VISHAD YOG- CHAPTER-19 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ-19

રઘુવિરભાઇના ઘરેથી નીકળી કારને સીધીજ સરદારબ્રિજ પર લીધી અને ત્યાથી રીંગરોડ પર આગળ જવા દીધી. રીંગરોડ પર ટેક્ષટાઇલ માર્કેટ પાસે કારને સાઇડમાં લીધી. જાપાન માર્કેટ પાસે રહેલ હોટેલ લોર્ડ્ઝપ્લાઝામાં કારને પાર્ક કરી. હોટેલમાં ચેક ઇન કરી ત્રણેય ફ્રેસ થયા અને પછી ફરીથી નીચે રીસેપ્શન એરીયામાં મળ્યા ત્યારે લગભગ 7 થવા આવ્યા હતા. નિશીથે કહ્યું ચાલો સુરતમાં થોડું ફરીએ પછી જમવા જઇશું. નિશીથે કારની ચાવી સમીરને આપી. સમીર પાર્કીંગમાંથી કાર લઇ આવ્યો એટલે કશિશ અને નિશીથ કારમાં બેઠા. કારને સમીરે ફરીથી રીંગરોડ પર અઠવાલાઇન્સ તરફ જવા દીધી. કાર એક પછી એક ફ્લાય ઓવર ક્રોસ કરતી અઠવાગેટ પર આવી એટલે નિશીથે ગુગલ મેપમાં જોઇ કહ્યું “અહીંથી ડાબી બાજુ લઇલે.” સમીરે કારને ડાબી બાજુ પર વાળી ફરીથી આગળ જવા દીધી. થોડીવારમાં કાર પીપલોદ પાસે પહોંચી ત્યારે નિશીથે કહ્યું “એક કામ કર કારને સાઈડમાં પાર્ક કરી દે, અહીંજ બેસીએ.” સમીરે કારને એક જગ્યા શોધી પાર્ક કરી. નિશીથે જોયું તો ફુટપાથ પર બેસીને લોકો વાતો કરી રહ્યા હતા. ફુટપાથની બાજુમાં ખાણીપીણીની લારીઓ ઊભી હતી અને વાતાવરણ સુરતની ઘમાલ કરતા ઘણુ શાંત હતુ. નિશીથ અને કશિશ પણ આ ફુટપાથ પર બેઠા અને સુરતની ચકાચોંધ જોવા લાગ્યા. થોડીવારમાં સમીર પણ કાર પાર્ક કરીને આવ્યો અને બેઠો. બધાજ આજુબાજુના દ્રશ્યો જોવામાં ખોવાઇ ગયા. થોડા સમય બાદ કશિશેજ વાતની શરૂઆત કરતા કહ્યું “ હવે શું કરીશું?” આજ પ્રશ્ન ત્રણેયના મગજમાં ચાલતો હતો. નિશીથની વાત સાંભળી રઘુવિરભાઇ થોડા પિગળ્યા હતા અને તેણે કહ્યું હતુ “તારી વાત સાંભળી મને તારા પ્રત્યે પુરી સહાનુભુતિ થાય છે પણ હું તને આ વિશે કંઇ મદદ કરી શકુ તેમ નથી કેમકે અનાથાશ્રમના બધાજ રેકોર્ડ અનાથાશ્રમના સ્ટોર રૂમમાંજ છે. તમારે જે પણ માહિતી જોઇતી હોય તે ત્યાંથીજ મળશે. અને આ તો વિસ વર્ષ પહેલાની વાત છે હવે ત્યાં પણ આ રેકોર્ડ હશે કે કેમ તે કહી શકાય નહીં.” આ સાંભળી નિશીથે કહ્યું “ પણ અંકલ એ તો બંધ છે. અમને રેકોર્ડ જોવાની મંજુરી કોણ આપશે?” આ સાંભળી રઘુવિરભાઇએ કહ્યું “મંજુરીની વાત જવાદો. તમારે અનઓફીસીયલીજ કંઇક કરવુ પડશે. જો કોઇને ખબર પડશે કે અહીંના રેકોર્ડમાં કોઇને રસ છે તો તમને તે રેકોર્ડ ક્યારેય નહીં મળે. ભિમસિંહે તમને બધી વાત કરીજ હશે.” પછી થોડીવાર રોકાઇને બોલ્યા “અને તમારે જે પણ કરવુ હોય તે જલદી કરવુ પડશે. મારી પાસે એવી માહિતી આવી છે કે તે અનાથાશ્રમનો સોદો થઇ ગયો છે. ટુંક સમયમાંજ ત્યાં કોઇ બીજુ બાંધકામ થશે. તમારે જે કંઈ કરવુ હોય તે ખૂબ જલદીથી કરી લેવુ પડશે.” આ સાંભળી ત્રણેય વિચારમાં પડી ગયા અને પછી રઘુવિરભાઇનો આભાર માની નિકળવા જતા હતા ત્યાં રઘુવિરભાઇ બોલ્યા “અનથાશ્રમમાં પહેલા માળે સીડીની ડાબી બાજુનો જે બીજો રૂમ છે તે સ્ટોરરૂમ છે તેમાજ બધા રેકોર્ડ મુકેલા હશે, અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે તમે મને મળવા આવ્યા છો આ વાત કોઇને ખબર ન પડે, નહીંતર તમે ખોટા કોઇ જમેલામાં ફસાઇ જશો.” આ વાત યાદ આવતા કશિશને હવે ચિંતા થતી હતી એટલે તેણે સીધીજ ચર્ચા કરવી હતી. થોડીવાર વિચારી નિશીથે કહ્યું “કશિશ, થોડુ રીસ્ક તો લેવુ જ પડશે. મારે અને સમીરે ચોરી છુપીથી અનાથાશ્રમમાં ઘુસવુ પડશે. આમ પણ ત્યાં કોઇ છેજ નહીં એટલે કોઇ મોટો પ્રોબ્લેમ થશે નહીં.” આ સાંભળી કશિશને ડર લાગ્યો અને તે બોલી “નિશીથ તને નથી લાગતુ કે આ વાત આપણે અંકલ આંટીને કરવી જોઇએ.”

“ના, હમણાં નહીં. જો તેને કહેશું તો તે આ કામ કરવાની મંજુરીજ નહીં આપે અને આપશે તો પણ તેને ત્યાં ચિંતા થશે. તેના કરતા કામ પતી જશે ત્યારે આ બધીજ વાત તેને કરી દઇશું.” નિશીથે કશિશને સમજાવતા કહ્યું. “પણ નિશીથ આ કામમાં તો રિસ્ક છે. આપણે કોઇકની મદદ લેવી પડશે. જે આ જગ્યાનું જાણીતુ હોય.” કશિશે નિશીથને સમજાવતા કહ્યું.

આ સાંભળી નિશીથ વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો તારી વાત સાચી છે. આપણે અહીંના જાણીતા કોઇક માણસનો ઉપયોગ કરવો જોઇએ પણ કોના પર વિશ્વાસ કરવો? આપણે અહીં કોઇને જાણતા પણ નથી.” નિશીથે મુશ્કેલી બતાવતા કહ્યું.

ત્યારબાદ સમીરે જે માણસનું નામ આપ્યુ તે સાંભળી કશિશ અને નિશીથ બંનેના ચહેરા પર સ્મીત આવી ગયું અને બંને તે વ્યક્તિને સાથે રાખવા માટે તૈયાર થઇ ગયાં. ત્યારબાદ ત્રણેય ઘણા સમય સુધી બેઠા અને બાજુમાં રહેલ આલુ પરાઠાની લારી પર ઓર્ડર આપી દીધો. ત્યાં ફુટપાથ પર બેસીને જ ત્રણેય વાતો કરતા કરતા જમ્યાં. જમીને ત્રણેય ફરીથી હોટલ પર ગયા. હોટેલ પર જઇને સમીર તેના રૂમમાં જઇને સુઇ ગયો અને નિશીથ અને કશિશ નાઇટ ડ્રેસ પહેરી રીસેપ્શનમાં આવીને બેઠા અને પોતપોતાના ઘરે ફોન કર્યો અને વાત કરી. બંનેએ થોડી માહિતી પણ આપી પણ અનાથાશ્રમમાં જવા વાળી વાત કરી નહીં. ફોન પત્યાબાદ નિશીથે કહ્યું “ચાલ કશિશ આપણે બહાર ફરતા આવીએ. એમ કહી તેણે રીસેપ્શન પર જઇ એક બાઇક જોઇએ છે એવુ કહ્યું એટલે રિસેપ્શનિસ્ટે ફોન કર્યો અને બેજ મિનિટમાં એક બાઇ આવી ગયું. નિશીથે બાઇક સ્ટાર્ટ કર્યુ એટલે કશિશ પાછળ બેસી ગઇ. નિશીથે હોટલની બહાર નીકળી બાઇકને ડાબી બાજુ પર વાળી જવા દીધુ. બાઇક થોડીવારમાં રેલ્વે સ્ટેશન પાસે પહોચ્યું એટલે નિશીથે બાઇકને પાર્ક કર્યુ અને પછી સામે આવેલ નવરંગ આઇસ્ક્રીમમાં બંને ગયા અને થિકસેકનો ઓર્ડર આપી વાતોએ વળગ્યા. નિશીથે કહ્યું “કશિશ અત્યારે તો મને એવુ ફીલ થાય છે કે જાણે આપણા લગ્ન થઇ ગયા હોય અને હનીમુન પર નિકળ્યા હોય.” આ સાંભળી કશિશના મોઢા પર એક સ્મિત આવી ગયું અને બોલી “ હા, તને તો એવું જ લાગે ને, પણ બચ્ચુ આ કશિશ એમ હાથમાં નહી આવે. એના માટે તો તારે બધાની હાજરીમાં મારી સાથે સાત ફેરા ફરવા પડશે.”

“એતો હું ફરીશજ પણ પેલા થોડી ટ્રાયલ તો કરવી પડે ને. સીધુજ થોડુ કુદી પડાય.” નિશીથે પણ મજાક આગળ વધારતા કહ્યું. “હવે ટ્રાયલવાળી, હું કાઇ કોઇ વસ્તુ નથી કે લેતા પહેલા ટ્રાઇ કરી લેવાની. હું તો 21મી સદીની છોકરી છું જે સામેવાળાની ટ્રાયલ લે અને જોવે કે તે મને કેટલો ખુશ રાખી શકે એમ છે, ક્યાંક પાછળથી એવું થાય કે આની સાથે ક્યાં પનારો પડ્યો.”

“અરે ખુશ તો તને એટલી રાખીશ કે તુ ખુશીમાં પાગલ થઇ જઇશ. સવાર બપોર સાંજ તારી સાથેજ ગાળીશ. અને તું ધરાઇ ના જા ત્યાં સુધી પ્રેમ કરીશ.” એમ કહી નિશીથે કશિશ સામે આંખ મારી.

“હવે, સવાર બપોર અને સાંજ મારી પાસે રહીશ તો કામ કોણ કરશે? અને પ્રેમ માત્ર પાસે રહેવાથીજ નથી થતો. પ્રેમનો અહેસાસતો ગમે તેટલી દૂરી હોય તો પણ અનુભવી શકાય છે.” આ બોલતી વખતે કશિશ થોડી ગંભીર થઇ ગઇ.

“હું તો જસ્ટ મજાક કરુ છું. જાન, તારી ખુશીમાંજ મારી ખુશી રહી છે. હું અને તુ સાથે છીએ એજ પુરતુ છે. કોઇ આપણી સાથે છે તે અહેસાસજ જો તમને ખુશ શકતો હોય તો તેને જ કદાચ પ્રેમ કહેતા હશે. બાકી અમારી છોકરાની બાબતમાં તો અમે પ્રેમ એકજ વાતને ગણીએ છીએ. જે તુ કહે તો અત્યારે પણ કરી શકું.” નિશીથે ફરીથી વાતાવરણ હળવું કરવા મજાક કરી.

“ ના, મારે અત્યારે કોઇ જાતનો પ્રેમ કરવો નથી. તમને છોકરાને બીજું કશું આમ પણ ક્યાં આવડેજ છે. પ્રેમ તો અમે છોકરીઓજ કરી શકીએ.” કશિશે પણ મજાક કરી.

“અરે પ્રેમ તમે શું કરો. પ્રેમ તો પુરુષજ કરી શકે. પુરૂષ જ પત્નીની બહેનપણીને, બાજુવાળીને, કામવાળીને, ભાઇની સાળીને, અને કોઇપણ જે ગમે તેને પ્રેમ કરી શકે. તમને ક્યાં પ્રેમ આપતા આવડેજ છે.” આ બોલી નિશીથ ખડખડાટ હસી પડ્યો.

કશિશે ટેબલ નીચેથી નિશીથને લાત મારી અને તે પણ હસી પડી. બંને હસતા હસતા થિકસેક પીતા રહ્યા. ત્યારબાદ નિશીથે બીલ ચુકવ્યું અને બંને ત્યાથી નીકળ્યા. હોટલ પર જઇ નિશીથ અને કશિશ ઉપર કશિશના રૂમમાં ગયા. કશિશ બાથરૂમમાં જઇ ચેંજ કરવા લાગી અને નિશીથ બેડ પર લાંબો થયો. કશિશ નાઇટ ડ્રેસ પહેરી બહાર નિકળી. નિશીથ તો કશિશને જોઇ રહ્યો, ટાઇટ ટીસર્ટમાંથી કશિશના શરીરના દરેક વળાંક સ્પષ્ટ જોઇ શકાતા હતા. નિશીથની નજર ક્યાં છે એ સમજાતાજ કશિશ સરમાઇ ગઇ અને ફરી ગઇ. આ જોઇ નિશીથ હસી પડ્યો અને બોલ્યો “અરે યાર તેમાં શું શરમાઇ ગઇ? તું લાગે છે જ એટલી હોટ કે હું મારી જાતને ત્યાં જોતા રોકી ના શક્યો.” આટલુ બોલી તે બેડ પરથી ઊભો થઇ કશિશની બાજુમાં ગયો અને પાછળથી કશિશને ભેટી પડ્યો. ધીમેથી કશિશના કાનમાં નિશીથે કહ્યું “એક વાત કહું આ નાઇટીમાં તું એકદમ હોટ લાગે છે. જો આપણા લગ્ન થઇ ગયા હોત તો મે તને ક્યારનીય બેડ પર લઇ લીધી હોત.” આ સાંભળી કશિશના રૂવાળા ઉભા થઇ ગયા અને તેનું મો શરમથી લાલ થઇ ગયું. નિશીથે કશિશને પોતાના તરફ ફેરવી અને કશિશની જુકેલી આંખો જોઇ તે બોલ્યો “ડીઅર મારી સામે તો જો.” આ સાંભળી કશિશ તેના તરફ ફરી એટલે નિશીથે કશિશની આંખમાં આંખ નાખી કહ્યું “ડાર્લીંગ તું તો એ રીતે શરમાય છે જાણે આજે આપણી સુહાગરાત હોય.” આ સાંભળતાજ કશિશે નિશીથની છાતીમાં મુક્કો માર્યો અને બોલી “યુ રાસ્કલ. તમને છોકરાને બીજુ કાંઇ સુજે છે કે નહીં.” એમ કહી તે નિશીથને મારવા આગળ વધી પણ નિશીથે તેને પકડી લીધી અને બેડ પર સુવડાવી દીધી. કશિશે છુટવા માટે ખૂબ મહેનત કરી પણ નિશીથના જીમમાં જઇને કસાયેલા હાથની પકડ તે છોડાવી શકી નહીં. નિશીથે તેને એજ હાલતમાં પકડી રાખી થોડીવાર બાદ કશિશે પ્રયત્ન છોડી દીધો અને સ્માઇલ કરવા લાગી. નિશીથે પકડ ઢીલી કરી કશિશ પર જુક્યો અને કશિશના કપાળ પર કીસ કરી એ સાથેજ કશિશની આંખ બંધ થઇ ગઇ અને તેના શ્વાસોશ્વાસ તેજ થઇ ગયા. ધીમેથી નિશીથે તેના હોઠ કશિશના હોઠ પર મુકી દીધા. કશિશના ગુલાબી પાંખડી જેવા હોઠનો સ્પર્શ થતા નિશીથ ઉત્તેજીત થઇ ગયો. કશિશ પણ નિશીથના હોઠ પર કિસ કરવા લાગી. નિશીથ અને કશિશ બંને એકબીજાને વળગીને કિસ કરતા રહ્યા ધીમે ધીમે નિશીથના હાથ કશીશના ભરાવદાર વક્ષસ્થળ પર આવીને રોકાઇ ગયા. કશિશ પણ નિશીથના સ્પર્શથી એકદમજ ઉતેજીત થઇ ગઇ અને નિશીથના વાળમાં હાથ ફેરવવા લાગી નિશીથ પણ ધીમે ધીમે વક્ષસ્થળ પર હાથ ફેરવવા લાગ્યો. બંને જાણે એકબીજામાં ખોવાઇ જવા માંગતા હોય તેમ પ્રણય પ્રચુર ક્ષણો માણવા લાગ્યા ત્યાંજ બારણે ટકોરા પડ્યા અને બંને ભાનમાં આવ્યા. બંને અલગ થયા. નિશીથે ઊભા થઇ દરવાજો ખોલ્યો અને સામે ઉભેલ વ્યક્તિને જોઇ તે ચોંકી પડ્યો.

---------------******------------------********--------******-----------------------

સુરસિંહે હાથમાં રહેલ કાગળને ધ્યાનથી જોયા. આ કાગળ કોઇક કાગળની ઝેરોક્ષ કોપી હોય તેવુ લાગતુ હતુ. તેમાંથી એક કાગળમાં જૈન ધર્મનો સિમ્બોલ હતો અને બીજામાં એક નકશો હતો. આ નકશો તેણે ધ્યાનથી જોયો એ સાથેજ તેને સમજાઇ ગયું કે આ બધુ શું છે. આ બધુ જોઇ તેણે હવે નક્કી કરી લીધુ કે હવે વિરમ સાથે આમ છુપીને રમવાનો સમય પુરો થઇ ગયો છે. કાલે વિરમ સાથે આ સીધીજ વાત કરવી પડશે. આ બધામાં તે કેટલુ જાણે છે તે ખબર પડે પછીજ કંઇક આગળ વિચારી શકાશે. આ ચિત્રો જોઇ તેને સમજાઇ ગયું હતું કે વિરમે તેને જે પણ કહ્યું હતું તે બધુજ સાચુ હતુ. હવે માત્ર સવાલ એજ હતો કે તેણે તેનાથી કેટલું છુપાવ્યું છે? જો તેને તેણે કહ્યું તેનાથી વધુ માહિતી ન હોય તો હવે એ માહિતી જેમ બને તેમ જલદી મેળવવી પડશે. થોડીવાર વિચારી સુરસિંહે બંને કાગળ તેના ખીસ્સામાં મુકી દીધા. ત્યારબાદ ફરીથી બધુજ બંધ કરી તે ઓરડીની બહાર નીકળ્યો અને બાઇક લઇ અનાથાશ્રમ ગયો. તે અનાથાશ્રમ પહોંચ્યો ત્યારે વિરમ ઉંઘતો હતો. સુરસિંહ પણ તેની બાજુમાં લાંબો થયો અને ઊંઘી ગયો.

-------------------*********---------------*************--------------******------

આખો દિવસ અને રાત વિલી સુપ્રિયાના ઘરે રોકાયો અને બંને એ ભરપુર પ્રેમ કર્યો અને વાતો કરી. બીજા દિવસે વીલી ત્યાંથી નીકળ્યો અને લીસ્ટમાં હતા તે બીઝનેસમેન પાસેથી ફંડ મેળવવાનું કામ ચાલુ કર્યુ. વિલી આ કામમાં ખૂબજ પાવરફુલ મગજ ધરાવતો હતો. તેણે સાહેબે કીધુ હતુ તેના કરતા વધુ ફંડ લીધો અને તે વધારે આવેલ રૂપીયા બે ખાતામાં ટ્રાંસફર થવાના હતા. આ બે ખાતામાં એક હતુ સાહેબનું સ્વીસ બેંકનુ ખાતુ અને બીજુ વીલીનું ખાતુ હતુ. વીલીએ આખુ લીસ્ટ જોઇ બધાજ બીઝનેસમેનને મળી લીધુ હતુ હવે માત્ર બેજ બિઝનેસમેન બાકી હતા તે બંને ભાવનગરના હતા. આ કામ માટે તેને ભાવનગર જવુ પડે તેમ હતુ. વિલીએ નક્કી કર્યુ કે ભાવનગર કાલે જઇશ આજે થોડી મજા કરીએ. એમ નક્કી કરી તેણે એક નંબર ડાયલ કર્યો અને કહ્યું “ હમણા એકાદ કલાકમાં આવુ છું. આજે રાત્રે ત્યાંજ રોકાવાનો છું બધીજ વ્યવસ્થા કરી રાખજે.” આટલુ કહી વીલીએ ફોન કટ કરી નાખ્યો અને કારને બોપલ તરફ જવા દીધી. એકાદ કલાકના ડ્રાઇવીગ પછી વીલી બોપલની બહાર જતા એક રસ્તા પર આવેલ ભવ્ય ફાર્મહાઉસમાં હતો. આ ફાર્મહાઉસ સાહેબનું હતુ. વીલી ત્યાં પહોંચ્યો અને સીધોજ બાથરુમમાં જઇ સ્નાન કરીને ફ્રેસ થયો. તે બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યાં સામે તેનું ડ્રીંક તૈયાર હતુ અને ડ્રીંક હાથમાં લઇ ઊભેલી છોકરીને જોઇને વીલીના ચહેરા પર એક સ્મીત આવી ગયુ. તે આગળ વધ્યો અને પેલી છોકરી પાસેથી ગ્લાસ લીધો અને એક જ ઘુટડે પી ગયો. ત્યારબાદ ગ્લાસને બાજુમાં ટેબલ પર મુકી તેણે તે છોકરીને પાસે ખેચીને બેડ પર સુવડાવી દીધી અને પછી તેના પર ભુખ્યા વરૂની જેમ તુટી પડ્યો. આ હવસના ખેલમાં તે ભુલી ગયો હતો કે કુદરત બધાનો હિસાબ રાખે છે. તેનો હિસાબ અત્યારેજ એક કેમેરામાં કેદ થઇ રહ્યો છે તેણે જે છોકરીને તેના હવસનો શિકાર બનાવી હતી તે જ તેના પતનનું કારણ બનવાની હતી. આ રાત્રી તેની જિંદગીમાં એક વાવાજોડુ ફુંકવાની હતી જેની ખબર તેને પાછળથી પડવાની હતી.

---------********---------------------**********------------******-------------------

વિલીની દરેક હિલચાલ કોણ રેકોર્ડ કરી રહ્યું છે? વિલીની જિદગી કંઇ રીતે બદલાશે? વિલીની જિંદગીમાં આગળ શું થશે? નિશીથનો પીછો કોણ કરી રહ્યું છે?વિલી આ બધાજ સાથે કઇ રીતે જોડાશે? વિરમ અને સુરસિંહનો પીછો કોણ કરી રહ્યું છે અને શુ કામ કરી રહ્યુ છે? કૃપાલસિંહ અને ગંભીરસિંહ કોણ છે? કૃપાલસિંહ કઇ રીતે ગાંધીનગર પહોંચી ગયો? સુરસિંહ અને કૃપાલસિહને એકબીજા સાથે શું સંબંધ છે? આ પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો. મિત્રો આ વાર્તા વાંચી રેટીંગ ચોક્કસ આપજો અને શક્ય હોય તો તમારો પ્રતિભાવ પણ આપજો. તમને જો આ નોવેલ ગમી હોય તો તમારા સગા સંબંધી અને મિત્રોને પણ વાંચવાની ભલામણ કરજો.

------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsapp number પર જરૂરથી આપજો.

‌‌‌‌-------------------------********************--------------------------*****************-------------------------

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED