વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 8 Parekh Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 8




" તને કોઈ ચાહે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે....
  તને કોઈ બોલાવે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે.. 
  તારી સામું પણ કોઈ પ્રેમ થી જોવે એ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે.....
  તને કોઈ પ્રેમ કરવાનું વિચારે એ પણ મને મંજુર નથી, એ હક ફક્ત મારો જ છે....."

(આગળ ના ભાગ મા જોયું કે નિરાલી અને વૈભવ બેસી ને વાતો કરતા હોય છે અને વિશ્વા કાંઇક ષડયંત્ર કરતી હોય છે અને એનાં ભાગ રૂપે જ નાસ્તો લેવા જાય છે હવે શુ ષડયંત્ર છે એ જોઈએ આગળ ના ભાગ મા)

( વિશ્વા નિરાલી અને વૈભવ માટે નાસ્તો લેવા જાય છે એ એક એનાં ષડયંત્ર નો જ ભાગ હોય છે વિશ્વા નિરાલી માટે એનાં ભાવતા પિત્ઝા લે છે અને નિરાલી નાં પિત્ઝા મા એ કાંઈક દવા નાંખે છે જેનાંથી નિરાલી બીમાર પણ રહે અને મરી પણ ન જાય હવે એ નાસ્તો લઇ ને કૉલેજ આવે છે )

વૈભવ: નીરૂ કોલ કર ને ક્યાં રહી ગઇ તારી બેન...???

નિરાલી: હા કરી જોવું (નિરાલી કોલ કરતી જ હોય છે ને વિશ્વા આવે છે. )

વિશ્વા: દી કોલ ન કરો હુ આવી ગઇ તમે લોકો એ યાદ કરી એટલે

નિરાલી: ભુખ લાગી છે લાવ જે લાવી હોય એ આપ જલદી ખાવા.

વૈભવ: કેટલી વાર હોય લાવતા અમને ક્યારની ભુખ લાગી છે.

વિશ્વા: લ્યો પિત્ઝા લાવી છું અપના માટે એ બનતા તો વાર જ લાગે ને લ્યો જલદી હવે શરૂ કરો ખાવાનું

નિરાલી: વાઉ પિત્ઝા લાવ જલદી

(આમ ફાસ્ટ ફાસ્ટ બન્ને ખાવાનું શરૂ કરે છે વિશ્વા ખાતા ખાતા ખુશ થાય છે અને મન મા બોલે છે ખાય લે નિરાલી આજે વૈભવ સાથે પછી 20-30 દિવસ સુધી તો આરામ જ કરવાનો છે તારે કરી લે આજે જલસા આમ ત્રણેય નાસ્તો કરી ને વાતો કરતા કરતા છુટા પડે છે નિરાલી ને ઘરે આવ્યાં પછી સાંજે ખૂબ જ ઉલટી થાય છે તાત્કાલિક ડૉક્ટર ને બોલાવવા પડે છે અને નિરાલી ને ફૂડ પોઇઝન હોવાનું ડૉક્ટર કહે છે અને એને ઉંઘ નું ઇન્જેકશન આપી ડૉક્ટર જાય છે આ બાજુ વૈભવ નિરાલી ના ફોન ની રાહ જોતો હોય છે કેમકે એ લોકો દરરોજ નિરાલી ફ્રી થાય પછી વાત કરે છે સાંજ નાં 8 વાગી ગયા પણ નિરાલી નો કોલ ન આવતા વૈભવ જ કોલ કરે છે જે નિરાલી ની બેન નિધિ ઉપાડે છે)

વૈભવ: (ગુસ્સો કરતા)હેલો નિરાલી ક્યાં છો 8 વાગી ગયા કોલ કરવાની ખબર નથી પડતી તને...??? ક્યાં હતી તુ એક મેસેજ તો કરી દેવાય ને શુ કરે છો...???

નિધિ: જીજુ શ્વાસ તો લ્યો થોડો દીદી ની તબિયત સારી નથી એટલે એ સૂતી છે એ જાગે એટલે હુ વાત કરાવી આપીશ

વૈભવ: (ગભરાય જતા) શુ થયુ નીરૂ ને...??? અને મને કહ્યુ કેમ નહીં તે...??? અને હવે કેમ છે એને..??? હુ ઘરે આવુ...???

નિધિ: બાપ રે બસ આટલુ બધુ નહીં પૂછો દીદી ને ફૂડ પોઇઝેન થયુ છે અને ડૉક્ટર ઇન્જેકશન આપી ને ગયા છે તમે આવો જોવા આવુ હોય તો નહીં તો તમને રાતે ઉંઘ પણ નહીં આવે

વૈભવ: હા હા એ વાત સાચી ચાલ હુ હમણાં જ આવું તારી બેન ને જોવા હો ને

નિધિ: હા ઓકે જીજુ

(ત્યારબાદ વૈભવ વિશ્વા ને કોલ કરે છે)

વૈભવ: હાઇ શુ કરે છે...???

વિશ્વા: કાંઇ નહીં રીડ કરતી હતી બોલ ને

વૈભવ: મારી નીરૂ ની તબિયત નથી સારી તો આવુ છે તારે એનાં ઘરે...???

વિશ્વા:( ખુશ થઈ ને નાટક કરતા) શુ થયુ...???

વૈભવ: કાંઇ ગભરાવા જેવું નથી તુ અત્યારે રેહવા દે કાલે કૉલેજ થી છૂટી ને સાથે મળવા જાશું.

વિશ્વા: હા ઓકે

(કોલ મુક્યા બાદ વિશ્વા અત્યંત ખુશ થાય છે કેમકે એ એનાં પેહલા જ પ્લાન મા સફળ થઇ ગઇ છે અને એ કુદકા મારે છે જોર જોર થી ખુશી વ્યકત કરવા માટે અને આ બાજુ વૈભવ નિરાલી ના ઘરે આવે છે નિરાલી સૂતી જ હોય છે અને એ નિરાલી ને જોઇ ને ચાલ્યો જાય છે આને નિરાલી જલદી થી સારી થઈ જાય એની પ્રાર્થના કરે છે બીજા દિવસે વૈભવ અને વિશ્વા કૉલેજ મા મળે છે)

વિશ્વા: હાઇ વૈભવ

વૈભવ: હાઇ

વિશ્વા: મૂડ ઓફ છે...??? મને ખબર છે તને ખૂબ જ ગમે છે નિરાલી પણ તુ આમ બેસ એ કાઈ સારુ કેહવાય

વૈભવ: પણ એની વગર નથી ગમતું મને એ બોલ બોલ કરે ટોક ટોક કરે એની આદત છે મને

વિશ્વા: પણ બધાં દિવસ એ બોલી શકે એવું ન હોય બકા અત્યારે એને ખુદ ને નથી સારુ હુ છું ને તારી સાથે

વૈભવ: હા તુ છો પણ નિરાલી ની યાદ ખૂબ આવે છે

વિશ્વા: હા તો પણ કાલે જાશું એને મળવા આજે તુ મારી સાથે એક જગ્યા એ ચાલ

( વિશ્વા વૈભવ ની નજીક જવાની કોશિશ કરે છે એ વૈભવ ને એક મંદીર મા લઇ જાય છે અને બન્ને ખૂબ સમય સાથે વિતાવે છે અને જમીને ઘરે આવે છે વિશ્વા ખુશ છે કારણ કે એ દરેક ચાલ મા સફળ થાય છે 10 દિવસ પછી નિરાલી ની તબિયત મા સારો સુધાર થાય છે એટલે વિશ્વા થોડી ચિંતા મા આવી જાય છે અને એ ફરી નિરાલી ને 15 દિવસ ઘરે રેહવા માટે નું કાંઈક વિચારે છે વૈભવ હવે નિરાલી અને વિશ્વા ની સરખામણી કરે છે અને એ પણ ક્યાંક ને ક્યાંક વિશ્વા ને પસંદ કરવા લાગ્યો છે અને આ બધી વાત થી બેખબર નિરાલી ભવિષ્ય ના સપના જોવે છે. અને વિશ્વા એ વિચારી લીધુ છે કે હવે નિરાલી ને ઘરે કઇ રીતે રાખવી જોઈએ.)

                                       (સમાપ્ત)

વિશ્વા શુ કરશે હવે નિરાલી સાથે....?????

વૈભવ ખરેખર નિરાલી ને મુકી ને વિશ્વા પાસે જશે....????

નિરાલી ને વિશ્વા જ બીમાર કરે છે ઈ પરદો ખુલશે કે નહીં ક્યારેય....???

વૈભવ ને શા માટે નિરાલી ની બદલે વિશ્વા થોડી થોડી ગમવા લાગી છે...??????

(દરેક સવાલ ના જવાબ મેળવવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-9 મિત્રો માફ કરશો આ વખતે ખૂબ જ રાહ જોઇ તમે લોકો એ માટે અને આવતો ભાગ 2 દિવસ મા જ મૂકવાની કોશિશ કરીશ આપના અમુલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં)