Aghor Aatma-18 BhadraKaali Gufaa books and stories free download online pdf in Gujarati

અઘોર આત્મા-૧૮ ભદ્રકાલી ગુફા

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૮ ભદ્રકાલી ગુફા)

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૭માં આપણે જોયું કે...

તપસ્યાનો હાથ પકડીને તિમિર એને શૃંગાર સરોવરના ઊંડા પાણીમાં ખેંચી જાય છે. આંખો ખોલીને તપસ્યાએ જોયું તો એનાં સંપૂર્ણ વસ્ત્રો શરીરેથી અળગાં થઈને પાણીમાં હિલોળા લઈ રહ્યાં હતાં. એ વલયાકારે ઘૂમીને ચારેય દિશાઓમાંથી ચરમસીમાની અનુભૂતિ કરવા માંડી. ઘનઘોર ઝાડીઓની પેલે પાર તેમણે જોયું કે કાલિકા માતાની રૌદ્ર સ્વરૂપની લગભગ સિત્તેર ફૂટ જેટલી ઉંચી મૂર્તિ એક વિશાળ ચટ્ટાનમાંથી કોતરીને બનાવવામાં આવી હતી. તિમિર જણાવે છે કે કાલિકા માતાનાં વિશાળ મુખની નજીક પગથિયાં જેવી રચના જણાય છે જે ગુફાની અંદર જવાનો રસ્તો હોઈ શકે. તેઓ આગળ વધે છે...

હવે આગળ...)

--------------

જેવાં અમે દેવીમાનાં પગ તળે કચડાયેલા પેલા વિકરાળ રાક્ષસ નજીક પહોંચ્યાં કે તિમિર બોલી ઊઠ્યો, ‘કોઈકના કણસવાનો અવાજ સંભળાય છે!’ અમે ધ્યાનપૂર્વક જોયું તો ખડકમાંથી કોતરાયેલા અને દેવીમાનાં પગ નીચે કચડાયેલા એ અસુરના ચહેરામાં અમને એક વિચિત્ર પ્રતિકૃતિ દેખાઈ આવી. એ પ્રતિકૃતિ અન્ય કોઈ નહિ, પરંતુ કાલી ખાડીમાંથી પ્રગટેલો પેલો કાળો પડછાયો જ હતો... અને એ કારમું રુદન પણ એના જ ગળામાંથી રેલાઈ રહ્યું હતું...

મેગીએ મને કહ્યું જ હતું - એ કાળો પડછાયો એની મા પાસે પોતાની બલિનો હિસાબ માગશે, અને ફરી એક વાર મારી સમક્ષ ઉપસ્થિત થશે! મને વશમાં કરીને મારા સૌંદર્યવાન શરીરને ભોગવવાની ઈચ્છા ધરાવનારો એ, મારા ગર્ભથી અવતરેલા બાળકની બલિ ચઢાવીને એ મારી સાથે બદલો લેવા વલખાં મારી રહ્યો હતો. પરંતુ, આજે ખુદ એ કચડાયેલી હાલતમાં પડ્યો હતો. કાલિકા માતાનાં પ્રકોપ હેઠળ એની સર્વ કાળી શક્તિ મૃતઃપાય થઈ ચૂકી હતી...

‘હવે તો તને સમજાઈ જ ચૂક્યું હશે કે તારી બલિ તારી માતાની મરજીથી ચઢાવાઈ હતી!’ મેગીએ પ્રેતાત્માલોકના એ પ્રતિનિધિને કહ્યું.

કાળો પડછાયો હાંફી રહ્યો હતો. કાલિકામાતાનાં પગ તળે દબાયેલો હતો.

‘તપસ્યાને મૃતાત્માલોકમાંથી જીવાત્માલોકમાં પાછી મેળવવા માટે તારી માએ તારો ભોગ ચઢાવીને બદલામાં પૈસાનો સોદો કર્યો હતો. આ રહસ્ય મેં તપસ્યાનાં ભૂતકાળમાં પ્રવેશીને જાણ્યું હતું.’ મેગીએ કાળા પડછાયાને યાદ કરાવ્યું.

એટલામાં જ અચાનક કમોસમી વાદળો ગરજવા માંડ્યા. વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વીજળી ત્રાટકવાના એંધાણ વર્તાઈ રહ્યા. પાણીની હલકી હલકી બૂંદોથી વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરી ગઈ. થોડી મિનિટોની ગાજવીજ બાદ કાલિકામાની મૂર્તિ પાસેના એક વટવૃક્ષની વડવાઈઓ પર કંઈક સળવળાટ થયો. અમે એ તરફ જોયું તો ચોંકી ઊઠ્યાં. પેલી ઉઘાડી પીઠવાળી ચૂડેલ ઉંધે માથે વડવાઈઓ ઉપર હીંચકા ખાતી હોય એમ લટકી રહી હતી. હવે એનો ચોટલો સર્પાકારે નૃત્ય નહોતો કરી રહ્યો. પોતાના કપાયેલા ચોટલાથી વ્યથિત હોવા છતાં પોતાના સ્વભાવ મુજબ અવળચંડાઈ છોડવા માગતી નહોતી. ગીત ગણગણતી એ અમારી નજીક આવી. કાલિકામાનું રૌદ્ર સ્વરૂપ અહીં ઉપસ્થિત હોવા છતાં અમુક કાલી-શક્તિઓ અહીં ભમતી રહેતી હતી. આ ચૂડેલ પણ એમાંની જ એક હતી.

‘તું મારી મા નહિ, એક અભિશાપ છે...’ અસુરના પથરીલા દેહમાં જકડાયેલો ચૂડેલનો દીકરો – પેલો કાળો પડછાયો ધૃણાપૂર્વક બોલી ઊઠ્યો. ‘તેં પૈસાની લાલચમાં મારી બલિ ચઢાવી દીધી, દુષ્ટ મા? હું તારી ઉપર થૂંકું છું.’

‘હા, એ સાચું છે...’ ચૂડેલ બોલી. ‘મેં અઢળક રૂપિયા લઈને તારી બલિ ચઢાવી હતી. બદલામાં તપસ્યાને મૃત્યુ પામેલાં લોકોમાંથી પરત મેળવીને જીવિત કરવામાં આવી હતી. પરંતુ...’ ચૂડેલ આખરે એક મા હતી. એની પણ આંખો ભીની થતી અમે જોઈ રહ્યાં.

‘બેટા, તારા જન્મથી જ તારા માથા ઉપર એક ખોફનાક શેતાનનો પડછાયો હતો.’ ચૂડેલ સંપૂર્ણપણે એક માના સ્વરૂપમાં પરિવર્તિત થવા માંડી હતી. ‘હું તો એક આયા હતી. તારી બહેનનું ભરણપોષણ પણ મારાથી શક્ય નહોતું બની રહ્યું. એવા સમયે મારી પાસે માત્ર એક જ રસ્તો બચ્યો હતો. તારા જીવના બદલામાં ઘણા બધા રૂપિયા લઈને તારી બહેનનું ભવિષ્ય સુરક્ષિત કરું. તારી બહેનને તો આજે પણ એ જ ખ્યાલ છે કે એના ભવિષ્ય ખાતર એના ભાઈએ, એટલે કે તેં બલિદાન આપ્યું હતું!’

કાળો પડછાયો તડપી રહ્યો હતો. એક મા દિલગીરી તેમજ અફસોસથી નિસાસા નાખી રહી હતી. થોડી ક્ષણો નિસ્તબ્ધતામાં વીતી ગઈ. અને ઓચિંતું જ કાલિકા માતાના મુખમાંથી પડતા પાણીના ધોધમાંથી અબીલ-ગુલાલ-ચંદનની છોળો ઉડવા માંડી. એ અબીલ-ગુલાલ-ચંદનમિશ્રિત જળપ્રવાહ મા અને દીકરા ઉપર પડ્યો. અને એ સાથે જ એક લાલ-પીળો ધૂમાડો ઉત્પન્ન થયો. આ વખતે બળતા માંસ જેવી દુર્ગંધને બદલે ચંદનની ભીની ભીની અને મીઠી સુગંધ વાતાવરણમાં ફેલાઈ ગયેલી અમે મહેસૂસ કરી. છેલ્લે છેલ્લે અમે એક સફેદ ધૂમ્રસેર આકાશ તરફ ઉંચે ઊઠતી જોઈ.

***

અમે પાંચેય જણ ભદ્રકાલીની ગુફામાં પ્રવેશવા માટે કાલિકા માતાનાં વિશાળ મુખ તરફ આગળ વધ્યાં. એ ખૂલ્લા વિશાળ મુખની લબડતી જીભ નજીક પગથિયાં જેવી રચના હતી, એ તરફ અમે પ્રયાણ કર્યું.

એટલામાં જ મને કશુંક યાદ આવ્યું, અને મેં ચેતવણીરૂપ સ્વર કાઢ્યો, ‘તિમિર... થોભો દરેક જણ!’ તિમિર અને મેગી આશ્ચર્યથી ત્યાં જ ઊભા રહી ગયાં. વિલી અને શેન હેરતથી એકબીજા સામું તાકી રહ્યા.

‘કબ્રસ્તાનની છેલ્લી કબરના મૃતદેહ સાથે અઘોરી અંગારક્ષતિએ મારી સંભોગ-સાધના પૂર્ણ કરાવી હતી. ત્યાર બાદ એણે એક કડક શરત મૂકી હતી કે ભદ્રકાલી ગુફામાં મારે એકલીએ નથી પ્રવેશવાનું, પરંતુ મારા જેવા જ અન્ય ત્રણ ખૂબસૂરત યુવક-યુવતીઓને તૈયાર કરવા પડશે. ચાર જણની એક ચાંડાલ-ચોકડી બનાવીને આગળ વધવું પડશે.’

‘હા, અને એ ચાંડાલ-ચોકડી રચવા માટે તેં અમે ત્રણેય વિદેશીઓને – મને, વિલીને અને શેનને – તૈયાર કર્યા હતાં, બરાબર ને?’ મેગીએ યાદ કરીને કહ્યું.

‘પરંત મેગી, તું એ તો જણાવ કે તને આ અઘોરી અંગારક્ષતિ વિશે ક્યાંથી બધી જાણકારી મળી? તું પેલા દિવસે પણ મારી વાત ટાળી ગઈ હતી.’ મને નવાઈ લાગી.

‘મેં કહ્યું તો હતું - હાઇ-ટેક પ્રોફેશનલ કેમેરા વડે અમે વાઇલ્ડ-લાઇફ શૂટ કરી રહ્યાં હતાં. એક ચેનલ માટે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી રહ્યાં હતાં. એ દરમ્યાન જ અમે અન્ય અઘોરીઓની જેમ જ અંગારક્ષતિ વિશે પણ રીસર્ચ કર્યું હતું. એનાથી જ અમને અઘોરી અંગારક્ષતિની લગભગ દરેક હિલચાલ અંગે તથા એની અઘોર-સાધના અંગે તેમજ તિમિર વિશે પણ અમને ઘણીબધી જાણકારી સાંપડી હતી.’

‘પરંતુ એકાએક જ, અમારો કાળ અમને જંગલમાં એ વિકરાળ વાઘ નજીક લઈ ગયો. અને અમારું મોત નીપજ્યું.’ શેન ઉદાસ થતા બોલ્યો.

હું એની ઉદાસીનતા દૂર કરવા એની નજીક ગઈ. મેં એને મારી બાહુમાં સમાવી લઈને સાંત્વના આપી. શેન પણ મને કસીને વળગી પડ્યો. મારી સુંવાળી પીઠ ઉપર એના હાથ ફેરવવા માંડ્યો. જેમ-જેમ મારા વક્ષ એની છાતી સાથે ભીંસાતા ગયા તેમ-તેમ મારી ફરતેની એની બાહુની પકડમાં સખતાઈ આવતી ગઈ. મેં એને એમ કરતા રોક્યો નહિ. એ થોડો હળવો થયો. મને સારું લાગ્યું!

‘ભદ્રકાલીની અવાવરુ ગુફામાં અસંખ્ય પ્રેતાત્માઓ તથા નાગલોકના વંશજો એકસાથે વાસ કરે છે.’ મેગીએ કહ્યું. ‘અને એ ગુફામાંથી આપણે નાગલોકના અધિપતિ ચંદ્રમણિનો નાગમણિ મેળવવાનો છે જેનાથી તપસ્યા દ્વારા તિમિરને પાછો જીવિત મેળવવાની અઘોર સાધના શક્ય બનશે.’

‘હા, પરંતુ મૂળ વાત એ છે કે ગુફામાં ફક્ત ચાર વ્યક્તિઓથી બનેલી ચાંડાલ ચોકડીએ જ પ્રવેશ કરવાનો છે, અને આપણે પાંચ જણ છીએ, તો...’ મેં મૂંઝવણ વ્યક્ત કરી.

‘ડોન્ટ વરી...’ શેન બોલી ઊઠ્યો. ‘હું ગુફાની બહાર ઊભો રહીને તમારી ઉપર ધ્યાન રાખીશ; તમારી રક્ષા કરીશ. અને મોટે-મોટેથી પોકારતો રહીશ – મૈ ભી ચોકીદાર... મૈ ભી ચોકીદાર...’ અને અમે દરેક જણ ખડખડાટ હસી પડ્યાં. મને શેનની આ અદા ઉપર એકદમ વહાલ ઉપજી આવ્યું. હું એની નજીક ગઈ અને લાગણીવશ થઈને એના હોઠ ચૂમી લીધા. શેન પણ મારા હોઠના સ્પર્શથી ઝૂમી ઊઠ્યો. એણે મારો ચહેરો એના બંને હાથોમાં લઈને ફરી એકવાર એના ચહેરાની નજીક ખેંચ્યો. અને તક મળતાં જ એણે એના કોમળ હોઠ મારા ધગધગતા રસાળ હોઠ ઉપર ફરીથી ચાંપી દીધા. ક્યાંય સુધી એ મારા હોઠને ચૂમતો રહ્યો; ચૂસતો રહ્યો, જાણે કે મારા ગુલાબી હોઠમાંથી નીતરતું મધ એ પૂરેપૂરું ચૂસી જવા માંગતો હોય. મેં ધીમેથી મારા હોઠ એના હોઠથી અળગાં કરીને કહ્યું, ‘મારા ચોકીદારને મધઝરતી બક્ષિસ જરૂર મળશે. પરંતુ ગુફામાંથી નાગમણિ મેળવીને પરત ફર્યા બાદ...’

અને અમે ચાર જણ – હું, તિમિર, મેગી અને વિલી – ચાંડાલ ચોકડી બનાવીને ગુફાના પ્રવેશદ્વાર નજીક પહોંચ્યાં. મા કાલીનાં મુખમાંથી બહાર નીકળેલી લાલાશ પડતી લાંબી જીભમાંથી પાણીનો ધોધ પડી રહ્યો હતો. વિશાળ મુખની નજીક કોતરાયેલાં પગથિયાં ઉપરથી અમે જીભ વાટે ગુફામાં પ્રવેશી ગયાં. પાણીનો ધોધ વટાવીને અંદર જવાથી અમે પાણીથી નીતરવા માંડ્યાં હતાં.

ત્યાં જ અમારી નજર અંધારી ગુફાની અંદર પડી જ્યાં કેટલાંક વિચિત્ર પ્રાણીઓ વિહરી રહ્યાં હતાં. અમે ઝાંખું ઝાંખું જોયું કે દરેક પ્રાણીઓ બિલકુલ માનવકદનાં તેમજ મનુષ્ય જેવું જ શરીર ધરાવતાં હતાં. સંધ્યાકાળ વીતી ગયાને પણ લાંબો સમય પસાર થઈ ગયો હતો. ગુફામાં અંધકાર ઘેરાઈ ઊઠ્યો હતો. માત્ર દૂર એક મશાલ સળગી રહી હતી જેની ઝાંખી રોશનીમાં અમે મહેસૂસ કર્યું કે, ધીમે-ધીમે એ માનવપક્ષીઓ ગુફાની અંદર જ ગોળ-ગોળ ઊડવા માંડ્યાં હતાં. તેમના હાથ-પગ-મસ્તક બધું જ લગભગ મનુષ્યને મળતું આવતું હતું. માત્ર એમની આંખો જ કોઈક ખૂંખાર પશુઓની જેમ ઝગારા મારી રહી હતી. ઉપરાંત ઉડવા માટે કુદરતે એમના પડખામાં પાંખો પણ આપી હતી. જેમ-જેમ એ માનવપક્ષીઓ ઉડતા હતા તેમ-તેમ એક તીણી સિસોટી જેવો અવાજ એમના ગળામાંથી નીકળતો હતો. એમના શરીરના અંગો ઉપર કોઈ વસ્ત્ર નહોતું. કમરે માત્ર વેલાઓ વીંટ્યા હોય એવું અમે અનુભવ્યું.

અમે ચારેય જણ અચંબિત થઈને એ માનવપક્ષીઓને અર્ધનગ્ન હાલતમાં ઉડતાં જોઈ રહ્યાં. આમ છતાં અમે ધડકતા હૃદયે ધીમે-ધીમે એ અંધકારમય ગુફાની અંદર આગળ વધ્યાં. ત્યાં જ એકાએક એમની નજર કદાચ અમારી ઉપર પડી ગઈ. અને જોતજોતામાં એ માનવપક્ષીઓનું બિહામણું ઝૂંડ કિલકારી કરતું અમને ચારેય તરફથી ઘેરી વળ્યું...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૯ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED