મન એક અધૂરું સપનું હર્ષા દલવાડી તનુ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મન એક અધૂરું સપનું

રજવાડી મહેલમાં શોભતો એક જરૂખો જ્યાં વત્સલા અને નિર્ભય ઉભા ઉભા ડૂબતા સૂરજ ની સંધ્યા ને નીરખી રહ્યા હતા..અને મૌન વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હતી. મન મા એક અજંપો અને એક તરવરાટ પણ હતો .કઈ સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. શુ કરવું ન કરવું એ સમજી શકાય તેમ ન હતું. નિર્ભય સુ વિચારે છે? જે તું વિચારે છે .તો સુ કોઈ બીજો રસ્તો નથી? તને કોઈ રસ્તો દેખાઈ રહ્યો હોય તો કહે.મને તો કઈ નથી સૂઝતું કે શું કરવું. સમજાતું તો મને પણ નથી વત્સલા .પણ .પણ શું ?આપણે હજુ વિચાર કરવો જોઈએ. વિચાર કર્યા છે પરંતુ કોઈ રસ્તો નથી સૂઝતો .અને કયા સુધી આપણે અને નિર્ભય ને ગળા માં ડૂમો ભરાઈ ગયો. તું ચિંતા ન કર હું તારા વિચાર સાથે છું .આપણે સવારે જ જઈશું. ****(***************************************
   તો તમે લોકો એ નક્કી કરી લીધું છે? હા છેલ્લી વખત વિચાર કરી લ્યો .ના હવે કઈ જ વિચાર નથી કરવો અમે અમારી ઈચ્છા થી જ આ નિર્ણય કર્યો છે અને હવે નિર્ણય ફેરવાઈ એમ નથી નહિતર ઘણું મોડું થઈ જશે અને અમે એકબીજાને દોષી ગણ્યા કરીશું .પરંતુ એ તકલીફ નો ઉપાય છે જ અમારી દ્રષ્ટિએ એ ઉપાય નથી પરંતુ છૂટ્યા પછી નું પણ બંધન છે જે જીવન ભેર કચોડતું રહેશે અને તે અમને મજૂર નથી .ભલે ત્યારે આવતી કાલે સવારે એ તકલીફ દૂર થઈ જશે .*****************(**************************************(**
   કેવી સરસ વહુ પાસ કરી છે નિર્ભય એ આપણા આંગણા મા અજવાળું કરી દેશે હા હો નિર્ભય ના બાપુ આપણા આંગણે અને જીવનમાં સોના નો સૂરજ ઉગ્યો છે આટલી બધી ભણેલી અને કમાતી વહુ તો નસીબદાર ને આંગણે જ હોય. હ અરે વત્સલા વહુ આવો તો. હ બા આવી .બોલો તમારા ઘરમાં બધા લોકો રાજી તો છે ને .બા તમને નિર્ભય એ કઈ કહ્યું નથી? લ્યો બોલો એ બોલ્યો હતો કે તમે એક જ છો અને કોઈ બીજા ભાઈ બહેન નથી   એ હ આવી નિર્ભય ના બાપુ બોલાવે છે તમે તમારા રૂમમાં જાવ .અરે કયા હતી તું શું થયું !? કોઈ કઈ બોલ્યું તને? કેમ ચહેરો ઉતરેલો છે .તે બા ને શુ વાત કરી છે? કઈ વાત કઈ બાબતે કહે છે? હજુ મને પૂછે છે કે કઈ બાબત ? અરે એ તો શું એ તો ? .હું કહેવાનો હતો જ ક્યારે ? જો સમજ મને થોડોક સમય આપ. સારું આજની રાત નો સમય છે તારી પાસે જો તું નહિ કહે તો હું કહી દઇશ. અને પછી મને ન કહેતો કે મેં શુ કર્યું ?. વત્સલા સાંભળ તો *******************
 આજ ફરીથી એવી જ તૈયાર થા ને જિવભરી ને છેલ્લી વખત તને જોઈ લવ .ડોક્ટર કઈ તકલીફ તો નહીં થાય ને? ના અત્યારે તો સામાન્ય તકલીફ થાય પણ જિંદગી ભર ની તકલીફ કરતાં ઓછી છે. વત્સલા આ પેપર સહી કરી દે .મારી સહી તો ક્યારની કરેલી છે આ એક દિવસ પછી તું અને હું બન્ને બધા જ બંધનો થી છુટા .હા મારી એ એક ભૂલ આજ આપણું સપનું મન જે અધૂરું રહ્યું .તારી વાત મેં માની ને હકીકત જણાવી દીધી હત તો આજ આપણે સાથે હત . કાશ મેં કહ્યું હત કે તારી એક બેન છે જે માનસિક રીતે સ્વસ્થ નથી અને એની જવાબદારી તારા ઉપર છે. તો ન તારી બેન ને એકલી રાખવી પડત ન એના પર એ અધમ કૃત્ય થાત .મારી એક ભૂલ ને કારણે બાપુ જેલમાં છે તું અહીં .અને હવે આવતીકાલ થી હમેશા માટે દૂર થઈ ગઈ હોઈશ .
 વત્સલા .
        ( સમાપ્ત)
  હર્ષા દલવાડી (તનુ)