Over-Use Of Mobile Leads Us To Depression books and stories free download online pdf in Gujarati

Over-Use Of Mobile Leads Us To Depression

આ આધુનિક યુગમાં હતાશા વિશે લખવું એટલાં માટે જરૂરી બની રહ્યું છે કારણ કે આ દુનિયામાં ગરીબથી લ‌ઈને અમીર સુધી લગભગ બધા જ હતાશાનો શિકાર છે.આ હતાશા છે જ એવી વસ્તુ જે કોઇને પણ એનો શિકાર બનાવી લે છે.આ તો આપણી માનસિકતા છે કે હતાશા જેવી બિમારી ફક્ત પ્રૌઢ વ્યક્તિઓને જ થાય, પરંતુ હવે તો બાળકોમાં પણ હતાશા જોવા મળે છે જેને (Childhood Depression) કહેવાય છે.આપણે હતાશાના શિકાર ત્યારે બનીએ છીએ જ્યારે શરૂઆતથી જ સરખો ઉછેર ન થયો હોય જેને (Wrong Brought Up Ways) કહીએ છીએ.

બાળકોનો ઉછેર સરખી રીતે કરવામાં આવે તો આ (Childhood Depression) થવાની શક્યતા ઘટી જાય છે, પરંતુ આપણે તો પૈસા કમાવવામાં એટલાં મશગુલ થઈ ગયા છીએ કે બાળક આવવાની ખુશી તો અપાર છે પરંતુ એને ઉછેેેેરવાની જવાબદારી આપણે  નિભાવી શકતા નથી. જ્યારે આપણા ઉછેરમાં કમી રહી જાય છે ત્યારે લાંબા ગાળે એ બધી વસ્તુઓ બાળકમાં હતાશા જેવી બિમારીમાં પરિણમે છે.માતા-પિતા હતાશાના લક્ષણો જાણી નથી શકતા અને તે શરૂઆતના stageથી જ અવગણવા લાગે છે.બીજી બાજુ બાળકોને પણ નથી ખબર હોતી કે હતાશા શું છે અને એના લક્ષણો શું હોય છે.

આ બધી વાતોને  બાજુુએ મૂૂૂૂકીને વિચારીએ તો મોબાઇલનો વધુ પડતો ઉપયોગ પણ હતાશા માટે જવાબદાર હોય છે. મોબાઇલમાં એવી રમતો અને એપ્લિકેશન હોય છે જે બાળકોની સમજણ-શક્તિ ખોરવી નાખે છે અને તે વિચારી જ નથી શકતું કે ક‌‌ઇ રમત અને એપ સારી છે અને ક‌‌ઇ ખરાબ, એને તો બસ આનંદ મળતો હોય છે અને એ આ રીતે મોબાઇલનો ઉપયોગ વધારી દે છે અને સમય જતાં તે હતાશાનો ભોગ બને છે.આપણે તો એવું વિચારતા હોઈએ છીએ કે મોબાઈલથી હતાશા દૂર થાય છે પણ એ વધુ ને વધુ હતાશા તરફ લઈ જાય છે.જો હતાશાના શરુઆતી લક્ષણો આપણે જોઈ શકીએ અને સમજી શકીએ તો એની સામે મજબૂતાઇથી લડી શકાય છે પણ આપણે તેને સામાન્ય માનીને એ વાતને કે વર્તનને ફંગોળી નાખીએ છીએ.

હતાશાના લક્ષણો કંઈક આવા હોય છે:
૧) વધુ પ્રમાણમાં ઊંઘ આવવી અથવા તો અચાનક કોઈ કારણ કે ચિંતા વગર જ ઊંઘ ઓછી થવી.
૨) જિંદગી પ્રત્યે હાર અનુુભવવી અથવા તો વારે ઘડીએ મરવાના વિચારો આવવા.
૩) અચાનક લોકો જોડે મુલાકાત ટાળવી,અવાજનુ ન ગમવું,એકલામા સમય ગાળવો અથવા તો એકલા રહેવું વગેરે.... તો આવા કેટલાય લક્ષણો છે હતાશાના.

સતત એકલા રહેવું એ પણ હતાશા તરફ લઈ જાય છે અને એકલતા ટાળવા મોબાઇલનો ઉપયોગ કરવો અને  ધીરે ધીરે મોબાઇલનો ઉપયોગ વધી જાય છે અને એક હદ પછી મોબાઇલ જ સર્વસ્વ બની જવું એ પણ હતાશા તરફ વાળે છે આપણને!!

હતાશા શું છે અને એની સામે ક‌ઇ રીતે લડવું એ તો જે ઝઝૂમ્યા હોય હતાશાથી એ જ જાણે છે. જિંદગીમા દરેક વસ્તુને લ‌ઈને મૂંઝવણ અનુભવી એ પણ એક હતાશાનું લક્ષણ હોઈ શકે.

જ્યારે આપણે બાળકોની વાતને હવામાં ફંગોળી નાખીએ છીએ ત્યારે એના મગજમાં એ વાત ઘર કરી જાય છે કે એની વાત જાણવામાં કોઈને રસ નથી તેથી એ લોકો જોડે વાતો કરવાનું ટાળે છે. આ સાથે એવી પણ માનસિકતા થ‌ઈ જાય છે કે એને કોઈ સમજતું નથી, એને કોઈ પ્રેમ નથી કરતું અને જ્યારે આપણે આ બધું આપવાનું ચાલુ કરીએ છીએ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને પછી હતાશામાંથી બહાર લાવતા સમય લાગી જાય.

મોબાઇલ માનસિકતા ઉપર ઘણી અસર કરે છે, આનું એક સરળ અને સીધું ઉદાહરણ છે-Blue Whale.આ એક એવી રમત હતી જે આપણી માનસિકતા પર બહુ અસર કરી ગઈ અને કેટલાંયના જીવ લઈ લીધા.

ત્યારબાદ જો અત્યારની કોઈ રમતની વાત કરીએ તો PubG બહુ પ્રચલિત છે જેમાં એવું હોય છે કે મારવાનું-લડવાનુ અને આ બધી વસ્તુથી બાળકો પણ મારવાની-લડવાની વાતો કરવા લાગે છે.

On This Note: મોબાઇલની શોધ થઈ હતી ફાયદાઓ માટે,
અને એનો જ ગેરફાયદો અત્યારે સૌથી વધારે છે!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED