Poem Lover books and stories free download online pdf in Gujarati

કવિતાઓ-એક શોખ

               "જિંદગી"
જિંદગી એટલે જેના એક નહીં, પણ અનેક રંગ હોય,
જિંદગી એટલે દપૅણ જેવી, જે કર્યા કર્મો દેખાડે,
જિંદગી નસીબથી ચાલે છે કે નસીબથી જિંદગી ચાલે છે તે કોઈ ન જાણે,
જિંદગી હેન્ડીક્રાફટ જેવી છે, જેટલું બારીકાઈથી ગૂથો એટલી વધુ સુંદર લાગે,
પણ એટલી પણ ન ગૂથવી કે સંબંધ જ ગૂંચવાઈ જાય,
જિંદગી જીવવા માટે મળી હતી અને લોકોએ એને વિચારવામાં કાઢી નાખી,
થાક તો બધાને લાગતો જ હોય છે જિંદગીનો,
પણ જો એ થાક ઉતારવા માટે કોઈ મનગમતી વ્યક્તિ મળી જાય તો જિંદગી જીવવાની મજા કંઈક ઔર જ હોય છે!!


                   "ચાહત"
ખબર છે તમને જે વ્યક્તિ મળવાની નથી અને તેની રાહ જોવાનું મન થાય એને તમે ખૂબ જ ચાહો છો,
જ્યાં એ હોય જ નહીં છતાં તે વ્યક્તિને શોધવાનું મન થાય એને તમે ખૂબ જ ચાહો છો,
કોઈ ગીતના શબ્દો સાંભળી જેની યાદ દિલમાં તાજી થાય એ વ્યક્તિને તમે ખૂબ જ ચાહો છો,
આંખ બંધ થતાં જે ચહેરો સામે આવે અને હોંઠ પર એ ચહેરાના વિચારમાં જે સ્મિત આવે છે એ વ્યક્તિને તમે ખૂબ જ ચાહો છો,
દિવસ આખો બસ જેના વિચારોમાં ખોવાઈ રહેવાનું મન થાય એ વ્યક્તિને તમે ખૂબ જ ચાહો છો!!

       "સાચો સંબંધ"
સાચો સંબંધ એટલે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ TOPIC પર વાત કરી શકાય,
સાચો સંબંધ એટલે બે વ્યક્તિઓનું લાગણીઓના તાંતણે બંધાવું,
સાચો સંબંધ એટલે વર્ષો પછી પણ મળીએ તો પણ એજ ઉત્સાહ અનુભવવો,
સાચો સંબંધ એટલે કોઈ વાતમાં FORMALITY ન જણાવી,
સાચો સંબંધ એટલે માત્ર વાત કરવાથી હળવાશ અનુભવી,
સાચો સંબંધ એટલે આપણી વાત બધા સમજે,
સાચો સંબંધ એટલે ગેરસમજ પણ થોડી ક્ષણોમાં ઉકલી‌ જવી,
સાચો સંબંધ એટલે એકમેકનુ પ્રેમના તાતણથી બંધાવું,
સાચો સંબંધ એટલે લોકોને મળીએ ત્યારે પોતીકાપણાની ભાવના જાગવી,
સાચો સંબંધ એટલે આપણા બોલ્યા વગર માત્ર ચહેરો જોઈને વાત સમજી જવી,
સાચો સંબંધ એટલે દરેક પળ હર્ષોલ્લાસ અને તાજગી અનુભવી,
સાચો સંબંધ એટલે જ્યાં મનમૂકીને હસી શકાય અને રડી પણ શકાય,
સાચો સંબંધ એટલે ભીડમાં પણ એકલતા ન અનુભવવી!!

          "વ્યવહાર"
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એ વ્યક્તિને એવો વિચાર આવે કે એને કોઈ પ્રેમ નથી કરતું,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એને જિંદગી જીવવાથી નફરત થઈ જાય,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એ એની વાત કરવાને ખચકાય,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે તમારું આગમન પણ એને ન ગમે,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એને તમારી સાથેના સંબંધ તોડવા પડે,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એને તમારા પરથી વિશ્વાસ જ ઉઠી જાય,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એ વ્યક્તિ આપણી પાસેથી પ્રેમની અપેક્ષા જ ખોઈ બેસે,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે આપણને એ વ્યક્તિ સાથે રહેવાની ઇચ્છા ન‌ થાય,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે વ્યક્તિ સાથે રહેવાને નફરત થઈ જાય,
કોઈની સાથે એવો વ્યવહાર ન કરો કે એ મજબુર થઈને એ હસવાનું અને રડવાનું મૂકી દે!!


તું ન બતાવીશ મારી મંઝિલ,જાણું છું હું મારી મંઝિલ,
આપણને એકને જ નહીં, બધાને એમની મંઝિલની જાણ હોય જ છે,
મહત્વનું એ છે કે એમને ત્યાં સુધી પહોંચાડવામાં આપણું યોગદાન કેટલું હતું!


જીવનમાં થયેલા અનુભવ ન તો સારા હોય છે,ન તો ખરાબ હોય છે,
એ બધા અનુભવોનુ થવું પણ જરૂરી હોય છે,
જીવનમાં જે થાય છે એ સારા-નરસા માટે નથી થતું,
એ બધાની પાછળ એક જરૂરિયાત છૂપાયેલી હોય છે!!

સદાય રડતો રહે છે માનવી જીવનસફરમાં,
માનવીને રડવાની આદત લાગે છે,
ના રડ તું તારી જીવનસફરમાં, કારણ કે આ આધુનિક યુગમાં તારી આયુ છે કેટલી??
એટલીય ઝાલીમ‌ નથી આ દુનિયા, કે તું રડ્યા વિના ન વિતાવી શકે તું આ જીવન,
જો તુ રડીશ તો, આ દુનિયા કદાચ કમજોર સમજશે, પણ એને ક્યાં પરવા છે તારા આંસુઓની,
છે જેટલું તારું આયખું,એટલું વિતાવી લે મોજમાં,
પછી ક્યાં આંસુઓ છુપાવવા છે, આજે હસીને બતાવી દે લોકોને કે તું ખુશ છો,
પછી ખુશીઓના પુરાવા નથી હોતા, હસી લે મનમૂકીને અને જીવી લે મનમૂકીને!!

                 "બાળપણ"

આજ ફરી બાળપણમાં પાછા વળવાની ઇચ્છા થઇ,
આજ ફરી ચૂ-ચૂવાળા બૂટ પહેરવાની ઇચ્છા થઇ,
આજ ફરી રીસેસ બેલ વાગતા,એ સખીઓ સાથે બેસીને નાસ્તો માણવાની ઇચ્છા થઇ,
ચાલ "પ્રેમ ઝંકિત" બાળપણની એ યાદોને તાજી કરી લ‌ઈએ,

હજીયે એ બાળપણ આપણામાં જીવંત રાખીએ!



                    "બચપણ"
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં એ તહેવારનો હર્ષ હોય,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં શાળાએ જવાની ઉતાવળ હોય,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ,જ્યાં વેકેશન ખુલવાની જોવાતી હોય આતુરતાપૂર્વક રાહ,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં નોટ-ચોપડીઓને પૂંઠા ચડાવવાનો ઉત્સાહ હોય,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં મહેમાનો માટે રાહ‌ જોવાતી હોય,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં પોળો અને શેરીઓમાં બાળકોનો કિલ્લોલ હોય,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં એ અનરાધાર વરસાદમાં નાવડી મૂકતા,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં દિવાળી અને ઉનાળુ વેકેશનની રાહ જોવાતી,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં એ અવનવી વાતો સાંભળવાની મજા હોય,
ચાલ ફરી એવું બચપણ ઉભું કરીએ, જ્યાં બધાના વહાલસોયા હતા આપણે!!


                        વધુ આવતા અંકે
                     ******************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED