યે રિશ્તા તેરા મેરા 2.33
મિત્રો
સ્ટોરી રીડ કરી "નથી સારી એમ પણ કે જો વાંધો નહિ"
પણ
બોલજો જરૂર
મહેકને અંશ હોસ્પિટલ આવવા માટે નીકળ્યા.
મહેક;જયદિપને કેમ થયુ આવુ?
હુ નથી મળ્યો પણ મને મીરા એ કહ્યુ કે લપસી ગયો.અંશ બોલ્યો
મહેક;કેમ કરતા?
અંશ;આકાશ કે એ દોડતો હતો ને ત્યા પાણી હશેને લપસી ગયો...
વચ્ચે જ મહેક બોલી હા,ને દોડે એટલે પુરુ,જેની પાછળ દોડે તેને પકડીને જ રહે ને એ આગળ હોય તો પકડાય જ નહી.
અંશ;ને એટલે જ પડ્યો.
મહેક હસી
અંશ પણ.
***
અવની;કેયુર આપણે એવુ પ્લાન કરવાનુ છે કે માસી પલ્ટી ખાયને પણ રોકાવા જોઇએ.
કેયુર;તારે બાજી રમવા માટે મીતની જરુર પડશે જ.
અવની;હસી
કેયુર;કેમ?
અવની;અવનીને તુ કાચી માને છે?પ્લાન પર કામ થવા પણ લાગ્યુ.
કેયુર;પ્લાન શુ છે?
અવની એ પ્લાન કેયુરના કાનમા કહ્યો.
***
મીરા;અવની,ચલ ઓપીડી શરુ થય ગય
અવની;જી...મીરાજી....
મીરા;કેયુર,તુ તારુ કામ સંભાળી લેજે.
.
કેયુર;જી
બધા નીચે આવ્યા
ત્યા જ મહેકને અંશની એંટ્રી થય.....
અવની એ જોયુ...એ ખુશ થયને ઓપીડી તરફ વળી....
***
અંશ;જયદિપના વોર્ડમા જતા આવીએ
મહેકે માથુ હલાવીને હા પાડી....
જયદિપના વોર્ડમા અંશને મહેક પ્રવેશ્યા...
જયદિપ મહેકને જોયને ખુશ થય ગયો,એ હલવા માટે તૈયાર જ થયો કે નિરવા એ રોક્યો...
મહેક હસીને કેમ છે? માસી પગે લાગીને પછી જયદિપને પુછ્યુ જયદિપ કેમ છે?
જયદિપ;સારુ છે.
અંશ;જયદિપ કેમ છે તને?
જયદિપ;જોને આલયે તો પગ હલાવવાની જ ના કહી છે.
મહેક પ્રેમથી બોલી નહી હલાવવાનો મતલબ
જયદિપ બોલ્યો નહી જ હલાવવાનો
પછી બંન્ને હસ્યા...
નિરવાના ચહેરાના રંગો જાણે ઘેરા જ બની ગયા...
આરતીબેન;મહેક....બેટા એ સમયે તુ સ્ટડી માટે ભણવા મટે ન ગઇ હોત તો આજ આટલા ઉંચા સ્થાન પર ન હોત...
મહેક;હા....
અંશ બોલ્યો મહેકનો હાથ પકડીને હા...માસી...આજ મહેક જ પુરી કંપની સંભાળે છે...ને તેના માલિક પણ તેને હલવાની છુટ પણ નથી આપતા...જયદીપ ના ડોકટર ની જેમ જ જયદીપ હસ્યો..
જયદિપ હસ્યો સાચી વાત,પુરી કંપની મહેક પર છે,ને મહેક પર બીજા બધા
અંશ બોલ્યો...સાચી વાત...
જયદિપ મહેક સામે જોય રહ્યો ને મહેકે મો ફેરવ્યુ
અંશ;મહેક તુ જયદિપ જોડે બેસ મારે કામ છે.
મહેક;ઓકે
નિરવા મમ્મા આપણે ડૉ.ને મળતા આવીએ....
જયદિપ મહેક તમે બંન્ને બેસો..
મહેક;ઓકે
***
જયદિપે મેસેજ મા કહ્યુ કે અત્યારે મહેકને જયદિપ એકલા છે.
અવની એ જવાબ આપ્યો ઓકે
જયદિપ બોલ્યો મહેક આજની પરિસ્થિતિ જો હુ તારા આશરે છુ.
મહેક;કોઇ પણ લાગણી કે ભાવ વગર જ કહે છે એવુ ન હોય જયદિપ
જયદિપે મહેકનો હાથ પકડ્યોને બોલ્યો મહેક મે તારા જોડે ખરાબ કર્યુને ઇશ્વરે મારા જોડે....
મહેકે જયદિપના હાથ પર હાથ મુક્યોને બોલી એવુ ન હોય જયદિપ....
જયદિપ;એવુ જ છે
મહેક બોલી જયદિપ તુ એ બધી વાત ને ભુલીને નિરવા જોડેની તારી ખુશી ભરી જિંદગી વિતાવ....એ જ સાચુ છે.
જયદિપે હજુય મહેકનો હાથ પકડેલો જ છે કે અંશ ડોર આગળ આવી ગયોને બોલ્યો...શુ કામ હતુ મહેક?
અંશનુ ધ્યાન જયદિપને મહેકના હાથ પર ગયુ....એ નજીક આવ્યોને મહેકે અંશને જોતા જ જયદિપનો હાથ મુક્યોને ઉભી થય બોલી...કયુ કામ અંશ?
અંશ;તે તો મને બોલાવ્યો
મહેક;ના,મે તો નથી બોલાવ્યો તને.
અંશ;ઓકે...મને કેયુરે કહ્યુ કે ....શાયદ તેની સમજવામા ભુલ થય હશે.
મહેક;હમમ
અંશનો હાથ પકડી તો આપણે જઇએ....
જયદિપ મહેકને રોકતા બોલ્યો થોડીવાર બેસને કોઇ નથી મારા જોડે
અંશ બોલ્યો તારે શુ કામ છે બેસને?
મહેક;ઓકે...જલ્દી આવજે મમ્મા ઘરે એકલા છે.
અંશે મહેકના માથા પર હાથ મુકી કહ્યુ ઓકે....
એ જતો રહ્યો....
અવનીઆ બધુ જોય રહીને બારી આગળથી જયદિપને અંગુઠો ઉંચો કર્યોને જયદિપ હસ્યો મહેકે પણ બારી પાસે જોયુ તેને કોઇ ન દેખાયુ એટલે બોલી ત્યા જોઇને કેમ હસે છે?
જયદિપ વિચારુ છુ કે તુ મારી સાથે છે છતાય દુર છે ત્યાજ નિરવા આવી...નાસ્તો લઇને...
મહેક નિરવાને નાસ્તો ખોલાવવામા મદદ કરવા લાગી...
મહેક બોલી તુ અહી નાસ્તો કરી લે હુ જયદિપને આપી દઉ છુ....
નિરવા બોલી ઓકે તુ પણ નાસ્તો....
મહેક;નો મારા સાસુ મોમે મને ભરપેટ મોકલી છે
જયદિપે આ બાબત માટે નિરવાની સામે જોયુ....
તેને યાદ આવ્યુ મહેકે કહેલુ આપણા છોકરા તો તારા મમ્મી-પાપા જ મોટા કરશે...
જયદિપને હાથે પણ ઇજા થયેલી મહેકે જયદિપને ડિસમા આપ્યુ જયદિપે નાસ્તો કરવા માટે ટ્રાય કરી પણ તેનાથી બટકુ ન થયુ એટલે મહેકે પોતાની જાતે જ સમજીને હેલ્પ કરીને જયદિપના મોમા બટકુ મુક્યુ..જયદિપે મહેકનો હાથ પકડી પોતાના મોમા મુક્યુ...
નિરવા આ બધુ કેમ જોય શકે?
એક સ્ત્રી પોતાની જ નજર સામે પોતાના પતિને બીજા કોઇ સાથે...બીજુ જયદિપ ગલત રસ્તા પર છે પણ એ કશુ કરી શકે તેમ પણ નથી....
નિરવા બોલી....મહેક....તારાને અંશના મેરેજ ક્યારે છે?
મહેક બોલી અંશને સમય મળે ત્યારે ...પછી હસીને બોલી થોડો સમય નીકળી જશે.
નિરવા એ મહેકને જયદિપને એકલા મુક્યા પ્લાન મુજબ...એ જતી રહી
જયદિપ;મહેક
મહેક;મને પાણી
મહેક;ઓહ...
ત્યા જ જયદિપને ઉધરસ આવીને મહેકે જયદિપને પાછળ પીઠ પર હાથ ફેરવ્યો....પાણી પાયુ...
જયદિપ બોલ્યો થેક્સ મહેક તુ મારા માટે કેટલુ કરે છે?
મહેક;હા...કરવુ તો પડે જ ને તુ મારા ઘેર મહેમાન છો.
જયદિપે ફરી એકવાર મહેકનો હાથ પકડી થેક્સ કહ્યુ...
અંશ ફરી વાર જોયુનેબોલ્યો સાચી વાત તું મહેમાન છે ને મહેકે શક્ય તેટલી મદદ કરવી જ રહી
ચલ મહેક અંશ બોલ્યો
જયદિપ;બાય
મહેક;બાય
****
અવની કેયુર પાસે જઇને જાન આજનો પ્લાન સકસેસ....
કેયુરે. અવનીના હાથમા તાળી પાડીને બોલ્યો યસ
***
અંશ;મમ્માનો કોલ હતો કે એ હોસ્પિટલ આંટો મારવા માટે આવે છે.
મહેક;ઓકે,સારુ એ મને પણ કેહતા હતા જ
માસીને હોસ્પિટલમાં લાવવાનું કામ મિતનું...જે અવનીના જ કેહવાથી સ્કૂલ જતા માસીને કેહતો ગયો હતો કે હોસ્પિટલમાં સરસ સુવિધાઓ ભાઈ એ કરી તમે જઇ ને જોઇ લેજો.
અંશ;સારુ તો આજ અહી જ બધા જમી લઇએ
મહેક;હા....મીરાંને આકાશ પણ માસીને મળી લે
***
સવિતાબેન હોસ્પિટલ આવી જાય છે,અંશના મનમા ડર છે કે અવની કોઇ ખેલ ન લાવે તો સારુ ને એક બાજુ મહેકને જ્યારે જરુર પડી અવની ઉભી રહી એટલે તેને કશુ કહી શકે તેમ પણ નથી.
અવની માસી આવ્યા કે તરત જ એ તેની સરભરામા લાગી ગઇ....
અંશના મનમા ડર હતો એ જ થયુ
અંશ બોલ્યો મીરા જે ડર હતો એ જ થયુ જો અવની મમ્માને ...
આકાશ;હા....
મીરા;મહેકને સાચુ કહીએ તો પણ સાચુ લાગતુ નથી ને મીરા જોડે જે ઘટના બની એ મીરાને આકાશ કહે છે કે સત્ય બહાર લાવવાના પ્રયત્નમા અવની એ મીરાને મહેક સામે નીચુ દેખાડ્યુને
મહેકે કહ્યુ મીરા પણ ભાગીને જ આવી છે...
અંશ;આકાશ આટલુ બધુ થયુને તમે મને હવે કહો છો?
મીરા;પણ અંશ
અંશ મીરાને પકડીને શુ અંશ?આવુ કરવાનુ?બોલો....એકલા એકલા જ મારા માટે પ્રયત્ન કરવાનાને મારી મદદ પણ નહી લેવાની?
આકાશ;તને તો મેનેજમેંટ માથી સમય જ ક્યા મળે છે તે તને કહીએ?
અંશ;આકાશ
મીરા;બસ....હવે આપણે અવનીની ચાલ પર નજર રાખીશુ...
ત્યા જ કેયુર આવ્યોને મીરા એ કહ્યુ અવની મે’મ ની દરેક ગતિવિધિની વાત કરજે.
બિલાડીને જ દુધનુ ધ્યાન રાખવાનુ કહ્યુ....
આ જગ્યા એ આ જવાબદારી અજયને આપી હોત તો કામ સારુ થાત...પણ કેયર જુનોને જાણીતો....
આંગળી આપીને પહોચો ગળી જાય એવો...
***
અવની;માસી હુ તમને આજ હોસ્પિટલ બતાવીશને મહેક પણ
મહેક;હા....
માસી;ઓકે
અવની;માસી,મહેકને પસંદ કરી તેમે ખુબ જ સારુ કામ કર્યુ છે એક સારી દિકરીને વહુ સાબિત થશે.
માસી;હા...જન્મથી જ ઓળખુ છુ મારી લાડલીને...
મહેક હસી....
માસીને હોસ્પિટલને વોર્ડ બતાવતી ગઇને...વાતો કરતી ગઇ....
વાતેવાતમા માસીને મહેકને સારુ લાગે એવુ જ બોલતી ગઇને જાણી જોઇને એવી જ વાતો ઉખેળતી ગઇ જેમા મહેકને માસીના વખાણ થાય....
ત્યા જ એક કોલેજ કરતી છોકરીને તેના મમ્મી હોસ્પિટલમા આવ્યાને માસીથી બોલાય ગયુ ‘’જો મા દિકરી કેવા ચાલ્યા આવે’’
અવની રડમસ થય બોલી હા...આવી તકનો લાભ અવની લીધા વગર રહે જ નહી....
****
આ બાજુ પેલા બધા ચિંતિત છે તો કેયુર અવનીનો પ્લાન સકસેસ જાય એ માટે પ્રાર્થના કરે છે....આ બાજુ અવની પુરા પ્રયત્ન સાથે...જંપ્લાવે છે....
પછી અવની રડવા લાગી...અરે!!!!બેટા શુ થયુ?
અવની એકદમ માસીના ગળે બાઝીને બોલી.....માસી મારા નસીબ મા તો મમ્મા જ નથી...એમને જોડે જવાની તો વાત જ નહી
માસી;કેમ?
મહેક અવનીના માથા પર હાથ મુક્તા બોલી તેના મમ્મા-પાપા તો વિદેશ છે એ એક જ અહી....
માસી;હા...હા....યાદ આવ્યુ અવની કંઇ વાંધો નહી,અહી હુ,મહેકને અંશ તો છે જ...
અવની;માસી તો પણ
માસી;બેટા મા એ મા....તુ ચિંતા ન કર....
અવની બોલી માસી તમેને મહેક થોડા દિવસ મારા જોડે રહોને હોસ્પિટલ.........
મને લાગશે મને મારા મમ્મી મળી ગઇ....
માસી તો જવાબ ન આપી શક્યા પણ મહેક બોલે એ પેલા જ...અંશ બોલ્યો....નો નેવર....
આપણે કોઇ હોસ્પિટલમા નથી રેવાનુ...
અવની રડતા-રડતા જ ઓકે નો પ્રોબ્લેમ......
અંશ ગુસ્સો કરવા જતો હતો કે મહેકે રોક્યો...અંશ ચુપ પણ થય ગયો..
મમ્મી:બોલ્યા અંશ...તુ પૈસાવાળો થય ગયો એટલે આવો ઉધ્ધત ક્યારનો થય ગયો? કોઇની લાગણીનુ માન જ નથી.તને આવા સંસ્કાર આપ્યા છે?
અંશ;પણ મમ્મા
માસી;બસ......અવનીની ઉચ્છા છે કે આપણે અહી રહીશુ તો રહીશુ જ...બીજુ તુ જ અવનીના વખાણ કરતોને....
મહેક;બોલી હા અવની અમે તારી સાથી જ
રહીશુ.....પાક્કુ....
માસી;હા....પાક્કુ ચલ મને તુ રસોઇમા મદદ કર....અવની
અવની;જી મમ્મી...ને અંશ સામે ત્રાસી નજર કરીને જોતી ગઇને જતી રહી,આંસુને ઉછાળતી ગઇ કેમ કે હવે તેની જરુર નથી ને ગ્લીસરિનની બોટલને થેક્સ મનોમન કેહતી રહી....
***
અંશ;વાય?આવુ શા માટે?
મહેક;કેવુ?
અંશ;તારે મમ્માનો સાથ આપવાની શી જરુર હતી?
મહેક;અવની
અંશ;બસ...અવની એક નંબરની દગા બાઝ છે.
મહેક;જોરથી બસ....અવની એ મને ને મીતને બોવ સાચવ્યા છે, હુ એક શબ્દ પણ નહી સાંભળુ...
અંશ;મતલબ તુ મારાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે?એ દિવસે તો મારા પ્રેમનો હિસાબ માંગ્યોને તારો પ્રેમ જ ઓછો થય ગયો કે તુ મારાથી દૂર રેહવા માંગે છે?મારાથી દૂર જવા માંગે છે?
મહેક;બસ બસ અંશ....બસ!!!!
મહેક બોલી અંશ હું તારાથી દૂર આવી કેમ કે તારીને મારી વચ્ચે બીજા કોઇ પ્રશ્ન ઉભા ન થાય.કોઇ વધારે પ્રશ્ન ઉભા ન થાય....આપણી વચ્ચે કોઇ નવા પ્રશ્નો ઘર ન કરી જાય નહી કે હુ તારાથી દૂર જવા માંગુ.નહી કે મારા પ્રેમની દિશા બદલાય ગય,નહી કે હુ તારા થી દૂર રહી ખુશ છુ.
બીજુ તારીને અવની વચ્ચેની ગલતફેમી તમે શાંતિથી સોલ્વ કરો.તમે સારા દોસ્ત છો..બંન્નેના મતભેદ એક રૂમમા શાંતિથી બેસી દૂર કરો.....નહી કે આમ બધાની વચ્ચે લાવો......
અંશ;બસ,મારે અવની જોડેના કોઇ મતભેદ દૂર કરવા નથી...એ જતો રહ્યો
મહેક...અંશ....અંશ..બોલતી રહી.....