દુનિયાની ભીળમાં છું હું એકલો,
શું તું મારો સાથ નિભાવીશ?
સ્વપ્નો ની છે દુનિયા મારી,
શું તું મારો સાથ નિભાવીશ?
રોજ ગમે છે લખવું મને,
શું તું મારો સાથ નિભાવીશ?
હરવું ફરવું ગમે છે મને,
શું તું મારો સાથ નિભાવીશ?
દેખાતો નથી હું એટલો સ્માર્ટ,
શું તું મારો સાથ નિભાવીશ?
વાંચન નો છે શોખ ઘણો,
શું તું મારો સાથ નિભાવીશ?
કમ્પ્યુટર સાથે લહુ છું લમણાં,
શું તું મારો સાથ નિભાવીશ?
ભાવે અવનવી વાનગીઓ મને,
શું તું મારો સાથ નિભાવીશ?
ચેટિંગ કરવું આદત મારી,
શું તું મારો સાથ નિભાવીશ?
આળસુ છું હું એક નંબર નો,
શું તું મારો સાથ નિભાવીશ?
સર્વધર્મ સંભાવ છે મારી ભાવના,
શું તું મારો સાથ નિભાવીશ?
ગુજરાતી હોવાનું ગર્વ છે મને,
શું તું મારો સાથ નિભાવીશ?
પુસ્તકો છે મારા સાચા મિત્રો,
શું તું મારો સાથ નિભાવીશ?
ક્રિકેટ છે પ્રિય રમત મારી,
શું તું મારો સાથ નિભાવીશ?
હું તો બસ છું જ આવો,
શું તું મારો સાથ નિભાવીશ?
બદલાવની લાગણી
નજર બદલો નજારા બદલાઈ જશે,
મનમાં પડેલી ગાંઠ ઉકેલાઈ જશે,
એક ડગલું તમે માંડો સામે બે ડગલાં આવી જશે,
નિખાલશતાથી હસી કાઢો વેરઝેર ભુલાઈ જશે,
ફૂલની પાંદડી બની મહેકો તો સુવાસ ફેલાઈ જશે,
ખામીઓ ભૂલી ખૂબી જોશો તો સ્નેહ પ્રસરાઈ જશે,
રણમાં આવીને રહેશો પાસ તો ઉપવન પણ વિસરાઈ જશે,
મૃગજળની મમતમાં જીવન સાથે પસાર થઇ જશે..
મહેફિલ
ન જાણે કોઈ મને આ મહેફિલમાં,
જો તું મને ન તડપાવે તારા પ્રેમમાં,
ચાહત તારી મને ઘાયલ કરી ગઈ,
આ મહેફિલ મને તારા માટે બદનામ કરી ગઈ,
વર્ષો પછી મળ્યા આપણે એ મહેફિલમાં,
યાદોને તાજી કરી મેં મારા દિલમાં,
તું મને એક નજર જોઈ ચાલી ગઈ,
આ મહેફિલ મને તારા માટે બદનામ કરી ગઈ,
ઝંખના
હું મટીને આપણે થાઉં,
પ્રભુ એવી છે મુજને ઝંખના..
તારું-મારું મટીને સૌનું થાઉં,
પ્રભુ એવી છે મુજને ઝંખના..
ક્રોધ મટીને પ્રેમ થાઉં,
પ્રભુ એવી છે મુજને ઝંખના..
ધર્મ-જાત મટીને માનવ થાઉં,
પ્રભુ એવી છે મુજને ઝંખના..
મારામાં બસ તું જ તુંતું
ચાની ચૂસકીમાં તું,
સૂરજની કિરનોમાં તું,
ન્યુઝ પેપરમાં તું,
મારા શ્વાસમાં તું,
સવારનો પહેલો વિચાર તું,
આંખોની રોશની તું,
વિચારોનું વંટોળ તું,
મનમાં આવતો પ્રેમનો ઉભરો તું,
કમ્પ્યુટરના કીબોર્ડમાં તું,
ડાયરીના પાનામાં તું,
કલમની શાહીમાં તું,
અક્ષરોનાં ઢોળાવમાં તું,
પ્રેમનું પૈગામ તું,
પૂનમની ચાંદની રાત તું,
અંધકારમાં એક જ્યોત તું,
વિશ્વાસ ભરી આશ તું,
મારા શબ્દોમાં તું,
મારા ગીતોમાં તું,
મારા જીવનમાં તું,
મારા સ્નેહમાં તું,
સર્વે પથરાયેલી તું,
મને રોજ યાદોમાં મળતી તું,
વધુ શું લખું મને કહે તું,
મારામાં બસ તું જ તું..
તો ઘણું..
પ્રીતના વાદળોથી ઘેરાયું છે આ હૈયું,
તારા પ્રણયની વર્ષા થાય તો ઘણું...
મન ચકડોળે મારુ ચડ્યું છે આજ,
તારા પ્રેમથી એ શાંત થાય તો ઘણું...
ઊંચા ઊંચા મહેલો નથી મારી પાસે,
જો મારા હૈયે તું સચવાય તો ઘણું...
નીંદર ઉડાડી મારી આવી ગઈ તું દલડે,
હવે તને કાયમ ત્યાં જ કેદ કરી રખાય તો ઘણું...