Featured Books
શ્રેણી
શેયર કરો

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૧)

આવી એક પરી

નાજુક નમણાં નયન સાથે,
સ્માઈલી જેવા ફેસ સાથે,
કરુણ આટલું દિલ લઇને આવી એક પરી...

પોતાની મોજમાં જ મસ્તી સાથે,
હૃદયમાં ખુશહાલી સાથે,
સુરતની ઘારી લઈને આવી એક પરી...

ફોટો પાડવાના શોખ સાથે,
પોઝ આપવાના આર્ટ સાથે,
કપડાઓનું કલેક્સન લઈને આવી એક પરી...

ઇ.સી.માં અભ્યાસ સાથે,
કમ્પ્યુટરમાં જોબ સાથે,
અમદાવાદમાં જીવન વિતાવવા આવી એક પરી...

મધુર શબ્દોની બોલી સાથે,
પોતીકા બનાવવાની કળા સાથે,
ઈરફાનની દોસ્ત બનવા આવી એક પરી...

દોસ્ત મારી

હસતાં ચહેરા ની પાછળ દર્દ છુપાવી એ બેઠી છે..
ન જાણે ક્યારે અંતર નો આનંદ એ માણતી હશે...

આકર્ષિત રૂપ ની પાછળ દુઃખ નો પોટલો લઇ એ બેઠી છે..
ન જાણે ક્યારે અંતર થી એ ખુશ થાતી હશે...

મધુર વાણી અને પ્રેમાળ સ્વભાવ ની પાછળ સંઘર્ષ છુપાવી એ બેઠી છે..
ન જાણે ક્યારે એને અંતર માં ટાઢક થાતી હશે...

બાળપણાં ની પ્રીત ને આજેય જીવિત રાખી એ બેઠી છે..
ન જાણે ક્યારે અંતર થી એ પ્રણય માણતી હશે...

સ્નેહની સરિતા

મીઠાં મીઠાં શબ્દો થી રચી એને કવિતા
કવિતા ના માધ્યમ થી મનમાં ઉતરી સ્નેહ ની સરિતા...

એક એક રચના પર પ્રતિભાવો થી કરી એને પ્રશંસા
પ્રશંસા ના માધ્યમ થી આત્મા માં વસી સ્નેહ ની સરિતા...

થોડા થોડા પ્રયત્નો થી પામ્યો એને પ્રેમ
પ્રેમ ના માધ્યમ થી મારો જીવ બની સ્નેહ ની સરિતા...

રોજ રોજ વાતો થી સંબંધ બનાવ્યો એને અતુટ
અતુટ સંબંધ ના માધ્યમ થી દિલ માં વસી સ્નેહ ની સરિતા...

વારે વારે મારા ગેરવર્તન થી ન છોડ્યો એને સંગાથ
સંગાથ ના માધ્યમ થી અડગ રહી સ્નેહ ની સરિતા...

એકલા એકલા રૂદન કરી છુપાવ્યું એને દુઃખ
દુઃખ ના માધ્યમ થી પ્રણય ના સહારે જીવી સ્નેહ ની સરિતા...

તારી આદત થી ગઈ મને

તારી આદત થઇ ગઈ મને...
તારી સાદગી દીવાનો બનાવી ગઈ મને...

ન જાણ્યું હતું આટલું તડપીસ તારી યાદમાં,
તારી લગની તારો બનાવી ગઈ મને...

જોયા જિંદગીમાં મેં અનેક ચહેરા,
તારો ચહેરો ગમ્યો મને...
તારા શબ્દો મીઠાં એવા,
મધ ત્યાં ઝાંખું પડે,
કરવા બેઠા પ્રેમ જયારે,
તારી કમી ખલી ગઈ મને...

વાદળ ગર્જયા, મેઘ વર્ષયા, તું ના આવી પાછી રે,
બુંદ બુંદ આંખોથી ટપકી,
તારી વિરહ પાગલ કરી ગઈ મને...

તે દેખાડ્યા અનેક સપના,
પુરા ના કર્યાં સાથે એક પણ,

સપનાઓ ની આશા એ,
યાદ આવી તારી મને...
રોજ જોતો આંખો બંધ કરી, સપનાઓ ની દુનિયામાં,
તારા રૂપની ચમક રોજ અંજાવી ગઈ મને...

તારી આદત થઇ ગઈ મને...
તારી સાદગી દીવાનો બનાવી ગઈ મને...

સાદગી

તેરી રુન્હ સે હુઆ ઇશ્ક મુજે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...

બિન બોલે બોલ દિયા બહોત કૂચ તુને,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...

તેરી આંખો મેં ડુબા મેં ઐસે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...

તેરે ચહેરે કી રોનક કરદે પાગલ મુજે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...

જિંદગી કે રંગ ભરે તુને આકર મેરે,
મુજે આ ગઈ પસંદ તેરી સાદગી...

તું છે તો..

તું છે તો જિંદગી રંગીન,
તારા સિવાય જિંદગી બેરંગ..

તું છે તો ખુશીની લહેર,
તારા સિવાય સદાય ઉદાસી..

તું છે તો સપનાઓ જીવિત,
તારા સિવાય નીંદર અધૂરી..

તું છે તો હું છું,
તારા સિવાય મારુ જીવન અધૂરું..

બે હૈયાં

વહેતી શાંત સરીતા
ગાઢ ઉંડાણ વહેણ તળે

બે હૈયા મૌન બેઠા કિનારે 
ભીતર વદતાં ચક્ષુના પડળે

વમળો પડતાં મધ્યે-મધ્યે
સ્મિત  ફરકે ઓષ્ઠો વડે.

પેલા બે કિનારા સામે
એક તોયે મલતાં ન કદીયે.

શબ્દ

શબ્દોમાં રમતા તાં આપણે,
       શબ્દોમાં ગમતા તાં આપણે,

શબ્દો છોડી ચાલી ગઈ તું,
       જે શબ્દોમાં કદી હસતા તાં આપણે,

શબ્દોમાં ભાવ પ્રગટાવ્યા તાં આપણે,
       શબ્દોમાં એક થયા તાં આપણે,

શબ્દો છોડી ચાલી ગઈ તું,
        જે શબ્દોમાં કદી સપના સજાવ્યાં તાં આપણે,

શબ્દોમાં શરમાતા તાં આપણે,
        શબ્દોમાં ગુસ્સે થતા તાં આપણે,

શબ્દો છોડી ચાલી ગઈ તું,
        જે શબ્દોમાં કદી એકબીજાને મનાવતા તાં આપણે..