ચા એક કપ - ચા એક વ્યથા હર્ષા દલવાડી તનુ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચા એક કપ - ચા એક વ્યથા

 અલી કાવ્યા !કયા છે? એ આ રહી આવી બેટા એક કપ ચા ... બાપુજી બસ કેટલી વખત ચા પીવા ની ખબર છે તમને સવારથી અત્યાર સુધીમાં ચાર કપ ચા પી ગયા છો .આ ઉંમરે આટલી ચા સારી નથી. હા હવે મને શિખામણ ન દે ચા માંગુ છું એટલે તરતજ ભાષણ આપવા લાગે છે તારા થી ચા બનાવી શકાય તેમ હોય તો બનાવી આપ સમજીને ગુસ્સામાં ગોવર્ધનરામ કાવ્યા ને ખખડાવતા બોલી ગયા હતા. હમેશા ભાષણ .આ લો ચા બાપુજી નથી જોઈતી ચા જા લઈ જા .સોરી બાપુજી ભૂલ થઈ ગઈ હવે નહિ બોલું બસ .લો આ ચા પી લો સાથે આ ભજીયા પણ બનાવ્યાં છે . અરે મારી વ્હાલી દીકરી  તું પણ તારી મમ્મી જેમ જ વર્તે છે . ખબર છે તને જયારે સુલભા અને હું પહેલી વખત મળ્યાં ત્યારે મેં એને કેવો સવાલ કર્યો હતો? કેવો? તમને ચા બનાવતા આવડે છે? અને તારી મમ્મી જોરથી હસતા હસતા બોલી કે હા મને ચા બનાવતા આવડે છે પણ હું ચા પીતી નથી. ત્યારે જરા મેં વિચાર કરી જવાબતો આપણો સંસાર કઈ રીતે ચાલશે? અને સુલભા બોલી ચા નથી પીતી પણ બનાવતા આવડે છે અને અમે બન્ને હસી પડ્યા હતા.  અને ..અને શું બાપુજી ? કઈ નહિ બેટા ચા ઠડી થઈ ગઈ છે.******†**************************************************************
  બેટા કાવ્યા અરે આજ કેમ હજુ સુધી ઘરમાં અજવાળું નથી?કેમ શુ થયું લાઈટ નથી? બેટા કાવ્યા કયા છો ? આ લે આ તારા ગમતા મીઠા શક્કરપારા અરે બેટા કયા છે કઈ તો જવાબ આપ. સવાર ની વાત થી રિસાઈ છે? ગોવર્ધનરામ પુરા ઘરમાં લટાર મારી આવ્યા પરંતુ કાવ્યા કશે ન દેખાઈ એ થોડી વાર ખુરશીમાં બેસી ગયા અને કાવ્યા ની રાહ જોવા લાગ્યા ઘણો સમય જતાં કાવ્યા આવી નહિ એટલે તે ઓ ઉભા થઇ ને રસોડામાં ગયા અને રસોડામાં જી ને જોયું તો કાવ્યા જમીન ઉપર પડી હતી બાજુમાં ચા નો કપ અને એક ચિઠ્ઠી હતી.આ જોઈ ગોવર્ધનરામ જમીન ઉપર ફસડાઇ પડ્યા હતા.
  ચિઠ્ઠી હાથમાં લઈને ગોવર્ધનરામ વાંચવા લાગ્યા
    વ્હાલા બાપુજી 
 હું આ લખું છું અને તમે વાંચતા હશો ત્યારે હું અહી હાજર નહીં હોવ .બાપુજી મને માફ કરજો હું આ રીતે તમને એકલા મૂકીને જઇ રહી છું .તમે હમેશા મને સાચું બોલતા શીખવ્યું હતું પણ આજ સુધી હું તમારી પાસે સાચું નથી બોલી .તમને ખબર છે અંજલિ એ કોઈ મારી ફ્રેન્ડ ન હતી પણ એ મારો પતિ અહમદ હતો જેને હું અંજલિ કહી તમારી સામે ફોનમાં વાત કરતી હતી અને અંજલિ ને મળવા માટે એના ઘેર જાવ છું એવા બહાના કરીને અહમદ ને મળવા માટે જતી હતી!પણ બાપુજી હું તમને દગો આપી રહી હતી ત્યારે અહમદ પણ મને દગો આપી રહ્યો હતો. બાપુજી એ અહમદ પહેલા થી જ પરણેલો હતો એ વાત ની ખબર મને આજ થઈ જયારે હું તેને મળવા તેના ઘરે ગઈ હતી. એ એની પત્ની સાથે વાત કરી રહ્યો હતો અને મેં જયારે પૂછ્યું કે આ કોણ છે ત્યારે તે નફ્ફટાઈ થી હસતા હસતા બોલ્યો મારી પત્ની અને તું મારી એક મજા કરવાનું અલાયદું સાધન છે જે ગમે ત્યારે મન ફાવે એમ રમી ને મજા માણવાની.ત્યારે મને મારી ભૂલ સમજાઈ ગઈ કે હું તમને દગો આપી રહી હતી ત્યારે મને પણ દગો મળવાનો જ છે. બાપુજી  હું તમને કહી ન શકી એટલે મેં આ પગલું ભર્યું છે. આ મારા હાથ ની છેલ્લી ચા .તમારી 
કાવ્યા 
  સમાપ્ત 

હર્ષા દલવાડી(તનુ)