નો રીટર્ન-૨ ભાગ-૮૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

નો રીટર્ન-૨ ભાગ-૮૧

નો રીટર્ન-૨

ભાગ-૮૧

ઉપરા છાપરી બે ઝટકા અનેરીએ મને આપ્યા હતાં. એક તો તેણે મારા પ્રેમનો સ્વિકાર કર્યો હતો જેનું આશ્વર્ય હજું પણ શમ્યું નહોતું. એ મારા જીવનની સૌથી ધન્ય ઘડી હતી. ઉપરાંત બીજું કે તેને ખજાના વિશે પહેલેથી બધી ખબર હતી અને જાણી જોઇને તે ખામોશ રહી હતી. આ બન્ને બાબતો પચાવતાં મને સમય લાગ્યો હતો. ઉપરાંત મારા દાદા અને સાજનસિંહ પણ રહસ્યમય લાગતાં હતાં. શું તેઓ ખરેખર ખજાનાનાં પર્વત સુધી પહોચ્યાં હતાં...? આ સવાલનો જવાબ મને ઝડતો નહોતો. વિચારી- વિચારીને હું થાકયો ત્યારે હાલ પુરતું એ બાબતને અધ્યાહાર છોડી દેવાનું જ યોગ્ય લાગ્યું. સમય આવ્યે આપમેળે એનો ખુલાસો મળી રહેશે એવું મન બનાવીને મે ફરીથી આગળની સફર આરંભી હતી.

અમે લગભગ છેલ્લા મુકામ તરફ આગળ વધી રહ્યાં હતાં. કમસેકમ નકશો તો એવું જ કંઇક જણાવતો હતો. આ તરફ જંગલ વધું ઘાટું અને ગીચ હતું. એકધારા ચાલવાથી સખત ઘામ અને પરસેવો થતો હતો. આટલાં વૃક્ષો હોવા છતાં અને સતત વરસાદ વરસતો હોવા છતાં આ સમસ્યા તો છેક છેલ્લે સુધી અમને પજવતી રહી હતી. એમેઝોન જંગલની આબોહવામાં જ એવી હતી. સડેલા પર્ણો, અછૂત ભૂમી, પ્રાણીઓ અને પક્ષીઓની વિષ્ટા, સૂર્ય પ્રકાશનો અભાવ, સતત ભેજ વાળી રહેતી માટી, આવા કેટલાય પરીબળોનાં લીધે અહીનાં વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની બેચેની ભળેલી અનુભવાતી હતી. જાણે અમે કોઇ અલગ જ ખંડ ઉપર વિહરતાં હોઇએ એવું લાગતું હતું. થોડુક ચાલવાથી પણ શ્વાસ ફૂલી જતો હતો. ગનીમત એ હતું કે અમારી પાસે ઘોડાઓ સાબૂત બચ્યાં હતાં. એ મૂંગા પ્રાણીઓ કોઇ જ ફરીયાદ વગર એકધારા અમારો સાથ નિભાવ્યે જતાં હતાં. સીધા ચઢાણ કે ઉતરાણ વાળા વાંકા- ચૂંકા રસ્તાઓ ઉપર એ પ્રાણીઓને ભારે કષ્ટ પડતું હતું છતાં તેઓ અટકયા વગર આગળ વધતાં જતાં હતાં.

સાંજ ઢળતાં સુધીમાં અમે એક ખૂલ્લા મેદાન જેવા ઇલાકામાં આવી પહોચ્યાં. આ જગ્યાં સપાટ મેદાન તો નહોતું પરંતુ અમે એટલાં ગીચ જંગલમાંથી પસાર થયાં હતાં કે તેની સરખામણીમાં સામે દેખાતો વિસ્તાર કોઇ મેદાન હોય એવું જ પ્રતિત થયું. એકદમ આછા અને ટૂંકા ટૂંકા વૃક્ષો.. એ પણ સાવ છૂટા છવાયા ઉગ્યાં હતાં. ઉપરાંત અહીની માટી પીળી હતી જે ઢળતાં જતાં સૂર્ય પ્રકાશમાં સ્પષ્ટ ચમકતી હતી જેનાં કારણે વૃક્ષો વચાળે મેદાન હોવાનો ભાસ ઉભરતો હતો. ઇલાકો તદ્દન સૂકો જણાતો હતો જાણે આ ભાગ એમેઝોનનો હોય જ નહી એવો. દૂર દૂર સુધી... જ્યાં સુધી અમારી નજર પહોંચતી હતી ત્યાં સુધી સળંગ સૂકૂં મેદાન જ નજરે પડતું હતું. કોઇ જ નદી કે સરોવર કે ઝરણું હોય એવો અણસાર વર્તાતો નહોતો. એક થોડીક ઉંચી ભેખડની કોરે અમે અમારા ઘોડાઓ થોભાવીને સામે દેખાતા મેદાન નૂમાં જંગલનો તાગ મેળવવાની કોશિશ કરતાં હતાં.

અગાઉ ક્હયું એમ... આ જંગલની ફીતરત જ કંઇક અલગ છે. દર વખતે કંઇક અલગ જ રૂપ ધરીને સતત અમને પજવતી રહી હતી. નકશા મુજબ આ અમારો અંતિમ પડાવ હોવાની પૂરેપૂરી શક્યતાં હતી છતાં જાણે કશુંક નવીન જોવાનું બાકી રહી જતું હોય એમ આ મેદાન અમારી સમક્ષ આવી ચડયું હતું.

કેટલાંય કિલોમીટર લાંબા મેદાનની છેક છેવાડે... જ્યાં મેદાનનો અંત થતો હતો ત્યાં... એક વિચિત્ર પ્રકારનો સફેદ પ્રકાશ પ્રસરેલો હોય એવું જણાતું હતું. આટલે આઘેથી એ પ્રકાશ શેનો છે એ અનુમાન લગાવવું શક્ય તો ન હતું પરંતુ ઢળતાં જતાં સૂર્યનાં ત્રાસાં કિરણોમાં એ પ્રકાશ વધુંને વધું તીવ્રતા ધારણ કરતો હોય એવું પ્રતિત થતું હતું. હજ્જારો મિટર દૂર એકસાથે કેટલાંય અરીસાઓ ગોઠવ્યાં હોય અને એ અરીસાઓમાંથી સૂર્યનો પ્રકાશ રીફલેકશન પામીને... પરાવર્તિત થઇને અહી સુધી આવતો હોય એવું લાગતું હતું. એ શેનો પ્રકાશ છે એ તો ત્યાં સુધી પહોંચીએ પછી જ ખબર પડવાની હતી કારણકે આટલે આઘેથી ફક્ત અનૂમાન લગાવા સીવાય અમે બીજું કંઇ કરી શકીએ એમ નહોતાં. અને ત્યાં સુધી પહોંચવાં આખુ મેદાન વિંધીને જવાનું હતું. અમારાં આખરી પડાવની દિશા પણ એ તરફની જ હતી એટલે હાલ સાંજ ઢળી ગઇ હોવાથી અહી જ રોકાવાનું નક્કી કર્યુ અને આવતીકાલે સવારે એ પ્રકાશની દિશામાં મુસાફરી આગળ ધપાવવાનું ઠેરવ્યું.

ઉંચી ભેખડની ધારેથી સાવધાની પૂર્વક અમે નીચે ઉતર્યા. ચાર ઘોડા, પાંચ વ્યક્તિ અને થોડોક બચેલો સામાન... બસ, અમારો કાફલો આટલો જ હતો. કાર્લોસ તેની સાથે સેટેલાઇટ ફોન લાવ્યો હતો એ ફોન પણ આદીવાસીઓનાં હુમલામાં મચેલી અફરાતફરીમાં ક્યાંક ખોવાઇ ગયાં હતાં અથવા તો નષ્ટ પામ્યાં હતાં. એટલે સીધી રીતે એવું કહી શકાય કે અત્યારે બહારની દુનિયાથી અમારો સંપર્ક તદ્દન તૂટી ગયો હતો. અમે ક્યાં છીએ અને કેવી હાલતમાં છીએ એ અમારી સિવાય બીજું કોઇ જાણતું નહોતું. હાલત એવી હતી કે અમે બધાં જો અહી ગુજરી જઇએ તો પણ અમારી કોઇને ખબર પડવાની નહોતી. દુનિયાથી સાવ અલીપ્ત પ્રજાતીનાં માણસો હોઇએ એવો અમારો ઘાટ હતો. અને હજું આગળ કેવી પરિસ્થિતિ ઉદભવશે એનાથી પણ સાવ અનભીગ્ય હતાં.

@@@@@@@@@@@@@@@@@@

ક્લારાએ ઝડપ વધારી. છેલ્લા ત્રણ દિવસથી સતત તેઓ કાર્લોસનું પગેરું દબાવતાં તેની પાછળ આવતાં હતાં. ચાહવાં છતાં અને આટલું ઝડપી ચાલવા છતાં તેઓ હજું સુધી કાર્લોસને આંબી શકયાં નહોતાં એ પરેશાનીનો વિષય હતો. ક્લારાનો શરૂઆતનો આક્રોશ થોડો ઓસર્યો હતો. તેનાં પિતાનાં મોતથી જે આધાત લાગ્યો હતો એ આક્રોશની આગ સાવ ઠંડી તો નહોતી પડી ગઇ પરંતુ તેમાં ઓટ જરૂર આવી હતી. એ સમજતી હતી કે જીવનમાં ક્યારેક તો એવાં સંજોગો આવવાનાં જ હતાં જેમાં તેણે પણ ભોગવવું પડે. અને તેનો બાપ કંઇ નખશીખ જેન્ટલમેન આદમી નહોતો કે તેનું સામાન્ય મૃત્યું થાય. ક્યારેક તો એવી પરિસ્થિતિ આવવાની જ હતી. એ પરિસ્થિતિની કલ્પનાં તેને હતી જ છતાં એક દિકરી તરીકે પિતાનાં મોતનો જે આઘાત લાગવો જોઇએ એ તેને પણ લાગ્યો હતો.

“ રોગન... ! તેં નોટીસ કર્યું...? “ ક્લારાએ પોતાનાં મનમાં ચાલતાં વિચારોને ખંખેરવા રોગન સાથે વાતચીત શરૂ કરી.

“ શું... ? “ રોગન ચાલતાં ચાલતાં અટકયો હતો. એકધારી સફરથી તેનાં જેવાં હટ્ટા કટ્ટા આદમીને પણ હાંફ ચડયો હતો. તેનાં ચહેરા ઉપરથી પરસેવો રગડીને છેક તેની ગરદને પહોચ્યોં હતો. હાથેથી જ પરસેવો લૂંછી તેણે ક્લારાને નિરખી. એ પણ પરસેવે રેબઝેબ હતી. તેની છાતી ધમણની જેમ ફૂલતી હતી. એ શેનાં વિશે કહેતી હતી એ તેને સમજાયું નહોતું એટલે તેણે પુંછયું.

“ એભલ થોડા સમયથી ખામોશ થઇ ગયો છે. એનું ધ્યાન રાખવું પડશે..! “ કતરાતી નજરે એભલ સામું જોઇને ક્લારા બોલી. એભલ એ બન્નેથી થોડો પાછળ ચાલતો આવતો હતો. એ દેહાતી માણસ રણ જેવા સાવ સૂકા વાતાવરણમાં ઉછરીને મોટો થયો હતો. તેને જંગલનો આ ભીનો માહોલ રાસ આવતો નહોતો. એમાં વળી જ્યારથી પ્રોફેસર મરાયો ત્યારથી તે સાવ ખામોશ બની ગયો હતો. ખજાનાની તલાશ છોડીને પ્રોફેસરનાં મોતનું વેર વાળવામાં તેને બીલકુલ રસ નહોતો.

“ મેં પણ એ નોધ્યું છે. સારું કર્યું કે તે એ બાબતે ટકોર કરી. હવે મારું સંપૂર્ણ ધ્યાન તેની ઉપર રહેશે. “ રોગન બોલ્યો અને તેણે ફરીથી ક્લારાનાં પરસેવા નિતરતાં ચહેરા સામું જોયું. ઘણાં લાંબા સમયથી તે બન્નેએ પ્રેમ નહોતો કર્યો... એકબીજાનો સહવાસ નહોતો માણ્યો. રોગનનાં દિલમાં એકાએક એ પ્યાસ જન્મી હતી. તેનું ચાલ્યું હોત તો અત્યારે જ તેણે ક્લારાને ઉંચકીને ચૂંબનોથી ગૂંગળાવી મારી હોત, પરંતુ એવું કરીને ક્લારાને તે ગુસ્સે કરવા માંગતો નહોતો. વળી એભલની હાજરીમાં એ શક્ય પણ બનવાનું નહોતું એટલે પોતાની જીસ્માની જરૂરીયાતને હાલ પુરતી ઠંડા પાણીમાં ઝબોળીને તેણે ખામોશ કરી હતી અને આગળ વધવામાં ધ્યાન પરોવ્યું હતું.

તેઓ અત્યારે કાર્લોસથી અડધા દિવસની દૂરી પર હતાં. જો સાંજ ઢળી ન હોત તો આજે જ તેમનો ભેટો થવાનો હતો. અને ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાત એ તો ભગવાન પણ કહી શકે તેમ નહોતાં. પણ... બહું જલ્દી એ સ્થિતિ આવવાની હતી.

( ક્રમશઃ )

મિત્રો.. એક ઓપિનિયન જોઇએ છે.

નો રીટર્ન-૨ પછી ક્યા વિષય ઉપર નવલકથા લખું...? હોરર કે સસ્પેન્સ થ્રિલર...?

અહી કોમેન્ટમાં ભૂલ્યા વગર જણાવજો જેથી હું એ બાબતે શ્યોર થઇ શકું.

બની શકે તો કોમેન્ટ કરજો કે આ કહાની તમને કેવી લાગે છે..?

રેટીંગ ચોક્કસ આપજો.

આપ રહસ્યમય કથાઓનાં રસીયા હોવ તો તમને મારી અન્ય નવલકથાઓ જેવી કે....

નસીબ

અંજામ

નગર

નો રીટર્ન

પણ ચોક્કસ ગમશે.

રેટ કરો અને રિવ્યુ આપો

Natvar Patel

Natvar Patel 1 અઠવાડિયા પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 2 અઠવાડિયા પહેલા

Vishwa

Vishwa 2 વર્ષ પહેલા

Arzoo baraiya

Arzoo baraiya 2 વર્ષ પહેલા

સસ્પેન્સ લખજો.

Jayeshkumar Sundarji Thakkar

Jayeshkumar Sundarji Thakkar 2 વર્ષ પહેલા

થ્રિલર જ બેસ્ટ