Kismat connection - 20 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન - પ્રકરણ ૨૦

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.
પ્રકરણ ૨૦
નીકીએ ફટાફટ ચા અને બ્રેક ફાસ્ટ કરી લીધો અને વિશ્વાસ સામે તાકીને બેસી રહી. વિશ્વાસ તેને ઇરીટેટ કરવા ધીમે ધીમે ચાના ઘુંટડા ભરી રહ્યો હતો.
નીકી વિશ્વાસ પાસેથી તેના આમ વહેલી સવારે આવવાનું કારણ જાણવા બહુ આતુર હતી અને એટલેજ તે ઉતાવળા સ્વરે બોલી, "ઓ...વિશ્વાસ, આમ ચા ના પીવાય. આમ એક એક સીપ લઇને ચા પીશ તો યાર પુરી કયારે થશે? "
"અરે નીકી! આંટીની ચા જ એવી મસ્ત છે કે ધીમે ધીમે પીવાની મજા જ અલગ આવે છે."
"યાર ઉતાવળ કર ને પ્લીઝ."
"તને બહુ ઉતાવળ આવી છે આજે." વિશ્વાસે ત્રાંસી નજરે નીકી સામે જોઇને કહ્યું.
વિશ્વાસે ચા પતાવીને હળવેકથી નીકીને કહ્યું, "નીકી, આજની સવાર બહુજ ખુશનુમા છે અને મારુ મન..."
"શું તારુ મન.. આગળ બોલ ને યાર."
વિશ્વાસ ઉંડો શ્વાસ લઇને બોલ્યો,"મારુ મન આજે બહુ જ પ્રફુલ્લિત થઇ ગયું છે અને આજે મારે .."
નીકીની હાર્ટ બીટ તેજ થઇ ગઇ હતી અને મનમાં કેટકેટલાય વિચારો ઉભા થયા હતાં. તેણે અકળાઇને કહ્યું, "શું આજે તારે...બોલ જલ્દી બોલ."
વિશ્વાસ નીકીની સામે અનિમેષ નજરે જોતો જ રહ્યો. તે નીકીના ચહેરા પરના સતત બદલાતા હાવ ભાવ જોઇ રહ્યો હતો. તેણે નીકીની નજીક જઇને કહ્યું, "કાલે રાતે મેં મોકલેલો મારો છેલ્લો વોટસઅપ મેસેજ તે જોયો? "
નીકીએ તરત જ જવાબ આપતા પહેલા તેની પાસે ટેબલ પર પડેલો મોબાઇલ હાથમાં લઇને વોટસઅપ મેસેજ ઓપન કર્યો અને વાંચ્યો.
મેસેજ વાંચીને તેણે વિશ્વાસની સામે જોયું તો વિશ્વાસ ધીમુ ધીમુ હસી રહ્યો હતો. નીકીને વાત સમજાતાં તે ગુસ્સે થઇને બોલી, "શું આમ સવાર સવારમાં ફિલ્મી એકટીંગ કરે છે."
વિશ્વાસે ખડખડાટ હસીને કહ્યું, "જોયું અમનેય ફિલ્મી એકટીંગ આવડે છે અને આ એકટીંગ તને ના ગમી એમ મને પણ નથી ગમતી."
"શું તું પણ યાર. આમ સીધી રીતે બોલ્યો હોત કે આપણે માર્કેટમાં સ્ટડી મટીરીયલ્સ લેવા જવાનું છે તો કયારની વાત પતી ના જાત."
"મેં તો રાતે જ મેસેજ કર્યો હતો પણ તે ના રીડ કર્યો એમાં મારી ભુલ."
"ના યાર. હું કાલે થાકીને વહેલી સુઇ ગઇ હતી. તારા મેસેજનો રીપ્લાય કરી તરત ઉંઘી ગઇ એટલે આ બધુ ..."
"મજા આવી ને. બોલ કેવી રહી તારી મોર્નિંગ."
"ગુડ રહી પણ ચલ, આપણે માર્કેટમાં જઇએ નહીં તો મોડુ થઇ જશે."
નીકી અને વિશ્વાસ માર્કેટમાં સ્ટડી મટીરીયલ્સ લેવા ગયા. નીકી અને વિશ્વાસે સાથે આખો દિવસ પસાર કરી દીધો. બંનેએ ઘણીબધી વાતો કરતા કરતા સ્ટડી મટીરીયલ્સનું શોપીંગ કર્યું, નીકીના ફેવરીટ ફાસ્ટફૂડનો પણ ટેસ્ટ લીધો અને થાકીને સાંજે ફરી જલ્દીથી મળીશું ના વાયદા સાથે છુટ્ટા પડ્યા.
                         *****
નીકી વિશ્વાસ પાસેથી નોટ્સ મેળવી તેનું સ્ટડી કરતી હતી. વિશ્વાસ અને નીકી ફાઇનલ એકઝામની સ્ટડીઝ માટે વારંવાર એકબીજાના ઘરે મળતા હતાં. બંનેના પરિવાર પણ સાથે મળતા અને ડીનર પણ કરતા હતાં. બંનેના પરિવારના રીલેશન ગાઢ બન્યા હતાં.
વિશ્વાસે તેના મમ્મીના મનની અને નીકીના ચહેરાની વાત જાણી લીધી હતી અને તેને સમજાઇ ગયું હતું કે એકઝામ સુધી નીકી સાથે સારી દોસ્તી રાખીશ તો મમ્મી પોતાને કોઇ જ વાતે પરેશાન નહીં કરે અને કોઇ આડીઅવળી વાતો નહીં કરે. વિશ્વાસને ખબર હતી કે તે રીઝલ્ટ પછી માસ્ટર કરવા ફોરેન જશે અને નીકી તો ફોરેન આવશે નહીં એટલે રીલેશનશીપ પતી જશે. 
                         ******
એકઝામ નજીક આવતા બંને ફરી પાછા એકસાથે હોસ્ટેલ જાય છે. નીકી ઘણા દિવસે હોસ્ટેલ આવે છે એટલે તેને ઘર યાદ આવતું હોય છે પણ વિશ્વાસનો સાથ મળવાથી તેને રાહત મળે છે.
નીકી સિરીયસલી ફાઇનલ એકઝામની સ્ટડી કરવા લાગે છે અને તેને આમ ઇન્ટરેસ્ટથી સ્ટડી કરતા જોઇને વિશ્વાસ હસીને તેને કહે છે, "નીકી, ફાઇનલમાં તું મારા કરતા પણ આગળ નીકળી જ જઇશ એવું મને લાગે છે."
"તો તને ગમશે કે નહીં ગમે? " નીકીએ તરત સામે પ્રશ્ન કર્યો. 
"અરે! મને તો બહુ ગમશે. તું હજુ મહેનત કર. તું મારાથી આગળ જઇશ તો હું તને ગ્રાંડ પાર્ટી આપીશ." 
વિશ્વાસ તેના મિત્રોને અને ખાસ કરીને નીકીને વારંવાર સ્ટડી માટે મોટીવેટ કરતો હતો. વિશ્વાસ આખી કોલેજ અને હોસ્ટેલના તેના ફ્રેન્ડ માટે ગુગલ હતો. કોઇને કયારેય સ્ટડી રીલેટેડ કંઇ કવેરી હોય સોલ્વ કરી આપતો પણ સ્ટડી મટીરીયલ્સ અને નોટ્સ માત્ર નીકીને જ આપતો.
એકઝામ આવી અને તે બંનેએ આપી પણ ખરી. કોલેજના ઘણા બધા માટે કેટલાક પેપર ટર્ફ હતા પણ વિશ્વાસ અને નીકી માટે ઇઝી હતાં. વિશ્વાસની નોટ્સ અને ગાઇડન્સથી તે બંનેની ફાઇનલ એકઝામ બહુ ઇઝીલી પુરી થઇ હતી.
એકઝામ પુરી થતાં નીકી હોસ્ટેલ કાયમ માટે છોડીને ઘરે જવા સામાન પેક કરે છે. તે કોલેજ અને હોસ્ટેલની બધી ફ્રેન્ડને મળે છે. કોલેજના એન્યુઅલ ફંકશનમાં બધા સ્ટુડન્ટસ બહુ મજા કરે છે, જુની જુની મેમરી શેર કરે છે. લાસ્ટમાં ઇમોશનલી બધા છુટા પડે છે.
નીકી ઘરે જતા પહેલા વિશ્વાસને પુછે છે, "તું કયારે ઘરે જવાનો? "
"હું તો બે ત્રણ દિવસ પછી જવાનો પણ સામાન તો હોસ્ટેલ પર જ રાખવાનો છું. મારે માસ્ટર અહીં કરવું કે ફોરેન જવુ તે ફાઇનલ નથી. અને તારુ શું પ્લાનિંગ છે? "
"મારે તો.... હમણાં રીઝલ્ટની રાહ જોવાની છે અને પછીનું પછી ..." નીકી ઉતાવળા સ્વરે બોલી.
"કેમ માસ્ટર .."
"મારે હજુ કંઇજ નકકી નથી. તો હું ઘરે જઉ છું. તું આવે તો મને મેસેજ કર જે."
તે બંને કેન્ટીનમાં જઇને સોમાને મળે છે અને તેમના શહેરમાં  આવે ત્યારે મળવાની વાત પણ કરે છે.
                           *******
નીકી ઘરે પહોંચે છે ત્યારે તેના મમ્મી પપ્પા તેને જોઇ સરપ્રાઈઝ થઇ જાય છે અને ઉમળકાભેર મળે છે. નીકીની મમ્મી તેના હાથમાંથી બેગ લેતા બોલી, "બેટા, તું આવવાની હતી તે કહેવું તો હતું તો તારા પપ્પા તને લેવા આવી જાત."
"અરે મમ્મી! હું બઘુ મેનેજ કરી લે તેટલી મોટી અને અનુભવી થઇ ગઇ છું."
"બેસ બેટા, કેવી ગઇ એકઝામ? "તેના પપ્પા માથે મુકીને પુછે છે. 
"પપ્પા એકઝામ તો ફસ્ટ કલાસ ગઇ અને રીઝલ્ટ પણ ફસ્ટ કલાસ જ આવશે."
તેના મમ્મી પપ્પા તેની વાતો સાંભળી ખુશ થઇ જાય છે. નીકીની મમ્મી તેના ચહેરા પરની મુંઝવણ જોઇને મનોમન વિચારતા તેનો હાથ હાથમાં લઇને બોલી, "નીકી તું સફરમાં થાકી ગઇ હશે ને બેટા. થોડો આરામ કરી લે, પછી આપણે વાતો કરીશું."
"હા મમ્મી. આ સામાને મને થોડી થકાવી દીધી."
"પણ બેટા, આટલો બધો સામાન તારે મુકીને આવાનો હતો. હું અને વિશ્વાસના પપ્પા તમારો સામાન એકસાથે લઇ આવીશું એમ અમારે નક્કી થયું હતું. તે મને કોલ કર્યો હોત તો હું તને ના જ કહેવાનો હતો."નીકીના પપ્પા બોલ્યા. 
"અરે પપ્પા મેં બધુ મેનેજ કરી લીધુ અને હોસ્ટેલની બીજી ફ્રેન્ડ પણ સાથે હતી એટલે બહુ તકલીફ ના પડી."
"સાથે વિશ્વાસ પણ હશે ને."
"ના પપ્પા. એ હજુ હોસ્ટેલમાં જ છે."
"ચલો બેટા, હું ઓફિસે જવા નીકળું. સાંજે બાકીની વાતો કરીએ ત્યાં સુધી તું આરામ કરજે."
નીકીના પપ્પા ગયા પછી તેની મમ્મીએ તેને કોલ્ડ ડ્રીંકસ આપ્યું અને તેની મમ્મી હળવેકથી બોલી, "તે હેં બેટા ...વિશ્વાસ હોસ્ટેલમાં શું કરે છે? "
"હમ્મ્મ...."
"બધા ઘરે જતા રહ્યા હશે ને તે પોથી પંડીત હજુ શું કરતો હશે? " નીકીની મમ્મી હસીને બોલી.
નીકી કંઇ જવાબ આપતી નથી એટલે તેની મમ્મી ફરી પુછે છે, "શું થયું બેટા, તારે અને વિશ્વાસ વચ્ચે કંઇ..."
નીકી સોફામાં આરામ કરવા આંખો બંધ કરી આડી પડી અને બોલી, "ના મમ્મી. મારે એની સાથે કંઇજ એટલે કંઇજ થયું નથી. તું મને આરામ કરવા દે પછી શાંતિથી વાત કરીશું."
"બેટા કંઇક તો થયું જ હશે પણ તું મને કહેતી નથી."
"મમ્મી થોડી શાંતિ રાખ, તને બધુ કહુ છું. હું થોડી ફ્રેશ થઇને આવુ પછી કહુ છું પણ તું મનમાં વિચારે છે તેવું કંઇ નથી." નીકી ઉતાવળા સ્વરે બોલી ફ્રેશ થવા ગઇ.

પ્રકરણ ૨૦ પુર્ણ
પ્રકરણ ૨૧ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો ...
આપના પ્રતિભાવ અને રેટિંગ પણ આપજો.
મારી અન્ય વાર્તા, લેખ અને નવલકથાની ઇ બુક પણ વાંચજો અને રીવ્યુ, કોમેન્ટસ આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED