૧.અલી, માપમાં રે'જે
આમ આંખ ના ઉડાડ છોરી
પાંપણને જરા નીચી તું રાખ
છાતીના ઉછાળાને કાબૂમાં રાખ,
અલી, માપમાં રે'જે!
હોય તું ગુલાબ હો ચંપો ચમેલી કે મોગરો
જુલ્ફો તણી લટોને
આમ સરાજાહેર લહેરાવ ના
અલી, માપમાં રે'જે!
મોહમાં ના પાડ જરી
ખુદ કદી મોહમાં ન અટવાતી
પ્રેમમાં મળે છે દર્દ દગાઓ ને વેદનાના વંટોળિયા
અલી, માપમાં રે'જે!
જોબનિયું જાતા વાર નહીં લાગે
ને પછી દિલ પર છાતીનો ભાર અતિ લાગશે
જાળવ તું જીંદગીને
અલી માપમાં રે'જે!
લાગણીના અશ્વોને રાખ જરા કાબૂમાં
ને રહેવા દે હવે નહાવાનું સુગંધી સાબુમાં
પડ્યો જો ડિલ પરે ડાઘ જો
કદીયે નહીં ધોવાશે
અલી, માપમાં રે'જે!
આંખોમાં વસાવીને ફસાવી દે છે દુનિયા
મળશે તો માણશે ને ના મળ્યે આબરૂ ઉડાડશે
બડી ગજમની છે દુનિયા
અલી, માપમાં રે'જે!
* *
૨.ગમ ન કરજે
તને ચાહી ન શકું તો ગમ ન કરજે
શક કરી લેજે પણ ગમ ન કરજે.
હું હવે અલ્પાયુના અંત જેવો છું
મૈયતે ન આવી શકે ગમ ન કરજે.
શ્વાસો છે ટૂંકા ને વિશ્વાસ છે ઝાંઝાં
તને હૈયે ભરી ન શકું તો ગમ ન કરજે.
અશ્કની ધાર છે એટલી અનરાધાર
ઝીલી ન શકે ખોબામાં તો ગમ ન કરજે.
એક જ ખ્વાબ હતું મારું કે તુંજ સંગે જીવું
પામ્યા વિના સ્વન તી જઉં તો ગમ ન કરજે.
અવતરણ ટાણે જ મોત લઈ આવ્યો હતો
હવે મૃત્યું જ મને લઈ જાય તો ગમ ન કરજે.
* *
૩.ખરી જવાના
અમે થયા પીળું પાન,પળમાં હવે ખરી જવાના
રહેંશે જો શ્વાસ તો એ નામ તમારે કરી જવાના.
કેવા રંગીન બદલે છે મોસમ નજારે નજારા
જીંદગીએ પણ બદલ્યો છે વાન ખરી જવાના.
આશરો ક્યાં રહ્યો છે હવે કશોય જગતમાં
લઈશું તમારું નામ ને આ ભવ તરી જવાના.
તું શીદને થયો છે આટલો ક્રુર ઓ જમાના ?
મોત આવશે તો એક દિ' ખુદ મરી જવાના.
તમે ચાંદ છો, સિતારા છો, ને છો દિવાના
તમ યાદોની ખુશ્બું સીનામાં ભરી જવાના.
* *
૪.કેમ હશો છો!
જખમ જોઈને કોઈના કેમ હશો છો
તમેય પણ થશો ફના કેમ હશો છો!
મારું તો અહીં હતું શું તે લૂંટાઈ ગયું ?
તમારેય કંઈક ખોવું પડશે કેમ હશો છો!
દુનિયાને ફિકર નથી અન્યોના આંસુની
નાવ મારી ડૂબી છે ને તમે કેમ હશો છો!
આંખે ચડ્યા'તા જો કહી દીધું લવ યું
નકાર ભણીને નફ્ફટનું કેમ હશો છો!
'અશ્ક' વહાવશો તમેય એક'દિ પ્રેમમાં
આશિકની આબરું પર કેમ હશો છો!
* *
૫.નથી પરવા
દર્દ દુનિયાના ઉપાડીને નીકળ્યા છીએ ફરવા
હવે મોત આવે તોપણ કંઈ જ નથી પરવા.
સુગંધની અહીં કરી છે કોણે જરા-સી કદર
તમ વિના જુઓ લાગ્યા છે ફૂલો બધા ખરવા.
ગોટે ચડ્યા છે શ્વાસ સૌ તારી આંખે ચડવા
રોઈ રોઈ અમારે સનમ સમંદર કેટલા ભરવા.
બેદર્દ દિલની દોલત હવે ક્યાંક દેવાળું ફૂંકશે
સ્વાર્થના મેળામાં લ્યા લાગણીવેડા શું કરવા.
કરવા જેવા કામ બધા જ કરી લીધા છે મે
હવે મોત આવે તોપણ કંઈ જ નથી પરવા.
૬.
કોઈને મળે મૃત્યું તો કહેજો મારા તરફ એ આવે
મારે ઝાઝું હવે જીવવું નથી
સ્વાર્થી સંબંધો સાચવી શકવા હવે હું સમર્થ નથી
મારે ઝાઝું હવે જીવવું નથી
આખરે મરણ જ તો છે જિંદગીની સપ્રેમ સોગાત
મારે ઝાઝું હવે જીવવું નથી.
શ્વાસોને કેટલું વહાલ કરતો'તો એ જ હવે એ પીડે છે
મારે ઝાઝું હવે જીવવું નથી.
ખટપટ સંસારની જીરવવી કપરી છે પહાડ ભેદવા સમ
મારે ઝાઝું હવે જીવવું નથી.
* *
૭.તને શું ખબર
મોત મને કેટલું વહાલું છે તને શું ખબર
જીવન કેટલું દવલું થયું છે, તને શું ખબર?
ઘાત આઘાતોથી ગુજારો કરું છું રોજ
હજું શીદ હેમખેમ જીવું છું, તને શું ખબર?
તારી યાદોના દર્દને પીધું છે મે જીંદગીભર
કબરમાંય ઝંખના તારી હશે, તને શું ખબર?
અભાવ ઉપાડીને સતત ભટક્યા કર્યો હું
હતો તુજથી જ ઝાઝો લગાવ, તને શું ખબર?
તું મારી ન થૈ શકી હું ઉમ્રભર તારો જ રહ્યો
તને આંખોથી પીધી છે કેટલી, તને શું ખબર?
* *
૮.
હું મરી ગયેલો માણસ છું
જગથી હારી ગયેલો માણસ છું
હું પ્રેમમાં પાગલ થયેલો માણસ છું
આશિકોથી આગળ નીકળેલો માણસ છું
હું સમંદરને પી ચૂકેલો માણસ છું
આંસુઓની ખારાશ ચાખી ચૂકેલો માણસ છું.
ગજવે કર્યા છે દર્દ ઘણાયે
ઘાત ખમી ચૂકેલો માણસ છું.
* *
યુગોથી યાદોને ઉપાડીને થાકી ગયો છું
વક્ત છું ઈંતજારમાં હુંયે પાકી ગયો છું.
-અશ્ક રેશમિયા...!