પડછાયો.. Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો..

* પડછાયો *  વાર્તા... 

સુમનભાઈ એ લતા ના રૂમનું બારણુ ખખડાવ્યુ લતા જો રાતના આઠ વાગ્યા છે દરવાજો ખોલ અને બહાર આવ હવે જે થવાનું હતું તે થયુ ચાલ જોડે હળવો નાસ્તો કરી લઈએ ખાખરા ને દુધ બીજુ તો ઘરમાં કંઈ જ નથી અને હવે ગરમ ગરમ જમાડનારી અન્નપૂર્ણા જેવી વહુ દીકરી નથી. તારી ખોટી જીદના કારણે, સુમનભાઈ બોલતા રહ્યા પણ ના દરવાજો ખુલ્યો કે ના કોઈ જવાબ આવ્યો. 
સુમનભાઈ થાકીને હિંચકે બેઠા અને વિચારે ચઠ્યા કે ખરેખર લતા ખોટી છે પણ હું એને સમજાવી ના શક્યો લતા એ એની જીદ અને સ્વભાવ ના બદલ્યો એનુ પરિણામ કે આજે ઘર ઉજ્જડ અને વિરાન લાગે છે. રોજ કેવી ચહલપહલ રહેતી અને આજે. 
સુમનભાઈ ને બે દિકરા મોટો અરૂણ, અને નાનો દીપક  અરુણ રામ જેવો સીધો સાદો અને મા - બાપ ની સેવા કરનારો . ક્યારેય સામો જવાબ ના આપે કે કોઈ વાતે દલીલો ના કરે. બંન્ને દીકરા ભણી ગણીને સારી નોકરીએ લાગ્યા. લતા સ્કૂલમાં શિક્ષક હતી તો ઘરમાં પણ એમ જ વર્તે હું કહું એ જ સાચુ અને હું કરુ એ ખરુ અને આમ ઘરમાં શાન્તિ જ ના મળે એની જીદ જ ચાલે. અરુણ તો ના બોલે એ ચૂપચાપ સહન કરી લે પણ દીપક કંટાળીને અલગ રહેવા જતો રહ્યો કે તારી સાથે કોઇ સુખી ના રહી શકે મારી પત્નીને હું ભાભીની જેમ નરક ની યાતના નહીં ભોગવા દવુ. તારી જોહુકમી થી બધા ત્રાસી ગયા છે અને આમા મોટી ભૂલ પપ્પા ની છે એમણે ઘરમાં શાન્તિ રહે એ માટે તારી ખરી ખોટી વાત માનતા રહ્યા અને તુ સાચુ અને સારુ જોઈ ના શકી. અને દીપક અલગ રહેવા જતો રહ્યો એણે અલગ ઘર રાખ્યુ અને પછી ઓફિસમાં કામ કરતી આરતી જોડે લગ્ન કર્યા. અરુણ ની પત્ની કિંજલ ખુબ જ સાલસ અને સરળ હતી. એ પણ અરુણ ના પગલે ચાલતી બધુ સહન કરતી અરુણ ને બે દીકરીઓ જ હતી દીકરીઓ છે અને દિકરો નથી એ માટે લતા રોજ કિંજલ ને મહેંણા ટોણા મારતી કે ભુખડા મા - બાપની કંઈ લઈને ના આવી પણ વંશવેલો ચલાવા એક દિકરો ના આપી શકી આવુ રોજ સાંભળે તો પણ કિંજલ કશુ જ ના કહે.  કિંજલ પણ સ્કૂલમાં શિક્ષક જ હતી. એ એટલે નોકરી કરતી હતી કે એ દહેજ નહોતી લાવી એનો પૂરો પગાર એ લતા ને આપી દેતી. સવારે ઘરનુ બધુ કામ કરીને જાય અને સાંજે પણ આવીને બધુજ કામ કરે અને બધાને સાચવે પણ લતાને કામ ના કરવા દે. પડછાયો બની લતા અને ઘરને સંભાળે 
અરુણ અને કિંજલ નોકરી ગયા અને મોટી દીકરી સ્કૂલે ગઈ. નાની દીકરી હજુ બે વર્ષની જ હતી એ ઘરમાં રમતી હતી સુમનભાઈ ધ્યાન રાખતા હતા અને એક આયા પણ રાખી હતી. 
નાની દીકરી એ રમત રમતમાં રમકડું છુટુ નાખ્યું અને લતા નુ આવવુ અને માથામાં વાગ્યું લતા ને ખૂબ જ ગુસ્સો આવ્યો કે આવા ને આવા પથરા પેદા કર્યા છે આની શી જરૂર છે કહી એને ઉંચકી ને પછાડી અને એ જ વખતે અરુણ ને તાવ આવતા ઘરમાં દાખલ થયો એની નજર પડી આજે અરુણ ખૂબ જ દુઃખી થયો અને ગુસ્સે ભરાઈ બોલ્યો. કિંજલ ને ફોન કરીને બોલાવી અને સુમનભાઈ ને પગે લાગી અરુણ એનો પરિવાર લઈ જુદો રહેવા ચાલ્યો ગયો..... 
ભાવના ભટ્ટ અમદાવાદ.......