વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 5 Parekh Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 5

Tera mujhse hai pehle ka nata koi, 

 yuhi nahi dil lubhata koi...
Yuhi nahi dil lubhata koi....

Jane tu yaa jane na...
Mane tu yaa mane na....

(આગળ ના ભાગ મા જોયું કે વૈભવ નિરાલી ને ખૂબ જ અદ્ભૂત રીતે પ્રપોઝ કરે છે અને નિરાલી ને કેવી રીતે જિંદગીભર હમસફર બની રહેવાનું કહે છે હવે આગળ જોઇએ નિરાલી શુ જવાબ આપે છે)

નિરાલી: વૈભવ હા તુ પણ મને ગમે છો પણ મારી એક શરત છે જો તને મંજુર હોય તો મારી હા જ પાક્કી

વૈભવ: હા બોલ ને બકુ શુ શરત છે તારી...??? મને તો તારી બધી શરત મંજુર જ છે બોલ તુ

નિરાલી: ઓકે તો સાંભળ શરત એ છે કે જેમ તુ અત્યારે મને પ્રેમ કરે છો એમ જ જિંદગીભર તારે મને પ્રેમ કરતા રહેવાનું કોઈ પણ સંજોગ મા અને તારે મારો સાથ નાઈ છોડવાનો હો બોલ મંજુર છે તને...????

વૈભવ:( થોડી રાહત અનુભવતા) એ હા મેડમ આ પણ શુ કાઈ કહેવાની વાત છે અને ક્યાંક હુ ભટકી જાવ તો પણ તુ મને પાછો લઇ આવીશ જ મને ખબર છે એટલે તો મે તારો જ સાથ પસંદ કર્યો.
નિરાલી: ઓકે તો હુ તારી જીંદગીભર ની હમસફર બનવા તૈયાર છું પણ ભવિષ્ય મા કોઈ તારા ઘરે થી ના પાડશે તો તુ શુ કરીશ...????

વૈભવ: કોણ ના પાડે...??? કોઇ એવું છે જ નહીં જે ના પાડી શકે.

નિરાલી: કેમ ના ન પાડી શકે એટલે...????

વૈભવ: બકુ મારા ઘરે બધાં ને ખબર જ છે કે હુ તને પ્રેમ કરુ છું એમ અને તને એક જોરદાર વાત કહું....??????

નિરાલી: હવે શુ છે જોરદાર વાત...???? બોલ જલદી

વૈભવ:હા હા તુ શ્વાસ તો લે કહુ છું મારા ઘરે બધાં ને ખબર જ હતી હુ તને પસંદ કરુ છું એમ તો (શરમાતા શરમાતા નીચું જોઇ ને)ઘરે થી જ બધાં એ કહ્યુ કે હુ તને પ્રપોઝ કરી દઉં બીજુ કોઈ તને પટાવી લે એ પેહલા

નિરાલી: ઓહ ગોડ તારા ઘરે થી તને આવુ કહ્યુ મતલબ કે તુ એક જ બુધ્ધુ છો એમ ને તારા ઘરે બાકી બધાં મા તો અક્કલ છે

વૈભવ: હુ બુધ્ધુ છું ખબર છે મને એટલે તો તારા જેવી સમજદાર ને જ પસંદ કરી એટલે મારી કમી શુ તારી ખૂબી સામે દેખાય તો નહીં

નિરાલી: બસ હવે મસ્કા નહી માર અને પ્રપોઝ કર્યું તે તો એમા જે સૌથી પેહલા બોલવાનું હોય એ તો બોલ્યો જ નહીં તુ

વૈભવ: (નાટક કરતા)શુ બોલવાનું હોય  પેહલા...??? મને નથી ખબર નહીં તો હુ બોલું જ ને તુ કે ને બકા મને

નિરાલી:(બનાવટી ગુસ્સો કરતા) ઓયય હુ નથી બોલવાની હો કાઈ પ્રપોઝ કોણે કર્યું તે ને..??? તો હવે પેહલા તુ જ બોલીશ ઓકે

વૈભવ: ઓ મેડમ મગજ શાંત રાખો તમારે જરુર પણ નથી બોલવાની હુ જ બોલું છું (ફરી થી ઘૂંટણ પર બેસે છે ) i love you so much nirali શુ તુ મારી સાથે મેરેજ કરીશ..??? તુ મારી જીવનસાથી બનીશ.. ???

નિરાલી: હા વૈભવ હુ પણ તને પ્રેમ કરુ જ છું અને એક મિત્ર ના રુપ મા જ જો તુ મારો હમસફર બનીશ તો સફર મા પણ બહુ મુશ્કેલી નહીં આવે કેમકે બન્ને ને એક બીજા ની પસંદ નાપસંદ ખબર જ છે માટે i love you too oo

વૈભવ: ઓહ વાહ નીરૂ હુ આજે બહુ એટલે બહુ જ ખુશ છું કેમકે આપણે આજે એક બીજા ને મન થી અપનાવી લીધા માટે હવે કોઈ જ આપણાં બન્ને વચ્ચે દીવાલ ન ઊભી કરી શકે

નિરાલી: હા હવે આપણે એક થઈ ગયા હવે કોઈ અલગ નહીં કરી શકે બન્ને ને પણ હા તુ એક પ્રોમિસ આપીશ મને...????

વૈભવ: હા હા બોલ ને એક જ શુ કામ 10 પ્રોમિસ આપુ તને અને પ્રોમિસ જ કેમ બીજુ તારે જે જોઈએ એ કહેજે હવે બસ તારા સપના બધાં જ આ જન્મ મા પૂરા કરવા છે એ જ મારૂ સપનું છે

નિરાલી: ઓહહ બસ બસ જનાબ હવે આટલા બધાં પણ રોમેન્ટિક ન થાવ હો અત્યારે એક જ યાદ આવે છે બાકી હજુ આખી જીંદગી છે જ ને જેમ મન થાશે એમ તને કહેતી જઈશ તુ ક્યાં મને મુકી ને ભાગી જવાનો છે.

વૈભવ: હા એ પણ છે સારુ ચાલ પ્રોમિસ કે તારું શુ પ્રોમિસ જોવે છે...????

નિરાલી: મારે એવું પ્રોમિસ જોવે છે કે જો તને મારી સિવાય ભવિષ્ય મા પણ કોઈ છોકરી ગમે તો તુ મને પેહલા આવી ને કહીશ હો ને આપીશ ને તુ મને આવુ પ્રોમિસ...?????


                                     (   સમાપ્ત  )

શુ વૈભવ આવુ પ્રોમિસ આપશે...?????

નિરાલી આવુ પ્રોમિસ માગી ને શુ સાબીત કરવા માંગે છે કે એને વૈભવ પર વિશ્વાસ નથી એમ....????   

વૈભવ ને એ પોતાની કરતા પણ વધું ચાહે છે એટલે આવુ પ્રોમિસ માગે છે નિરાલી....????

(દરેક સવાલ ના જવાબ જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ અને આપણાં અમુલ્ય પ્રતિભાવ ભૂલશો નહીં)