કાશ... - 8 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ... - 8

(સનમ સાહિલની મદદ કરવા માટે હોટેલ પોહ્ચે છે પણ ત્યાં સાહિલના રૂમની બહાર પોલીસ પહેલેથી હોય છે એ જોઈને સનમ ડરી જાય છે સનમ થોડી હિંમત કરીને આગળ જાય છે પણ સનમ  એવું તે શું જોવે છે કે એના મનમાં ફાળ પડે છે હવે આગળ...)

મેં જોયું કે રૂમ નંબર 607 ની બહાર પોલીસ છે. હોટેલનો સ્ટાફ પણ ત્યાં મોજુદ હતો થોડી હિમ્મત કરીને હું એ તરફ ગઈ. ભીડ વચ્ચે થોડી જગીયા બનાવી મેં રૂમની અંદર જોવાનો પ્રયાસ કર્યો  પણ આ શું ! રૂમમાં સાહિલ એકલો ન હતો એની જોડે એક છોકરી પણ હતી જે રડી રહી હતી અને થોડી ડરેલી પણ દેખાય હું સાહિલ પાસે પોહંચુ એ પેલા પોલીસ સાહિલને અરેસ્ટ કરીને જઈ રહી હતી. હું તરત જ તેની પાછળ દોડી

" સાહિલ .... સાહિલ..... આ શું છે બધું ? "  દોડતા દોડતા મે સાહિલને બૂમ મારી

" સનમ ..... સનમ.... મેં કઈ નહિ કરિયું મારો વિશ્વાસ કર આ લોકોની કંઈક ભૂલ થાય છે" સાહિલ મારો હાથ પકડીને કરગરતો હતો. પોતે ગુનેગાર નથી એ સમજવાની મથામણમાં હતો.

"હા.. હા... સાહિલ !   હું છું ને, ચિંતા ન કર, તને કઈ નઈ થવા દવ " હું સાહિલનો  હાથ હાથમાં લઈને સાંત્વના આપી રહી હતી

" ઓહ તો તમે જ સનમ !  થૅન્ક્સ મિસ સનમ , અમને ઇન્ફોર્મ કરવા માટે " પોલીસ મારો આભાર વ્યકત કરતા કહ્યું 
  
મે પોલીસ બોલાવી છે એ સાંભળી સાહિલ એકટશી  મારી સામે જોઈરહ્યો 

" સ...સનમ ! સનમ ! તે પોલીસ બોલાવી હતી ? " પ્રશ્નાર્થ ભાવે સાહિલ મને પૂછી રહ્યો  હતો

મારા હોઠ હજુ બિડાયેલા હતા. હું કઈ પણ સફાઈ આપુ એ પેહલા પોલીસ સાહિલને લઈને જઇ રહી હતી.

એક ધક્કા સાથે પોલીસ સાહિલને આગળ કરે છે અને ભીડ વચ્ચેથી પોલીસ સાહિલને લઈને જતી રહે છે. સાહિલ હજુ પણ પાછળ ફરીને મારી સામે જોઈ રહ્યો  હતો જાણે એની આખો મને કંઈક કેવા માંગતી હતી. એની આંખોમાં અનેક સવાલો હતા .જે આખોમાં પ્રેમ જોવાના સપના જોતી હતી હું , આજ એ આખોમાં મને નફરત સિવાય બીજું કંઈ નોહતું દેખાતું. એ દિવસે તો માત્ર  સહીલનો પ્રેમ મારાથી દૂર થયો હતો પણ આજ સાહિલ પોતે મારાથી દૂર જઈ રહીયો હોય એવું લાગી રહ્યું હતું. કેમ કે  મને ખબર હતી કે સાહિલ અત્યારે શું વિચારી રહ્યો  હતો.

મારે  સાહિલને ગમે તે હાલતમાં છોડાવો હતો પણ મને પોતાને જ ક્યાં ખબર છે કે અહીંયા બનીયુ શું હતું ? એ જાણવા માટે મેં હોટેલના સટાફની મદદ લીધી.

" સર....સર.. આ છોકરાને પોલીસ અરેરેસ્ટ કરીને કેમ લઇ ગઈ ?" મે સ્ટાફના એક માણસને પૂછ્યું 

" મૅડમ !  શું વાત કરું આ છોકરો જેટલો સીધો અને ભોળો દેખાય છે એટલો જ હરામી નીકળીયો એક કોલ ગર્લને અહીં બોલાવીને એની જોડે .... સારું થયું કોઈએ પોલીસ ને બોલાવી લીધી એટલે આ પકડાય ગયો..... બાપ રે બાપ, ઘોર કલયુગ  " એ મો હલાવતા બોલ્યો

" shut up he's not that type of guy, તમે કોઈ વ્યક્તિને જાણીયા વિના જ તેના પર કેવી રીતે આરોપ લગાવી શકો , શું તમે હતા એ રૂમમાં ? તમે કશું જોઈ ? નઈ  ને " મેં એને તતડાવતાં કહીંયુ કેમ કે સાહિલ વિરુદ્દ હું કશું પણ સાંભળવા તૈયાર નોહતી.

એક વાત તો પાકી છે જરૂર સાહિલને કોઈ ફસાવી રહીયુ છે. પણ કોણ ? અને કેમ ? મારા માટે એક એક સેકન્ડ કિંમતી હતી એટલે જ મે તરત જ સાહિલને છોડવા માટે ના પ્રયત્નો ચાલુ કરી દીધા , પર્સ માંથી ફોન કાઢીને મેં તરત જ ભરત અંકલ ને ફોને કર્યો , એમને આખી વાત જણાવી. ભરત અંકલ પોતે વકીલ હતા અને પપ્પાના ખાસ મિત્ર પણ એ મારી મદદ જરૂર કરશે એમ વિચારીને મેં એમને પણ પોલીસ સ્ટેશન બોલાવી લીધા. મેં પણ ગાડીની ચાવી હાથમાં લીધી સીધી  કાર તરફ ગઈ કાર નો દરવાજો ખોલીયો સ્ટેરીંગ હાથમાં લીધું  ગાડી ભગાવી અને સીધી જ પોહચી ગઈ ભરત અંકલ પાસે જરૂરી કાગળિયા તૈયાર કરી બેલ એપલિકેશન પણ રેડી કરી ને અમે નીકળ્યા.

૩૦ મિનિટમાં ભરત અંકલ અને હું પોલીસ સ્ટેશન પોહચી ગયા. સનમ ચિંતા ન કર આપણે સાહિલને કઈ નહિ થવા દઈએ.

હું અને અંકલ અંદર દાખલ થયા અમે પૂછતાં પૂછતાં  ઇન્સ્પેક્ટર પાસે પોંહચીયા. ડાબા હાથના ટેબલે પર એ મોટી મૂછ વાળા  ભરાવદાર ચેહરો, મજુર ની પીઠ પાછળ મોટો માલ ભરેલા કોથળા જેવું એનું પેટ નામ પ્રવિણસિંહ ચૌહાણ અમે એમની પાસે ગયા.

"સર , અમે સાહિલને મળવા માંગીયે છીએ " મેં ટેબલ પર હાથ મૂકીને સહેજ આગળ ઝૂકીને કહ્યું

" સાહિલ ... અરે ચાવડા સાહિલ એજ ને જેને હોટેલ સ્કાય બ્લુ થી આપણે પકડીને લાવ્યા  " ફાઈલ માંથી ઉંચુ મોં કરતા એણે ચાવડા સામે જોઈને પૂછ્યું 

" હો સાહેબ વહી લડકા જો લડકી કે સાથ પકડા ગયા કા જમાના આ ગયા હે સરજી પેહલે રાત તો રંગરલિયા મનાતે થઈ અભો દિન મેં હી ચાલુ કર દીયે " ખૂણામાં ઉભા ઉભા ચાવડા હસતા હસતા બોલી રહ્યો  હતો

હું આ બધું સાંભળીને ધુંઆપુંવા થઇ રહી હતી મન થતું હતું એને પકડીને બે જિકી દવ પણ આ બાજુ  મારા અંકલે મને શાંત રહેવા કહ્યું.

" યસ સર એજ સાહિલ શું એમે એમને મળી શકીયે ?" અંકલે પોલીસ ને જવાબ આપતા કહ્યું.

" જાણી શકું તમે કોણ ? " કડક અવાજમાં એમણે પૂછ્યું 

" હું સનમ" મે ગુસ્સામાં એની સામે જોઇને કહ્યુ.

" મિસ સનમ,  તમે થોડા લેટ થઇ ગયા કેમ કે સાહિલજી તો ગયા " એ પોતાના બંને નેણ ઉંચા કરી ઉભા થતા બોલિયા

" વૉટ સાહિલ અહીંયા નથી ! તો ક્યાં છે ?" યાર શું થઇ રહીયુ છે સવારથી મારી જોડે હવે મારુ માથું ફાટવા લાગિયું હતું

" એની તો બેલ થઇ ગઈ, કોઈ છોકરી આવી તી વકીલ જોડે એ લઈને ગઈ " એ જતા જતા બોલિયા

સાહિલને કોઈ છોકરી છોડાવીને ગઈ પણ કોણ ? મારા સિવાય બીજું કોણ જાણતું હતું કે સાહિલ સ્કાય બ્લ્યુ હોટેલમાં છે?  આ બધાની વચ્ચે એક વાતની ખુશી હતી કે સાહિલ હવે પોલીસ કસ્ટડીમાં નથી. હું ત્યાંથી તરજ સાહિલને મળવા અને એને સમજવા એની પાસે જવા નીકળી. મનમાં વિશ્વાસ સાથે કે હું એને સમજાવી લઈ.

પણ મને ક્યાં ખબર હતી હુ ત્યાં સાહિલ સિવાય બીજું પણ કોઈ મારી રાહ જોઈ રહ્યું  હતું. હું જે રસ્તે જઈ રહી હતી. એ રસ્તો મને સાહિલની નજીક નહિ પણ સાહિલથી દૂર લઇ રહ્યો હતો. એટલી દૂર કે લગભગ આજ પછી હું એને ક્યારેય નહી જોઈ શકું.

કોણ હતી એ છોકરી જેને સાહિલને છોડાવીયો ? 
સાહિલ સિવાય બીજું કોણ હતું જે સનમની રાહ  જોઈ રહ્યું હતું ?
શું સનમ સાહિલથી હંમેશ માટે દૂર થઈ જશે ?

(  આ સ્ટોરી જો કોઈ એક વ્યક્તિ પણ વાંચે તો  પણ મારી મેહનત સાર્થક થશે એવું હું માનું છું. જે પણ લોકો મારી સ્ટોરી વાંચે છે એમનો હુ દીલથી આભાર વ્યકત કરું છું.? જોઈએ સનમ અને સાહિલની કહાની વધુ આવતા અંકે?)

ક્રમશ...

મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.


લી. વૈશાલી પૈજા

મદદગાર :- પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5