dhabkta jiv books and stories free download online pdf in Gujarati

ધબકતાં જીવ.

“આજે  શાક લેવા જઈશું હો, અને મારે પાણીપુરી ખાવી છે  “તમે ના ન કહેતા હોકે રુત્વાઅબેન.  બારનું ન ખવાય ….આ … અને ..તે. .. એવું બધું હો.  સુકેશીબહેને  ખોટો ગુસ્સો કરતા અને મોઢું મચકોડતા કહ્યું.
   રુત્વાએ પોતાના હાથ આકાશ તરફ કરી રાખેલા ને મોઢું પણ! તેના ચહેરા પર તેજ હતું. મ્હો  ઉપર હાસ્ય હતું .બે થિ ત્રણ મિનિટની આ સ્થિતિ રહી,  ને એમણે આંખો ખોલી બે આંશુ ખરી પડયા આંખમાંથી ! ને એક ઊંડો શ્વાસ ભર્યા પછી જોર પૂર્વક ઉચ્છવાસમાં ઉલેચીને શાંત થયા. આ સુખની આનુભૂતિનો એમને આનંદ લેવાની હવે ટેવ પડી ગઈ હતી.
સુકેશી એ એની સામે જોયું ને બબડી “લ્યો આવ્યા પાછા સમાધિ માંથી ગજબ છે હો.”
“સાંભળ્યું? મેં કઈક કહ્યું.”
- “હા સંભળાયું જઈશું શાક લેવા ને હું પણ પાણી પુરી ખાઈશ તમારી સાથે.” રુત્વાબહેને જવાબ આપ્યો.
- “સાચે ?”પૂછતાં તો સુકેસીબેનની જીભ લપકી ઉઠી.
     બન્નેએ એકબીજા સામે જોયું . સૂચક હસી ને હાથમાં હાથની તાલી મારતાં બોલી “ જે બાત”.
*******
     સુકેશી અને રુત્વા એ બન્ને વેવાણ હતી. બન્નેના સંતાન અમેરિકા માં વસ્યા હતા. પાછલી જિંદગી પોતાની રીતે રહેવા બન્ને સાથે રહે છે બન્ને વિધવા છે. સારી પ્રોપર્ટી છે મિલકતનો એક હિસ્સો વેચી આ ફ્લેટ લઈને  બન્ને સાથે મુંબઈના પોર્ષ એરિયામાં ઠાઠથી એકલા રહે છે. ને સમય પસાર કરવા એક સુંદર સંસ્થા ચલાવે છે ‘જીવનકલરવ’ નામની.
      સુકેશીબહેનની દીકરી માન્યા અને રુત્વાના દીકરા કવનના લગ્ન થયાપછી એક વર્ષમાં બન્ને અમેરિકા વસી ગયા . અહીં ભારતમાં ચાર જીવ એકલા થઈ ગયા જેમની માટે જીવનનો સંઘર્ષ ખેડયો હતો એ તેમને મૂકી પોતાની રીતે રહેવા ચાલ્યા ગયા આ વાત બન્નેના પતિ સહન ન કરી શક્યા ને થોડા  વર્ષોમાં જ મૃત્યુ પામ્યા . હવે આ બન્ને વેવાણ એકલી થઈ ગઈ બન્ને એ નક્કી કર્યું અમેરિકા દીકરા દીકરી પાસે રહેવા જવું  એ માટે બન્ને એ તેમના સંતાનોને એટલે કે માન્યા અને કવનને પૂછી જોયું પણ એ વખતે એ બન્નેએ બહાનું ધર્યું કે અત્યારે અમે પોતાના પગભર થવા ને અમેરિકામાં ટકી રહેવા સંઘર્ષ કરી રહયા છીએ એવું કહી વાત ટાળી દીધી .  બન્ને વેવાણ એકલી થયેલી હતી વારંવાર બંને એકબીજાને મળવા એકબીજાના ઘરે જતી ક્યારેક રોકાઈ જતી. એક વખત રાત્રે રુત્વાએ કવનને ફોનમાં પોતે અમેરિકા આવવા ને તેમની સાથે રહેવાની ઈચ્છા ધરાવે છે એ જણાવ્યું ફોન વોઇસકોલ પર હતો ત્યાં માન્યા બોલી રહી હતી “પ્લીઝ કવન તું તારા મમ્મી ને બહાનું કરી દે” હું એમની દખલગીરી અહીં આ મુક્ત વાતાવરણમાં જરાપણ નહિ સાખી શકું.  ને એમને ત્યાં ખોટ શુ છે આરામ થી રહે છે કેટલા રૂપિયા અને મિલકત મૂકીને ગયા છે પપ્પા ! એમને શુ ઘટે છે ત્યાં? કવન કઈ બોલે તે પહેલાજ રુત્વાએ ફોન કાપી નાખ્યો ને એમના ખભ્ભે હાથ ટેકવીને સાંત્વના આપતા  એમના વેવાણ સુકેશીબહેનની આંખો જમીન ગળી રહી હતી . એ કઈ બોલી ન શક્યા ત્યારથી બન્ને વેવાણ એકબીજાનો સહારો બનીને રહે છે. પોતાની રીતે પોતાની મોજમાં.
      એ વાતને પણ એક દસકા ઉપરનો સમય વીતી ગયો છે. હવે તો આ બન્ને પોતાની અલગ દુનિયા ને મોજમાં મોજ કરે છે.
    બન્ને એ એ દિવસથી પોતાનામાં રહેલી સુષુપ્ત કલાને જીવંત કરી જે મિલકત હતી એ પોતાના ઉતકર્ષ માટે વાપરી થોડી  વેચી નાખીને જે નાણાં મળ્યા તેમાંથી એક એવી સંસ્થા ખોલી જ્યા જીવન ટકાવી રાખવા ને એકલા પડેલા વૃદ્ધોને કામ અને આશરો બન્ને મળતો. મીણબત્તી, મસાલા, અથાણાં , હસ્તકલા જેવા કામો સ્ત્રીઓ માટે અને  અમુક એવા પુરુષોને લગતા કામ જેવાકે સાંસ્થામાં બનતી વસ્તુઓનું વેચાણ કાર્ય તેની આવકનો હિસાબ રાખવો તથા તેમાં નફો રળવાની રીત અને જો નુકશાન થયું હોય તો બેલેન્સ કરવાની રીત એમને ભાગે હતી. આ નિરાધાર અધેડ કે વૃદ્ધોને આ કામના બદલામાં પગાર અપાતો અહીં તેમના મનોરંજન માટે વિવિધ સાધનો હતા , જેવાકે કેરમ રમવી,  ટેબલ ટેનિસ , અને ચેસ સાપસીડી જેવી રમતો અને  સપ્તાહના અંતમાં ફિલ્મ કે નાટક બતાવાતું, હેલ્થ કેમ્પ, નિદાનકેમ્પ અને એક ખાસ વાત પણ હતી ,  એ એ હતીકે જે રુત્વાએ વિકસાવેલ ધ્યાન કરવાની સક્ષમ રીત ! કે જેમાં કોઈપણ પરિસ્થિતિમાં હોવ તમે એક સહજ સમાધિ માં સરી જઇને તમારી દરેક મૂંઝવણ અને તકલીફ ભૂલી અલખમાં સ્થિત થઇ મન શાંત કરી શકો !
     જી રુત્વાએ આ ધ્યાનની પ્રક્રિયા તેની મઘ્યઅંતરે પહોંચેલી વયે પહેલી વાર મહેસુસ કરેલી. ત્યારે રુત્વાના પતિ પોતાના વ્યવસાયમાં ગળાડૂબ હતા જેને વિકસાવવામાં રુત્વાએ પણ સાથ આપેલો ને એ સોપાન ચડ્યાં પછી એક જગ્યાએ તે એકલી ત્યાં ઉભી હતી જયાથી તેના પતિ ઘણા આગળ નીકળી ગયેલા , દીકરાના ભણતર ને ઉજ્જવળ ભવિષ્યને ઘડનારી ગૂંથનારી એ સમયે અચાનક સાવ એકલી થઈ ગઈ કારણ પુખ્ત થઈ રહેલા દીકરાને હવે માની આંગળીની જરૂર ન હતી. એ વખતે રુત્વાને અચાનક બધે અભાવ દિશવા લાગેલો એ થાકેલી, હારેલી ને મૌન રહીને બસ યંત્રવત જાણે ખેંચાઈ રહી હોય તેવું મહેસુસ કરવા લાગી . ત્યારે એક સમયે,  એક ક્ષણે તેણે પોતાની આંખ બંધ કરીને બધું ભૂલી જવાના પ્રયત્નમાં કાન ઉપર હાથ મૂકી મૌન કેળવ્યું,  ત્યાં અંદર એક ઘૂઘવાટ સર્જાયો ! એટલો તીવ્ર ને વેગવંતો કે જાણે પોતેપણ એ રવનો ભાગ હોય! અચાનક દૃષ્ટિમાં દરિયો સ્પષ્ટ થયો, એમાં ભરતી આવતી હતી ને એ દરિયાના મોજા ઊંચા ખૂબ ઊંચા ઉછળતા તેની આંખ બાજુ ધસી આવતા હોય એવું લાગ્યું! તેણે આંખને ભીંસી લીધી . ચપોચપ બંધ કરી લીધી. ત્યાં તો અચાનકજ એ મોજા શાંત થયા .કિનારાની ધરતી સાથે અથડાઈ ને વળી જતાં દેખાયાં દૂર દૂર એ ક્ષિતિજ સુધી કે જ્યાંથી એ ઉમટ્યા હતાં. ને ત્યાં દ્રષ્ટિ પહોંચતા એક દિવ્ય જ્યોતિ ઝળહળતી દીઠી! જે ઉર્ધ્વગતિએ પ્રકાશ પાથરી રહી હતી તેણે દ્રષ્ટિ એ દિશામાં ટેકવી , અચાનક એ સમયે તેનું મોઢું આકાશ તરફ ઉઠી ગયું અને હાથ પણ! એ જ અવસ્થામાં થોડી ક્ષણોનો ઠહેરાવ અને બસ પછી એની આંખ ખુલી ગઈ તેના ચહેરા ઉપર તે વખતે હાસ્ય હતું ને આંખોમાં ગરમ ગરમ આંસુ હતા કેજે એના દુઃખને ઓગાળીને તેના ગાલને ભીંજવતા વહી ગયા હતા. ત્યારે એણે નાભિમાંથી શ્વાસ ભર્યો ને અટકાવ્યો બ્રહ્નરંધ્રમાં, ને ત્યાં એ શ્વાસને એકમિનિટનો વિરામ આપી ઉછવાસમાં છોડ્યો ત્યારે બધું શાંત અને નિર્મળ લાગ્યું. ત્યારથી એ સમાધિની એને ટેવ પડી ગઈ એ જાણે નશો કરતી હોય તેમ વારંવાર એવું કરતી હતી.  ને ત્યારથી એ અંદરથી વધુ મજબૂત બનતી ગઈ હતી.
     
     સુકેશી તેની આ અવસ્થાને તેનો નશો ગણાવતી હતી ને એ નશાની તેને આદત પડી છે ને બીજાને પણ એ લત લગાડે છે એમ કહી એનો વિરોધ કરતી હતી.  ત્યારે રુત્વા તેને કહેતી સુકેશીબેન તમે ભૂતકાળની કળવાટને હજુ મમળાવો છો. એટલે આમ કહો છો. તમે એ ભૂલી જાવકે તમારી દીકરી એ તમારી સાથે મને પણ ત્યાગી છે, તમે ભૂલી જાવકે તમારા જીવનસાથી તમને મૂકીને ગયા જ્યારે તેમનો વાયદો હતો કે સાથે જ રહીશું. કાળનો કોળિયો તો કોઈને પણ ભરખી શકે. ઉદાર બનો ,જીવન જીવી લ્યો, સમયને માણો. એ નશો છે તો ભલે રહ્યો નશા ભરેલી શીશીને નશો નથી ચડતો કારણ એ એને માણતાં નથી શીખી. તમને દુઃખ છે કે તમારા દીકરાનું અકાળે અવસાન થયું ને હું સુખી છું કે મારો દીકરો ખરેખર પગભર છે તેને ટેકાની જરૂર નથી. હું એ પંખી બનીને જીવું છું જે માળો બાંધે છે એક એક તણખલું જોડીને ઇંડામુકે એને સેવે, ને પછી બચ્ચાને એક એક દાણો ઓરાવી મોટા કરે, પાંખ આવે ત્યાં સુધી જતન કરે ,ને પછી ઉડી જાય ત્યારે ફરી એક માળો ગૂંથવા તૈયાર થાય.
      આપણે હવે જે માળો ગુંથી રહયા છીએ તે એવા પંખીનો માળો છે જે ઉડવાના નથી એ માળાને હુંફાળોને કલકલતો રાખશે પોતાના કલરવ થકી.
તો મોહ છોડોને એક પ્રયાસ તમે પણ કરી જુઓ આ ધ્યાન અવસ્થાનો ,આ સમાધિનો. પછી જુઓ બધું મીણની જેમ ઓગળી જશે. પાણીમાં તરતાં તરલ પદાર્થ જેટલા હળવા થઈ જશો. આપણે શક્તિ છીએ સંચારવા જ જન્મ લીધો છે. ઈશ્વરે સ્ત્રીને પેટ સાથે કોખપણ આપી છે. કારણ ખુદ ઈશ્વર એવું સમજે છે કે શક્તિ જ સહન કરી જન્મ આપી શકસે જીવને ! માટે એજ કરીએ જે આપણા માટે લખાયું છે ,જે નિયતિ છે. જે માટે આપણે સક્ષમ છીએ. આપણાં અંત સુધી  જીવનને ધબકતું રાખવાનું કામ આપણેજ કરી શકીશું તો કમર કશીને એજ કરીએ.
      એ વખતે તેમનો આ સંવાદ સાંભળતા  ‘જીવનકલરવ ‘ સંસ્થામાં જોડાયેલ બધાં જીવન ચ્હેકી ઊઠ્યાં ને તાળીઓના તાલે આ બન્ને સ્ત્રીઓના સાહસને વધાવી રહયા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED