જીંદગીની સફરમાં મુશ્કેલીઓ અનેક છે,
બસ એને દૂર કરતા શીખો!!
જિંદગી સરળ જ છે, કિન્તુ આપણને એવી બનાવતા આવડતી નથી!!
સંબંધનો થાક એવો લાગ્યો જ્યાં'મુસાફિર' રડી ન શક્યા માત્ર હસી શક્યા!!
હવે તો હસવાની એવી ટેવ થઇ ગઇ,
હસીને રડેલી આંખોને લોકો નજર-અંદાજ કરે છે!!
ઉર ભરાયું આજ ફરી એકવાર અને રડવાની બદલે અમે હસી પડ્યા!!
દિલમાં જો બોજ નહીં હોય ને તો,
જિંદગી હળવી જ લાગશે!!
કરી લે ક્યારેક પોતાની સાથે વાતો,
ક્યાંક એવું ન થાય કે લોકો જોડે વાતો કરવામાં અને એમને સમજતા,
થઈ નહીં આપણી જાત સાથે મુલાકાત!!
પ્રત્યેક પગને એક ઝંખના હોય છે,
જ્યાં પ્રતિક્ષા હોય ત્યાં પહોંચી જવાની!!
છે આશિર્વાદ માતા-પિતાના મારી સાથે કાયમ,
તેથી જ નથી ભય મને નિષ્ફળતાનો!!
તું પણ વિચાતી હોઈશ "ડાયરી" કે આ મનુષ્ય કેટલા સ્વાર્થી છે,
જ્યારે મારી જરૂર હોય ત્યારે જ એ યાદ મને કરે છે,
પણ શું કરે જ્યારે કોઇનો સહારો ન હોય ત્યારે"તું" જ બધાનો સહારો બને છે!!
બધો આનંદ મોબાઇલમાં જ નથી મળતો,
સાચો આનંદ મોબાઇલની પરે હોય છે!!
તું શું મને હરાવિશ એ જિંદગી,
મારા મનોબળ સામે તારી ચુનોતિયોની શું વિસાત??
આ ચાંદ અમાસની રાત્રે છૂપાઈને કોને મળવા જતો હશે??
આ ચાંદ પૂનમની રાતે કેમ આટલો ખીલતો હશે??
આમ છૂપાવવુ અને ખીલવું, લાગે જાણે હોય એને અર્ધાંગિની!!