અઘોર આત્મા - ૧૨ બર્ફીલો બાહુપાશ DHARMESH GANDHI (DG) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અઘોર આત્મા - ૧૨ બર્ફીલો બાહુપાશ

અઘોર આત્મા

(હોરર-સસ્પેન્સ-થ્રિલર નવલકથા)

(ભાગ-૧૨ : બર્ફીલો બાહુપાશ)

--------------------

લેખક : ધર્મેશ ગાંધી

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

---------------------

(ભાગ-૧૧માં આપણે જોયું કે...

અઘોરી અંગારક્ષતિ એની સાધના ‘બિલ્લી-વિધિ’ દરમ્યાન બિલાડીની આંખ ચાવી જાય છે, એનું રક્ત પીએ છે. ચૂડેલ માટે કાલી વિદ્યા કરીને જણાવે છે કે જ્યાં સુધી એ બિલાડી જીવિત રહેશે ત્યાં સુધી પ્રેતયોનીમાં ભટકતા એના દીકરાનો આત્મા એક કાળા પડછાયાનું રૂપ ધારણ કરી શકશે. મૃતાત્માલોકનો એ પ્રતિનિધિ વીસ-બાવીસ વર્ષની ઉત્તેજના લઈને તપસ્યાને ભોગવવા માટે કાલી ખાડીમાંથી બહાર નીકળે છે અને તપસ્યાને ઘોર જંગલના એક અવાવરુ કોટેજમાં લઈ જાય છે. એના સંભોગથી તપસ્યાના પેટમાં મૃતાત્માનો ગર્ભ વિકસાવવાનો એનો મકસદ હતો, તપસ્યા માટે એક વિકૃત સજારૂપે...

હવે આગળ...)

--------------

‘આપણા બંનેનાં સંભોગથી તારા પેટમાં એક મૃતાત્માનો ગર્ભ વિકાસ પામશે. તું દર્દથી ત્રાહિમામ પોકારી ઊઠશે. તું તડપવા માંડશે. અને એ જ તારી સજા હશે, ત...પ...સ્યા...’ કાળો પડછાયો અતિશય વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો હતો. એનું ખુન્નસ પણ અનહદ જોર પકડતું જતું હતું. ફરી એનો ઘોઘરો અવાજ ગૂંજયો - ‘અને એ ગર્ભમાંથી અવતરેલા બાળકની હું બલિ ચઢાવીશ. મારો બદલો પૂરો કરીશ. હું પણ ફરી એક સોદો કરીશ. અને મૃતાત્માલોકમાંથી જીવાત્માલોકમાં પાછો ફરીશ! હા...હા...હા...’ પ્રેતયોનીમાંથી આવેલો પડછાયો ભયાનક રૂપ ધારણ કરી રહ્યો હતો. ખોફનાક બની રહ્યો હતો.

પરંતુ, જેવું મળસ્કું થયું કે એ સાથે જ એ પડછાયો ધીમે-ધીમે ઓગળવા માંડ્યો. હવામાં વિલીન થવા માંડ્યો. બળતા માંસની નાક ફાડી નાખતી દુર્ગંધ થોડી હળવી થઈ. મને થોડી તાજી હવા મહેસૂસ થઈ. મને જકડી રહેલાં અદ્રશ્ય બંધનો દૂર થતાં મેં અનુભવ્યા. મેં ઝટપટ ત્યાંથી ભાગી જવાનું વિચાર્યું.

હું એકીશ્વાસે દોડીને કોટેજની બહાર નીકળી ગઈ. ચારે તરફ ફેલાયેલા ઊંચા અને ગીચ વ્રુક્ષો મારે માટે રસ્તો શોધવાનું કપરું બનાવી રહ્યા હતા. હું દોડતી રહી; હાંફતી રહી... કલાકો સુધી એ બિહામણા જંગલમાં હવાતિયાં માર્યા બાદ હું થાકી ને લોથપોથ થઈ ચૂકી હતી. મારું દિમાગ તંગ અને ભેંકાર જણાતી અવસ્થામાં અટવાઈ રહ્યું હતું. આવી કપરી હાલતમાં પણ હું આ બિહામણી સમસ્યાનું હલ શોધવાનો પ્રયત્ન કરી રહી હતી.

ભૂખી-તરસી હું ક્યારે ફરી એક વાર બેશુદ્ધિમાં સરી પડી એ યાદ કરવા માટે આજે પણ હું અસમર્થ છું. પરંતુ, મારું નસીબ એટલું પણ સાથ આપનારું ન હતું કે હું આઝાદ ઘૂમી શકું. મારા તિમિરને પામી શકું. ખરેખર, પ્રેમના ચઢાણો ખૂબ જ કપરાં હોય છે. હર એકના વશમાં નથી હોતું કે એ સરળતાથી પોતાનો પ્રેમ પામી શકે!

જયારે મારી આંખો ખુલી ત્યારે ફરી એ જ કોટેજ... સામે એ જ ઘોઘરા અવાજવાળો પડછાયો... મારી ગરદન ઉપર એક હળવી ફૂંકનો મને અહેસાસ થયો. મૃતાત્માનો એ પ્રતિનિધિ બોલી રહ્યો હતો, ‘તપસ્યા... મળસ્કું થતાં જ્યાં પણ ભાગીશ, પણ મધરાત થતાં તો તું મારી જ ગિરફતમાં હશે...’

ફરી એકવાર પડછાયો અદ્રશ્ય થયો. થોડો સમય સૂનકાર વ્યાપેલો રહ્યો. ટન..ટન..ટન.. કરતા મધ્યરાત્રીના ટકોરાઓએ મને હચમચાવી નાખી. જાણે કે ધરતીકંપ થયો હોય એમ આખું કોટેજ ધ્રૂજી ઊઠ્યું. મેં આસપાસ નજર ફેરવી. ત્યાંથી કોઇપણ સંજોગોમાં છૂટકારો મેળવવા માટે મેં કોઈક ગુપ્ત રસ્તો હોવાની શક્યતા ખોળવા માંડી. હું એ કમરાના ખૂણે આવેલા એક સાંકડા દરવાજા તરફ આગળ વધી. ત્યાંથી બીજો એક કમરો ખૂલતો હતો. એ કમરામાં ઘોર અંધારું છવાયેલું હતું. નજર સામે કશું જ ન ભાસે એમ સર્વત્ર કાલીમા પથરાયેલી હતી. મેં નજર સ્થિર કરીને ધ્યાનપૂર્વક જોયું તો એ કમરાની ફરસ ઉપર કાળા રંગની જાજમ બિછાવેલી હતી. એ એક વિશાળ ખંડ જેવો લાગતો હતો. અને સર્વત્ર કાળાશ... એ ખંડની સામેની દીવાલની વચ્ચોવચ એક બારી હતી. એ બારીના કાચ લોહી જેવા લાલ રંગના હતા. એ કાળા વિશાળ ખંડની બહારની તરફ લાલ કાચની બારી નજીક એક અગ્નિકુંડ સળગી રહ્યો હતો. અગ્નિમાં કોઈક જાનવરના હાડકાં બળવાનો તડ-તડ અવાજ વાતાવરણને ભયાવહ બનાવી રહ્યો હતો. એ અગ્નિકુંડમાં ભડકે બળી રહેલી અગનજ્વાળાઓ લોહી જેવા રંગના લાલ કાચમાંથી એ કાળા ખંડની દીવાલો ઉપર વિચિત્ર પ્રકારની આકૃતિઓ રચી રહી હતી. જાણે કે ખંડની દીવાલો ઉપર ભૂતાવળો નૃત્ય કરી રહી હોય!

હું ઝડપભેર એ ખંડમાંથી બહાર નીકળી ગઈ. એ ખંડની ડાબી તરફ એક બગીચો હતો. મઘમઘતા ફૂલોની વેલો વચ્ચે મેં ધારીને જોયું તો લીલાછમ ઘાસ ઉપર કોઈક આળસ મરડી રહ્યું હતું. હું નજીક ગઈ તો ત્યાં કોઈક ખૂબસૂરત યૌવના સૂતી હતી. ધ્યાનથી જોતાં જ હું ચોંકી ઊઠી. મારા શરીરના દરેક અંગમાં એક ભયાનક ધ્રૂજારી પ્રસરી ગઈ. એ યૌવના તદ્દન નગ્ન અવસ્થામાં ઘાસ ઉપર આડી પડીને આળસ મરડી રહી હતી. એના ગોરા અને ભરાવદાર શરીર ઉપર એક લાલ-પીળા ચટપટા ધરાવતો અજગર વીંટળાઈ રહ્યો હતો. એક નજરે જોતાં એમ લાગે જાણે કે એ વિશાળ અજગર એ યૌવનાને ગળી જવા માટે એના શરીરે ભરડો લઈ રહ્યો છે. પરંતુ, એ યૌવના તો ઘાસમાં આળોટતી ખુદ એ અજગરને પોતાના બાહુપાશમાં ભરી રહી હતી. પોતાના બે પગ વચ્ચે અજગરના રબર જેવા જાડા અને વજનદાર શરીરને ઘસી રહી હતી. ઉત્તેજનાથી એની આંખો બંધ થઈ ચૂકી હતી અને મોં ખૂલી ગયું હતું. જેવી હું ત્યાંથી વાળીને પાછળ તરફ પોતાના કદમ ઉઠાવું ત્યાં તો કોઈકનો અવાજ મારે કાને અથડાયો...

‘પ્રેતોની પણ પોતાની એક અનોખી દુનિયા હોય છે, તપ્પુ...’ અવાજ સાંભળીને હું ચોંકી ગઈ.

એ યૌવના બોલી રહી હતી, ‘જીવનનો અંત છે – મરણ... પરંતુ, મરણનો અંત..? કોઈ નહિ, ક્યારેય નહિ... મૃત્યુ તો ફક્ત એક નાનકડો વિરામ છે. મૃત્યુ આત્માનું નથી થતું, ફક્ત પ્રત્યક્ષ નજરે પડતા શરીરનું થાય છે... ગીતામાં લખ્યું છે – આત્મા ક્યારેય હણાતો નથી!’

મેં ત્યાંથી ભાગી જવાનું વિચાર્યું. ત્યાં જ થોડે દૂર એક બાળક પોતાના બંને હાથ ફેલાવીને જાણે કે મને બોલાવી રહ્યો હતો, ‘આવ, તપ્પુ... આવ... તું પણ અમારા પ્રેત લોકોની દુનિયામાં આવ... અહીં ખૂબ જ શાંતિ છે... ખૂબ જ આરામ...’

ધીમે-ધીમે આસપાસ અનેક વિક્ષુબ્ધ આત્માઓનો જાણે કે મેળાવડો લાગી રહ્યો હતો. કોઈક ગીત ગણગણી રહ્યું હતું... કોઈક વળી જાણે કે પોતાના પ્રિયતમની યાદમાં આંસુ વહાવી રહ્યું હતું... કોઈક શણગાર સજી રહ્યું હતું... તો કોઈક નૃત્ય કરી રહ્યું હતું...

મારા પગ આપોઆપ થીરકવા માંડ્યા. મારી કમર ધીમે-ધીમે એક લયમાં હાલકડોલક થવા માંડી. મારી છાતીનો ઉભાર ઉંચો-નીચો થવા માંડ્યો. મારી આંખો મીંચાવા માંડી. પ્રેતોના મેળાવડામાંથી એક દેખાવડો યુવાન આગળ આવ્યો. એના હાથમાં લાલ શરાબની બોટલ હતી. એણે મારી લગોલગ આવીને મારી કમર ઉપર એનો હાથ પસવાર્યો. હાથમાં રહેલી બોટલમાંથી ઘેરા લાલ રંગની શરાબ મારા માથા ઉપરથી ઢોળી દીધી. શરાબના લાલચટક રેલા મારા કપાળે થઈને ગાલ ઉપર અને ત્યાંથી ગરદન ઉપર થઈને નીચે તરફ વહી રહ્યા હતા. હું સંપૂર્ણપણે ભાન ગુમાવી ચૂકી હતી. એ પ્રેતાત્માઓ સાથે એકાકાર થઈ રહી હતી.

પેલા યુવાને મારા એક પછી એક વસ્ત્રો ઉતારવા માંડ્યા. મારા આખા શરીરે ખૂશ્બોદાર શરાબના રેલા નીતરી રહ્યા હતા. યુવાન મારા શરીર પરથી ટપકતી લાલ બૂંદોને પોતાના હોઠથી ઝીલવા લાગ્યો હતો. હું મદહોશી તળે દબાઈ ગઈ હતી. મને પણ પોતાની જેમ સંપૂર્ણપણે નિર્વસ્ત્ર કરીને એ યુવાને એની બાહોમાં ઉઠાવી લીધી. પછી મને લીલાછમ ઘાસમાં સૂવડાવીને મારા શરીર સાથે વીંટળાઈ વળ્યો. મને ઉંધી સૂવડાવીને મારી પીઠ ચૂમવા લાગ્યો. મેં અનુભવ્યું કે મારા બંને પગ પહોળા કરી એ મારી ઉપર ભરપૂર રીતે છવાઈ જવા માટે અધીરવો બની રહ્યો હતો. મારા શરીરના આગળના ભાગમાં કુમળાં ઘાસનો ઉન્માદ જગાડતો સ્પર્શ થઈ રહ્યો હતો, અને પાછળના ભાગમાં ઉકળતો લાવા...

મને ફરી એક વાર એણે ચત્તી સૂવડાવી. મારા શરીરે બરફના પહાડ જેવો ઠંડોગાર સખત ભરડો અનુભવાતા મેં ખુમારીમાં જ આંખો ખોલી. મારા મોંમાંથી એક દબાયેલી ચીસ નીકળી ગઈ. જે યુવાન મારા નગ્ન શરીરને વીંટળાઈ રહ્યો હતો, મારા ઉરોજો, નાભિ, તથા કમર પરથી ટપકતી લાલ માદક અને સુગંધી શરાબને પોતાની લાંબી-લીસી જીભ વડે ચાટી રહ્યો હતો, જે યુવાન મારા અંગેઅંગમાં ઉકળતો લાવા ઠાલવી રહ્યો હતો – એ યુવાન નહોતો – વિશાળ અજગર હતો... મેં એ અજગરની પકડમાંથી છૂટવા ધમપછાડા કરવા માંડ્યા, પરંતુ મહાકાય અજગરે મારી બંને જાંઘો વચ્ચે પોતાનું રબર જેવું શરીર ફરી એક વાર બળપૂર્વક ઘસવા માંડ્યું હતું. અને મારી આંખો ફરીથી બીડાઈ ગઈ, અને મોં ખૂલ્લું રહી ગયું...

ત્યાં ઓચિંતું જ...

‘આવતીકાલની મધરાત, આપણા મિલનની મધુરજની બનવા માટે થનગની રહી છે! એક મૃતાત્માનું એક જીવાત્મા સાથે થવા જઈ રહ્યું છે - રતિમિલન..!’ કાળા પડછાયાનો ઘોઘરો અવાજ હવામાં ગૂંજીને પડઘા પાડી ઊઠ્યો... હું સફાળી ઊઠી ગઈ. આસપાસ વિહરી રહેલા પ્રેતાત્માઓ ગાયબ થઈ ચૂક્યા હતા. મેં ઘાસ ઉપરથી મારા વસ્ત્રો ઉઠાવ્યા.

ક્ષણવાર માટે મારા હોઠનો ફફડાટ ઉભર્યો ને આથમી ગયો. ડચકાં ખાતી રાત ધીમે-ધીમે વહીને વિતી ગઈ. એ રાત પણ જાણે કે એક સદીના બરાબર હતી. અને એ સદી વીતી ગઈ હોઈ એવું મને જણાયું. ફરી એક વાર મળસ્કું થયું, અને મારા બંધનો ખૂલવા લાગ્યાં...

***

(ક્રમશઃ) દર મંગળવારે...

(અઘોર આત્મા : ભાગ-૧૩ વાંચવાનું ચૂકશો નહિ.)

----------------

લેખક : ધર્મેશ ગાંધી

આપના પ્રતિભાવો જણાવવા માટે તથા લેખકને ‘ફોલો’ કરવા માટેના માધ્યમો-

વોટ્સઅપ નંબર : 91064 80527

ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com

એફ્બી પેજ : facebook.com/DGdesk.in
બ્લોગ : dgdesk.blogspot.com

----------------