યે રિશ્તા તેરા મેરા 2.28 VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યે રિશ્તા તેરા મેરા 2.28

યે રિશ્તા તેરા મેરા 2.28



અવની;જયદિપ હવે પછી આપણે દરેક વાત કોલ પર કરશુ.મારે કામ છે હુ જાવ.મરે ઓપરેશનનો સમય થય ગયો...

અંશ:અજય જોતો અવની ક્યા છે.?

અજય;જી સર....

અજય અવનીની કેબિનમા જોવા ગયો એ ત્યા ન હતી,પછી તેને થયુ કે પેશંટને ગોઠવી દવ, સમય આપી દવ ને પછી સરને કહે કે અવની મે’મ નથી.એ ત્યા પહોચ્યો કે ત્યા જ અંદરથી અવાજ આવ્યો પહેલુ ઓપરેશન નિરવનુ છે એટલે બીજો કેસ 2કલાક પછી....


જેમને જે સુચના છે એ મુજબ જ કરવુ ...જેમને જમવાનુ કહ્યુ એ જમી લેજો.ખાલી પેટવાળા તેમજ પાણીને ના પાડી એ નહી પીતા....

અજય એ અવનીને જોય એટલે એ પેશંટની જોડે આવનાર ને સુચના આપી અવ્યોને અંશને  કહ્યુ કે મે’મ વોર્ડમા છે તમે જાવ.

અંશ ઓપરેશન વોર્ડમા જવા માટે તૈયાર થવા લાગ્યો.

***
મીરા;આકાશ,આજે બે ડીલિવરી છે.નક્કી નથી શુ થશે?

આકાશ;બસ,તુ શાંતિથી કામ કર. અગર પેશંટ ભગવાન છે તો તેને સાચવવાને સરખી સારવાર આપવી એ આપણી ફરજ છે.

મીરા;જી

આકાશ;પેશંટ હોય ત્યારે ઘરની દરેક બાબત ભુલી માત્ર તેની સેવા જ કરવાની એવુ આપણને કેહવામા આવ્યુ છે ને તુ આટલુ જલ્દી ભુલી ગૈઇ?

મીરા;સોરી,આકાશ.

આકાશ;ઇટસ ઓકે માય ડીઅર...

***
સવિતામાસી;મહેક,મીતને અંશને ગમતી રસોઇ બનાવવા લાગ્યા ક્યારેક તો વસ્તુ ન મળે તો એકલા એકલા ખીજાય પણ.

આ ભણેલાના ઠેકાણા ન હોય એ ભણે એટલુ જ વળે જે વસ્તુ જયા હોય ત્યા જ મુકાય નહી ? દરરોજ જગા બદલે.આ પણ કેવી વેઠ કરે.!!!

***
જયદિપ ખુશખુશાલ ઘેર આવ્યો વાહ,કોઇ પણ વસ્તુ કોઇને કહ્યા વગર જ મારુ તો કામ થય ગયુ. વાહ કુદરતનો કરિશ્મા ખુબ જ અલગ છે.એ કઇ રીતે મદદ કરે તેનુ નક્કી જ ન હોય.

નિરવા;જયદિપ કેમ આટલો બધો ખુશ છે?

જયદિપ;બસ,ઇશ્વરે આજ મને એ ખુશી આપી છે જેનો ઇંતઝાર મને હતો હવે પુરો થશે...મને મારી જિંદગી મળશે મને મારી ખુશી મળશે,મને જન્નત મળશે.મને મારો પ્રેમ મળશે....

નિરવા;એટલે?

જયદિપ;મને મહેક પાછી મળશે.મને મારો પ્રેમ મળશે.એમ બોલી એ નિરવાના હાથ પકડી ફરવા લાગ્યો પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યો....નિરવા હેબતાઇ ગઇ.તેને કશુ સમજાણુ જ નહી.કે જયદિપ બોલે તેમા શુ છે?

નિરવા;જયદિપ,જયદિપ....પણ થયુ શુ?

જયદિપ;મને મહેક મળશે.મને મારો પ્રેમ મળશે.

નિરવા;પ....ણ...

જયદિપ;તુ મને ખુશ જોવા માંગે છે ને હવેથી હુ રોજ ખુશ રહિશ...હેપ્પી રહીશ...તારે મારા ચહેરા પર મુસ્કાન શોધવા નહિ જવી પડે...એ આપ મેળે જ આવશે.અને તુ મને જલ્દીથી...ડાઇવર્સ આપી શકીશ.વાહ તે મારા માટે ગોડને પ્રે  કરીને તેણે તારી પ્રે સાંભળી પણ ખરી વાહ,તુ મને સાચો પ્રેમ કરે છે.તુ મને ખુશ જોવા માંગે છે ને હુ ખુશ પણ છુ.


નિરવા;હા હા...જયદિપ હુ બોવ જ ખુશ છુ પોતાની આંખના આંસુ લૂછતા એ પણ જયદિપના આલિંગનમા સમાય ગઇ કેમ કે એમ કરવાથી જ એ પોતાના આંસુ છુપાવી શકે તેમ હતી.....

થોડીવાર પછી સ્વસ્થ થઇને એ બોલી પણ શુ થયુ એ તો કહે?

જયદિપે અવનીની બધી જ વાત સાચે સાચી કરી દીધી.

***

અંશ;અવની,પેલા ટ્રેને સામાન અહી મુકી દે....બીજુ તમે બંને નજીક ઉભા રહો અજય એટલે મને ફટાફ્ટ વસ્તુ મળે.....

અજય;જી સર...મે’મ આપ અહી સરની નજીક રહો

અવની;જી....હસીને.

અવની મનમા માંડ મોકો મળ્યોને સમય જ ન મળ્યો પ્લાન બનાવવાનો તો પણ.....

અંશે બે વાર બોલ્યો અવની એ ધ્યાન ન આપ્યુ એટલે "અવની પ્લીઝ ગેટ આઉટ...."

અવની;અંશ

અંશ;પ્લીઝ ગેટ આઉટ,,,,,,,ઓપરેશન. ,થિયેટર,,,પ્લીઝ....કમ ફાસ્ટ લીવ...

અવની;સોરી....જતી રહી...

***

નિરવા;તને તારી ખુશી જલ્દી મળવાની છે

જયદિપ;જી..

નિરવા;મને પ્રોમિઝ કર આ વિશે તુ મારા સિવાય કોઇને નહી કહે.

જયદિપ;વાય?

નિરવા;અગર પાપાને જાણ થય તો તારા પ્લાનની પથારી ફેરવી નાખશેને હુ નથી ઇચ્છતી કે તુ તારા પ્રેમથી દૂર રહે.

જયદિપે ફરી એકવાર નિરવાને હગ આપી પ્રોમિઝ આપી,....

****
આ બાજુ માસી રસોઇ બનાવી ને આરામ કરવા માટે બેઠા.....ઘરને જોવા લાગ્યા...

***
ઓપરેશન પુરુ કરી અંશ કેબિનમા આવ્યોને અવની....જોરથી અવની...

અવની ધ્રુજી ગઇ...જી બોલ અંશ

અંશ;શુ અંશ?ઓપરેશન થિયેટરમા બે ધ્યાન થવુ એ બેદરકારી છે.તારાથી એવુ થાય જ કેમ?તુ એક સર્જન છે લોકોના દર્દ કરી તેને દર્દ મુક્ત કરે છે ને તુ?તેની જિંદગી દાવ પર લગાવવા....છી.

અવની;એમા મે શુ ગલત કર્યુ?તે તુ આટલો ગુસ્સે થાય છે?બોલ?મારી ભુલ મે માની સ્વીકારીને તને કહ્યુ ને કે હવે હુ મીતની લાઇફ જોડે ચેડા નહી કરુ. તો દાઝ કેમ છે તને મારા પર બોલ?

અંશ;વાત દાઝની નથી તે ઓપરેશન થિયેટરમા બેધ્યાન થય તેની વાત છે અગર હુ જે માંગુ તારા જોડે ને તે ઉલ્ટુ આપી દીધુ તો પેશંટના જીવનુ જોખમ થય શકે છે?એ તુ જાણે જ છે તો પણ?

અવની;એક જ વાર એવુ થયુ ને?તો મને આટલુ બધુ?મને ખબર છે [ફજેતા શરુ કર્યા રડીને..]હવે મીરા તારી હોસ્પિટલ સંભાળશે એટલે.........

અંશ;અવની વાત હોસ્પિટલને સંભાળવાની નથી.

અવની;મને ખબર જ છે તે મારા બધા જ હક મીરાને આપ્યા છે.મે જે કશુ કર્યુ એ મીરાના આવવાથી જ કર્યુ.એ આવતા જ તે તેને તારા ઘરમા તારા સાથે જગા આપીને,હુ હોસ્પિટલમા સડતી રહી....એ દિવસે તે મને કરેલા સવાલના જવાબ છે આ....

યાદ છે ને યાદ કર તે મને પુછેલુ...

વાય અવની તે આવુ કેમ કર્યુ?

તે મીતને ગલત રસ્તા પર કેમ ધકેલ્યો?

તે મારા સાથે દગો કર્યો?

મને તારા પર કેટ્લો વિશ્વાસ હતો ને તે મારા વિશ્વાસનુ ખૂન કરી દીધુ?

અવની,મે તારા ભરોસે મારી આ હોસ્પિટલ મુકી કેમ કે મને તારા પર વિશ્વાસ છે એટલો ખુદ પર નથી.

એટલે જ મે તને મારો હોસ્પિટલના જીવ તરીકે તને અહી મુકી.

તારુ કામ ઓછુ કરવા માટે મે કેયુરને મુક્યો ને તુ...

બસ અવની હવે પુરુ.......તે મને કેટલી હચમચાવીને ¾ થપ્પડ મારીને કહ્યુ એક એક મોકો આપુ છુ.........સુધરવાનો એ પણ તારા મોમ ડેડ નથી એટલે.

યાદ છે ને તને?

અંશ;યાદ છે મને...

અવની;તે મને ધમકી મારી એટલે હુ સુધરી ગઇ...કેમ કે હુ એકલી છુ.મારુ કોઇ નથી,હુ અહી પડી રહિશ.તારા આશરે...પણ તુ આમ પેશંટને એક સામાન્ય ડૉ.અજય ની સામે તે મારી બેજ્જતી કરી....રડતા..રડતા....ફજેતા કરતી ગઇ...


કેયુર આવ્યોને અવનીને શાંત રાખવા લાગ્યોને

અંશ;પીગળી ગયો....બસ અવની....સોરી...પણ તારી ભુલ છે.

કેયુર;મે સાંભલ્યુ સર...પણ તમે જે રીતે અવનીને બૈજ્જત કરી એમ તમે ન કરી શકો.હોસ્પિટલ તમારી,પણ કામ અવનીનુ છે લોકો તમને નહી અવનીના નાઇટના કામ ને વખાણે છે કે તેની સેવા બેસ્ટ છે.

અવની કેયુરને બાહો મા લઇ રડવા લાગીને ફજેતો કરી કેયુરને પોતાની બાજુ કરી લીધો કેમ કે અવનીને પેલેથી જ ખબર હતી કે કેયુર બહાર છે.

અંશ;અવની સોરી...સોરી........

અવની;ઇટસ ઓકે....

અજય;સર......બધા વ્યવસ્થિતત થવા લાગ્યા...તમને પેશંટના જોડે આવેલા બોલાવે છે.

અંશ;ઓકે....આવુ છુ

****

જયદીપ તો જતો રહ્યો પણ નિરવા પોતાની જાતને આ બધુ સાંભળ્યા પછી ન સંભાળી શકી.જયદિપ એકલો રે’વા આવ્યો.જયદિપ ના પાપા તેનાથી નારાજ છે તો બાપ-દિકરાને એક સાથે કરવા જે આયોજન કર્યુ એમા એજ ફસાય ગય...


તેની આંખો.....જાણે કે શિયાળાના અંતે શ્રાવણ ભાદરવો વરસાવવા લાગી.....

***
અવની;જયદિપ પ્લાન બનાવવા માટે નંદનવન આવી જા...

જયદિપ;જી..