Alfaz-a-bayaan books and stories free download online pdf in Gujarati

अल्फ़ाज़-ए-बयान

લખવાની કોઈ ઉંમર નથી હોતી સાહેબ, લખવાનું તો કોઈ પણ ઉંમરથી શરૂ થઈ શકે છે કારણ કે લખાણ ક્યાં ઉંમર જોવે છે?જનાબ એ તો ત્યાં જ લખાઈ જાય જ્યાં મનના આવેગો, લાગણીઓ બહાર આવવાની હોય.આમ તો લખવાના ફાયદા ઘણા છે.ચાલો વાત કરીએ મારી પોતાની જ...

પહેલા તો એ જાણવું જરૂરી છે કે માણસ કેેેેવી પરિસ્થિતિમાં લખવાનું શરૂ કરે છે.લખવુ એટલે કે જરૂરી નથી કે particularly આ જ વસ્તુ લખીએ.આપણે આપણી વિચાર-શક્તતિની ચરમસીમા સુધી તમામ વસ્તુઓ લખી શકીએ છીએ.મે તો જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે માાી સ્થિતિ કંઈક હતાશા જેવી હતી.આ હતાશા શબ્દ કોઈ નકારાત્મક શબ્દ નથી એ તો માત્ર એક આપણા જીવનનો એક એવો તબક્કો છે જ્યાં 'હતાશા' જેવા શબ્દો આપમેળે જ વપરાઈ જતા હોય છે આપણા થકી, પરંતુ એ જો થોડોક સમય માટે હોય તો એને આપણે માનસિક રોગનુ પાટીયું ન લગાડી શકીએ.

જો એ ઘણા લાંબા સમય સુધી રહે વ્યક્તિનો વર્તાવ એવો જ રહે તો એને માનસિક રોગનુ નામ આપી શકાય.પણ આ એવો પણ કોઈ રોગ નથી જેેેનુ નિદાન ન થઈ શકે એને એમ પણ દરેક રોગની દવા અથવા તો એનું નિદાન હોય જ છે.વાત જો લખવાની જ હોય તો એના ફાયદાઓ કંઈક આવા હોય છે:

૧) કોઈ પણ વસ્તુ લખવાથી અથવા તો જે તે પરિસ્થિતિ પ્રમાણે આપણા મનના ભાવ ડાયરીમાં ઉતારવાથી એક રીતની માનસિક રાહત મળે છે.આ વાત મેં અનુભવેલી છે કારણ કે દરેકના જીવનમાં એવો સમય આવતો જ હોય છે જ્યાં એ એની પરિસ્થિતિ, મૂંઝવણ, તકલીફો વિશે કોઈકને જણાવે પરંતુ એવી આપણી સ્થિતિમાં કોઈ જ આપણને સમજતું નથી અને સાંભળતું નથી.

માટે જ એક આંતરિક શાંતિ માટે આપણે લખતા હોઈએ છીએ.આજે જે પણ હું જણાવું છું એ મારા પોતાના અંગત અનુભવો છે.મારા‌ જીવનમાં પણ એક એવો સમય હતો જ્યાં મને અહેસાસ થયો કે હું હતાશા જેવી વસ્તુથી પરેશાન છુ અને મેં ડાયરી લખવાની શરૂ કરી.શરુઆતના તબક્કામાં હું મારી એ જ લાગણીઓ, ભાવનાઓ લખતી અને એ ધીમે ધીમે કવિતાઓમા પલટાવા લાગી અને એક વખત મેં જોયું કે હું હતાશામાંથી બહાર આવી રહી છું.આથી જ કહું છું કે જ્યારે કોઈ હતાશ હોય તો એને હતાશામાંથી બહાર લાવવાનો એક એ પણ ઉપાય છે કે એની પાસે એના મનના ભાવો કંડેરાવા.

જ્યારે પણ આપણને કંટાળો આવે ત્યારે લખીએ તો એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને મન પ્રફુલ્લિત બને છે.

લખવાથી મગજને એક નવી જ દિશા મળે છે વિચારવા માટે.એક વખત લખવાનું શરૂ કરીએ એટલે મગજ સતત આપણી પાસે કંઈક જુદું જ વિચારવા માટેની માંગ કરે છે અને જેટલા વિચારો અનોખા એટલું આપણું વ્યક્તિત્વ અનોખું.

લખાણ આપણું વ્યક્તિત્વ પણ નિખારતુ હોય છે. લખવાનો એ આશય ન હોવો જોઇએ કે આપણે લેખક/કવિ બનીને પ્રસિદ્ધ થ‌ઈ જ‌ઈએ એ તો પછી આપણા શોખ ઉપર આધાર રાખે છે પણ જો લખવાથી આપણને આંતરિક/માનસિક શાંતિ મળતી હોય તો આ લખવાનું કાયમ ચાલુ જ રાખવું જોઈએ.

એમાં કોઈ બેમત નથી કે દરેક પ્રસિદ્ધ લેખક/કવિ આપણી જેમ ‌‌‌‌‌‌શરૂઆતમાં ડાયરી અથવા તો કોઈ નોટબુકના છેલ્લા પાને કવિતા કે બીજું કશું લખતા હશે અને આ એમની લખવાની આદત એમને કવિ કે લેખક બનાવી ગ‌ઈ.

On This Note: જીવનમાં કશું જ અઘરું નથી હોતું,
તું માત્ર એક વાર લખવાનું શરૂ તો કર,
શબ્દો આપમેળે વર્ણાઈ જશે કવિતામાં!!

                *****************
                *****************
                *****************
                ***************** 
                *****************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED