કાશ... - 7 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ... - 7


(આગળ આપણે જોયું કે સનમ સાહિલને મળીને એના દિલની વાત કરવા માટે જતી હતી . પણ સાહિલ કોઈ બીજાને પ્રેમ કરે એ જાણીને , સનમ સાહિલને કશું કેહતી નથી અને ત્યાંથી નીકળી જાય છે હવે આગળ .....)

હું ઘરે પોહચી ત્યારે લગભગ સાડા દસ થઇ ચૂકયા હતા. મમ્મી પપ્પા સુઈ ગયા હશે. તેમની ઊંઘ ન બગડે એ માટે મેં મારી પાસે રહેલી બીજી ચાવીથી દરવાજો ખોલીને હું અંદર પોહચી. અને હું તરત જ મારા રૂમ તરફ ગઈ, દરવાજો ખોલી અંદર પ્રવેશી મેં બારણું બંધ કરિયું અને ત્યાં જ ઢળી પડી. જાણે આજે હું મારો પોતાનો જીવ બીજાના હાથમાં આપીને આવી હોય એવો અનુભવ થતો હતો. જાણે આજ હૂ ઍક મૂર્તિથી વધારે કઈ નોહતી, એક જીવતી જાગતી મૂર્તિ,  જેને હ્રદય નથી.

થોડી વાર હું ત્યાં જ બેસી રહી જાણે સમયનું ભાન જ ના હોય, ડોકું ઉંચુ કરીને જોયું ત્યારે ખબર પડી રાતના અઢી વાગી ગયા હતા. હું દીવાલનો ટેકો લઈને ઉભી થઇ ત્યાં બાજુમાં રહેલો કબાટ ખોલીયો અને એમાંથી મારી ડાયરી બહાર  કાઢી , જોયું તો ડાયરીના બધા પાના પણ મારી જિંદગીની જેમ કોરા હતા. આ ડાયરી જ તો મારા જિંદગીમાં બનેલ તમામ ઘટનનોની સાક્ષી હતી

હું ડાયરી લઈને સોફા પર બેસી અને એમાં મારી જિંદગીના સોનેરી સપનાઓ જે તૂટી ગયા હતા એ તૂટેલી યાદોને ભેગા કરીને કાળી શાહી થી સફેદ કાગળ પર ઉતારી રહી હતી.

"બેટા સનમ ! નિમિષા ! ખાલી વાતોથી જ પેટ ભરવાનું છે ! કે જમવાનું ભી છે ? " મમ્મી રૂમમાં પ્રવેશ કરતા બોલ્યા 

" અરે સોરી મમ્મી,  વાતોમાં સમયનું ભાન જ ના રહ્યું,  તમે જાવ , હું અને નીમી આવીયે છીએ" મમ્મીને વળાવતાં મેં કહ્યું 

" ચાલ નીમી પેલા જમી લઇએ" સોફા પરથી ઉભી થતા હું બોલી

બપોરના દોઢ થયો હતો હું અને નીમી જમવા ગોઠવાયા " અરે વાહ દાળ ઢોકળી, ખમણ, પાત્રા, પાપડ, છાશ , શું વાત છે માસી આજે તો જલસો પડી ગયો!" નીમી જમતા જમતા બોલી

" હા નીમી, સનમ એ મને કહીંયુ હતું કે તને દાળ ઢોકળી બહુ ભાવે છે લે.... લે... હજુ લે ! તારા માટે જ બનાવી છે " મમ્મી નીમી ને જમવાનો આગ્રહ કરતા બોલિયાં   

"  માસી આજે તો મજા આવી ગઈ ,કેટલા દિવસ પછી આજ દાળ ઢોકળી ખાધી,લવ યુ માસી,થૅન્ક યુ " નીમી મારા મમ્મીને વળગતા બોલી

" બસ , બસ હવે માસી પણ કહે અને પાછી  થૅન્ક્સ વાળી થાઈ છે ! માર ખાવો છે તારે " નીમી ના ગાલ પર ટાપલી મારતા મમ્મી બોલ્યા 

" નીમી તું રૂમમાં જઈને આરામ કર હું મમ્મીને કામ કરાવીને હમણા જ આવું " રસોડામાં જતા હું બોલી

" ના, સનમ હું પણ આવું છું મદદ કરાવા " પોતાની થાળી હાથમાં લેતા નીમી બોલી

" ના કીધું ને એક વારમાં સમજાતું નથી , કાનપુરમાં હડતાલ છે" એના હાથમાંથી થાળી લેતા હું બોલી

" શાંત શાંત હું જાવ છું મારી માં ખુશ ! હેપી !" રૂમ તરફ જતા જતા નીમી બોલી

નીમી પછી રૂમમાં આવે છે આમ તેમ ફાંફા મારે છે અચાનક કંઈક યાદ આવ્યુ હોય એમ કબાટ તરફ જાય છે કબાટ ખોલીને કંઈક ગોતવા લાગે છે મહા મહેનતે એને એ વસ્તુ દેખાય છે ઓહ્હ્હહ્ આ રહી સનમની ડાયરી ! નીમી કોઈની પર્સનલ વસ્તુને પુછીયા વિના હાથની લગાડાય પણ અરે સનમ ક્યાં અજાણી છે મારી ફ્રેન્ડ છે એને ખોટું નઈ લાગે ,આઈ એમ સોર ,મેં હાથમાં ડાયરી લીધી અને જોવા લાગી પણ આ શું બધા પાના તો કોરા છે ત્યાંજ એક જગ્યા પર નીમીની આખો સ્થિર થઇ આ એજ રાતે લખેલા પાના છે જે સનમ એ સાહિલને મળ્યા  બાદ લખેલા હતા. નીમી વાંચવાનું ચાલુ કરે છે એ જ બધી વાત લખેલી હતી જે, એ રાતે સાહિલ અને સનમ વચ્ચે થયેલી પણ સમન એ છેલ્લે કઈક બીજું પણ લખ્યું હતું .....

काश ! तुम मेरी जिंदगी में आये ना होते

उस दिन मुझसे तुम टकराये ना होते 
हसीन प्यार के फूल खिलाये ना होते 
काश ! तुम मेरी जिंदगी में आये ना होते।

पता होकर अगर तो यु सपने ना पिरोते 
पास आकर यु आपको दुर ना होने देते
काश ! तुम मेरी जिंदगी में आये ना होते।

काश उस रोज अपने दिल का हाल बया करती 
तो सायद आज इतनी उदास ना  रेहती
काश ! तुम मेरी जिंदगी में आये ना होते।

मौका मिला तो फिर मिलेंगे इस जिन्दगी में 
पर  एक ही आवाज आएगी दिल से 
काश ! काश! तुम मेरी जिंदगी में आये ना होते।

અરે કેટલું દર્દ છે આમા , ખરેખર સનમ તો ત્યારે તૂટી જ ગઈ હશે, કેવી હાલત થઇ હશે ને એની ! જેને પોતે પ્રેમ કરે છે એને જ એના પ્રેમને મેળવવા માટે મદદ કરી. હાથમાં ડાયરી વાંચતા નીમી મનમાં વિચારી રહી હતી

" નીમી ! તારા હાથમાં શું છે ?" રૂમમા પ્રવેશતા સનમ બોલી

" સનમ , તું ! સોરી સનમ તને પુછીયા વિના જ તારી ડાયરી વાંચી રહી હતી. " નીમી હાથમાંથી ડાયરી નીચે મૂકતા બોલી

" ઓહ્હ્હ નીમી, એમાં સોરી કેવાની જરૂર નથી તું મારી ફ્રેન્ડ છે તારો હક છે, પણ હા કોઈની પરવાનગી વિના આમ કોઈની પર્સનલ વસ્તુ ના લેવાય , બની શકે કે એને સારું ન પણ લાગે " નીમી ના ખંભે હાથ મુકતા મેં કહ્યું 

" સનમ મારે પૂછવું તો નો જોઈએ પણ એ દિવસ પછી તું અને સાહિલ ક્યારેય નથી મળ્યા? તારી સ્ટોરી આયા જ પુરી થઇ ગઈ ?" ઉદાસ ચેહરે નીમી મને પૂછી રહી રહી

" કાશ.... નીમી કાશ.... એ સ્ટોરી જો ત્યાં જ પુરી થઇ હોત પણ ના આ તો શરૂઆત હતી વિચાર નીમી શરૂઆત આવી હતી તો અંત કેવો હશે " ઊંડો શ્વાસ લેતા મેં કકહ્યું 

" વ્હોટ ? યુ મીન તો સેય તું સાહિલ ને પાછી મળી હતી ?" પ્રશ્નાર્થ ભાવે નીમીએ  મારી સામે જોઈને પૂછ્યું 

" હા નીમી , મને એમ હતું કે એ કાળી રાત પુરી થઇ ગઈ પણ ના હું ખોટી હતી લગભગ દોઢક મહિનો તો બધું નોર્મલ ચાલ્યું પણ મને યાદ છે સોમવાર નો દિવસ હતો હું તૈયાર થઈને ઓફિસે જવા જ નીકળતી હતી ત્યાં જ મને કોઈનો ફોને આવીયો અવાજ કોઈ છોકરીનો હતો એ સાહિલ વિશે કશુ કહી રહી હતી

" હેલ્લો સનમ, સાહિલ મુસીબત માં છે એને તમારી મદદની જરૂર છે" એક અજાણી વ્યક્તિ બોલી રહી હતી

" પણ તમે બોલો છો કોણ અને સાહિલ ક્યાં છે ? એને શું થયું છે ? તમને મારા વિશે કોણે  કહ્યું ?" એક્કી શ્વાસે હું પૂછી રહી હતી

" એ બધું જાણવાનો સમય નથી હોટેલ સ્કાય બ્લુ , રૂમ નંબર ૬૦૭, ફાસ્ટ હી નીડ યોર હેલ્પ  "

" હેલ્લો .... હેલ્લો ...હું બોલતી રહી એને સામેથી ફોને કપાઈ ગયો

હવે મારુ મગજ ઘૂમી રહીયુ હતું. કોણ હતી એ ? શું ખરેખર સાહિલ ને મારી જરૂર છે? શું કરું,ત્યાં જાવ કે નઈ ? સ્કાય બ્લુ હોટેલ સુરતમાં જ હતી સાહિલ સુરતમાં છે .પણ કેમ આમ અચાનક ? જે હોય તે મારે જવું જ જોઈએ બની શકે કે એને સાચે મારી જરૂર હોય.

વિચારવાનું બંધ કરીને હું તરત જ હોટેલ સ્કાય બ્લુ જવા નીકળી મેં સાહિલને ફોને કરવાનું ચાલુ કર્યું  પણ કોઈ ફોન ઉપાડતું નોહ્તું. મારી ચિંતા વધતી જતી હતી એટલે જ  રસ્તામાં જ મેં પોલીસે ને પણ ફોને કરીને જાણ કરી પંદર મિટિનનો એ રસ્તો મને જાણે કલાક જેવો લાગતો હતો. ફાઈનલી હું હોટેલ સ્કાય બ્લુ પોહચી. ગાડી પાર્ક કરીને હું ઝડફથી હોટેલની અંદર પોહચી. લિફ્ટ ની રાહ જોવાનો સમય નોહતો એટલે દાદર ચડીને રૂમ નંબર ૬૦૭ તરફ જઈ રહી હતી પણ આ શું ? રૂમ નંબર ૬૦૭ ની બહાર પોલીસ પેહલેથી જ ઊભી હતી હું હિમ્મત કરીને આગળ વધી પણ આ શું ? મેં જે દ્રશ્ય જોયું તે જોઈને હું સ્તબ્ધ થઇ ગઈ મારા પગ ત્યાં જ ચોંટી ગયા .....

સનમ ને ફોન કરનાર છોકરી કોણ હતી?
સાહિલ શું ખરેખર મુશ્કેલીમાં હતો ?
હોટેલ પર સનમ એવું તો શું જુવે છે ?

ક્રમશ...

મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.


લી. વૈશાલી પૈજા

મદદગાર :- પ્રિત'z...?

૯7૩7૦1૯2૯5