Nartaki books and stories free download online pdf in Gujarati

નર્તકી

નર્તકી.
????
છન, છન, છનાછન,છન,છન, તા, ધિક, તા, ધિક, ધીન, ધીન, ધિક,તા ઘૂંઘરૂં ની છમ છમ,અને ઢોલકના તાલનો અવાજ એકસાથે એક મધુર રવ ઉપજાવી રહ્યો હતો, બે હાથે પુરા મન થી અને જોશ થી ઢોલક પર થાપ દેતો અને બોલ બોલતો  મલય નર્તકીના પગને  નીરખીને જોઇ રહ્યો હતો. ગોરા ગોરા પગ માં અલતો લગાડેલો હોવાથી એ વધુ સુંદર દેખાતા હતા, સહેજ ઊંચો ઘાઘરો પહેરેલી નર્તકીની પગની પાની પણ દેખાતી હતી . ને કાકડી જેવા નાજુક એના પગમાં બાંધેલાં સોનેરી ઘૂંઘરૂ એના રૂપાળા પગને શોભાવતા હતા. પાતળી કમર નૃત્યના  તાન માં બરોબર તાલ માં લચકાતી હતી. ઘેરદાર લાલ ઘાઘરો, ને  તસતસતી ઘેરા જાંબલી રંગની ચોલી માં નર્તકીનો યુવા દેહ સ્વર્ગની અપ્સરા સમ શોભતો હતો, આછી ને સરકણી લીલી ચૂંદડીના છેડે મોતિ ટાકેલા અને  વચ્ચેગાળા માં  જામનગરી બાદલો છાટેલો.  સોનેરી કોર થી શોભતિ એ ચૂંદડી નર્તકીના માથા થી લય ઉરોજને ઢાંકતી કમર ફરતે એવી તે વીંટળાયેલ હતી જાણે થડ ને  નમણી નાગરવેલ…..! પાતળું એ તન ઢોલકની થાપ સાથે નૃત્ય કરી રહ્યું હતું .એક એક મુદ્રા જાણે વીજળીનો પ્રકાશ પાથરી રહી, એના ઘૂંઘરૂંના ઝણકાર  થી એ મધુર સંગીત રેલાવી  રહી હતી. 
        પદમણી શી શોભતિ એ નર્તકી એટલે વૈખરી.
         વૈખરી સુંદર તો હતી જ સાથે શુશીલ અને  સમજુ પણ હતી. મલય અને વૈખરી બાળપણ થી જ ભગવાન સોમનાથના મંદિર માં સાથે ભગવાન સોમનાથની નૃત્ય આરાધના માટે સોમનાથ મંદિરના સંચાલક શ્રી વરદ મૂર્તિ સ્વામીના આશ્રમ માં રહેતા હતા. બાળપણ થી સાથે રહેતા હોવાથી સહજ બન્ને એક બીજાને ચાહતા હતા . શૈશવ ની મિત્રતા યુવાની માં પ્રેમ માં પરિણમી હતી. અને એ પ્રેમ બન્નેની કલા માં ભારોભાર છલકાતો હતો, મલય ઢોલક પર થાપ આપે એજ તાલ માં વૈખરીના પગના ઘૂંઘરૂં છમકતા ને નૃત્યની મુદ્રા માં રસમાધુરી….
***************!
        કાર્તિકી પૂર્ણિમા એ ભગવાન સોમનાથની દિવ્ય પૂજા નું આયોજન વર્ષો થિ થાય છે. સોમનાથ માં મેળો ભરાય ને લાખોની સંખ્યા માં શ્રધ્ધાળુ ભક્તો ભોલેનાથના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન પામી ધન્યતા અનુભવેછે.  પૂનમના દિવસે આ ક્રમ જળવાય ને રાતે ભગવાન સોમનાથની સામે રહેલ રંગમંડપ માં નૃત્ય આરાધના થી ભગવાન આશુતોષ પીનાક પાણી શ્રી નટરાજ રાજ એવા સાંબ સદાશિવને રીઝવવા નો કાર્યક્રમ યોજાય ને એ કાર્યક્રમ માં મોખરે હોય નર્તકી વૈખરી અને એનો બાળપણ નો મિત્ર મલય.
     આજે પણ કાર્તિકી પૂનમ છે ને સવાર થી મલય અને વૈખરી ઉત્સાહ સભરથઈ નૃત્યની તૈયારી માં લાગ્યા છે. મલયે રેશમી વાદળી અચકન ને પીળું પીતાંબર પહેરવા કાઢ્યું, અને એ લયને એણે  વૈખરી ને બતાવ્યું.  “જો તો વૈખરી આ આજના નૃત્ય સમારોહ માટે કેવું રહેશે”? વૈખરી આંખો નચાવતી બોલી “સારું લાગશે પણ જો એની સાથે આ કેસરી લહેરિયાવાળું રાણી ગુલાબી ચમ્પા કોર મૂકેલું ખેસ પહેરે તો વધુ સારું લાગે”.  “હમ્મ તું સાચું કહે છે , લાવ એજ પહેરું” કહેતો મલય વૈખરીના હાથ માં રહેલો ખેસ લેવા જાય છે. ત્યાં તો વૈખરી એ  ખેસ પોતાના અંગ સાથે ચપોચપ વીંટાળી દીધો અને બોલી આને હાથ અડાડીયા વગર કાઢે તો ખેસ  તારો અને હું પણ . મલય ઘડી ભર માથું ખંજવાળી વિચારી રહ્યો અને વૈખરી ઉભી ઉભી મદમાતું હસી રહી . હવે મલય પણ પ્રણય રંગ રેલાવતો એની લગોલગ આવ્યો ને ખેસના છેડાને  કે જે વૈખરીના ગળે અને કમર ફરતે વિટાયેલ હતો એને મોઢા વડે ખેંચી લેવા મથી રહ્યો હતો આમ કરતા એ વૈખરી ના ખુશ્બૂ ભીના અંગોની સુગંધ માણતો એની ઉપર ઢળી પડ્યો બન્ને એકબીજાને અપલક તાકી રહ્યા,  થોડી ક્ષણોનો એ પ્રણય રસ બન્ને ને સ્વર્ગીય સફર કરાવી ગયો, એક ઝટકા સાથે મલય વૈખરી ઉપર થી ઉઠ્યો અને એ ઝટકાની અસર થી મ્હો માં રહેલ ખેસ પણ નીકળી ગયો.  વૈખરી હસી પડી અને બોલી હારી ગયો ને ...! હવે હું તારી નય જા એટલું બોલી ત્યાં મલયે એનો હાથ પકડી લીધો ને પોતાનો એક હાથ એના મોઢા એ દાબયો ને બોલી પડ્યો “ ના…. ના… વૈખરી એવું ના બોલ”  તારા વગર જીવવું શક્ય નથી મારી  માટે. તું મારી નહી થા તો હું તો મરી જઈશ  કહેતાં તો એની આંખોના ખૂણે અશ્રુબિન્દ છલી પડ્યા. બન્ને એકબીજાને ગાઢ આલિંગન માં લઇ વચને બંધાયા કે આજ નું નૃત્ય પૂરું થયા પછી સ્વામીજીને વાત કરી બન્ને એકમેકના થઈશું.
      વૈખરી સુહાગના સ્વપ્નાં સેવતી નૃત્ય માટે શણગાર સજી, વાદળી ઘાઘરો, ને કેસરી ચોલી, માં લીલું પીળું લહેરિયું વળી આછી ઓઢણી, નવશેરો હાર, કમરબંધ, કટીમેખલા, ચોટલા માં ચાંદીના ચકતા, ને માંગ ટીકો, લાલ મોટો ચાંદલો ને હાથ માં કાચની ભળતી બંગડીની ઓરેકોરે કંકણ, અને હાથ પગ માં લાલ અલતો લગાવતા એ ગાય રહી.
મહેંદી મન ભાવન મારા મૈયરની રે …મેતો હથેળી માં મુક્યા સૂરજ ચાંદ…! કે તારલિયો મારો સાંવરિયો રે....હો.. કે તારલીયો મારો સાંવરિયો રે.. હું તો નમણું તે મોગરા નું ફૂલ કે સુગંધ મારો સાંવરિયો રે... કે હું તો વન ની નખરાળી ઢેલ… રે.. કે મોરલો  મારો સાંવરિયો રે.. .. ગીતના શબ્દો આશ્રમના સંચાલક સ્વામી વરદ મૂર્તિના કાને પડ્યા અને એમણે વૈખરીના ઓરડા માં નજર કરી સોળ શણગાર સજેલી વૈખરી અપ્સરા સમ શોભતિ હતી સ્વામી ની નજર લલચાણી , નિયત ખરાબ થઈ પણ સમયનું ભાન થતા મનને મારી ઓરડા માં ગયા ને વૈખરીને ઉતાવળે તૈયાર થવા કહ્યું , ને મન માં વિચાર કર્યો કે આજે કાર્યક્રમ પતે પછી રાત ના અંધકાર માં વૈખરીને પોતાની કરી લેશે વર્ષો થી આ આશ્રમનું ખાય રહી છે એક રાત મારી સાથે કાઢી નાખશે તો શું? બગડી જશે માને તો ઠીક નહીતર બળજબરીનો રસ્તો પણ  અપનાવીને એને આજ મારી કરીને  જ રહીશ . એમ વિચારી સ્વામી રંગમંડપ ભણી ચાલતા થયા.
“અરે વૈખરી તું અહીં…. !  આવ, બોલ શુ? કામ હતું?   મલય ના પ્રશ્નના ઉત્તર માં વૈખરી થોડી વિચલિત થતા મલયની લગોલગ આવી મલયના કાન માં કઈક કહી વળી.
      બન્ને એ એકબીજાની સામે સૂચક દ્રષ્ટિ નાખી, ઈશારા માં જ નિશ્ચય કરી લીધો. બન્ને મક્કમ ઈરાદા ને મન માં ભરી જુદા પડ્યા .
     સોનનાથ મહાદેવને દિવ્યાતી દિવ્ય શણગાર સજાવવામાં આવ્યો હતો, ફૂલો થી આખું મંદિર શોભતું હતું, દિવાના ઝગમગાટ થી ચમકતું હતું, રંગમંડપને પતાકા થી શણગારેલ હતો .રંગોળી કરી હતી. ને માહોલ જમાવટ વાળો હત. લાખો ભક્તોની મેદની નૃત્ય મંડપ માં જમા હતી, બધા આતુરતા થી કાર્યક્રમ ચાલુ થવાની રાહ માં હતા.

         થોડી વાર માં મલયને વૈખરી મંડપ માં આવ્યા, ને કાર્યક્રમને દીપ પ્રાગટય બાદ ચાલુ કરવા માં આવ્યો.
      ભગવાન શિવ ને પાર્વતી ના વિવાહ પ્રસંગને નૃત્ય નાટીકા દ્વારા ભજવાય રહ્યો હતો. મલય તાલ માં ઢોલક વગાડતો હતો ને એ તાલ માં વૈખરી નાચી રહી હતી. શ્રધ્ધાળુ ભક્તો નર્તકી અને વાદક વૃંદ પર ઘોર કરી અભિવાદન કરી રહ્યા હતા. ઘોર માં એકઠું થયેલું ધન મલયનો નાનપણનો મિત્ર એક બચકી માં ભરી રહ્યો હતો. નૃત્ય પૂરું થયું. લોકો ભગવાન આશુતોષની જય બોલાવી મંદિર માં ગયા ભીડ વધી રહી હતી. કાર્યક્રમ સ્થળ પર અફડાતફડી હતી. સ્વામી મંદીર ની વ્યવસ્થા માં પ્રવૃત થયા. 
          રાત વધી, પૂનમનો ચન્દ્ર ચાંદની રેલાવતો હતો, મંદ પવન લહેરાતો હતો આશ્રમ માં સ્વામી અસ્વસ્થતા ને બેચેની અનુભવી રહ્યા હતા, લોકોના સુવાની રાહ જોઈ રહ્યા હતા જેથી એ તેની મેલી મનશા પુરી કરી શકે.
**************
       ધીમે ધીમે આશ્રમ માં શાંતિ પ્રવર્તી, લોકો નિદ્રાધીન થયા, ને દબાતા પગલે સ્વામી વૈખરીના ઓરડા ભણી ચાલ્યા, ઓરડા માં અંધકાર હતો, કય દેખાતું ન હતું, સ્વામી એ દરવાજે દસ્તક દેવા દરવાજો ઠપકાવ્યો  ત્યાંતો એ ખુલી ગયો સ્વામી રાજી થતા અંદર પ્રવેશ્યા ચન્દ્ર નું અજવાળું દરવાજા માં થી અંદર પ્રવેશ્યું ઓરડો સાવ ખાલી હતો. ત્યાં ન તો વૈખરી હતી ન એ નો સમાન…! સ્વામીને અચરજ થયું .એણે આશ્રમના અન્ય સભ્યોના ઓરડા ચકાસ્યા તો જાણ થઈ કે મલય, તેનો મિત્ર અને વૈખરી આશ્રમ માં નહોતા. કાર્યક્રમ માં મળેલ ધન રાશિ લય એ ત્રણેય આશ્રમ અને ગામ છોડીને ભાગી ગયા હતા .
        મલય , વૈખરી અને તેનો મિત્ર ભક્તોની ભીડ સાથે ઓગળી ગયાં હતા. આશ્રમ થી એટલા તો દૂર નીકળી ગયા કે સ્વામી એમને શોધીના શક્યા. 
***************
મલયના મિત્ર એ મલયને આમ  અચાનક ભગવાનું કારણ પૂછ્યું, મલય એ ઊંડા નિશ્વાસ સાથે જણાવ્યું કે કાર્યક્રમની પૂર્વે સ્વામી વૈખરીના ઓરડા માં ગયા હતા .અને વૈખરીને જોઇ એમની દાનત બગડી હતી. સમજુ વૈખરી સ્થિતિ તરત પારખી ગઈ ને મારી પાસે આવીને મને વાત કરી ને કાર્યક્રમ પત્યા પછી મેં તને પરાણે ધનરાશી સમેત સાથે લીધો. હવે આ નૃત્યને વાદન નું કાર્ય આપણે કાયમ માટે છોડવું પડશે નહીતર સ્વામી આપણને ગોતી લેશે. આ ધનરાશી વડે આપણે કઈક વ્યવસાય કરીને ગુજરાન કરીશુ .ને હું ને  વૈખરી પરણીશું. બધા એ નિરાંતનો શ્વાસ લીધો ને ભગવાન આશુતોષ શ્રી સોમનાથની જય બોલાવી.
સમાપ્ત
લેખક.
ચિંતલ જોશી
સરીતા.

બીજા રસપ્રદ વિકલ્પો