મને તો વારસામાં તમારા સંસ્કાર જોઈએ,
જીવી શકું સાચા પંથે એવો આશીર્વાદ જોઈએ,
પ્રેમ આપ્યો છે તમે અઢળક આ જીવનમાં,
હું એને આગળ બીજાને આપતો રહું એવી માયા જોઈએ,
વ્હાલથી તરબોળ છું હું હવે જીવનમાં,
વારસામાં બાળકોને આપવા એ સ્નેહ જોઈએ,
સમાજમાં ચાલતા અન્યાયો સામે લડવા,
વારસામાં તમારી હિંમત જોઈએ,
સત્યની રાહ પર ચાલવા માટે,
વારસામાં મને મક્કમતા જોઈએ,
નિષ્પક્ષ રહું દરેક જીવ સાથે,
વારસામાં એવી શિખામણ જોઈએ,
અનંત સુધી સૃષ્ટિ પર શાંતિ પ્રસરે,
વારસામાં એવા આશીર્વાદ જોઈએ,
મને તો વારસામાં બસ તમારા સંસ્કાર જોઈએ,
જીવી શકાય આ દુનિયામાં ઉલ્લાસથી એવા આશિષ જોઈએ..
પ્રેમની પરિભાષા
તારા સંબંધમાં એક મીઠાસ છે,
તું મારા માટે બહુ ખાસ છે,
તને ક્યાં એનું ભાન છે,
એટલે દિલ મારુ બેહાલ છે..
મારા વિચારોમાં તારી યાદનું વાદળ છે,
મારા મનમાં તારા માટે પ્રેમ અપરંપાર છે,
તને ક્યાં એનો એહસાસ છે,
એટલે દિલ મારુ ઉદાસ છે..
તારા રૂપમાં એક આકર્ષણ છે,
મારુ હૈયું હવે તારી પાસ છે,
તને ક્યાં એની પરવાહ છે,
એટલે દિલ મારુ નારાજ છે..
મારા શબ્દોમાં તારો ઉલ્લેખ છે,
મારી કવિતામાં તારી યાદ છે,
તને ક્યાં એનો વિચાર છે,
એટલે દિલ મારુ લાચાર છે..