વૈભવ-નિરાલી ની અનોખી કહાની-7 Parekh Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-7



   Tum jo aaye zindagi main baat ban gayi.......
Tum jo aaye zinbagi main baat ban gayi,
Sapne Teri chhato ke....sapne Teri chahto ke,
Dekhati hu ab naye...
Din hai sona or chand raat ban gayi..
Tum jo aaye zindagi main baat ban gayi...

(આગળ ના ભાગમા જોયું કે નિરાલી વૈભવ ને પોતાના ઘરે લાય જાય છે અને વૈભવ ને કહે છે તુ ધર ખોલ ત્યાં હુ આવુ અને વૈભવ ઘર ખોલતા ની સાથે જ સ્તબ્ધ થઈ જાય છે એવું તો શુ જોયું હશે વૈભવ એ ઘર મા જોઈએ આગળ નાં ભાગ મા)

(દરવાજો ખોલતા જ વૈભવ જોવે છે કે સામે નિરાલી ની નાની બહેન અને એનાં મમ્મી પપ્પા અને નિરાલી નાં દાદી ઉભા હોય છે આ જોતાં જ વૈભવ ગભરાય જાય છે)

નિરાલી ની નાની બહેન નિધિ: આવો આવો જીજુ શરમ મા ન રહો ઘરે બધાં ને ખબર જ છે

વૈભવ(ગભરાય જાય છે અને શરમાય પણ છે) : શુ ખબર છે હે બધાં ને..???

નિધિ: બસ જીજુ હવે તો નાટક બંધ કરો તમારાં મમ્મી પપ્પા સામે તો શારં કરો કાંઇક

વૈભવ: કેમ છો અંકલ આંટી મજામાં ને..???

નિરાલી નાં પપ્પા: બસ બેટા હવે તો મમ્મી પપ્પા કે

વૈભવ: હા જી કોશિશ કરીશ પણ તમને બધાં ને નિરાલી એ ક્યારે કહ્યુ...????

નિરાલી( ઘર મા પ્રવેશતા જ બોલે છે) તે કહ્યુ મારા ઘરે ખબર છે તો મને થયુ હુ પણ કહી દઉં એટલે વાત કરી તને તો બધાં ઓળખતા જ હતાં ઘરે એટ્લે માની પણ ગયા.
( બન્ને એક બીજ સામું જોઇ આંખો નાં ઈશારા થી વાતો કરે છે જે નિધિ જોઇ જાય છે)

નિધિ: ( જોર થી ખોટી ઉધરસ ખાતા) નિરાલી અને જીજુ તમે બન્ને એકલા નથી હો બધાં છે અહિયાં તમારાં નાટક બંધ કરો

નિરાલી: (શરમાય જાય છે અને બનાવટી ગુસ્સો કરતા બોલે છે ) ઓયય ચાપલી જા ખાવાનું તૈયાર કર હો બોલ બોલ નહી કર ભુખ લાગી છે બધાં ને

વૈભવ: ઓયય નિરાલી તુ પણ જા સાથે એ બિચારી એકલી કેટલું કરશે નાની છે તારા કરતા હો

નિરાલી: આહા જો તો જીજુ ને ઘરવાળી કરતા પણ સાળી ની વધું ચિંતા છે તુ મને મળે એટલે જો ને આવ્યુ જ છે તારું તો

નિરાલી નાં પપ્પા: બેટા નિરાલી હવે તો ધમકી ના આપ હવે તો સુધરી જા

વૈભવ: ના પપ્પા એને આવી જ રેહવા દયો આ જ મને ગમે છે એટલે જ મે આ પાગલ ને પસંદ કરી છે.

વૈભવ નાં મમ્મી: જો નિરાલી આવો છોકરો શોધવા જઇએ તો પણ ન મળે અને તને તો શોધ્યા વગર જ મળી ગ્યો.

નિરાલી: હા તો હુ પણ વૈભવ ને એમ જ કહું છું કે મારી જેવી છોકરી તુ શોધવા જા તો પણ ન મળે તુ તો નસીબદાર છો કે હુ મળી ગઇ હે ને વૈભવ..???

વૈભવ: હા હા કેમ નહીં હા પાડવી જ પડે ને મારે શુ મરવું છે

નિધિ:(હસતા હસતા) બસ બસ જીજુ હવે જમવા ચલો બધા અને તમે કયારથી આ નિરાલી થી ડરો છો...???

વૈભવ: ડોન છે તારી બેન આખું ગામ ડરે છે તો હુ પણ ડરવાનું નાટક કરી જ લઉ.

(બધાં આમ જ મસ્તી કરતા કરતા જમે છે અને જમી ને વૈભવ અને નિરાલી નાનો આંટો મારવા જાય છે ચાલી ને)

નિરાલી: વૈભવ નો હાથ પકડતા) કેવું લાગ્યું સરપ્રાઈઝ...???

વૈભવ: ( નિરાલી નો હાથ વધું મજબૂતાઈ થી પકડતા) જોરદાર મારી જીંદગી નું આ સૌથી મોટુ ગિફ્ટ હતુ આ અને આટલો ખુશ જીંદગી મા પેહલી વાર હુ થયો એક વાત પૂછું તને...???

નિરાલી: હજી આવુ પૂછવાનું તારે હવે હુ તારી જ છું બકા તારે જે કેહવું હોય એ અને જે પૂછવું હોય એ જ્યારે પૂછવું હોય ત્યારે પૂછી શકે છો

વૈભવ: હા એ તો છે પણ હુ એમ કહું છું આ પ્લાન તે બનાવ્યો ક્યારે...???

નિરાલી: તુ એક જ સરપ્રાઈઝ આપી શકે એવું થોડુ હોય મને પણ તને ખુશ જોવાની મજા આવે હો

વૈભવ: ઓહહ તો આ નાની એવી ચોટી ને રોમેન્ટિક થતા પણ આવડે છે....???

નિરાલી: હા લંબુ જી ઓયય તુ આમ જ રહીશ ને મારી સાથે લાઈફ ટાઈમ...???

વૈભવ: તે કસમ ખાધી છે નીરુ રોમેન્ટિક મૂડ બગાડવો જ એવી...??

નિરાલી: ના ના એવું નથી એ કે તુ મને તારા ઘરે ક્યારે લઇ જઈશ..???

વૈભવ: (મજાક કરતા) હુ એકલો હોવ ત્યારે બોલાવું કે બધાં હોય ત્યારે આમ તો એકલો હોવ ત્યારે મજા આવશે હો

નિરાલી: બેશરમ છો હો તુ સાવ એવું કાંઇ કરવાનું નથી હો બધાં હોય ત્યારે જ બોલાવજે હો ને.

વૈભવ:( નિરાલી ને હગ કરતા) તને જોઇ ને જાન સારા સારા બેશરમ થઈ જાય તો હુ તો એટલો બધો સારો પણ નથી

નિરાલી: વૈભવ મસ્કા નહીં માર ખોટા ખબર છે તારે હગ કરવું છે તો સીધુ બોલ ને હુ કાંઇ ના પાડવાની છું તને..???

વૈભવ: ઓહ નીરૂ તારી હા છે હે હગ કરવાની..???

નિરાલી: ( હગ કરતા) હા બુધ્ધુ તુ પૂછે રાખ હજુ જો મે હગ નાં કર્યું હોત તો તુ તો સવાલ જ કરે રાખ એમ છો

વૈભવ: ( ટાઈટ હગ કરતા) નીરૂ આઈ લવ યુ કેટલા સમય થી તને પ્રેમ કરુ છું આજે મારી જાન મારો પ્રેમ મારી પાસે છે આજે દુનિયા ની બધી ખુશી મારી સાથે છે.

નિરાલી: હા હુ પણ બહું જ ખુશ છું બધાં ની રજા સાથે આપણો પ્રેમ સફળ થઈ ગ્યો કોઈ જ બાધા વગર થોડા સમય મા આપણે એક પણ થઈ જાશું.

વૈભવ: નિરાલી નાં કપાળ પર કિસ કરતા જાન હુ કાંઇક કમાતો થાવ ત્યાં સુધી થોડી તારે રાહ જોવી પડશે પણ હા તુ આમ જ ત્યાં સુધી મારી સાથે રહેજે હો ને.

નિરાલી: હા હુ પણ ભણવાનું પુરુ કરી લઉં ત્યાં સુધી મા બાકી તો આપણે સાથે જ છીએ ને

વૈભવ: નીરૂ આજે પેહલી વાર એવું લાગે છે કે સમય અહિયાં જ ઉભો રહી જાય અને આપણે અલગ જ ન થઈ શકીએ તો કેવું સારુ

નિરાલી: ઓહો જનાબ રોમેન્ટિક પણ બની ગયા એમ ને હે ઓયય આપણે કેટલું લડતા નાના હતાં ત્યારે અને પ્રેમ પણ થઈ ગ્યો મને હજુ સાચું નથી લાગતું

વૈભવ: ખમ તને મારુ એટલે તને સાચું લાગશે હો ને

નિરાલી: જા જા મારવા વાળો હુ તને મારીશ હો પછી કહેતો નહીં કે બહું મારે છો એમ

(બન્ને આમ એક બીજ સાથે રોમેન્ટિક વાતો કરતા હોય છે અને એક બીજ નાં ગળાડૂબ પ્રેમ મા હોય છે હવે તો આખી કૉલેજ મા બધાં ને ખબર હોય છે કે વૈભવ ને નિરાલી વગર અને નિરાલી વગર જરા પણ ચાલતું નથી આમ ને આમ જ એ બન્ને નું બન્ને મૂવી જોવા જાય છે દર રવિવારે બન્ને એક બીજા નાં ઘરે જમવા જાય છે અને કૉલેજ માથી પણ લવર ની જેમ બંક મારી ને પણ સાથે ફરતા હોય છે આમ ને આમ યે બન્ને નું બીજુ વર્ષ શરૂ થાય છે અને પેહલા વર્ષ મા એક વિશ્વા જે નિરાલી ની દુર ની બહેન હોય છે એ નિરાલી ની કૉલેજ મા જ એડમિશન લે છે દેખાવ મા પણ નિરાલી કરતા ખૂબ જ સુંદર હોય છે એનાં ફ્રેન્ડ્સ મા અહિયાં કોઈ હોતું નથી આથી એ વૈભવ અને નિરાલી ની સાથે જ રહે છે અને વિશ્વા ને પેહલા જ દિવસ થી વૈભવ ગમવા લાગે છે એને ખબર છે નિરાલી એને અનહદ પ્રેમ કરે છે પણ કેહવાય છે ને દયા ડાકણ ને ખાય બસ એવું જ અહિયાં થાય છે એ લોકો કૉલેજ મા વાતો કરતા હોય છે હવે આગળ)

વિશ્વા: નિરાલી દી તમે લકી છો વૈભવ જેવો છોકરો ક્યાં મળે તમને...???

વૈભવ: એવું છે તો તને હુ મારી જેવો શોધી આપુ...???

નિરાલી:(મસ્તી કરતા) વિશ્વા રેહવા દેજે હો આ એક જ નંગ છે આવો બીજો નંગ ન મળે ક્યાંય

વિશ્વા: (મન મા સાચું કે છે બાકી મજાક) તો દીદી આ નંગ જ મને આપી દયો ને

નિરાલી:( ગુસ્સે થતા) વિશ્વા આવી મજાક મને પસંદ નથી હો તારે બોલવું હોય તો બોલ બાકી સપના મા પણ હુ વૈભવ થિ દુર ન જઇ શકુ

વૈભવ: નીરૂ એ મજાક જ કરે છે તુ પણ શુ સાચું માની લે છે અને વિશ્વા તારે પણ આવી મજાક નહીં કરવાની મારી નીરૂ સામે

વિશ્વા: સોરી દી (મન મા નિરાલી તુ વૈભવ માટે નથી આને તો હુ મારો જ બનાવી ને રહીશ ગમે તે રીતે તુ આને લાયક નથી એ વિચારે છે શુ કરૂ ત્યાં જ એક વાત યાદ આવે છે અને બોલે છે) આજે મે ભુલ કરી છે તો હુ તમને નાસ્તો કરાવીશ હો ને બન્ને ને અને મન મા બોલે છે નિરાલી 15 દિવસ ની રજા પર રેહવા તૈયાર રહેજે)
                                        (સમાપ્ત)

શુ ચાલતું હશે વિશ્વા નાં મન મા....????

નિરાલી ને એ 15 દિવસ ની રજા પર કેમ મોકલવાનું કહે છે...????

શુ આ કામ વૈભવ પણ એની સાથે હશે...?????

આ વિશ્વા ને ખાલી આકર્ષણ છે કે એ વૈભવ ને સાચું પ્રેમ કરે છે અને એ નિરાલી ને કેમ નુકસાન કરવાનું વિચારે છે....?????

  દરેક સવાલ નાં જવાબ જાણવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-8 આપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ચૂકશો નહીં