"તુ મને યાદ કરે છે એ વહેમ જ હતો મારો પણ એ વહેમ સારો હતો....
તુ મને મળવા આવીશ જ એ વહેમ જ હતો મારો પણ એ વહેમ સારો હતો...
તુ મારો જ છે ઈ વહેમ હતો મારો પણ એ વહેમ સારો હતો....
તુ મને જ ચાહે છે એ પણ વહેમ હતો મારો એ વહેમ જ સારો હતો....."
(આગળ ના ભાગ મા જોયું કે વિશ્વા નિરાલી ને ઘરે રાખવા માટે જ હજુ કાંઈક વિચારે છે અને વૈભવ વિશ્વા થી થોડો થોડો આકર્ષિત થવા લાગ્યો છે અને નિરાલી ની તબિયત પણ થોડી થોડી સારી થઇ ગઇ છે અને નિરાલી મહેસુસ કરે છે કે વૈભવ એના થી દુર થતો જાય છે પણ એ વિચારે છે એને ભણવાનું ટેન્શન હશે એટલે એ કાઈ પૂછતી નથી હવે આગળ)
(વિશ્વા પણ વૈભવ ને પોતાનો બનાવવા મા સફળ થાય છે એટલે એ હવે નિરાલી ને હેરાન કરવાનો વિચાર બાજુ પર મુકી વૈભવ ની વધું નજીક કેમ જવું એ જ વિચારે છે અને કૉલેજ મા એક ટુર નું આયોજન થાય છે જેમા વિશ્વા કહે છે ચાલ ને વૈભવ વૈભવ પણ હા પાડે છે)
વૈભવ: વિશુ આપણે નિરાલી ને પણ ટુર મા લઇ જઇએ એ બીમાર છે તો એનો મૂડ પણ સારો થઈ જાય
વિશ્વા: ના ના એને આવી હાલત મા એનાં મમ્મી પપ્પા જ ન આવવા દે એની તબિયત ત્યાં વધું ખરાબ થઈ ગઇ તો
વૈભવ: હા એ પણ છે તો મારે પણ નથી આવુ ટુર મા
વિશ્વા: ઓયય મને એકલી ના મૂક ને ચાલ ને પ્લીઝ મારી સાથે
વૈભવ: ના મને નિરાલી વગર ન મજા આવે
વિશ્વા: વૈભવ ક્યારેક તો નિરાલી સિવાય નું કાંઇક બોલ(નાટક કરતા) તારે નથી આવુ ને તો તુ પણ ન આવતો એટલે હું પણ નહીં જાવ ઓકે
વૈભવ: ઓયય તુ તો જા તને શુ વાંધો છે...???
વિશ્વા: (રોવાનું નાટક કરતાં)હુ એકલી શુ કરુ કે તો મને એમ હતુ તુ આવીશ મારી સાથે ઍટલે તો મે ઘરે વાત પણ કરી દીધી.
વૈભવ: ઓકે ઓકે ના રો તુ હુ આવીશ તારી સાથે બસ ખુશ
વિશ્વા: સાચું કે છો...????
વૈભવ: હા મારી મા
વિશ્વા: (ખુશ થઈ ને વૈભવ ને હગ કરતા) થેન્ક યુ વેરી મચ
વૈભવ: આમ હગ કર મા કોઈ જોઇ જશે તો બધાં તને ખુશ કરવામાં જ લાગી જશે એટલે બધાં ને હગ તો મળે.
વિશ્વા: જા હવે હુ કાંઇ બધા ને થોડી હગ કરું એ તો તુ મારો ફ્રેન્ડ છો એટલે હો
વૈભવ: ઓકે
(વૈભવ ને વિશ્વા ટુર મા જવાની તૈયારી કરે છે આ બાજુ નિરાલી ની તબિયત સારી થઈ જાય છે અને એ કૉલેજ પણ જવાનું શરૂ કરી દે છે અને એને ટુર ની ખબર પડે છે અને એને વૈભવ અને વિશ્વા ટુર મા જવાના છે એ પણ એને ખબર પડે છે થોડુ દુખ થાય છે કે વૈભવ મને વાત પણ ના કરી કેમ પછી એ ભૂલી ને વૈભવ ને મળવા જાય છે)
વૈભવ: ઓહ વાહ નીરૂ તુ તારી તબિયત કેમ છે હવે....????
નિરાલી: બસ જો મજામાં છું પણ મને બહુ ગુસ્સો છે તારા પર હો
વૈભવ: કેમ મે શુ કર્યું....???
નિરાલી: તુ ટુર મા જાય છે મને કેહવાય ને તો મારે પણ આવુ હતુ
વૈભવ: તારી તબિયત ક્યાં સારી હતી બકુ નહીં તો તને નાં કહું એવું તો ન જ બને ને
નિરાલી: તો પણ એક વાર કેહવાય તો ખરાં ને મને હુ ભલે ને પછી ન આવુ એ મારો પ્રશ્ન છે
વૈભવ: જો તો હજી કૉલેજ મા આવી જ છો તુ ને તુ ઝઘડો શરૂ ના કર
નિરાલી: હુ ઝઘડો નથી કરતી પૂછું છું તને કે પેહલી વાર તે આવુ કર્યું મારી સાથે એ શાં માટે કર્યું એમ....???
વૈભવ: એ તો મે વિશ્વા ને કહ્યુ કે હુ નીરૂ ને વાત કરુ તો એણે કહ્યુ રેહવા દે એ નથી જ આવવાની તો વાત શુ કરવી હતી એ આવશે ત્યારે કહેજે.
નિરાલી: તુ વિશ્વા ની વાત કયાર થી માને છે...???
વૈભવ: તો એને ખોટું શુ કહ્યુ સાચું જ કહ્યુ ને
નિરાલી: તો વૈભવ મે કહ્યુ હતુ એ ખોટું હતુ....????
વૈભવ: ના એવું નથી પણ હવે તુ શુ કામ આ વાત ને લઇ ને બેસે છે...???
નિરાલી: (રોવા જેવી થઇ ગઇ) બકા તુ મને પુરી વાત કહેતો નથી અને ભુલ પણ મારી જ કાઢે છો કેમ...???
વૈભવ: (ગુસ્સા મા) બસ યાર હવે નિરાલી આટલી વાત ને તુ કેટલી મોતી કરે છે અને વિશ્વા જો કેટલી બિન્દાસ છે ને
નિરાલી: મતલબ તુ અમને બન્ને ને સરખાવે છો...???? વૈભવ એ એ છે અને હુ હુ જ છું તુ કયારથી આવુ કરે છે અને કેમ....??? તને વિશ્વા ગમે છે તો સીધી રીતે કહી દે આવુ વર્તન નહી કર.
વૈભવ: જો આ જ પ્રોબ્લેમ તારી હા ગમે છે તુ નથી ગમતી આવુ કરે છો એટલે નાની નાની વાત પકડી ને બેસી રે કોઈ સાથે બોલું તો જેલસ થા શુ કામ...??? આ બધી બાબત નથી વિશ્વા મા અત્યારે પણ જો તુ કેટલો ઝઘડો કરે છે મારી સાથે થોડી પ્રેમ થી વાત તો કર
નિરાલી: મતલબ હવે તુ નાની નાની વાત પણ મારી અને વિશ્વા ની સરખાવે છો કેમ....???
વૈભવ:(ગુસ્સા મા) બસ સરખાવું છું અને તને કહું છું તુ બની જા વિશ્વા ની જેમ
નિરાલી: પણ એ એની જગ્યા એ યોગ્ય છે હુ મારી જગ્યા એ યોગ્ય છું તુ મને સરખાવ નહીં એની સાથે ઓકે અને હુ શુ કામ એની જેવી થાવ...???
વૈભવ: બસ યાર પુરુ કર હવે એ ગમે છે મને એટલે હુ તને એની જેવી થવાનું કહું છું પણ તુ તો ક્યાં ની વાત ક્યાં લઇ જાય છે
નિરાલી: તો તુ એની સાથે જ બોલ ને તને યે જ ગમે છે તો કેમ મારી સાથે બોલે છો અને તે મને કહ્યુ પણ નહીં કેમ...???
વૈભવ: (ઈગો બતાવતા) હા તો હવે કહી દઉં મને વિશ્વા ગમે છે તુ નહીં ઓકે તુ હવે તારા રસ્તે જઇ શકે છે.
(નિરાલી એક શબ્દ પણ બોલી શક્તી નથી કેમકે એને જોયેલા સપના બધાં આજે એને તૂટતાં દેખાય છે એ સ્વસ્થ રહેવાની કોશિશ કરે છે અને ઘરે આવી ને સુઈ જવું છે એમ કહી ને રૂમ મા બંધ થઇ ને ખૂબ રડે છે જોર જોર થી કે મારી ભુલ શુ છે વૈભવ એ કેમ આમ કર્યું હુ કેમ જીવી શકીશ એનાં વગર ને શુ કામ છે હવે જીવી ને 4-5 વર્ષ થી વૈભવ ને પ્રેમ કરુ છું અને એણે આવી સજા આપી મને એ ખૂબ તુટી ગઇ હોય છે અને એને ઘરે કોઈ સામે જવાની પણ હિમ્મત નથી હોતી આથી એ આખી રાત રડે છે અને સવારે બધા ને શુ કહેવું અને ભુલ પોતાની જ છે એમ સમજી ને એ વિચારે છે હુ મરી જ જાવ એટલે મારે કોઈ ને કાઈ કેહવું જ ન પડે અને આ બાજુ વૈભવ વિશ્વા ને પ્રપોઝ કેમ કરવું એ વિચારે છે અને વિચારે છે કે એ હા પાડશે કે નહીં)
( સમાપ્ત)
શુ નિરાલી મરી જવાનું વિચારે છે સાચું એ મરી જાશે.....????? તો કઇ રીતે.....??????
વૈભવ આટલો પથ્થર દિલ થઇ ગ્યો....???? એ આવુ કેમ કરે છે.....????
વિશ્વા ને પ્રપોઝ કેવી રીતે કરશે વૈભવ.....????? અને વિશ્વા હા પાડશે કે નહીં......??????
( થોડી વાર લાગી મને ભાગ મૂકતા માટે માફ કરજો મને પણ વિચારવું ખૂબ જ પડે છે માટે વાર લાગે છે અને હા આપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં)