Nindar books and stories free download online pdf in Gujarati

નીંદર

   આ સવાર થતા જ આંખ ખુલી ગઈ પણ આંખો હજુ નીંદર થી ઘેરાયેલી હતી. કેમ આજ આંખો મા નીંદર ન હતી .ક્યુ કારણ હતું કઈ ન સમજાયું. સુ થયું હતું? એ તો માનુની ને ખબર હતી જ .પણ એમાં જવાબદાર કોણ એ ન હતું સમજાતું. હાથમાં ચા નો કપ લઈ પથારીમાં બેઠી બેઠી ગરમ ચા ના વરાળ સાથે વીતેલા એ પાંચ દિવસ ની યાદ મા  ગરકાવ થવા લાગી હતી. 
     સૂરજ અને માનુની બન્ને પ્રાઇવેટ ફર્મ મા સાથે જોબ કરતા હતા. સૂરજ એનો સિનિયર હતો.અને માનુની જુનિયર પોસ્ટ પર હતી. હમેશા એકબીજાને કામમાં મદદરૂપ થતા. માનુની દેખાવે ઘઉંવર્ણી ઠીક ઠીક કદ કાઠી લાગતું શરીર પણ તેની આંખો એકદમ શાંત અને ચમકદાર જાણે પોતાના મનમાં રહેલું બધુજ તેની આંખો બોલતી હતી . આંખો ની ભાષા આમ પણ સમજવી ઘણી અઘરી છે.
        
     સૂરજ એના કરતા વિપરિત વ્યક્તિત્વ નો સ્વામી હતો. દેખાવ માં ગૌરવર્ણો ઉંચો એકદમ વ્યવસ્થિત શરીર સૌષ્ઠવ.કેશકલાપ કરવાની આગવી છટા અને તેની બધા સાથે વાતચીત કરવા નો અંદાજ હમેશા પ્રસંચીત રહેવા વારો કોઈ પણ ને તેમની તરફ આકર્ષિત કરી શકે એવું વ્યક્તિત્વ હતું.
        સૂરજ અને માનુની બન્ને ની મિત્રતા અહીં ઓફીસ મા થઈ  જ્યારે .માનુની એક દિવસ ઓફીસ ના જરૂરી કામ માટે સૂરજ ની મદદ માંગી અન સૂરજ એ મદદ કરી ત્યાર થી માનુની અને સૂરજ બન્ને મિત્ર બની ગયા હતા. ઓફિસમાં બન્ને ટિફિન પણ સાથે જમતા . આમ બન્ને ની મિત્રતાહતી પણ માનુની ના મન ના ખાલી ખૂણા મા સૂરજ માટે અજાણી લાગણી ના અંકુર ફૂટ્યા હતા.
        પરંતુ આ બાબત સૂરજ અજાણ હતો .તે  માનુની ને મિત્ર સમજતો હતો .તેના મનમાં માનુની નો દૂર સુધી એવો ખ્યાલ ન હતો. તેના માટે માનુની મિત્ર સિવાય કંઈ જ ન હતી. એક દિવસ સૂરજ ખૂબ હાફળો ફાફળો ઓફીસ આવ્યો અને માનુની ને શોધતો બોલ્યો માનુ મારી સાથે આજ ઓફીસ પછી આવીશ? આમ અચાનક માનુ કહી બોલાવતા માનુની ને બારે કોઠે દિવા ઝળહળી ઉઠ્યા   તે કઈ બોલે તે પેહલા સૂરજ બોલ્યો સાંજે મળીએ. 
   અહીં માનુની મનમાં હસ્યાં કરતી કામ કરવા લાગી ગઈ . પરંતુ તેનું મન તો સાંજ ની રાહ વધારે જોવા લાગ્યું હતું શુ એવું કામ હશે?  આખરે સાંજ પડી અને સૂરજ આ તરફ આવ્યો માનુની નો હાથ પકડીને એને એક 3 star હોટેલમાં લઈ ગયો  .હોટેલમાં પેહલા થી જ એક રૂમ બુક હતો . બન્ને એ રૂમમાં ગયા જ્યાં સૂરજ એ માનુની ને તસ્તસ્તુ ચુંબન કર્યું અને માનુની ને પાગલો ની જેમ ચુંબનો કરવા લાગ્યો .
  માનુની કંઈપણ સમજે તે પહેલાં સૂરજ તરફ તે પણ સમર્પિત થવા લાગી હતી. અને બન્ને પોતાની મર્યાદા ઓ મૂકી એકબીજા ને ઓતપ્રોત બની ગયા હતા. જયારે બન્ને જણ ને સમય અને પોતાનું ભાન થયું ત્યારે સૂરજ એ હસતા બોલ્યો .કેમ ઉદાસ છો આપણે તો મિત્ર છીએ અને તું આમ મારો સાથ આપશે તે મને આશા ન હતી . તને જયારે મારી જરૂર પડે ત્યારે મને કહેજે .ચાલ તૈયાર થઇ જા તને ઘરે મૂકી જાવ . આટલું સાંભળી માનુની બોલી સુ આ બધું મિત્રતા મા હોય? 
    હા તો આવું બધું કોમન છે આમ પણ તને કોઈ પ્રેમ કરે એવું તો છે નહીં અને લગ્ન પછી પણ આ બધુજ થવાનું છે તો મેં તને એનો અનુભવ કરાવ્યો. અને હા કાલ મારી સગાઈ છે આવી જજે .ચાલ હવે .
   અને માનુની ઘેર આવી પણ જાણે એનું શરીર આત્મા ત્યાં હોટેલમાં છૂટી ગયું હોય એવું લાગી રહ્યું હતું .એને સુવાનો અથાગ પ્રયત્નો કર્યા પણ નીંદર આંખોથી કોષો દૂર થઈ ગઈ હતી.  
     સમાપ્ત
  હર્ષા દલવાડી(તનુ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED