Kavita ek prayatna books and stories free download online pdf in Gujarati

કવિતા એક પ્રયત્ન

  મને જોઈએ
  મને જોઈએ છે આ ઉગતા તારલા
નજર મા વસતા લીલા ઝાડવા
પેહલી જોઈએ મને નાનકડી ઢીંગલી
આંખોમાં વસતી નાનકડી નાજુક ઢીંગલી
સંગાથ હોય તો આવે છે રમવા 
મને જોઈએ પેહલી નાનકડી ઢીંગલી
ખીલેલા ગુલાબ ની નાનકડી કળી જેમ
આપે જો પરમાત્મા મને પેહલી નાનકડી ઢીંગલી
 હર્ષા દલવાડી(તનુ)

     જો ને ...
 જો ને આ તારલા ની રમત  
આંખોમાં ચમકે આ તારલા ની રમત 
સુંદર બને ચિત્ર સોહામણું જોઈ આ તારલા ની રમત
ખટપટ કરે છે આ ઝગમગ સોહામણા તારલા ની રમત
નમે છે જોઈને તને આ નાનકડા તારલા ની રમત
ખીલ્યો છે ચહેરો તારો જોઈને આ તારલા ની રમત
સંતા કુકડી રમત રમતા આ ચમકતા તારલા ની રમત
  હર્ષા દલવાડી(તનુ)
 નથી લખાતું
 આ કિસ્મત ના લેખ નથી મેં લખ્યા 
નથી લખી આ શબ્દો ની સરવાણી ના અસંખ્ય સુર
લખી છે કોઈ એ ગીતા કુરાન બાઇબલ
હું બંધાયેલ કર્મ ની ગાંઠો થી
છોડી ન છોડાય મોહ ની લાગેલ અદભૂત માયા
આધીન છું આ ધરતી ઉપર અનેક બંધનો થી
નથી લખાતું બળેલી કિસ્મત ના
બળેલા પાના પર
હર્ષા દલવાડી (તનુ)  


નાનકડી આંખો ના સપના

જોવું છું સપના નીંદરમાં 
ઉગતો સૂરજ નાનકડી આંખોમાં
ખીલતા ફૂલોની મહેક અનુભવું શ્વાસમાં
જોવ છું સપના નીંદરમાં
કરીશ સાકાર સપના ઉઘડતી આંખોમાં 
બનીશ લાડકી સૌની  
હોઈશ સક્ષમ ખુદના પગ ઉપર 
હર્ષા દલવાડી(તનુ)
  

અવિરત ઝરણું


ખળખળ વહે આ વ્હાલ નું ઝરણું 
બને એમાં શબ્દો નું તરણું
ખીલી છે ઉપવન ની હાર
પહેરી ને આ શબ્દોની વણજાર
અમૃત સમાન ગણાવી પોતાની
આ ધરણી ને આપે છે
અપાર પ્રીત બની જનની ને
કૌશલ ઉચ્ચ અભ્યાસ નો કરે જો વેઠ
શો ઉપયોગી થાય જયારે
જરૂર પડે છે એ ધરા ને
 અંધારે પાથરે અજવાળું
દીસે જયારે અમને 
ઉચ્ચ કૌશલ ની 
રતન તો ખરા કયા કરે છે રટણ
એ પથરાય છે ઉગતા
ઉષા ઓ ને સંગ 

હર્ષા દલવાડી(તનુ)


આ ધરતી ને ઉપકાર માનો
છે જિંદગી નો સાર માનો
નવી જિંદગી નો ઉપકાર માનો 
જિંદગી ને હસતા હસતા જીવી જાણો
આવતા કંકરો ને ઠોકર મારો
થઈએ વિજય એમ 
હોંશભેર ગગન ગજવો 
ઉમળકાથી આવતા પરિણામ ને માણો 

આ ધરતી નો ઉપકાર માનો. 
 હર્ષા દલવાડી (તનુ)
  
 ઉગતી કલમ ના જાખાં અજવાળા 
પ્રકાશે અનંત ના અજવાળે
પ્રગટે દીપ જયારે લખાઈ 
મોંઘલી પ્રીત જયારે
અમર થાય શબ્દો ત્યારે 
પ્રકાશે કોઈ વાંચે જયારે
અજરામર તો દેવા રહ્યાં 
એકબીજાની આંખોમાં છુપાઈ ગયેલા 
સપનાં રહ્યા
હર્ષા દલવાડી (તનુ)


લખાઈ રહ્યું છે તારું જ એક નામ
થઈ રહ્યું છે બસ તારું એક નામ 
એકાકાર બનીને રહી ગયું છે એ જ તો ધરતી 
આકાશ એક ધામ
ક્ષણે ક્ષણે લેવામાં આવે છે હે કૃષ્ણ 
રાધા નામ
શાંત થઈ ગયા છે અનંત ના આ ગામ
લઈ રહ્યાં છો
પ્રભુ તમારા શ્રી ધામ
વંચિત ન હોવું જો જો લેજો મુજ ભાળ
અક્ષર મહીં જ 
નહિ કરો આતમ મુજ વાસ 
એકલ પંથી ન બનું બનું ગગન વિશાળ
સમાઉ હું તુજમાં 
એક જરા નો અજવાસ 
હર્ષા દલવાડી(તનુ)

ખોલી જો આખો એ એકવાર હું બની સૂરજમુખી 
તું મુજ સંસાર
આવે પલકારો એ ઝબકીને વીજળી તણો ચમકાર
આતમ મહીં વાસ ને હૃદયમાં અહેસાસ
એ છે મારા કૃષ્ણ રાધા નો વાસ
પાંખડી ખીલી ફૂલો ની 
ખીલ્યા નભ ના તારા 
દૂર થઈ છે 
આજ વિયોગી ની પ્રીત 
આથમે જેમ સૂરજ ની કિર 
વડલે વડલે વડવાઈ ઓ બાંધી 
એક બની સિતાર 
નાદ આવ્યા ઢોલક ના બની સુર મૃદંગ ના
વહયો દરિયો અશ્રુઓ નો
ખડકયો ઢગ રામરસ નો
હર્ષા દલવાડી ( તનુ)
આ એક પ્રયત્ન કર્યો છે એ નાનકડી કવિતા ઓનો કેવી લાગશે વાંચવામાં એ નથી ખબર પરંતુ અભિપ્રાય જરુર જણાવજો  મારી ક્ષતિ જણાવશો 




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED