hope so... - 1 books and stories free download online pdf in Gujarati

કાશ... - 1

કાશ.....(ભાગ-1)

( કહેવું જ હોઇ તો એવું કહી શકાય કે આ વાર્તા નથી પરંતુ કોઈ જીવનનો કોઈ એક હિસ્સો તમારી સમક્ષ રજુ કરુ છું. પ્રેમ તો બધાં કરે છે પરંતુ તે પ્રેમને વાચા આપવી એ અલગ જ વાત થાય. તો પ્રેમનાં રસમાં તરબોળ કરી નાખતી એક અલગ જ રચનાને લઇને તમારી સમક્ષ આવી રહ્યો છું. આશા કરુ કે તમે મારો આ વાર્તામાં એક વાસ્તવિક ઘટનામાં સાથ આપી તમારુ મંતવ્ય જણાવશો.)

" હાશ ....!" ઓડિટની છેલ્લી ફાઈલ પૂરી કરતા હું બોલી.
સતત ચાર કલાકથી કમ્પ્યુટર પર કામ કરીને મારી આંખો થાકી ગઇ હતી. ઉભા થઇ આળસ મરડીને હું ફ્રેશ થવા માટે વોશ રૂમ ગઈ, મો પર ઠંડા પાણીની છાલક મારતાની સાથે જ એક અનોખી તાજગી મેહસૂસ થઈ. જાણે કરમાયેલું ફુલ ફરી ખીલી ગયું. હુ ફરી મારા ઓફીસ તરફ બાકીનું કામ પૂરું કરવા જવા લાગી . જેવી હું દરવાજા પાસે પોહચી કે..

" ઉભી રે ! સનમ..." પાછળ થી નિમિષા નો અવાજ સંભળાયો.(આ છે સનમ આપણી વાર્તાની મુખ્ય નાયિકા )

નિમિષા ,હમણાં જ ચાર મહિના પેહલા આ કંપની માં જુનિયર એકાઉન્ટન્ટ ની પોસ્ટ પર નિયુક્ત થયેલી પણ આ ચાર મહિનામાં મારે અને એને ખાસુ એવું બની ગયુ હતું.

નિમિષાનો અવાજ સાંભળી હું ત્યા જ ઊભી રહી ગઈ.

" હા , બોલ નિમિષા...! શું કામ પડ્યું મારું ?" હું બોલી

" સનમ , આજે તુ આવાની છો ને ? જો હું ના નય સાંભળુ સમજી" એ ગુસ્સા માં બોલી.

" મારી મા, પણ એ તો કહે કે જવાનું ક્યાં છે?" હું એને શાંત કરતા બોલી.

" અરે યાર ! તું કેમ ભૂલી શકે ? તને યાદ નથી આજ ૩૧ ડિસેમ્બર છે ? આપણા ટકલુ બોસે પાર્ટી રાખેલી છે અને બધા ને જવાનું છે." એ આંખ મારતા  બોલી.

" સોરી...! યાર પણ તને ખબર છે ને મને આ બધું ગમતું નથી. તું બીજા કોઈને સાથે લઇ જા." મે નકારમા માથું ધુણાવીને કહીયું.

" આર યુ મેડ ? સનમ , તું મને બીજાને સાથે લઈ જવાનુ કહે છે ? તને ખબર છે કે તારા વિના હું ક્યાય નહિ જતી પ્લીઝ ... પ્લીઝ.....મારા માટે " નિમિષા વિનતી કરતા બોલી.

નિમિષા ને સુરત આવીયા ને હજુ થોડા મહિના થયા હતા. આવડા મોટા સિટી માં મારા સિવાય નિમિષા કોઇને નહોતી ઓળખતી.લોકો માટે ભલે એ નિમીષા હોય પણ મારા માટે નીમી, હું તેને પ્રેમથી નીમી કેહતી નીમી મારા માટે રોશનીનું એ કિરણ હતું જેના આવાથી ચારેતરફ પથરાયેલો અંધકાર ઉજાસમાં બદલી જાય. 

" ઓકે .. ઓકે... આવીશ ખુશ ...! પણ એ પેહલા મારું કામ પતાવી દવ દેવી ? નકર બોસ મને પતાવી દેશે...! " હસતા હસતા હું બોલી.

" ઓકે..! સનમ બેબી તો સાંજે રેડી રેહજે હું તને લેવા માટે આવીશ." નિમિષા જતા જતા બોલીને ગઇ.

હું મારું કામ પતાવીને ઘરે જવા નીકળી. જતા જતા મને  થોડું લેટ થઇ ગયું .

" અરે...! ૮:૩૦ થઈ ગયા ! નિમિષા આજ મારો જીવ લઇ લેશે. સનમ બેટા ! આજ તો તું ગઈ કામ થી, યમરાજ પણ  આજ નિમિષા થી તને બચાવી નહી શકે." હું મન માં ભગવાન ને પ્રાથના કરતા બોલી.

૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ ને અલવિદા કહીને ૨૦૧૮ ને વેલ્કમ કરવા માટે સૌ કોઈ ના દિલ થનગની રહિયા હતા.

હું ઘરે પોહચી ત્યાં તો નિમિષા મારી રાહ જોઇ રહી હતી.

" આવ ! આવ! મેડમ ,મને તો થયું કે તારુ જમવાનું પણ ઓફિસ જ મોકલવાનું હશે. " કડક અવાજમા ટોન્ટ મારતા નીમી  બોલી

"સોરી  નીમી ( નિમિષા) ! હું બસ પાચ મિનિટમાં રેડી થઈ ને આવું" કપડાં ચેન્જ કરતા કરતાં હું બોલી

ત્રીસ મિનિટ નો રસ્તો કાપીને ફાઈનલી અમે  તે જગ્યા પર પોહચી ગયા જ્યા પાર્ટી રાખવામા આવી હતી. નીમી યે પોતાની સ્કૂટી પાર્ક કરી ને અમે બંને પોહચી ગયા અંદર. પાર્ટીનું મ્યુઝિક, ફૂલોનું ડેકોરેશન, અવ નવા ડ્રિંકસ, ખાની પીણી, જગમગ કરતી લાઈટ્સ આ બધું જોઈને ને નિમિષા અને સનમના મો તો ખુલ્લાં જ રહી ગયા.

" ઓ.એમ.જી. શું પાર્ટી છે યાર !!! સનમ આપણા  ટકલુ બોસે ખર્ચો સારો કર્યો  લાગે, જરૂર કોઈનો ગાળિયો કર્યો  હશે બાકી આ ટકલુ ચા મા પડેલી માખી ભી ચૂસી લે એવો છે. હાહાહાહા..... " નીમી ટીખળ કરતા બોલી 

" નીમી ચૂપ કર ! અહીંયા આખો સ્ટાફ છે કોઈ સાંભળી જશે અને જો સર સુધી વાત ગઈ તો તું ને હું બેય કાલે મંદિર બહાર ભીખ માંગતા હશું" આજુ બાજુ નજર કરી મેં એને ચૂપ રહેવાનો ઈશારો કરતા કહ્યું 

થોડી વારમાં પાર્ટી શરૂ થઇ ગઇ. બધા એન્જોય કરી રહિયા હતા. પણ આ બાજુ સનમ એકલી ઊભી ઊભી બધા ને જોઈ રહી છે. નીમી પણ મસ્ત ડાંસ કરવામાં મશગુલ હતી. સનમ ને પાર્ટી મા કોઈ રસ નથી. એ માત્ર નીમી નું દિલ રાખવા માટે આવી હતી.

પણ સનમ ને ક્યાં ખબર હતી કે આજની રાત એની જિંદગી માં ઘણી ઉથલ પાથલ લાવવાની હતી. ત્યાં જ પાર્ટી મા એક વ્યક્તિ એન્ટર થાય છે કદ ૫'૮ , આખો પર કાળા ચશ્માં, બ્લેક પેન્ટ, સ્કાય બ્લ્યુ રંગનો શર્ટ, હાથ ના ફાસ્ટ ટ્રેક ની વોચ માં એ હેન્ડસમ લાગતો હતો. જેવા તે વ્યક્તિએ પોતાના કાળા ચશ્મા આંખોથી દૂર કર્યા કે એને જોઈને સનમ ના હોશ ઊડી ગયા. એક મિનીટ માટે એનું મગજ સુન પડી ગયું જાણે હદય એક ધબકારો ચૂકી ગયું અને તે ત્યાંથી કોઇને કીધા વિના જ પાર્ટી માંથી જતી રહી.


ક્રમશ...


શું થયું સનમ ને ? 
કોણ હતો તે માણસ ? 
એને જોઈને સનમ કેમ પાર્ટી માંથી જતી રહી ? 

મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો ખૂબ જ રહસ્યમય પૌરાણિક કથા છે. જે ખૂબ જ લાંબી અને તમારા રુંવાટા ઉભા કરી નાખે એવી રચના છે. તમારો પ્રતિભાવ નીચે આપેલ નંબર પર પણ આવકાર્ય છે.


લી. વૈશાલી પૈજા

મદદગાર :- પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED