કાશ... (ભાગ - 3)
(આગળ આપણે જોયું કે નીમી સનમને પૂછી રહી રહી કે તે સાહિલ ને કેવી રીતે ઓળખે છે. હવે આગળ.... )
"સાહિલ સનમ નો શ્વાસ " સનમ આંખો બંધ કરીને બોલી
નીમી આ વાત ચાર વર્ષ જૂની છે મને બરાબર યાદ છે મારુ કોલેજ નું છેલ્લું વર્ષ ,ફાઇનલ એકઝામ પણ પુરી થવા આવી હતી. બધા મિત્રો ખુશ પણ હતા અને દુઃખી પણ, એક તરફ પોતાના કરિયરમાં આગળ વધવાની ખુશી, તો બીજી બાજુ પોતાના જીવથી પણ વ્હલા મિત્રો થી છુટા પાડવાની વેદના.
"સનમ વહી રુક જા... તુજહેં મેરી કસમ " દૂર થી ધવલનો અવાજ આવ્યો.
( નામ ધવલ પણ કોલેજમાં ભાઈ ડી.એન તરીકે ઓળખાતા. ઉંચાઈ 5.9, સુડોળ શરીરનો બાંધો , કામ કાનાના પણ રંગે રાધા જેવો ,અમારી કૉલેજ નો હીરો અને કોલેજ ગર્લ્સ નો રણવીર કપૂર ,એની વાત કરવાની અદા કોઈનું પણ મન મોહી લે )
આખું ટોળું ફરીને એની સામે જોઈ રહીયુ
" બોલ મારા વીરા બોલ તારી જ વાત કરતી હતી " સનમ ટીખળ કરતા બોલી
" સનમ.. તારે ગાળો આપવી હોય તો આપી દે, પણ ભાઈ ના કે ,તું જયારે ભાઈ કે ત્યારે એવું લાગે કે કોઈ દિલ પર ખંજર મારી રહીયુ હોય " આંખ મોટી કરીને ધવલ બોલિયો
" પતિ ગયું તારું , ઓવેર એકટિંગ ની દુકાન ,ચાલ હવે મને ઘરે મૂકી જા મારે મોડું થાય છે " હું ઓર્ડર કરતા બોલી
પછી તો શું ..! હું ને ધવલ બધા ને સી ઑફ કરીને નીકળીયા. હું જતા જતા કોલેજ કૅમ્પ્સને જી ભરી ને જોઈ રહી હતી. કારણ કે ખબર હતી આજ પછી આ બધું મને જોવા મળવાનું નોહ્તું.
થોડી વાર માં અમે ઘરે પોહચી ગયા.
"થૅન્ક્સ ધવલ ડ્રોપ કરવા માટે" સનમ આભાર વ્યક્ત કરતા બોલી
હું ઘરે પોંહચીને બધા ને સરપ્રાઈઝ આપવા માંગતી હતી પણ મને શું ખબર કે આજ મને જ એક સરપ્રાઈઝ મળવાની હતી.
ઘર ની અંદર પોહચીને જોયું તો પપ્પા છાપું વાંચી રહ્યા હતા. ધીમે ધીમે હું તેમની પાછળ ગઈ અને મારા બંને હાથથી એમની આંખો બંધ કરી દીધી. મમ્મી કઈ બોલે એ પેહલા ઈશારાથી એમને બોલવાની ના કહી દીધી.
પપ્પા મારો હાથ સ્પર્શ કરીને કહીંયુ આવી ગઈ મારી દીકરી .
"પપ્પા થિસ ઇસ ચેટિંગ, તમને કેમ ખબર પડી હું જ છું."
" તું તો મારો જીવ છો ગાંડી ઉભી રે તારા માટે મારી પાસે કંઈક છે " માથા પર હાથ મૂકતા પપ્પા બોલ્યા પછી પપ્પાએ મને ત્યાં જ ઉભા રહેવાનું કહીને અંદરની રૂમ માંથી કંઈક લય ને બહાર આવ્યા.
એમના હાથ માં એક બોક્સ હતું એ બોક્સ મારા હાથમાં મૂકીને કહ્યું " લે આ તારા માટે , મે બોક્સ ઓપન કર્યું અને આ શું ?
"ફોન ઉપિઈઈઈઈઈઇ મમ્મી પપ્પાએ મને ફોને આપ્યો " જોર જોર થી બૂમો પડતા હું આખા ઘર માં ફરી વળી ( સનમએ આજ પેહલા કોઈ દિવસ ફોન ઉઝ નહોતો કર્યો એના માટે એના મિત્રો અને એની સ્ટડી જ ઈમ્પોર્ટન્ટ હતી.)
પણ સનમ નહોતી જાણતી કે જે ફોન જોઈને આજે તે હરખાય છે તે જ ફોન એનું જીવન બદલવાનું છે.
પછી તો શું મારા ભાઈ રાહુલએ મારા ફોનમાં અવનવી એપ્લિકેશન ડાઉનલોડ કરી આપી અને જોડે જોડે ફેસબુક એકાઉન્ટ પણ બનાવી આપ્યું. મારા માટે આ બધું નવું હતું પેલી કેહવત છે ને બંદર કે મુમે અંગુર આ કેહવત મારા પર બરાબર લાગુ પડતી હતી .
થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું પણ 29 ઓક્ટ 2012 હા આજ દિવસે મારું જોબ ઇન્ટરવ્યુ હતું. હું ઇન્ટરવ્યૂ આપવા બેંક જવા નીકળી રહી હતી ત્યાં જ ફોન માં ટીંગગ્ગ કરતો અવાજ આવીયો. મેં ફોનની સ્ક્રીન પર જ જોઈ લીધું. ફેસબુકમાં કોઈ ની ફ્રેડ રિકવેસ્ટ આવી હતી પણ ઇન્ટરવ્યૂ માટે લેટ થતું હોવાથી મેં એ વાત ઇગનોર કરી.
4:30 મારુ ઇન્ટરવ્યૂ હતુ હું ટાઈમ પર પોહચી ગઈ. હું ત્યાં વેઇટિંગ રૂમ માં બેઠી હતી. મારો વારો ક્યારે આવે તેની રાહ જોતી હતી ત્યાં જ અચાનક મારા ફોન ની રિંગ વાગી જોયું તો અનનોન નંબર ,ઇન્ટરવ્યૂમાં વાર હોવાથી મેં ફોન રિસિવ કરીયો
"હેલો ..." મે પુછ્યું
"હેલો ...સનમ ! તમારું નામ સનમ જ ને ? સામેથી કોઈએ પુછીયું
"હા ..પણ હું જાણી શકું તમે કોણ " મે સામે પૂછુયું
"સનમજી , તમે મારી ફ્રેડ રિકવેસ્ટ નો રિપ્લાય નો આપ્યો એટલે ફોન કરવો પડ્યો " ભાઈ સાહેબ બોલ્યા
હવે મારો ગુસ્સો સાતમે આસમાને હતો એક લબર મુછીયો જેને હું ઓળખતી નથી મને શા માટે ફોન કરે અને નફટ તો જો નામ પણ નથી કેતો ? અને મારો નંબર આને કોણે આપ્યો. મારા મનમાં હજારો સવાલો એક સાથે ગરબા રમતા હતા.
"તમારે મારા વિશે જાણવું જ હોય તો મારી પ્રોફાઈલ વાંચી લો, બધા જવાબ મળી જશે અને હા મારુ નામ સાહિલ , સાહિલ પટેલ અને આશા રાખું છું કે તમે મારી રિકવેસ્ટ એક્સેપટ જરૂર કરશો .
શું સનમ સાહિલ ની રિકવેસ્ટ એકસેપટ કરશે?
સાહિલ સનમ ને કેવી રીતે ઓળખે છે?
ક્રમશ...
મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.