ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૩) Irfan Juneja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૩)

આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ

પૈસો આવતા જ ઘમંડ આવ્યો,
સત્તા મળતા જ લાલચ જાગી,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

ધનિકોને થયા લીલા લ્હેર,
ગરીબો પર થયા અત્યાચાર,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

અભણ બેઠા સત્તા પર,
ભણેલા રખડે નોકરી માટે,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

ધર્મના નામે ધીંગાણાં થયા,
ભાઈચારનું કતલ થયું,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

મારા ટેક્સથી મુસાફરીઓ થઇ,
મારા જ ટેક્સને આગ ચાંપી,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

આર્મી જવાનોને જુના હથિયાર,
નેતાઓને ઝેડ સિક્યોરિટી,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

ગાંધીજીનું સ્વપ્ન આઝાદ હિન્દુસ્તાન,
વિદેશી કંપનીનું થયું ગુલામ,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

ગંગા જેવી પવિત્ર નદી,
ગટરોના પાણીથી દુષિત બની,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

ચૂંટણી સમયે મોટા વાયદા,
પછી જનતાની છેતરપીંડી,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

કોઈપણ પાર્ટી જીતે ચૂંટણી,
હારે જનતા હંમેશા પ્યારી,
આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ..

રશ્મિ

એ ખુદા રશ્મિ છે મારી તારા હાથોમાં,
તું મને સારા માર્ગે ચલાવ,
તું મને સારા લોકોને મળાવ,
તું મારા હાથે પ્રેમ ફેલાવવાનું કામ કરાવ,
તું મને ગરીબોનો મસીહા બનાવ..

એ પ્રભુ રશ્મિ છે મારી તારા હાથોમાં,
તું મને ખરાબ કામથી બચાવ,
તું મને બુરી નજરથી બચાવ,
તું મારા હાથે પાપ થતું અટકાવ,
તું મને ઘમંડથી બચાવ..

એ ઈશ્વર રશ્મિ છે મારી તારા હાથોમાં,
તું મને સાચી મઁઝીલ સુધી પહોંચાળ,
તું મને સારા મિત્રોનો ભેટો કરાવ,
તું મારા હાથે મા-બાપની સેવા કરાવ,
તું મને સ્વર્ગમાં જગ્યા મળે એવા કામ કરાવ..

એ પરવરદિગાર રશ્મિ છે મારી તારા હાથોમાં,
તું મને હરામ વસ્તુઓથી બચાવ,
તું મને કોઈની લાગણી દુભાવતા અટકાવ,
તું મારા હાથે કોઈનો હક મરાતો અટકાવ,
તું મને લોભ-લાલચથી બચાવ..

તું છે..

પ્રેમનું સ્વરૂપ તું છે,
જીવનની અનમોલ ઘડી તું છે,
લોકો પામવા મથે છે આખી જિંદગી,
જિંદગીની એ મંજિલ તું છે..

યાદોનું તુફાન તું છે,
ઈશ્વરની કરામત તું છે,
જેને પામતા જ મળે જિંદગીમાં સુકુન,
જિંદગીનો એ શ્વાસ તું છે..

વિશ્વાસની ધરા તું છે,
મનની ઉર્મિઓ તું છે,
જેના મળવાથી થાય તૃપ્તિ,
એ સંતોષની શિલા તું છે..

હરફનો આકાર તું છે,
શબ્દોનું બંધન તું છે,
જેને વાંચતા જ થાય આંખો ભીની,
એ વ્હાલભર્યું પુસ્તક તું છે..

હું આતુર છું..

તારા નયન સાથે નયન મિલાવવા,
તારા ચહેરાનું તેજ નિહાળવા,
હું આતુર છું..

તારી ઝુલ્ફોની લટ સવારવા,
તારા હોઠોનું રસપાન કરવા,
હું આતુર છું..

તારી આત્મામાં વસવા,
તારા ખોળામાં માથું રાખવા,
હું આતુર છું..

તારી પાયલનો રણકાર સાંભળવા,
તારી એક જાદુની ઝપ્પી પામવા,
હું આતુર છું..

તારી સાથે લોન્ગ ડ્રાઇવ પર જાવા,
તને મનથી મારી બનાવવા,
હું આતુર છું..

તારા દિલમાં હંમેશા વસવા,
તારા જીવનમાં નવા રંગો ભરવા,
હું આતુર છું..

તારી જવાબદારી ઉઠાવવા,
સવારે આવા શબ્દો લખવા કદાચ,
હું મજબુર છું..

પણ તને મારા મનની વાત જણાવવા,
તને મારી મારી પ્રિયતમાં બનાવવા,
હું આતુર છું..

મળ્યું છે આ જીવન માનવ તને

મળ્યું છે આ જીવન માનવ તને,
હરખથી તું જીવી બતાવ...

ખીલ્યું છે ફૂલ આજ પ્રભુના આ બાગમાં,
તારી સુગંધથી આ બાગને મહેકાવી બતાવ,

પ્રભુના આ જગતમાં ઘણા જીવો,
દરેક સાથે તું સમભાવ બતાવ,

ક્યારે ખરી જશે આ પુષ્પ તારું,
જ્યાં સુધી સુગંધ છે એને પ્રસરાવી બતાવ,

મળ્યું છે આ જીવન માનવ તને,
સ્નેહથી તું જીવી બતાવ...

પ્રભુના દુનિયા રૂપી ઝરણામાં,
તું છે એક પાણીની બુંદ,

તારી આ બુંદની તાકાતથી,
કોઈકની તરસ બુઝાવી બતાવ,

ક્યારે વરાળ બની ઉડી જશે આ બુંદ,
જ્યાં સુધી છે અહીં તું ટાઢક ફેલાવી બતાવ,

મળ્યું છે આ જીવન માનવ તને,
પ્રેમથી તું જીવી બતાવ...

પ્રભુની આ સૃષ્ટિમાં છે તું એક પકવાન સમાન,
ભૂખ્યાની ભૂખ મટાડી બતાવ,

અનેક જીવો સુવે છે ભૂખ્યાં,
તું એક કોળિયો બની એમને તૃપ્તિ અપાવ,

વાસી થઇ જશે પકવાન એક'દી,
એ પહેલા તું કોઈનો આહાર બની બતાવ,

મળ્યું છે આ જીવન માનવ તને,
સમભાવથી તું જીવી બતાવ...