Pramaniktano puraskaar books and stories free download online pdf in Gujarati

પ્રામાણિકતાનો પુરસ્કાર

                          સવારના પહોરમાં સૂર્યોદય પહેલાંની સ્વર્ગીય ઊંઘ માણતાં પરિમલભાઈ એલામૅ વાગતા સફાળા જાગી ગયા. પોતાના રોજીંદા નિયમ અનુસાર પોતાનો નિત્યક્રમ પતાવી તેઓ હળવી કસરત અને યોગા કરતા. તેમના કુટુંબમાં તેમના ધમૅપત્ની ઈલાબેન, એક પુત્ર આનંદ સાથે ખૂબ જ સુખેથી પોતાનું સાંસારિક જીવન વ્યતીત કરતા હતા. પિતા તરફથી વારસામાં મળેલા સંસ્કાર તેમને જોતાં જ ઓળખાઈ જતાં. સચિવાલયમાં ઓફિસર તરીકે નોકરી કરતાં હોવા છતાં તેમણે સાદગી ભયુૅ જીવન અને પ્રામાણિકતા ભર્યો વ્યવહાર તેમણે સાચા અર્થમાં આત્મસાત કર્યો હતો. સરકારી નોકરીમાં કલંક સમો શબ્દ એટલે લાંચના તેઓ સખ્ત વિરોધી હતા. પોતાની આટલા વરસોની નોકરીમાં તેમણે ખોટનો રૂપિયો પણ લીધો નહોતો.
                           પોતાાન દરેક પગારમાંથી પરિમલભાઈ પોતાના સમાજમાં, અનાથાશ્રમ, બહેરાા - મૂંગાની શાળામાં દાન કરતાં રહેતા. એક દિવસ ઉતાવળમાં પરિમલભાઈ નોકરી જતાાં બૂટ પોલિશ કરવાનું ભૂૂલી ગયા છે તેનું ભાા થયું. અચાનક તેમણે રોડની સાઈડમાં બેઠેલા બૂટ પોલિશ કરવાવાળા છોકરાને જોતાં ગાડી સાાઇડમાં પાકૅ કરીને ઉતયૉ. લગરવગર વસ્ત્રોમાં રહેલ છોકરાએ બૂટ પોલિશ કરવાનું શરૂ કર્યું. વાત વાતમાં પરિમલભાઈએ છોકરાને પૂછ્યું, "કેમ, ભાઇ ભણવાા જતો નથી?" છોકરો બોલ્યો, " ના, સાહેબ મા ઘેર બીમાર છે અને ભણવાની તો બહું ઈસ્છા છે પણ પૈસા નથી. એટલે બે ટાઇમ પેટનો ખાાડો પૂરવા અને માની દવાના પૈસા માટે બૂટ પોલિશ કયૉ વગર છુટકો નથી." છોકરાના નિખાલસ ભયૉ જવાબથી અને પોતાની મા પ્રત્યેના પ્રેમને જાણી પરિમલભાઈ ખુશ થયા. પરિમલભાઈ પાસે બૂટ પોલિશના દસ રૂપિયા છુટા નહોતા એટલે તેમણે પચાા રૂપિયાની નોટ આપી પણ યોગાનુયોગ છોકરા પાસે પણ પચાસના છુટા નહોતા એટલે પરિમલભાઈએ ખુશ થઈ બાકીના પૈસા રાાખી લેવાનું કહ્યું. પણ છોકરો માન્યો નહીં અને બાજુમાં પાનના ગલ્લા પરથી છુટા કરાવી બાકીના પૈસા પરિમલભાઈને પાછા આપ્યા. તેઓ છોકરાની નીતિથી બહું ખુશ થયા. જતા જતા છોકરાએ કહ્યું, " સાહેબ, આપણે જેટલું કામ કર્યું હોય તેટલા જ પૈસા લેવાય. મફતનુંં લઈએ તો પાપમાં પડીએ." પરિમલભાઈ મનોમન વિચારવા લાગ્યા કે, "આજના કળિકાળમાં લોકોએ પૈસા પાછળ આંધળી દોટ મુકી છે, એક ના ડબલ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી કરીને લોકોએ નીતિમત્તા માળિયે મુકી દીધી છે તેવા સમયમાં બૂટ પોલિશ કરતાં છોકરાની ઉચ્ચ લેવલની સમજણ ખરેેખર પ્રશંંસની છે. " આવું વિચારતા તેઓ ઓફિસ આવવા માટે નીકળી પડ્યા. 
                         આ ઘટના પછી પરિમલભાઈનો નિત્યક્રમ બની ગયો તેઓ પેલા છોકરાને ત્યાં બૂટ પોલિશ કરાવતાં.તેઓ જાણે તેના દોસ્ત બની ગયા હોય તેમ બધી જ વાતો કરતાં. તેમણે વાતો થકી છોકરાનો બધો પરિચય કેળવી લીધો. તે છોકરાનું નામ રાજુ હતું. હવે પરિમલભાઈ તેને નામથી સંબોધવા લાગ્યા. પોતાની જીંદગીમાં હંમેશા દુઃખિયાના બેલી રહેલા પરિમલભાઈએ રાજું માટે પણ કંઈ કરવાનું વિચાર્યું. એક વખત વાત-વાતમાં તેમણે રાજુંને અભ્યાસ માટે પૂછેલું ત્યારે રાજુંએ કહેલું કે, " મારી ભણવાની બહું જ ઈસ્છા છે પણ જો આ બૂટ પોલિશ છોડી દઉં તો મારે ખાવાના પણ ફાંફા પડી જાય." બસ આટલું જ જોઈતું હતું. અભ્યાસ માટેની આટલી તાલાવેલી જોઈ પરિમલભાઈએ રાજુંને અભ્યાસ માટેની બધી જ જવાબદારી ઉપાડી લીધી અને તેની મા બંનેનો ભરણપોષણનો ખર્ચ પણ ઉપાડી લીધો. તેમણે રાજુંને માંડીને વાત કરી. સામેનીબાજું રાજું પણ આ વાતને લઈને સંમત થઈ ગયો અને જાણે પરિમલભાઈ પોતાના માટે દેવદૂત બનીને આવ્યા છે તે સમજાયું. 
                        પરિમલભાઈએ રાજુંને તેના ઘરની નજીકની શાળામાં દાખલ કરાવી દીધો અને તેને બેફિકર થઈને ભણવાનું કહ્યું. રાજુ પણ હોંશેથી ભણવા લાગ્યો. આમને આમ દસેક વર્ષ પસાર થઈ ગયા. પરિમલભાઈ સચિવાલયમાંથી રિટાયર્ડ થઈ ગયા. પોતાનો દીકરો આનંદ પણ ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા ભણતો હતો. બીજીબાજુ રાજું પણ એન્જીનીયર બની કંપનીમાં સારા પગારની નોકરી કરતો હતો . રાજું અવારનવાર પરિમલભાઈની મુલાકાત લેતો. પોતાનું ઋણ પરિમલભાઈને કંઈ રીતે ચૂકવવું તે વિચાર હંમેશા રાજુંના મનમાં રમ્યા કરતો. બીજી તરફ પરિમલભાઈ અને ઈલાબેન પણ પોતાના દીકરા આનંદ માટે કન્યા શોધવાનું કામ શરૂ કરી દીધું. પણ એવામાં એક દિવસ સાંજના સમયે પરિમલભાઈનો મોબાઇલ રણક્યો. મોબાઈલની સ્ક્રિન પર જોતાં પોતાના દીકરા આનંદનો ફોન જાણી ખુશી સાથે એમણે ફોન ઉપાડ્યો. તેમણે આનંદ સમાચાર લઈને પૂછ્યું, "બેટા, ઈન્ડિયા ક્યારે આવવું છે? અમે તારા માટે એક છોકરી જોઈ રાખી છે." આટલી વાત કરતાં ફટાક દઈને આનંદ બોલ્યો, " પપ્પા, એની કોઈ જરૂર નથી. મે અહીં જ મારી મિત્ર સાથે લગ્ન કરી લીધા છે અને હા હમણાં મારું ઈન્ડિયા આવવાનું કોઈ જ આયોજન નથી." પોતાના દીકરાનું બદલાયેલું રૂપ જોઈને પરિમલભાઈ દંગ રહી ગયા. સ્વભાવે સરળ એવા પરિમલભાઈએ " તને ગમે તે કર" એટલું કંઈ ટૂંકમાં વાત પતાવી ફોન મૂકી દીધો. એટલામાં ઈલાબેન આવી બોલ્યા ," કોનો ફોન આવ્યો હતો? " એટલું બોલતાં જ તેમણે પરિમલભાઈની આંખમાં બાજી ગયેલું આંસુનું ટીપું નીચે પડ્યું. પરિમલભાઈની આવી દયનીય સ્થિતિ જોઈ ઈલાબેને માંડીને વાત કરવા કહ્યું. પરિમલભાઈએ બધી માંડીને વાત કરી. ઈલાબેનના હૈયામાં પણ પોતાના દીકરાની વાત જાણી ખૂબ દુઃખ અનુભવ્યું. એટલામાં બહાર કોઈની ગાડી આવવાનો અવાજ સંભળાયો. પરિમલભાઈ અને ઈલાબેન પોતાની આંખોના આંસુ લુછી ઊભા થયા. એટલામાં દુરથી તેમણે રાજુંને કોઈ કન્યા સાથે આવતો જોયો. પરિમલભાઈ મનોમન બધું સમજી ગયા. રાજુંએ સૌથી પહેલાં આવી પરિમલભાઈ અને ઈલાબેનને વંદન કરતાં કહ્યું, " આ હિરલ છે મારી ધમૅપત્ની" આટલું બોલતા ત્યાં જ હિરલ અને રાજું પરિમલભાઈ અને ઈલાબેનના પગે પડી આશીર્વાદ આપવા કહ્યું. પરિમલભાઈએ બંનેને ખુશ રહો એવા આશીર્વાદ આપી ઊભા કર્યા. ત્યારબાદ રાજુંએ હિરલને કહ્યું, " આ વ્યક્તિ આપણા માટે ભગવાન, મા - બાપ જે કહો તે છે. જો પરિમલભાઈ મને ના મળ્યા હોત તો આ રાજું એન્જીનીયર ના થઈ શક્યો હોત. એમનું ઋણ આપણા પર હંમેશા રહેશે. ત્યારબાદ બધાએ રાત્રિનું ભોજન લીધું અને ખૂબ વાતો કરી. ત્યાં જ રાજુંએ પરિમલભાઈને કીધું , " મે અને હિરલે નક્કી કર્યુ છે કે તમે બંને અમારે ઘેર રહેવા આવો જેથી મને મા-બાપની હૂંફ મળે અને મને તમારી સેવા કરી થોડા ઘણા અંશે ઋણ ચૂકવી શકું. તમે બે દિવસ પછી તૈયાર રહેજો હું તમને લેવા આવીશ." ત્યાં જ હિરલ વચ્ચે બોલી, " તમે ના પાડતા નહીં " રાજું અને હિરલની ભાવ ભરેલો પ્રસ્તાવ પરિમલભાઈ અને ઈલાબેન ઠુકરાવી ના શક્યા. ત્યારબાદ રાજું અને હિરલ પોતાના ઘેર જવા માટે નીકળ્યા. પરિમલભાઈ અને ઈલાબેન રાજું અને હિરલને જતા જોઈ રહ્યા અને  પોતાના સગા દીકરા આનંદ અને આ પારકા રાજું વચ્ચેનો ભેદ જાણી મનોમન રોઈ પડ્યાં. 

                          

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED