Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૦)

નયન

નયનથી મિલાવી નયન,
ઉતરી ગયા તમે દિલમાં,

પસંદ આવ્યો મુજને,
એ અંદાજ તમારો..

ખેલ ખેલી ગયા અંતે,
આ દિલને સમજી પારકું,

પણ આ આખીએ રમતનો,
અંદાજ મને ગમ્યો..

બાકી શું છે હવે આ જીવનમાં,
બધું જ લૂંટાઈ ગયું તારા ખેલમાં,

નયનથી મિલાવી નયન,
ઉતરી ગયા તમે દિલમાં,

પસંદ આવ્યો મુજને,
એ અંદાજ તમારો..

લાગણીના રસ્તે ખાધી છે મેં ઠોકર,
છતાં નથી થયો ઓછો પ્રેમ અમારો,

ભૂલી જાઓ ભૂતકાળ ને આગળ વધો જીવનમાં,
મળશે કંઈક સારું જરૂર આ જીવનમાં,

પ્રેમની છાપ 

અંતરથી આવે છે હોઠો પર એક વાત,
મારા હૈયે છે તારા પ્રેમની એક છાપ..

શબ્દોમાં છલકાય છે લાગણીની ભીનાશ,
અક્ષરોમાં કોતરાય છે વ્હાલની એક છાપ..

આશાઓમાં જીવે છે તને મળવાની આશ,
મારા હૈયે વાગી છે એક કટાર..

લખાય છે કવિતા હવે બની બેતાબ,
મારા હૈયે છે તારા પ્રેમની એક છાપ..

લાગણીનો ઉભરો


તારા સ્નેહમાં સમાયો
તારી આંખ્યુમાં અટવાયો

તારી ધડકન બની ધબક્યો
તારા હૈયે હરખાયો

તારી વાતોમાં ગુંચવાયો
તારા આદરમાં અટવાયો

તારી પીડામાં પછડાયો
તારા પ્રેમમાં પોમાયો

ન જાણે ક્યાં ક્યાં સમાયો
પણ આખરે તારો જ કહેવાયો..

જીવનમાં સંતોષ નથી

જીવનમાં કોઇને કેમ સંતોષ નથી?
મળ્યું છે અનમોલ માનવ દેહ,
તો'ય એમાં કોઈને રસ નથી..

વાણી જેવી અમૂલ્ય વસ્તુનું,
બધાને મૂલ્ય કેમ ખબર નથી?

જળ જેવા અનમોલ પદાર્થની,
જાણે કોઈને કદર જ નથી..

જીવનમાં કેમ કોઈને સંતોષ નથી?
મળ્યું છે આ માનવ દેહ,
તો'ય પ્રભુનો ઉપકાર નથી..

આંખો જેવી અજાયબી મળી,
એની એ તમને કદર નથી..

હાથ-પગ આપ્યા જરૂરિયાત પુરી કરવા,
તો'ય કોઈને કેમ એનું ભાન નથી?

જીવનમાં કોઈને કેમ સંતોષ નથી?
મળ્યો છે માનવ અવતાર,
તો'ય એનો ઉપયોગ નથી..

અંધશ્રદ્ધામાં માનવા વાળાને,
પ્રભુ પર કેમ વિશ્વાસ નથી?

ખોટા ધંધા કરવાવાળા ને,
ઈશ્વરનો કોઈ ડર નથી..

જીવનમાં કેમ સંતોષ નથી?
મળ્યું છે ધરતી પર આ જીવન,
તો'ય એનું મૂલ્ય ખબર નથી..

ભૌતિક સુખ ભોગવવામાં,
આત્મ સુખનું જ્ઞાન નથી..

આત્મલોક ને ભૂલી સૃષ્ટિને સર્વસ્વ માનવમાં,
કદાચ આ જીવનમાં તમને સંતોષ નથી..

તારી વાટે

શોધું છું તને મારી કલ્પનાઓમાં,
ઇચ્છું છું તને મારી આશાઓમાં,

જોવું છું તને મારા વિચારોમાં,
પામું છું તને મારા શ્વાસમાં,

ધબકે છે તું મારા હૈયામાં,
પ્રસરે છે તું મારી રગોમાં,

વાંચું છું તને મારા કીબોર્ડમાં,
મહેસુસ કરું છું તને મારા સ્વપ્નમાં,

નથી મળતી તું મને ક્યાંય આ સૃષ્ટિમાં,
તેમ છતાં દોડું છું પાછળ એ મૃગજળમાં..

પુસ્તક

બાળપણાંની મીઠી યાદોને શબ્દોમાં કંડારવા,
એ લખોટી, ભમરડો ને સાતોળિયું ફરી યાદ કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

વરસાદના પાણીમાં કાગળની હોળી દોડાવવા,
ઝરમર પડતાં વરસાદમાં છબછબિયાંને યાદ કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

તારા મમ્મીના હાથના સક્કરપારા અને મારા મમ્મીના હાથના થેપલાં,
પ્રવાસના એ યાદગાર દિવસોને વાગોળવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

મહાદેવના મંદિરે મળતાં પ્રસાદને ફરી એ નાના ખોબામાં લેવા,
સાતમ-આઠમના મેળામાં ચકેડીની યાદોને તાજી કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

ઇદના શિરખુરમાં મારી ઘરે અને દિવાળીની મીઠાઈ તારી ઘરે ખાવા,
આપણાં બાળપણનાં તહેવારોનો ઉત્સાહ યાદ કરવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

નિશાળમાં તારી પાટલી પર મારી જગ્યા રોકવા,
પંદરમી ઓગષ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમોની યાદો કંડારવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

ટાયરનાં પૈડાંને રોડ પર દોડાવવા,
શેરીના ક્રિકેટને શબ્દોમાં સજાવવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

વોટ્સઅપ અને ફેસબુકની આ દુનિયામાં,
બાળપણની યાદોને તાજી રાખવા,
ચાલને ભેરું આપણે એક પુસ્તક લખીએ..

લખાવટ

બેસું જ્યારે હું લખવા,
શબ્દોની હારમાળા નીકળે,
અક્ષરોના મોતીઓમાં,
મારા પ્રેમની નિશાની નીકળે,

કોઈ ઉચ્ચારે જો મારો શબ્દ,
એના મનથી વાહ વાહ નીકળે,
પ્રફુલિત થઇ જાય વાંચનારનું મન,
એવા સુંદર ભાવ અહીં નીકળે,

વરસે જ્યારે વરસાદ આ ધરાપર,
પાણીનાં રેલાઓ ચારેકોર નીકળે,
એ ભીની માટીની સુવાસમાં જ,
મારી અવનવી કવિતાઓ નીકળે,

બને અનેક ઘટનાઓ આંખો સામે,
એનો પ્રતિસાદ મારી વાર્તામાં નીકળે,
સમાજમાં થતા અન્યાયો સામે,
ક્યારેક મારા આકરાં શબ્દો નીકળે,

નવરાત્રી જેવા પાવન પર્વ પર,
પ્રેમભર્યા રાસના સૂરતાલ નીકળે,
વાંચકોના મનમાં જીવી શકે,
ઈરફાન તારા એવા હરફ નીકળે..