વિષાદ યોગ- પ્રકરણ-21

અનાથાશ્રમથી નીકળી નિશીથે પહેલા કારને  હોટલ પર જવા દીધી. બંનેને જોરદાર ભૂખ લાગી હતી એટલે બેંક્વેટ હોલમાં જઇને બેઠા. થોડીવાર સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. જમવાનું આવી જતા બંને જમવા લાગ્યા. મસ્ત કાઠીયાવાડી ભોજન હોવાથી બંનેનો મુડ થોડો સારો થયો એટલે સમીરે કહ્યું “નિશીથ હવે શું કરીશું. આ ‘હરીઓમ’ શું છે, તે કઇ રીતે શોધીશું?”

નિશીથ થોડીવારતો વિચારતો બેસી રહ્યો પછી બોલ્યો “આમા બે શક્યતા છે એક તો હરીઓમ નામનો કોઇ માણસ હોઇ શકે જે અહીંના વિસ્તારમાં ખૂબ જાણીતો હોવાથી તેની પાછળ કંઇ લખવાની જરૂર ન પડી હોય. બીજી શકયતા એ છે કે હરીઓમ કોઇ સંકેત હોઇ શકે જેનાથી લખનાર સિવાય કોઇને ખબર ન પડે કે આ વ્યક્તિ કોણ છે.” આ વાત સાંભળી સમીરે કહ્યું “તો એક કામ કરને આ વિગત કશિશને વ્હોટ્સ એપ કરી દે એટલે તે રઘુવિરભાઇને મળીને પૂછે કે આ શુ છે?” આ સાંભળી નિશીથે કહ્યું “મને એવું લાગે છે કે આપણેજ રઘુવિરભાઇને ફરીથી મળવું જોઇએ. જો સામેસામે બેઠા હોય તો વાત પરથી વધુ માહિતી મળી શકે. ચાલ આપણે અત્યારેજ નીકળીએ ચાર વાગ્યાની ફેરી મળી જશે.” એમ કહી નિશીથ જમવાનું પતી જતા ઊભો થઇને વોસ બેઝીન તરફ ગયો. ત્યારબાદ બંને ત્યાંથી સુરત જવા નિકળી ગયા. નિશીથ અને સમીર સુરત પહોંચ્યા ત્યારે લગભગ 8 થવા આવ્યા હતા. તે લોકો આખા દિવસની દોડધામથી થાકેલા હતા એટલે પોતાના રૂમમાં ગયા અને સાવર લઇ ફ્રેસ થયાં.  નિશીથે કશિશને ફોન કરી નીચે રીસેપ્શન પર આવી જવા કહ્યું. બધા રિસેપ્શન પર મળ્યા અને પછી જમવા માટે બહાર નીકળ્યાં. નિશીથે કારને વરાછા તરફ જવા દીધી ત્યાં ઓવરબ્રિઝ પાસે આવેલ ‘અવધ હોટલ’માં જમ્યાં. જમવાની અને સર્વિસની ક્વોલિટી સુપર્બ હોવાથી બધા ખુશ થઇ ગયાં. જમીને નિશીથે કારને ફરીથી હોટલ પર લીધી. હોટલ પર પહોંચી નિશીથે કશિશ અને નૈનાને કહ્યું “તમે બંને ચેન્જ કરી અમારા રૂમમાં આવો ત્યાંજ બેસીને વાતો કરીએ.” કશિશને અને નૈનાને પણ અનાથાશ્રમમાં શું થયું? તે જાણવાની આતુરતા હતી પણ નિશીથનો સારો મુડ તે લોકો પ્રશ્ન પૂછી બગાડવા માગતી નહોતી. તેને ખબર જ હતી કે નિશીથ તેને બધી વાત કરશેજ. કશિશ અને નૈના કપડા ચેન્જ કરી નિશીથના રૂમમાં ગયાં એટલે નિશીથે રિસેપ્શન પર ફોન કરી થમ્સઅપનો ઓર્ડર આપ્યો અને પછી બધા વાતો એ વળગ્યા. નિશીથે કશિશ અને નૈનાને અનાથાશ્રમની બધીજ વાત કરી અને પછી કહ્યું “હવે આ હરીઓમનો અર્થ શું છે? તે જાણવું જરૂરી છે. અને તેના માટે કાલે રઘુવિરભાઇને મળવું પડશે.”

આખીવાત સાંભળી કશિશે નિશીથ પાસેથી મોબાઇલ લીધો અને નિશીથે રેકર્ડનાં જે ફોટા પાડ્યા હતા તે ધ્યાનથી જોયાં પણ તેને તેમાં વધુ કંઇ માહિતી મળી નહીં. ત્યારબાદ ચારેય થોડીવાર વાતો કરતા બેસી રહ્યા. ત્યારબાદ કશિશ અને નૈના તેના રૂમમાં જતી રહી અને બધા ઊંઘી ગયા.

બીજા દિવસે દસ વાગ્યાની આજુબાજુ નિશીથે રઘુવિરભાઇને ફોન કર્યો અને કહ્યું કે મારે તમને મળવું છે. આ સાંભળી રઘુવિરભાઇએ તેને કહ્યું “તમે મને અહીં હનીપાર્ક રોડ પર આવેલ જ્યોતિન્દ્ર ગાર્ડનમાં મળજો. નિશીથને એ લોકો ત્યાં પહોંચ્યાં ત્યારે રઘુવિરભાઇ છેક ખૂણાની એક બેંચ પર બેસી તે લોકોની રાહ જોઇ રહ્યા હતા. ચારેય તેના તરફ આગળ વધ્યા અને રઘુવિરભાઇ પાસે જઇને બેંચ પર બેઠા નિશીથે રઘુવિરભાઇને બધી વાત કરી અને પછી મોબાઇલમાં પેલા રેકર્ડનો ફોટો રઘુવિરભાઇને દેખાડ્યો. ફોટો જોતાજ રઘુવિરભાઇની આંખમાં ચમક આવી ગઇ અને તે બોલ્યા “યસ, યસ, યસ હવે યાદ આવ્યુ. તને તો બાબાજ મુકી ગયા હતા આશ્રમમાં.”  આટલું બોલી તે રોકાઇ ગયાં એટલે નિશીથે કહ્યું “ અંકલ કોણ બાબા મને મુકી ગયા હતા. અને તે અત્યારે ક્યાં મળશે?” આ સાંભળી રઘુવિરભાઇએ કહ્યું “દીકરા, તું આ ખોટા જમેલામાં શું કામ પડે છે? આમાથી તને દુઃખ સિવાય કશુજ નહીં મળે.” આ સાંભળી નિશીથે કહ્યું “અંકલ તમને તો મે જણાવીજ દીધું છે કે હું શું કામ આ શોધમાં નિકળ્યો છું. મારે ગમે તેમ કરીને આ શોધવુજ પડશે. પ્લીઝ મને આ શોધવામાં મદદ કરો.” નિશીથને સાંભળી રઘુવિરભાઇએ કહ્યું “ઓકે, આ જે હરીઓમ લખ્યું છે તે મે પોતેજ લખેલું. ઇશ્વરાનંદબાબા તને લઇને આશ્રમમાં આવ્યા હતા. તેણે મને કહ્યું કે આ છોકરો મને મળ્યો છે તે વાત કોઇને ખબર ન પડે તે રીતે ગુપ્ત રાખવાની છે અને રેકર્ડમાં પણ ગુપ્ત રાખવાની છે.” બાબાની વાત સાંભળી મને સમજાઇ ગયું હતું કે બાબા જે કહેતા હોય તેની પાછળ ચોક્કસ કોઇ શુભ હેતુ હશે. મે તારા રેકર્ડમાં બાબાના નામની જગ્યાએ બાબાના શબ્દો જ લખ્યા “હરીઓમ”. ત્યારબાદ મે બાબાને ઘણું પુછ્યું પણ બાબાએ એટલુંજ કહ્યું હતું કે “ આ છોકરો એક મોટા કામ માટે આવ્યો છે. તેને બચાવવો તારી અને મારી જવાબદારી છે.” ત્યારબાદ બાબા “હરીઓમ” કહી ત્યાંથી જતા રહ્યા. તે બાબાનો આશ્રમ અમારા અનાથાશ્રમથી નજીક હતો એટલે અમે તેને સારી રીતે જાણતા હતા. પણ પછી અમે અનાથાશ્રમ બંધ કરી દીધો અને તે બાબા પણ ક્યાંક જતા રહ્યા હતા. આ પછી આ બાબા મને ક્યારેય મળ્યા નથી. આ સાંભળી નિશીથ થોડો ઉદાસ થઇ ગયો પણ પછી તેણે પુછ્યું “અંકલ કોઇ એવા માણસને તમે ઓળખો છો જે બાબાની વધુ નજીક હોય અથવા બાબા પાસે વારંવાર જતો હોય.” આ સાંભળી રઘુવિરભાઇએ કહ્યું “ના એવુ તો કોઇ નથી. ભિમસિંહભાઇ આશ્રમમાં ઘણીવાર જતા પણ મારી જેમજ તે પણ આશ્રમ બંધ થઇ ગયા પછી તેને મળ્યા નથી.” આ સાંભળી કશિશે પુછ્યું “અંકલ તો હવે આમાથી આગળ કઇ રીતે વધીશું? હવે આગળની માહિતી અમને કોની પાસેથી મળશે?” આ સાંભળી રઘુવિરભાઇએ કહ્યું “ જો મને ખબર હતી એટલી વાત મે તમને કરી. હવે આગળ શું કરશો એ તો તમારે જ નક્કી કરવાનું છે. મને તમારો કોંટેક્ટ નંબર આપી જાવ, જો કોઇ માહિતી મળશે તો હું તમારો કોંટેકટ કરીશ.” નિશીથે તેનો માબાઇલ નંબર રઘુવિરભાઇને લખાવ્યો અને પછી બધા ત્યાંથી નીકળી ગયા. બધા હોટેલ પર આવીને નિશીથના રૂમમાં ગયા. બધાનાજ મનમાં એકજ પ્રશ્ન હતો કે હવે આગળ શું કરવું? પેલા બાબાને કેમ શોધવા? થોડીવાર તો કોઇ કંઇ બોલ્યુ નહીં પછી કશિશેજ વાતની શરૂઆત કરતા કહ્યું “ બોલો હવે આગળ શું કરશું? હવે અહીંથી તો લીંક કપાઇ જાય છે.” આ સાંભળી નિશીથે કહ્યું “આવું તો થવાનુંજ હતું. વિસ વર્ષ પહેલાની વાત છે એટલે તમે સીધા રસ્તા પર જઇને મંજિલ પર પહોંચી જાવ તેવું તો નાજ  બને. આવા તો ઘણા બધા અવરોધ આવશે અને તે પાર કરીનેજ આપણે મંજિલ પર પહોંચવાનું છે. કામ શરૂ કર્યુ છે એટલે પૂરું તો થવાનુંજ છે. હવે સવાલ માત્ર સમયનો અને આપણી ધીરજનો છે.” નિશીથના અવાજમાં રહેલ કોન્ફિડન્સ જોઇ કશિશ ખુશ થઇ ગઇ. તેને તો એમ હતું કે નિશીથ નાસીપાસ થઇ જશે. નિશીથમાં ધીમે ધીમે આવી રહેલો આ પોઝીટીવ બદલાવ જોઇ કશિશને હવે વિશ્વાસ થઇ ગયો હતો કે આ જે કોઇ શક્તિ છે તે નિશીથની ભલાઇ ઇચ્છે છે એટલે નિશીથને આમાં જરૂર સફળતા મળશે. નૈનાના અવાજથી કશિશની વિચારતંદ્રા તૂટી.

“ચાલો ભાઇ હવે ભૂખ લાગી છે બાકીની ચર્ચા જમતા જમતા કરીશું.” નૈનાની વાત સાંભળી બધાએ ઘડિયાળ સામે જોયું તો બે વાગી ગયા હતા. વાતોમાં કોઇને સમયનો ખ્યાલ જ ન રહ્યો. ત્યારબાદ બધા હોટેલના બેંક્વેન્ટ હોલમાં જમવા ગયાં અને જમીને ફરીથી ભાવનગર જવા નિકળ્યાં. તે લોકો હજું હોટલની બહાર નિકળતા હતા ત્યાં નિશીથના મોબાઇલમાં રીંગ વાગી નિશીથે ફોન ઉઠાવ્યો અને સામે જે કહેવાયું તે સાંભળી તેના ચહેરા પર એકદમ ખુશીની ચમક ફરી વળી. નિશીથે ફોન મુકી બધાને કહ્યું “એક ગુડ ન્યુઝ છે.”

----------------*******************-------------*******************---------

વિલી બીજા દિવસે ભાવનગર તરફ જવા માટે કાર લઇને નીકળતો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી નિશીથે ફોન ઉંચક્યો એટલે સામેથી કહેવાયું “પહેલા સુરતનું કામ પતાવો પછી ભાવનગર જજો. સુરતમાં ઘારી તૈયાર છે તે લઇ આજે રાતે ભાવનગર જતા રહેજો.” આટલું કહી ફોન કટ થઇ ગયો. આ અવાજ તે સારી રીતે ઓળખતો હતો. સાહેબ જ્યારે વાત કરી શકે તેમ ન હોય ત્યારે આ તેનો ડ્રાઇવર અલ્તાફ ફોન કરી જરૂરી સુચના આપતો. આ અલ્તાફ પણ જબરી નોટ હતો તેનો ફોન દર વખતે જુદા-જુદા નંબર પરથી આવતો. તે કેટલા સીમ કાર્ડ ઉપયોગ કરતો તે કોઇને ખબર નહોતી. વિલીએ કારને અમદાવાદથી બરોડા તરફ જતા હાઇવે પર લીધી હમણાજ નવો બનેલા સિક્સ લેન હાઇવે પર ગાડી પાણીના રેલાની જેમ દોડવા લાગી હજુ. સાત વાગ્યા હતા અને વિલીને ફરીથી રાત્રે ભાવનગર પહોંચવાનુ હતું. તેણે ગાડીને ફુલ સ્પીડમાં જવા દીધી અને ફોર્ચ્યુનર કાર જાણે હવામાં ઉડવા લાગી. વિલી આમતો તેની ઓડીમાંજ ફરતો પણ આજે સાથે બહું બધી કેસ લાવવાની હોવાથી તેણે ફોર્ચ્યુનર પસંદ કરી હતી. તે સુરત જતો હતો ત્યારે તેને ખબર નહોતી કે તેનું રેકોર્ડીગ જેની પાસે છે તે પત્રકાર ભાવનગર તરફ આગળ વધી રહ્યો હતો. આ પત્રકારે કેટલાય સમયથી વિલીના મોબાઇલમાં બગ નાખી દીધું હતું. તે વિલીની બધીજ વાતો ટેપ કરતો હતો. આ બધાથી અજાણ વિલી અત્યારે સુરત પહોંચવા માટે કારને દોડાવી રહ્યો હતો. પેલા પત્રકારે એક નંબર ડાયલ કર્યો અને કહ્યું “શુ કરે છે આપણો ટારગેટ? હવે તેને તૈયાર કરવાનો સમય આવી ગયો છે. તું તેને કોઇ પણ રીતે લપેટમાં લે.”

પછી જે સામેથી કહેવાયુ તે સાંભળી પત્રકાર વિચારમાં પડી ગયો અને બોલ્યો “કોણ છે તે છોકરાઓ? તે તેના વિશે કોઇ માહિતી મેળવી કે નહીં? સારું ચાલ તે છોકરાઓ વિશે તપાસ કર જો તે છોકરાઓ આપણો સાથ આપવા તૈયાર થઇ જાય તો પછી આ લબાડની કોઇ જરૂર નથી.”

એમ કહી તેણે ફોન કટ કરી નાખ્યો.

-----****-----------******-----------*****------****-----------*****----*****-----

નિશીથને સમીર જતા રહ્યા પછી સુરસિંહ કેટલોય સમય એમને એમ સુનમુન ઊભો રહ્યો. તેને પોતાની આંખે જોયેલુ એ દૃશ્ય હજુ પણ સાચું લાગતું નહોતુ. તેને તો હજુ એમજ લાગતું હતું કે તે  કોઇ સ્વપ્ન જ જોવે છે. બાકી આજે વિસ વર્ષ પછી એ કંઇ રીતે સામે મળી શકે. થોડીવાર તો તેને અનાથાશ્રમ છોડીને જતું રહેવાનું મન થયું પણ સુરસિંહ જમાનાનો ખાધેલ માણસ હતો. તેણે પોતાની જુવાનીમાં ઘણા કારનામાં કર્યા હતાં. સુરસિંહ થોડીવાર બાદ પોતાની ઓરડીમાં ગયો, હાથ મોઢું ધોયું અને પછી મેદાનમાં મૂકેલા ખાટલામાં જઇને લાંબો થયો. થોડીવાર એમજ વિચારતો પડ્યો રહ્યો પછી તેણે મોબાઇલ પર વિરમનો નંબર ડાયલ કર્યો અને જેવો ફોન સામેથી ઉંચકાયો એ સાથેજ તેણે કહ્યું “એક અગત્યનું કામ છે ઝડપથી અનાથાશ્રમ આવી જા.” એટલું કહી તેણે ફોન કટ કરી નાખ્યો કારણકે તે જાણતો હતો કે વિરમ તેને સવાલ પુછશે અને તે કોઇ વાત ફોન પર કરવા માંગતો નહોતો. અડધા કલાક પછી વિરમ આવ્યો અને ખાટલા સામે પડેલી ખુરશીમાં બેસતા બોલ્યો “શું એવું બધું ઇમરજન્સી કામ પડી ગયું? હું કેટલા અગત્યના કામમાં હતો.” તે આગળ બોલવા જતો હતો પણ સુરસિંહનો ચહેરો જોઇ બોલવાનું બંધ કરી દીધું. સુરસિંહ તો ઉંડા વિચારમાં ખોવાયેલો હતો. આકાશ તરફ જોઇને તે સુતો હતો. વિરમ આટલુ બોલ્યો તો પણ તેણે નજર ફેરવી નહીં. આ જોઇ વિરમને થોડી નવાઇ લાગી કેમકે સુરસિંહ આમતો ગુસ્સાવાળો હતો. તેને કંઇ કહો એટલે ઉકળી ઉઠે પણ આજે જે રીતે તે સુતો હતો તે જોઇ વિરમ સમજી ગયો કે ચોક્કસ કંઇક ઘટના ઘટી છે. વિરમ સામે પડેલી ખુરશીમાં બેસી સુરસિંહ બોલે તેની રાહ જોવા લાગ્યો લગભગ બે ત્રણ મિનિટ પછી સુરસિંહ બોલ્યો “વિરમ, કર્મનું ફળ અહીંજ મળે છે. જે કર્મ કરો છો તે તમારે અહીંજ ભોગવીને જવાનું છે. તારા અને મારા માટે પણ ઉપરવાળાએ એવીજ વ્યવસ્થા કરી છે. આજે હવે મને સમજાઇ છે કે માણસ કેમ ખોટુ કાર્ય કરતા અચકાઇ છે. માણસને હંમેશા બે બાબતનો ડર હોય છે એક તેના પોતાના આત્માનો અને બીજો પરમાત્માનો. આપણે આપણા આત્માને તો વેંચી ખાધો હતો એટલે તેનો ડર તો આપણને ના લાગ્યો પણ હવે પરમાત્મા આપણને આપણા ગુનાની સજા કરવા માટે હથીયાર લઇને તૈયાર થઇ ગયા છે. તેનાથી આપણને કોઇ નહીં બચાવી શકે.” સુરસિંહને આમ લવારો કરતા જોઇ વિરમને થોડીવાર તો એવું લાગ્યુ કે સુરસિંહનું મગજ ચસકી ગયું છે. તે શું બોલતો હતો તે કંઇ વિરમને સમજાતું નહોતું. છેલ્લે વિરમે કંટાળીને કહ્યું “શું યાર, તું શુ બોલે છે? જે પણ હોય તે ચોખ્ખું કહે. આમ સંત મહાત્માની જેમ પ્રવચન ન આપ.”

આ સાંભળી સુરસિંહે વિરમ સામે જોયું અને હસ્યો એ હાસ્યમાં એક દર્દ હતુ. “આપણે તો રાક્ષસ છીએ સંત ક્યાંથી થઇ જવાના. કાગળો ગમે તેટલો કોયલ હોવાનો ડોળ કરે પણ બોલે એટલે તેની સચ્ચાઇ બહાર આવીજ જાય. આપણા માટે પણ હવે એવા દિવસો આવી ગયા છે.”

આવી ગોળ ગોળ વાતથી વિરમનો પિતો છટક્યો અને તે બોલ્યો “ તે આવો લવારો સંભળાવવા મને બોલાવ્યો છે અહીં? તારે કોઇ કામની વાત કરવી હોય તો કર નહીંતર હું જઉં છું.” એમ કહી તે ઊભો થવા જતો હતો ત્યાં સુરસિંહે કહ્યું “હમણા થોડીવાર પહેલા અહીં બે યુવાના અવ્યા હતા. તેને અનાથાશ્રમમાંથી કોઇ માહિતી જોઇતી હતી તેના બદલામાં તે મને દસ હજાર રૂપીયા આપવા તૈયાર હતા.” સુરસિંહે વાત ચાલું કરી એટલે વિરમ ફરીથી ખુરશીમાં બેસી ગયો અને વાત સાંભળવા લાગ્યો. સુરસિંહે વાતની છેલી લીટી બોલ્યો એ સાંભળી વિરમની હાલત પણ સુરસિંહ જેવીજ થઇ ગઇ અને તે એક જટકા સાથે ઊભો થઇ ગયો અને બોલ્યો “શુ હંબગ વાત કરો છો મને લાગે છે તમને રાતની શરાબ મગજમાં ચડી ગઇ છે. થોડી ઓછી પીતા જાવ.”                                                                    

---------********---------------------**********------------******-------------

સુરસિંહ એવું શું જોઇ ગયો હતો? વિલીની દરેક હિલચાલ કોણ રેકર્ડ કરી રહ્યું છે? વિલીની જિદગી કંઇ રીતે બદલાશે? નિશીથ પર કોનો ફોન આવ્યો હતો?  વિલીની જિંદગીમાં આગળ શું થશે? વિલીનું બધુ રેકોર્ડિંગ કોણ કરી રહ્યુ છે? આ પત્રકાર કોણ છે? નિશીથનો પીછો કોણ કરી રહ્યું છે?વિલી આ બધાજ સાથે કઇ રીતે જોડાશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે? અને શુ કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.                                                                                                                                            

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***************--------------------**************------------------

HIREN K BHATT :- 9426429160                      

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

maya

maya 2 માસ પહેલા

Bharat Patel

Bharat Patel 2 માસ પહેલા

Piyusha

Piyusha 3 માસ પહેલા

Hema Patel

Hema Patel 4 માસ પહેલા

kirit modi

kirit modi 4 માસ પહેલા