પણ મુન્નો પોતાની જાતને ના બચાવી શક્યો કાર મુન્નાને ત્રણ ફૂટ હવામાં ફંગોળી આગળ નીકળી ગઈ મુન્નો ફંગોળાઈ ને નીચે પડ્યો એ જ વખતે રડતી રડતી મીનું લોહીલુહાણ પડેલ મુન્ના પાસે આવી એના શરીર ને વળગી પડી
આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ
બે કલાક સુધી શહેરની સડકો પર આમ થી તેમ ભટક્યા પછી એ મરસીડીઝ કાર ચાલકે એક સુમસામ જગ્યાએ કાર ઉભી રાખી આમ તો એને ખબર જ હતી કે પોતાના ડેડ ગમે તેમ કરીને પોતાને બચાવી જ લેશે પણ એ ત્યાર ની વાત હતી અત્યારે એને ગમે તેમ કરીને આ પરિસ્થિતિ થી ભાગવાનું હતું
એને લાગ્યું કે હું ક્યાં સુધી ભટકતો રહીશ મારે ડેડ સાથે વાત કરવી જ પડશે. એણે પોતાના ડેડ ને ફોન લગાવ્યો
આ તરફ શેહેરના જાણીતા અને બેઇમાન વકીલ મનસુખભાઈ ઝવેરી ની ઓફિસમાં એના મોબાઈલની રિંગ વાગી એની ખાસ સેક્રેટરી દેવોલીનાએ એના હાથમાં મોબાઇલ આપતા કહ્યું
"સર રાહુલસર નો ફોન છે.."
"હા રાહુલ બોલ શુ કર્યું તે..?" મનસુખભાઈ જાણે પોતાના દીકરાની કરતૂતો વિશે પહેલે થી જ જાણતા હોય એમ પૂછ્યું
સામે થી રાહુલ નો અવાજ આવ્યો
"ડેડ મારી કારથી એક મોટું એક્સિડન્ટ થઈ ગયું છે.."
"વ્હોટ..? તું છે ક્યાં અત્યારે..?"
"ડેડ હું, (થોડીવાર વિચારી આસપાસ જોયું પણ એ જગ્યા એના માટે તદ્દન અજાણી હતી એને પોતાને નોહતી ખબર કે એ ભટકી ભટકીને કઈ જગ્યાએ આવી પોહચ્યો હતો) ખબર નહી ડેડ.. પણ પ્લીઝ કઈક કરો થોડીવારમાં આખા શહેરને ખબર પડી જશે મારા જ હાથે આ એક્સિડન્ટ થયું છે ત્યારે એ લોકો મને..
મનસુખભાઈ માટે આ કઈ નવું નોહતું આ પહેલાં પણ એણે આવા જ કેસમાં કઈક કાવાદાવા કરીને પોતાના દીકરાને આ કેસમાં થી બચાવ્યો હતો.
"તું જરાય ચિંતા ના કર હું બધું જ સંભાળી લઈશ. અને હા, કારને છુપાવી દેજે એ ના મળવી જોઈએ.."
''ઓકે ડેડ''
એણે ફોન કાપી નાખ્યો આ તરફ મુન્નાએ ઘટના સ્થળ પર જ પોતાનો દમ તોડી નાખ્યો હતો મીનું રડી રડીને અધમુવી થઈ ગઈ હતી આસપાસ જામેલા લોકોમાં મીનું પ્રત્યે થોડી સહનાભૂતિ તો હતી પણ તેમ છતાં કોઈ આગળ આવીને એના આંસુ લૂછવાનું પણ પ્રયત્ન નોહતું કરતું કારણ ડર હતો લોકોમાં પોલીસના મામલામાં પડવાનો આ જ કારણે બધા અંદરો અંદર કનાફુસી કરતા કરતા માત્ર તમાશો જોઈ રહ્યા
આ તરફ દેવોલીના એ કહ્યું
સર આ વખતે પણ કોઈનો જીવ ગયો છે શું આ વખતે પણ તમે..? એના અધૂરા વાક્યના જવાબમાં મનસુખભાઈએ માત્ર એટલું જ કહ્યું
''અફકોર્ષ.., રાહુલ મારો દીકરો છે અને એને બચાવવો એ મારી ફરજ છે.
''પણ સર...''
મનસુખભાઈએ એને બોલતા અટકાવી અને સહેજ ગુસ્સામાં કહ્યું ''તું બસ એ જ કર જે હું કહું છું. અન્ડરસ્ટેન્ડ.''
''યશ સર..''
શાકમાર્કેટના એ જ વિસ્તારમાં એક બ્લેક ઓડી કાર આવી ઉભી રહી બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું પાછળનો દરવાજો ખુલ્યો એમાંથી એક ચાલીસ વર્ષનો એક કાળા સૂટબુટમાં સજ્જ માણસ બહાર આવ્યો ને બીજી સાઈડ થી એક વિસ એકવીસ વર્ષની સુંદર છોકરી હાથમાં ફાઇલો સાંભળતી બહાર નીકળી અને કારની આ તરફ આવી એ માણસની બાજુમાં આવી ને ઉભી રહી ગઈ એ બન્ને ને જોતા જ મીડિયા ચાર પાંચ માણસો એનો મોરચો લઈને એક પછી એક સવાલોનો મારો ઠલવાતા એ બન્ને તરફ ઘસી ગયા.
મનસુખભાઈ તમને શું લાગે છે એ એક્સિડન્ટ તમારા જ દીકરાએ કર્યું છે..?
મનસુખભાઇ આ એક્સિડન્ટ નો જીમેંદાર કોણ..? તમે કે તમારો દીકરો..?
ખબર મળી છે કે તમે તમારા દીકરાને ક્યાંક છુપવી દીધો છે તમે એને કાનૂન થી બચાવવા માંગો છો..?
મિસ. દેવોલીના તમે આ અંગે શુ કહેવા માંગો છો..?
મીડિયાના એક પણ એકપણ સવાલોના જવાબ આપ્યા વિના એ બન્ને ભીડને ચીરતા આગળ વધ્યા પણ ત્યાં જ જાણે મનસુખભાઇના પગ જાણે રોકાઈ ગયા જ્યારે એણે મુન્નાની લાશ પાસે બેસી રડી રહેલી મીનું ને જોઈ. એ જ ચહેરો એ જ આંખો, એ જ નાકનકશો એ પોતાની ખોવાયેલી પરી જ હતી
એની આંખ સામે ભૂતકાળનો એ દિવસ યાદ આવી ગયો બે વર્ષ પહેલાં જ્યારે જન્માષ્ટમીના મેળામાં અચાનક જ બૉમ્બ હોવાની અફવા ફેલાઈ ને ચારે તરફ લોકોની અફરા તફરી મચી ગઇ લોકો એકબીજા ધક્કા મારી મારી આમ તેમ દોડી રહ્યા હતા ને એજ વખતે મનસુખભાઇ ના હાથમાં રહેલી છ વર્ષની ફૂલ જેવી દીકરીનો હાથ છૂટી ગયો ને એક જ પળમાં એ લોકોની ભીડમાં ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ
આ મારી જ પરી છે આંખમાં આંસુ સાથે એ પ..રી..પરી કરતા મીનુંની પાસે દોડી ગયા ને જઈને મીનુંને ભેટી પડ્યા જોનાર કોઈ ના સમજી શક્યું કે આ શું ચાલી રહ્યું હતું આ એક બાપ અને દીકરીનું મિલન હતું કે એક પછી એક બાપ અને દીકરીની કાયમીની જુદાઈ કઈ જ સમજાતું નોહતું
મનસુખભાઈ એ મીનુ ના આંસુ લૂછયા અને એને ગોદમાં ઉચકી દેવોલીના પાસે આવ્યા
"દેવોલીના આ છોકરીની જવાબદારી હું તને આપું છું.."
દેવોલીના એ મનસુખભાઇ ના હાથમાં થી મીનુને ઉચકી લીધી મીનું નું રડવાનું શાંત નોહતું થયું..એ મુન્નાની લાશ તરફ હાથ દેખાડી સતત રડી રહી હતી મનસુખભાઈ એ દેવોલીના ને હાથથી કાર તરફ ઈશારો કર્યો ને પોતાના ઘરની ચાવી એના હાથમાં આપી દેવોલીના સમજી ગઈ કે શું કરવાનું છે એ મીનું ને ત્યાં થી કાર તરફ લઈ ગઈ..
આ તરફ મનસુખભાઈ ની આંખો જાણે ખરેખર ખુલી ગઈ હોય એમ પસ્તાવા થી ઉભરાઈ રહી હતી એની આંખ સામે થી મીનુનો રડતો ચહેરો ખસવાનું નામ નોહતો લેતો
મનસુખભાઇના ઘર તરફ જતી કારમાં દેવોલીના એની પાસે બેઠેલી મીનું ને શાંત કરવા અવનવા પ્રયાસ કરતી રહી પણ એ રડવાનું બંધ જ નોહતું થતું ક્યાં થી કરે એની આંખ સામે જ એણે એના પપ્પા ને મરતા જોયા હતા પણ દેવોલીના ને એ નોહતું સમજાતું કે મનસુખભાઈ અને આ છોકરી વચ્ચે શુ સબંધ છે શા માટે એ આ છોકરી ને જોતા જ સાવ બદલાઈ ગયા શા માટે આ છોકરી માટે એની આંખોમાં આંસુ હતા
મુન્નાના વિધિ પૂર્વક અંતિમસંસ્કાર કરાવી સાંજે મનસુખભાઈ ઘરે આવ્યા
દેવોલીના બહાર જ સોફા પર બેઠી હતી મીનું એના ખોળામાં જ માથું મૂકીને ક્યારની સુઈ ગઈ હતી
મનસુખભાઈ એની પાસે આવી બેઠા અને મીનુને માથે હળવેકથી વ્હાલ ઉભવતો હાથ ફેરવ્યો ને દેવોલીના સાંમુ જોઈ પૂછ્યું
''પરી એ કઈ ખાધું..?''
''એના મોં એ ફરી આ પરી શબ્દ સાંભળી દેવોલીના એને જોઈ રહી મનસુખભાઈ એની સવાલભરી નજરો જોઈ આગળ બોલ્યા
આ મારી દીકરી પરી છે અને શોધવામાં મેં એકપણ શહેર બાકી નથી રાખ્યું પણ મને ક્યાં ખબર હતી કે પરી મારા જ શહેરમાં મારી આસપાસ જ રહેતી હતી
"એટલે સર આ તમારી સગી દીકરી પરી છે..?"
"હા અને આને જોતા જ મારુ હદય પીગળી ગયું મારી દીકરી મુન્ના નામના કોઈ અજાણ્યા માણસ માટે સતત આસું સારતી હોય એનો તો એક જ અર્થ થાય કે બાપ ન હોવા છતાં મુન્નાએ મારી દીકરી ને બાપનો ભરપૂર પ્રેમ આપી દીધો
કાશ એ આજે જીવતો હોત તો હું એને મારી પરી હમેશાં માટે સોંપી દેત કારણ હું સતત ગેરજીમેંદાર માણસ રહ્યો છું મારી ગેરજીમેદારીપણાએ જ રાહુલ ને બગાડ્યો, મારી પરી ને મારા થી અલગ કરી અને એ માણસ મુન્નાએ ખરા અર્થમાં પિતાની ફરજ નિભાવી ત્યાં ના સ્થાનિક લોકો કહેતા હતા કે કારની હડફેટમાં એ નહીં પણ એની દીકરી આવવાની હતી પણ એણે એ જ વખતે પોતાની દીકરીને બચાવવા એને રોડની એક સાઈડ ધક્કો માર્યો અને...
એટલામાં ભાગતો ભાગતો રાહુલ ઘરમાં આવી પોહચ્યો એની ઘબરાહટ એ વાતની સાક્ષી પૂરતી હતી કે એની પાછળ કોઈ આવી રહ્યું હતું
આવતા વેંત જ એ ટેબલ પર પડલી મિનરલ વોટરની અડધી ભરેલી બોટલ ઉપાડી એકીશ્વાસે ગટગટાવી ગયો પછી થોડો સ્વસ્થ થઈ એ દેવોલીના અને મનસુખભાઈ ની સામે ના સોફા પર બેઠો એની નજર દેવોલીનાની પાસે સુતેલી છોકરી મીનું પર ગઈ
"અરે આ તો આપણી પરી છે..આ આપણી પરી છે ને ડેડ..? આ તમને ક્યાં થી મળી..?"
મનસુખભાઇ કઈ જ ન બોલ્યા બસ એની સામે જોતા રહ્યા
"ડેડ, તમે મોબાઇલ કેમ બંધ રાખ્યો છે તમને ખબર છે બે કલાક થી મારી પાછળ પોલીસ પડી છે પકા ના ઘરે થી માંડ બચતા બચતા અહીંયા આવ્યો છું''
મનસુખભાઈ હજી ખામોશ બેઠા હતા એને જોઈને રાહુલ અકળાઈ ગયો
''ડેડ તમે કઈ કરતા કેમ નથી, પાછલી વખતની જેમ હું જેલ નથી જવાનો તમે જલ્દી જ કંઈક કરો''
''પોલીસ ને મેં જ કહ્યું કે એ એક્સિડન્ટ તારા હાથે થયું હતું..અને એ પણ કહ્યું કે નશામાં ગાડી ચલાવતો હતો..''
મનસુખભાઇ નું આ બદલાયેલું રૂપ દેવોલીના જોઈ રહી શુ આ એજ મનસુખભાઈ છે જે નિર્દોષ ને દોષી સાબિત કરવામાં કોઈ કસર નથી છોડતો
''બટ વ્હાય, વ્હાય ડેડ તમે આવું શુ કામ કર્યું..?''
''મારી જ ભૂલ હતી કે હું અત્યાર સુધી તારી દરેક ભૂલો પર પડદો પાડતો રહ્યો પણ હવે નહીં હવે તને તારા ગુનાહો ની સજા મળશે જ ''
''ડેડ શા માટે, શા માટે એક ભિખારી માટે પોતાના સગા દીકરા ને જેલમાં મોકલવાની વાત કરો છો''
''ઇનફ.. એક શબ્દ નહીં.." મનસુખભાઇ ખરેખર બહુજ ગુસ્સામાં આવી ગયા થોડું રોકાઈ એ આગળ બોલ્યા
"જો પાછલી વખતે મેં તને ના બચાવ્યો હોત તો આજે એ માણસ જીવતો હોત''
અને જાણે મનુસખભાઈ ને ઘટના યાદ આવી ગઈ હોય એમ એના કાને ટીવીની હેડલાઈનો પડી
હિટ એન્ડ રન, વહેલી સવારે એક કાર ચાલક એક સ્ત્રીને ટક્કર મારી ફરાર થઈ ચૂક્યો છે સૂત્રો ના જણાવ્યા અનુસાર એ કાર ચાલક અન્ય કોઈ નહિ પણ શહેરના જાણીતા વકીલ મનસુખભાઈ ઝવેરી નો દીકરો રાહુલ ઝવેરી હતો..
એ વખતે આગળના ચેકપોસ્ટ પર રાહુલ ને પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો ને એ વાત જ્યારે મનસુખભાઈ ને ખબર પડી એણે એના દીકરા ને છોડવાની તૈયારીઓ કરવા માંડી કેસ કોર્ટમાં ગયો
અકસ્માતમાં મરનાર સુનિતા ના પતિએ એજ વખતે પોતાનું બયાન બદલાવી નાખ્યું કહ્યું કે મારી પત્ની સુનિતા સાથે રાત્રે મારો ઝઘડો થયેલો ને સવારે એ આત્મહત્યા કરવા માટે ઘરે થી નીકળી ગયેલી હાઇવે પર એને સામેથી આવતી એક કાર દેખાણી ને એણે એની સામે પડતું મૂક્યું..
એ વખતે અચાનક સુનિતાના પતિએ પોતાનું બયાન કેમ બદલ્યું, એની પાછળ જવાબદાર હતા મનસુખભાઇ. મનસુખભાઇ એ સુનિતાના એકના એક દીકરા મેહુલ ને ઉઠાવી લીધો હતો ને સુનિતા ના પતિ ને બયાન બદલવા મજબૂર કર્યો હતો..
દેવોલીના ને હતું કે આ વખતે પણ મનસુખભાઇ કઈક આવું જ કરશે પણ એમણે એવું ના કર્યું એમણે મુન્ના ને સાચો ન્યાય મળે એ માટે એણે રાહુલ ને પોલીસ ને હવાલે કરી દીધો
એટલું જ નહીં એણે એ માટે પોતે જ અદાલતમાં મુન્નાના પક્ષે રહી ને મુન્ના ને ન્યાય મળે એ માટે પોતાના જ દીકરા રાહુલની કરતૂતો ને ખુલ્લી કરી
''જજ સાહેબ રાહુલ મારો દીકરો છે અગાવ પણ આવા જ એક કેસમાં એનું નામ સામે આવેલું ત્યારે મેં ન્યાયનીતિ ને વિરુદ્ધ જઈને એને બચાવેલો પણ આ વખતે નહીં આ વખતે હું એને નહીં બચાવું એ વખતે ની જેમ આ વખતે પણ રાહુલ જ કાર ચલાવતો હતો, દારૂ પી ને કાર ચલાવતો હતો ને બન્ને એક્સિડન્ટ એના જ હાથે થયા છે મારી આપને વિનંતી છે કે તમે આને સખત માં સખત સજા ફટકારો''
ધીરે ધીરે મનસુખભાઈના પ્રેમે મુન્નાની જગ્યા લઈ લીધી પણ એનો મતલબ એ નોહતો કે મીનું મુન્ના ને ભૂલી ચુકી હતી મુન્નો એના દિલમાં હતો,એની યાદોમાં હતો અને શરીર રૂપે નહિ તો આત્મા રૂપે પણ મુન્નો મીનુની આસપાસ ફરતો.
મુન્ના ને પણ આ જ તો જોઈતું હતું કે એની મીનું કોઈ સારી જગ્યાએ, સારી લાઈફસ્ટાઈલમાં ઉછરે
સમાપ્ત
Email id: pnmakwana321@gmail.com
Mo. 7383155936