કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૨ Rupen Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિસ્મત કનેકશન, પ્રકરણ ૨૨

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૨
નીકી ફટાફટ તૈયાર થઇને ડાઇનીંગ ટેબલ પાસે તેની મમ્મી પાસે જઇને બોલી, "મમ્મી હવે તો બોલ, શું વાત હતી."
"બેટા કંઇ ખાસ નહીં." નીકીની મમ્મી તેને ચા નાસ્તો આપતા બોલી.
નીકીએ વાત જાણવાની ઉતાવળમાં ગરમાગરમ ચા પી લીધી અને નાસ્તાની ડીસ હાથમાં લઇ તેની મમ્મી સામે અનિમેષ નજરે ઉભી રહી.
નીકીને ચુપચાપ ઉભેલી જોઇ તેની મમ્મી બોલી,"તે બેટા કાલે માસીનો ફોન આવ્યો તે પહેલા તારી જે અધુરી વાત હતી તે તો પુરી કર."
નીકીને સમજાઇ ગયું કે તેની મમ્મી તેની પાસેથી વિશ્વાસની વાત જાણવા માંગે છે અને તેના કહ્યા પછી જ તે વાત કરશે. એટલે તેણે મનોમન શબ્દો ગોઠવી હળવેકથી કહ્યું, "મમ્મી એમાં એવું હતું ને કે, વિશ્વાસને મેં ઘરે આવવા કહ્યું તો તેણે માસ્ટર માટે રહેવાની વાત કરી અને ઘરે આવવા તૈયાર ના થયો એટલે અમારી વચ્ચે થોડી અનબન થઇ ગઇ. એઝયુઝલ તે અનબન પતી પણ જશે."
"બસ આટલી જ વાત કે બીજું પણ કંઇ?"
"બીજું તો ....હા એ એમ કહેતો હતો કે તું કેમ માસ્ટર નથી કરવાની ને બીજી બધી સ્ટડીઝની વાતો. મને તેની સ્ટડીની વાતો ઇરીટેટ કરતી હતી એટલે ..."
"એટલે...હું ત્યાંથી નીકળી ગઇ. અને ...અને તેને વાત કર્યા વગર જ ઘરે આવી ગઇ. મમ્મી બીજી કોઇ વાત નથી. પ્રોમિસ મમ્મી." નીકી તેની મમ્મીનો હાથ પકડીને કહે છે. 
"ઓકે બેટા. મારે પણ આજ વાત થઇ. મને પણ વિશ્વાસે આ જ વાત કરી."
"બસ આ જ. બીજુ કંઇ નહીં."
"બીજુ એમ કહેતો હતો કે આજે તે ઘરે આવવા નીકળવાનો છે અને તારો કોઇ સામાન હોસ્ટેલ પરથી લાવવો હોય તો તે લેતો આવે. પણ મેં કહ્યુ કે તું બધો સામાન લેતો આવી છે."
"ઓઅઅ...એમ વાત હતી. એટલે કોલ કર્યો હતો એમ ને."
"હા. તું સુતી હતી એટલે એણે ઉઠાડવાની ના પાડી. પછી તે કોલ કરશે એમ કહી અમારી વાત પુરી થઇ."
*                 *                *              *            *
વિશ્વાસ હોસ્ટેલથી ઘરે આવવા નીકળ્યો કે નહીં તે જાણવા તેની મમ્મીએ બે વાર કોલ કર્યો પણ વિશ્વાસે કોલ રીસીવ ન કરતા તેની મમ્મી મનોમન બોલી, "આ છોકરો શું કરતો હશે? નીકળ્યો હશે કે નહીં. કોલ રીસીવ કરે અને ના નીકળ્યો હોય તો આજે બરોબર ખખડાવી નાંખુ."
વિશ્વાસના પપ્પા તેની મમ્મીની હાલત અને તેની વાતો પરથી હસી રહ્યા હતાં. 
થોડીવાર મોબાઇલ હાથમાં લઇ મોનાબેન વિચારોમાં ખોવાઇ ગયા. તેમની તંદ્રા મોબાઇલની રીંગ વાગતા તુટી અને કોલ રીસીવ કરીને ઉતાવળા સ્વરે બોલ્યા, "શું કરે છે બેટા? કેમ કોલ રીસીવ નથી કરતો. કયાં છે હજુ. તું નીકળ્યો છે કે નહીં."
"અરે મમ્મી, થોડી શાંતી રાખ. હું નીકળી જ ગયો છું અને સાંજ સુધી તારી પાસે જ હોઈશ."
"ઓકે અને તારી પાસે કેટલો સામાન છે. તું કેવી રીતે આવે છે ?"
"કેમ આટલી ચિંતા કરે છે ? હું કોઇ પહેલીવાર થોડો ઘરે આવુ છું. હું ઇન્ટર એકસપ્રેસમાં આવું છુ અને સામાનમાં એક બેગ અને એક હોલ્ડલ બેગ છે બસ. "
"રાતે આપણા સોશિયલ ગ્રુપની પાર્ટી છે તો તું .."
"ના મમ્મી. હું નહીં આવુ પ્લીઝ. મને ઘરે આવીને આરામ કરવો છે. તો .."
"ઓકે."
*            *             *             *           *           *
વિશ્વાસની મમ્મીએ તરત જ એક પ્લાન બનાવી નીકીને મોબાઇલ પર કોલ કર્યો, "હાય નીકી બેટા."
"બોલો બોલો મોના બેન, કેમ છો? "નીકીનો મોબાઇલ તેની મમ્મી રીસીવ કરતા બોલ્યા.
"બસ મજામાં અને તમે? "
"હું પણ. બીજુ શું ચાલે છે? "
"બસ જુઓને આ એકઝામ પતી ગઇ અને છોકરાઓ પણ ફ્રી થઇ ગયા."
"અને હા મોનાબેન વિશ્વાસ પણ આજે ઘરે આવે છે ને,સવારે તેનો કોલ આવ્યો હતો."
"હા એટલે જ કોલ કર્યો. નીકી કયારે આવી? "
"નીકી પણ કાલે જ આવી."
"સરલાબેન તમે રાતે સોશીયલ ગ્રુપની પાર્ટીમાં આવવાના છો? "
"હા પણ કદાચ નીકી આવવાની ના પાડે છે. એટલે અમે બે જ આવવાના."
મોનાબેન આ વાતથી મનોમન ખુશ થઇ ગયા અને થોડુ વિચારીને બોલે છે, "વિશ્વાસ પણ આવવાની ના પાડે છે. તો નીકીનું એક કામ હતું."
"હા આપુ ફોન તેને"
"હાય આંટી, કેમ છો? "નીકી બોલી
"મજામાં બેટા, તારુ એક કામ હતું."
"બોલોને આંટી."
"તું વિશ્વાસને સ્ટેશન લેવા જઇશ. તે સાંજે ઇન્ટર એકસપ્રેસમાં આવવાનો છે."
"હા કેમ નહીં પણ તેની પાસે સામાન.."
"વધારે નથી. મારે વાત થઇ ગઇ છે. એકટીવા પર આવી જશે સામાન."
"ઓકે આંટી, હું એકટીવા લઇને પહોંચી જઇશ. બાય."
 નીકીએ તેની મમ્મીને મોના આંટીએ કહેલી વાત કરી અને સાંજે વિશ્વાસને લેવા જવા મોનાઆંટી કહે છે તો તે જાય કે નહીં તેનું પણ પુછ્યું. તેની મમ્મીએ પણ હા કહ્યું. હા કહેવાથી નીકીનો મુડ એકદમ બદલાઇ ગયો તે તેની મમ્મીએ જોયું.
નીકીએ મોબાઇલમાં વોટસઅપ ઓપન કર્યો અને તરત મોટેથી બોલી,"હાય...લા આજે તો વેલેન્ટાઇન ડે છે. મમ્મી, હેપ્પી વેલેન્ટાઇન ડે."
તેની મમ્મીએ પણ તેનો પ્રેમથી હાથ પકડીને કહ્યું, "હેપ્પી વેલેન્ટાઇન ડે બેટા."
"મમ્મી , હું ફટાફટ વોટસઅપ પર મારા ફ્રેન્ડસને વેલેન્ટાઇન ડે વીશ કરી દઉં."
"અને હું ફટાફટ લંચ બનાવી દઉં." તેની મમ્મી બોલીને રસોડામાં ગઇ.
નીકીએ તેના કેટલાક ફ્રેન્ડને વોટસઅપ પર અને કેટલાકને કોલ કરીને વીશ કર્યુઁ પણ વિશ્વાસને વીશ કરવું કે નહીં તે મનોમન વિચારવા લાગી અને તેણે નકકી કર્યું કે સાંજે વિશ્વાસને લેવા જશે અને તેનો મુડ સારો હશે તો રુબરુ જ વીશ કરશે, નહીં સારો હોય તો નહીં કરે. તેને ડર હતો કે વિશ્વાસને આ બધુ નહીં ગમે તો સાંજે મળશે ત્યારે પહેલા આ જ વાત પર ગુસ્સો કરશે."
સાંજ પડે છે અને નીકી વિશ્વાસને લેવા સ્ટેશન જાય છે અને તેના મમ્મી પપ્પા સોશીયલ કલબની પાર્ટીમાં જવા નીકળે છે. 
*          *            *             *           *            *
વિશ્વાસ ટ્રેનમાંથી ઉતરી બહાર આવે છે અને પોતાના શહેરની દોડધામ જોતો હતો એવામાં ભીડભાડની વચ્ચેથી તેની નજર સામે દુરથી આવતી નીકી પર પડી.
પહેલા તો તેને માનવામાં ન આવ્યું પણ થોડા ડગલા ચાલ્યા પછી તેણે જોયુ તો નીકી તેને હાથ લંબાવતી દેખાઇ. નીકી તેને રીસીવ કરવા આવી હોય છે તેમ જાણીને તે સરપ્રાઈઝ થઇ જાય છે. તે નીકી સાથે હાય હલ્લો કરી ઘરે જવા ઓટો બોલાવે છે અને નીકી તેને રોકે છે અને તેના હાથમાંથી બેગ ઝુંટવી લઇને કહે છે, "તારી પાસે કયાં વધારે સામાન છે, આપણે બે મારા એકટીવા પર જ ઘરે જતા રહીએ. હું તને લેવા જ આવી છું."
"પણ તારે આવવાની કયાં જરુર હતી નીકી. હું મારી રીતે .."
"જો મારી પર ગુસ્સે ના થઇશ. તું કયારે કઇ ટ્રેનમાં આવવાનો છું તેની મને ખબર ન હતી પણ મોના આંટીએ મને તને અહીં લેવા આવવાનું કામ સોંપ્યું એટલે હું આવી. અને જો તને ના ગમ્યું હોય તો સોરી. બાય ..." નીકી ફટાફટ બોલી આગળ ચાલવા લાગી.
"ઓય...ઓય ..નીકી, યાર આમ નારાજ ના થઇશ. અને આ મમ્મીએ પણ તને ખોટી હેરાન કરી."
"હું કાંઇ હેરાન નથી થઇ અને આંટીને પણ કંઇ કહીશ નહીં. તારે જેમ કરવું હોય તેમ કરજે અને હું તો...આ ચાલી. તું આવવું હોય તેમ આવજે."
તે બંને ચાલતા ચાલતા સ્ટેશન બહાર આવીને ઉભા રહે છે. નીકીની એકટીવા પર ઘરે જવાની વાત પર વિશ્વાસને પહેલા તો સંકોચ થાય છે અને ગુસ્સો પણ આવે છે. તેને આમ નીકી સાથે એકટીવા પર જવાનું પસંદ નથી આવતું. પણ તે પળવાર માટે થોડુ વિચારીને ઉતાવળા સ્વરે બોલે છે, "નીકી એક મીનીટ મારી વાત સાંભળ. એકટીવા હું ચલાવીશ અને તારે મારી પાછળ વ્યવસ્થિત બેસવું હોયે તો અને બેગ આપણી વચ્ચે .."
"અરે બાબા..તું જેમ કહે તેમ. ચલ ને યાર ઘરે. મોડુ થાય છે અને આંટી રાહ જોવે છે."નીકી એકટીવાની ચાવી વિશ્વાસના હાથમાં આપતા બોલી.
વિશ્વાસ અને નીકી રેલ્વે સ્ટેશનથી ઘરે જવા નીકળે છે.  હોસ્ટેલ પરથી પરત આવ્યા પછી વિશ્વાસ મનોમન તેના શહેરની સરખામણી કોલેજના શહેર જોડે કરે છે. તેનું શહેર સતત દોડતુ, શોરબકોર વાળુ અને ટ્રાફિકની માથાકુટવાળુ શહેર.
વિશ્વાસે રેલ્વે સ્ટેશન બહાર જોયુ તો લોકોની ભીડભાડ અને શોરબકોર હતો. અને નીકી પાછલી સીટ પરથી સતત બોલ્યા કરતી હતી, તેનો અવાજ પણ તે શોરબકોરમાં બરોબર સંભળાતો ન હતો. સીટીનો એરીયા પસાર કરી તેઓ કોલેજ એરીયામાં પહોંચે છે ત્યાં જોવે છે તો વાતાવરણ રંગીન જોવા મળે છે.
આ બધુ જોઇને વિશ્વાસ નીકીને કંઇ પુછવા જતો હતો તે પહેલા જ નીકી બોલી ઉઠી, "હેપ્પી વેલેન્ટાઇન ડે વિશ્વાસ."
"અરે હા. આજે એટલે જ આ કોલેજ બહારનું વાતાવરણ આટલું રંગીન છે. આ લોકો સેલીબ્રેશનના મુડમાં દેખાય છે."
"હા. હેપ્પી વેલેન્ટાઇન ડે વિશ્વાસ." નીકીએ ઉત્સાહભેર વિશ્વાસના ખભે હાથ મુકીને ફરીવાર કહ્યું.
"હા નીકી, હેપ્પી વેલેન્ટાઇન ડે." વિશ્વાસ ધીમે રહીને બોલે છે.
નીકીનું બોલવાનું બંધ થાય છે અને વિશ્વાસનું બોલવાનું શરુ થાય છે, "આજની યંગ જનરેશનને સ્ટડીમાં તો રસ જ નથી અને બસ આવા ડે સેલીબ્રેશનમાં જ ટાઇમ બગાડે છે. આ લોકોએ સેલીબ્રેશનના નામે ન્યુસન્સ ક્રિએટ કરી દીધુ છે. આજની જનરેશન ઇમોશન્સ અને ફિલીંગ્સના ના નામે ચીટીંગ કરે છે. આ લોકો ..."
"બસ...બસ વિશ્વાસ બહુ થયું. તારી બકબકમાં ઘર આવી ગયું. તારે વેલેન્ટાઇન ડે સેલીબ્રેટ ના કરવો હોય પણ બીજાને તો કરવા દે." નીકી હસીને બોલી.
વિશ્વાસને જોઇને સિકયોરિટી ગાર્ડ તેને પાસે આવીને કહે છે, "મેડમ આ ચાવી આપીને ગયા છે. ઘરે કોઇ નથી અને તમને કોલ કરતા હતા પણ લાગતો ન હતો એટલે તમને કોલબેક કરવા કહ્યું છે."
"ઓકે."
વિશ્વાસ એકટીવા પાર્ક કરી બેગ હાથમાં લઇને નીકીની સામે જોઇને બોલે છે, "આ મમ્મી આમ કયાં ..."
"અરે વિશ્વાસ! મમ્મી પપ્પા અને અંકલ આંટી આપણા સોશીયલ કલબના પ્રોગ્રામમાં ગયા છે."
"અરે હા...હા મને કહ્યુ હતું મમ્મીએ અને મેં ના પાડી હતી. પણ તું..." વિશ્વાસ નીકીની સામે જોઇને બોલ્યો
"મને પણ નહોતુ જવું એટલે."
વિશ્વાસે તેની મમ્મીને કોલ કર્યો અને વાત કરી,"હેલ્લો મમ્મી, હું આવી ગયો અને ..."
"અરે ! સરસ બેટા. તું સારી રીતે પહોંચી તો ગયો ને અને ઘરની ચાવી સિકયોરિટી પાસેથી લઇ લે જે. નીકી તારી સાથે જ છે ને."
"હા નીકી અને હું સાથે જ છીએ."
"તો ઘરમાં તમારા માટે સરપ્રાઈઝ છે. બાય."
"અરે મમ્મી ... શું સરપ્રાઈઝ? " વાત કરતા કરતા તેની મમ્મીએ ફોન કટ કરી દીધો.
વિશ્વાસે નીકી સામે જોયું અને કંઇ બોલ્યા વગર ચાલવા માંડયો. નીકીને વિશ્વાસનો ચહેરો જોઇ સમજાઇ ગયું કે તે કોઇ વાતથી નારાજ છે.
થોડુ ચાલ્યા પછી વિશ્વાસ બોલ્યો, "આ મમ્મી પણ. કામવગર નું કામ કરીને મને અને તને હેરાન કરશે."
"શું થયું? "
"મમ્મીએ ફોનમાં કહ્યુ કે આપણા બે માટે ઘરમાં કંઇ સરપ્રાઈઝ છે."
"ઓહ ..શું વાત છે. આંટી..."
"બહુ ખુશ ના થઇશ. મને તો લાગે છે કે..."
"શું લાગે છે? "
"કંઇ નહીં યાર.ચલ જોઇએ શું છે સરપ્રાઈઝ."
નીકીને સરપ્રાઈઝ જાણવાની બહુ ઉતાવળ હતી એટલે તે વિશ્વાસ કરતા પણ આગળ ચાલવા લાગી અને ઘરના ડોર પાસે જોઇને ઉભી રહી.
વિશ્વાસ સરપ્રાઈઝ માટે નીકીનું એકસાઇટમેન્ટ જોઇ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે કદાચ આ સરપ્રાઈઝમાં મમ્મી સાથે નીકીનો પણ હાથ હોવો જ જોઇએ. 
પ્રકરણ ૨૨ પુર્ણ
પ્રકરણ ૨૩ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.