કાશ...
(આગળ આપણે જોયું કે સાહિલ સનમને ફોન કરીને જણાવે છે કે તે સનમને મળવા માંગે છે પણ 18 જૂન એવું તે શું બને છે હવે આગળ ...)
રવિવાર એટલે આખા અડવાડિયાના કામનો થાક ઉતારવાનો શ્રેષ્ઠ દિવસ.હુંપણ પલંગમાં સુતા સુતા મીઠા સપનાઓ જોઈ રહી હતી. ત્યાં જ મારા ઘરની ઘંટી વાગી બહાર કોઈ આવ્યું હતું. હું આળા મરડતી ,આખો ચોળતા ચોળતા દરવાજા પાસે પોહચી બગાસુ ખાતા ખાતા મે દરવાજો ખોલ્યો.
" અરે નીમી તું ! આટલી વહેલી સવારમાં આવ આવ " અર્ધનિંદ્રામાં મેં કહ્યું , મને ખબર હતી એ મારી કાલની અધૂરી વાત જાણવા માટે અહીં આવી છે
" બેસ નીમી ! નીમી ,શું લઈશ ? ચા કે કોફી ? " મે પુછ્યું
" only કોફી baby" નીમી આંખ મારતાં બોલી
મેં કોફીનો કપ એને આપ્યો અને ચા નો કપ હાથમાં લઇ સોફા પર ગોઠવાઈ. નીમી ની આખો મને જ જોઈ રહી હતી. અને એના કાન મારી વાત સાંભળવા તલપાપડ હતા. મેં ચા ની એક ચુસ્કી લીધી અને ફ્રેશ થતા વાત ને આગળ વધારી.
જિંદગીમાં હંમેશા આપણે જે ઇચ્છીયે તે જ થાય એ જરૂરી નથી. એ દિવસે પણ કંઈક એવું જ થયું હતું. અમે તો પ્લાનિંગ બનાવી નાખ્યું કે અમે મળશું પણ કુદરતને ક્યાં મંજુર હતું.
નીમી મારા સામે જે હાવભાવથી જોઈ રહી હતી એ જોઈને મારા થી રહેવાયું નહિ અને હું હસી પડી નીમીને જોઈને જ ખબર પડી ગઈ કે એના મગજમાં મોહબ્બતેં ની સ્ટોરી ચાલતી હશે.
"નીમી !, તું જેવું વિચારે છે એવું કંઈક જ નહોતું થયું બહેન," મેં નીમી ના વિચારોને બ્રેક મારતા કહીંયુ
18 જૂન રાતના સાડા નવે સાહિલનો ફોન આવ્યો . એણે મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ એ જ રાત્રે હું સુરત થી બરોડા જવા નીકળી હતી .મારી ટ્રેનિંગ માટે....
"સાહિલ ! હું બરોડા જાવ છું. ટ્રેનિંગ માટે, અને ટ્રેનિંગ એક મહિનાની છે. તો મારે એક મહિનો બરોડા જ રોકાવું પડશે " ભારે હૈયે મે વાત કરી.
આ વાત સાંભળીને સાહિલે ઉદાસ થઈ ગયો. મેં એને આશ્વાસન આપતા કહ્યું કે જયારે હું સુરત પાછી આવીશ. ત્યારે હું ચોક્કસ તને મળીશ.પછી સાહિલ અને મેં આખી રાત ખુબ વાતો કરી. ટ્રેનિંગ દરમિયાન પણ સાહિલનો રોજ ફોન આવતો અને જોત જોતામાં અમે ગાઢ મિત્ર બની ગયા.
કહેવાય છે કે સમય કોઈની રાહ જોતો નથી.ક્યારે ટ્રેનિંગ નો એક મહિનો પૂરો થઇ ગયો ખબર જ ના પડી ! હું બોવ ખુશ હતી. મેં વિચારીયું હતું કે કાલે સીધી જ સાહિલ ને મળીને એને સરપ્રાઈઝ આપીશ પણ હું ભૂલી જ ગઈ કે મારા નસીબને મારી જોડે સંતાકૂકડી રમવાની આદત છે. હું બરોડા થી સુરત જવા માટે બસ માં બેસી અને મનમાં ને મનમાં વિચારતી હતી કે સાહિલ કેવું રિએક્ટ કરશે મને અચાનક જોઈને ,પેહલા ગુસ્સો કરશે અને પછી હું એને મનાવી લઇ અને નો મને તો બે કાં નીચે સમમમ કરતી લગાવી દઈશ.
" પછી બીજા દિવસે તું ને સાહિલ ફાઈનલી મળ્યા એમને " મારી વાત કાપતા નીમી બોલી
હું થોડું હસી પછી મે વાતને આગળ વધારી. તે દિવસે હું ફોનમાં FM રેડિયો સાંભળી રહી હતી સોન્ગ આવતું હતું "ક્યાં હુઆ તેરા વાદા વો કસમમમમમ વો ઈરાદા .........
ત્યાં જ મારા ફોનમાં સાહિલનો ફોન આવ્યો.
" હેલ્લો , સનમ ! એક ગુડ ન્યૂઝ આપવા માટે મેં ફોન કરિયો છે, મે M.SC માટે V.V.P. કોલેજમાં ફોર્મ ભર્યું હતું , યાદ છે! તને? " સહિલનાં અવાજ માં ખુશી હતી
"હા , vvp engineering collage Rajkot"
"હા સનમ! મારુ સિલેકશન થઇ ગયું છે " સાહિલ બોલી રહીયો હતો
"ઓહ્હ્હ ... કોન્ગ્રેચૂલેશન યાર , આઇમ રિયલી હેપી ફોર યુ, પાર્ટી તો બનતી હતી બોસ " હું ખુશ થતા બોલી
"હા... પાર્ટી ને , પણ એ માટે તારે રાહ જોવી પડશે કેમ કે મારે રાજકોટ જવાનું છે " ઉદાસ મનથી સાહિલ બોલ્યો
"ક્યારે " મારા અવાજમાં અણગમો હતો
"અરે, હું બસમાં જ છું. રાજકોટ જવા માટે જ નિકળ્યો. મેં તને ઇન્ફોર્મ કરવા માટે જ ફોન કરીયો છે ચલ બાય " આટલું બોલીને સાહિલ એ ફોન કટ કરી નાખ્યો
"વ્હોટ ? સાહિલ રાજકોટ જાય છે. પણ....પણ.... હું તો એને સરપ્રાઇ આપવાની હતી.
સરપ્રાઈઝ આજ મને આ શબ્દથી જ નફરત થતી હતી.
શું ભગવાન આવું જ કરવાનું ? શું મળે છે તમને મને હેરાન કરીને? હું બસ ની બારી માંથી બહાર આકાશમાં જોઈને હું મનમાં મનમાં બબડતી હતી. સમજાતું નહોતું આને સંજોગ કહું કે સહયોગ.
સાહિલ ને રાજકોટમાં ચાર પાંચ મહિના થવા આવીયા. હવે મારી અને સાહિલની દોસ્તી અલગ જ હતી. સાહિલને પુરા દિવસ શું કર્યુ ? શું નઈ ? શું જમીયો ? બધી વાત મને કેહતો.મનેે પણ સાહિલનો સાથ ગમવા લાગ્યો અને આ બાજુ મારા મનમાં સાહિલ માટે પ્રેમ ના અંકુર ફૂટવા લાગ્યો ,એક એવા છોકરાને જેને હું મળી નથી ,ફક્ત ફોન પર જ વાત. જે આંખ ને ગમે તે આકર્ષણ અને મનને ગમે તે પ્રેમ. એવું મારું માનવું હતું.
પણ સાહિલના મનમાં મારા માટે શું હશે ? જો હું એને કઈક કહીશ અને સાહિલને ખોટું લાગશે તો ? એ મારી જોડે નઈ બોલે તો ? ના ! ના ! શું કરવું કંઈ સમજાતું નથી ? એના પ્રેમ વિના જીવી શકીશ પણ એની નફરત સાથે લઈને ક્યારેય નઈ. એક જ મિનિટમાં મારા મગજમાં હજારો વિચારોનો તુફાન ઘુઘવાટા કરતો હતો.
ટેબલ પર જોરથી હાથ પછાડીને હું ઊભી થઇ, જે થાય તે જોયું જશે ! પણ મારે એને કેહવુ જ પડશે. હું કાલે જ રાજકોટ જઈશ. હું મારું મન મક્કમ કરી ચૂકી હતી.
પણ ત્યાજ સાહીલનો ફોન આવ્યો. ફોનમાં સહિલે જણાવ્યું કે તે કાલે સુરત આવે છે અને મને મળીને કઈક કહેવા માંગે છે.
હું સપનું તો નથી જોઈ રહી ને ! આજ પહેલી વાર મારું નસીબ મારી સાથે હતું. શું સાહિલ પણ મને પસંદ કરે છે.? અરે યાર ક્યાક હું ખુશીથી મરી નો જાવ ભગવાન . બસ આજની રાત જલદી નીકળી જાય કાલ ક્યારે પડે અને હું સાહિલને ક્યારે મળુ ! આ વિચારો સાથે હું મીઠા સપના જોતી જોતી સૂઇ ગઇ.
નસીબ અને રસ્તો કયારે વળાંક લઈ લે , તે કોઈ નથી જાણતુ સનમ માટે પણ કાલ નો સૂરજ શું લઈને આવશે એ કોઈને ન્હોતી ખબર.
શું સનમ પોતાના દિલ ની વાત સાહિલને જણાવશે?
શું સાહિલ પણ સનમને પ્રેમ કરે છે ?
એવી શું વાત હતી કે સાહિલને સુરત આવું પડિયું ?
( સનમના જીવનમાં શું બદલાવ આવશે એ જાણવા માટે વાચતા રહો ,કાશ..... વધુ આવતા અંકે )
ક્રમશ...
મારી રચના " રહસ્યમય પુરાણી દેરી " વાંચજો જે રુંવાટા ઉભા કરી નાખે એવી સૌથી લાંબી પ્રેમ અને પૌરાણિક કથા છે. તમારો અભિપ્રાય નીચે આપેલ નંબર પર આવકાર્ય છે.