કાશ... - 4 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ... - 4

કાશ... (ભાગ - 4)

(આપણે આગળ જોયું કે સનમને ફોન કરનાર બીજું કોઈ નહિ પણ સાહિલ હોય છે સાહિલ  જણાવે છે કે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલનાર એ પોતે છે અને સનમને એની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સસેપટ કરવા માટે કહે છે હવે આગળ....)

સનમ કઈ  પણ ઉત્તર આપે એ પેહલા સામે છેડેથી ફોન કટ થઈ જાય છે સનમ કઈ પણ વિચારે એ પેહલા જ...
" મિસ સનમ તમને અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવે છે " ઓફિસ ના સ્ટાફે મને સંબોધતા કહ્યું 

હું અંદર ઇન્ટરવ્યૂ માટે ગઈ મારુ ઇન્ટરવ્યૂ લગભગ 15-20 મિનિટ સુધી ચાલ્યુ પછી મને થોડી વાર બહાર બેસવા માટે કહીંયુ લગભગ 30 મિનિટ પછી...

" કોન્ગ્રચૂલેશન મિસ સનમ ,તમારું સિલેકશન થઇ ગયું છે. એજ અ સિનિયર એકાઉન્ટ ,બાકીની જોઈનીંગ ફોર્માલિટીસ આપણે કાલે પુરી નાખશું સી યુ ટુમોરો  " મને અભિનંદન પાઠવીને મેનેજર પોતાની કેબીન તરફ જતા રહ્યા 

સનમ ઘરે પોહ્ચે છે. બધી વાત સવિસ્તાર જણાવીને એના બેગ માંથી મીઠાઈનું બોક્સ કાઢીને બધા નું મોં મીઠું કરાવે છે. બધા જાણીને ખુબ જ ખુશ છે કે સનમ ને નોકરી મળી ગઈ. આજે ઘરનું વાતાવરણ ખુશનુમા હતું અને સનમના પપ્પાની તો છાતી ગજગજ ફુલતી હતી કારણકે એના પરિવારમાં સનમ પેહલી છોકરી હતી જેને નોકરી મળી હતી. અચાનક કંઈક યાદ આવ્યુ હોય એમ એ ઉભી થઈને એની રૂમમાં જતી રહી. એને યાદ આવ્યુ આ બધી વસ્તુમાં તે એક વસ્તુતો ભૂલી જ ગઈ સાહિલ......

જલ્દી ફોન હાથમાં લઈને હું જેમ્સ બોન્ડ 007 ની જેમ ડીટેકટીવ ?બનીને એની ફેસબુક પ્રોફાઈલ ચેક કરવા લાગી. નામ સાહિલ, એન્જીનીરીં એટ ઉકા તરસાડીયા યુનિવર્સિટી , હોબી ટ્રાવેલલિંગ ,ક્રિકેટ અને મ્યુઝિક પણ બીજી કોઈ ખાસ  માહિતી એના હાથ ના લાગી પણ એકવસ્તુ એવી મળી કે જેના થી એના બધા સવાલોના જવાબ મળી જશે રાહુલ.....

(રાહુલ સનમના મામાનો છોકરો જેવું નામ એવા જ કામ ભણવામાં બિલકુલ રુચિ નઈ છતાં 12 માં 85 ટકા કેમ આપવી ગયા.એ વાત તો આજ ભી એના પોતાના મગજ માં બેસી નથી એટલે જ મામાએ ભાઈસાહેબને એન્જિનિરીંઇંગ લાઈન માં નાખી દીધો સાહિલ ના પ્રોફાઇલ માં સાહિલ અને રાહુલના ફોટોસ જોયા અને એક વાત કૉમન હતી. સાહિલ અને રાહુલ બને એક કોલેજમાં સાથે હતા.)

સનમએ પોતાના ફોન માંથી રાહુલનો નંબર ડાઇલ કરીયો. 

"હેલો ,દી શું વાત છે.આજ અમારી યાદ આવી" રાહુલના અવાજમાં મસ્તી હતી

"એક સવાલ પૂછવો છે સાહિલ કોણ છે.?"આડી અવળી વાત કરવાને બદલે મેં તરજ જ પૂછી લીધું

"ઓહ્હ્હહહ ...સાહિલ ,તો સાહિલે તને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી દીધી એમને..!" બદમાશી કરતા રાહુલ બોલિયો

"મતલબ તને બધી ખબર છે. શું છે આ બધું રાહુલ મને કઈ સમજાતું નથી "હું માથું ખંજવાળતા બોલી 

"અરે દી તને યાદ છે ? કોલેજ ના ત્રીજા વર્ષમાં તું અમારી કોલેજ માં ઇન્ટર કોલેજ કમ્પિટીશનમાં આવેલી અને તું વકૃત્વ સ્પર્ધા અને બિસિનિઝ પ્રેજેંટેશન માં પેહલા નંબર થી જીતેલી. તું જેવી કોલેજ ના કોરીડોરમાં પોહચી કે અમારી કોલેજ ના છોકરાઓએ તને ઘેરી લીધી અને તને ખીજવતા હતા .આ બધું હું ત્યાં ઉભા ઉભા જોઈ રહ્યો  હતો. ત્યાં જ સાહિલ આવ્યો  અને મને પૂછિયું "આ શું થઇ રહીયુ છે ? અરે આ તો પેલી જ છે.! જે આજે 2 કમ્પિટીશન માં ફર્સ્ટ આવી ? મેં જવાબ આપિયો "હા આ મારી બેન છે સનમ ,આપણા સિનિયર એની મસ્તી કરી રહ્યા  છે "

આ સાંભળતા જ એ ગુસ્સે થઇ ગયો મને ખીજાવા લાગીયો "સાલા તું ભાઈ છે કે કસાઈ, તારી જ સામે તારી બેનને આ બધા હેરાન કરે અને તું ઉભો ઉભો મજા લેય છે તું ઉભો રે હું જાવ છું"

"ઓહ્હ્હ ગદાધારી ભીમ શાંત થા તું સનમ ને ઓળખતો નથી. એ જેટલી શાંત દેખાય છે એટલી છે નય, પાંચ મિનિટ રાહ જો એ સરસ્વતી માંથી માં દુર્ગાના અવતાર માં આવશે અને  પછી જો મજા આવે ઈ હાહાહા ??અને બનીયુ પણ એવું તે બધા ને ઝાટકી નાખા, પછી તો શું સાહિલ તારી જોડે વાત કરવા માંગતો હતો પણ તું ફોન યુઝ નહોતી  કરતી .

" તું માણસ કે શું બબૂચક પોતાની બહેન નો ફોન નંબર કોઈ છોકરાને આપે " હું ગુસ્સામાં બોલી

" લીસન દી, સાહિલ એવો નથી , તને ખબર છે સાહિલ પણ તારી જેમ પોતાનો ફ્રી સમય અનાથશ્રમ અને વૃદ્ધાશ્રમ ના લોકો જોડે પસાર કરે છે તું એક વાર એની જોડે વાત કરી જો, ઠીક નો લાગે તો નય કરતી બસ " મને સમજાવતા રાહુલ બોલ્યો
  
સાહિલની આ વાત સનમ ને ગમી ગઈ , પછી મન અને મગજ વચ્ચે શીત યુદ્ધ થયું અને અંતે મનની જીત થઈ સનમ એ સાહિલ ની  રીકવેસ્ટ નો સ્વીકાર કર્યો . એટલું જ નહિ રોજ વાતો પણ થવા લાગી આવું લગભગ પાચ છ મહિના ચાલ્યું. આટલા સમયથી ફ્રેન્ડ હોવા છતાં હું અને સાહિલ કોઈ દિવસ મળ્યા નોહતા બસ ફોન પર જ અમારી દોસ્તી હતી.

 દિવસ ૧૮ જૂન , સમય રાતના ૯:૩૦ સહિલનો ફોન આવિયો કે તે મને આવતીકાલ મળવા માંગે છે. પણ ..

" મેડમ આ બિલ " ટેબલ પર બિલ મૂકતા વેઇટર બોલ્યો

" અરે નીમી લંચ બ્રેક ઓવર થઇ ગયો આપણે જઈશું "સમય નું ભાન થતા સનમ બોલી

" પણ તારી વાત હજી અધૂરી છે, તુ ને સાહિલ મળીયા કે નહિ ? " નિમિષા એ કુતુહલતા પૂર્વક  પછુયું

" નીમી મારી એક મિટિંગ છે મારે લેટ થાય છે. એ બધી વાત પછી કહીશ, ઓકે બાય ..." હું હાથ હલાવતી ત્યાંથી નીકળી ગઈ

શું સનમ અને સાહિલ મળી શકશે?
૧૮ જૂન એવું તો શું થયું?

ક્રમશ...

મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.


લી. વૈશાલી પૈજા

મદદગાર :- પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5