વૈભવ-નિરાલી ની અનોખી કહાની-1 Parekh Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-1

" નામ આપ્યાં પછી જે થાય એ ઓળખાણ કેહવાય પણ નામ આપ્યાં પેહલા જ જે ઓળખી જાય એને તો વ્હાલા સબંધ જ કેહવું પડે ને..."
follow my fb page "મારી વાતો" by parekh meera

    (આ સાચી વાર્તા છે બસ નામ અને પાત્રો બદલાયા છે. અને મનોરંજન નાં હેતુ થી થોડો ફેરફાર કર્યો છે અને આ વાર્તા ની કોપી કરનાર પર સખત પગલાં લેવામાં આવશે.)

     જાગ બેટા વૈભવ કેટલી વાર હોય તારે શાળા એ નથી જવાનું કે શુ...???? વૈભવ નાં મમ્મી
મમ્મી બસ 10 મિનીટ મા તૈયાર થઇ જાવ છું તુ જમવાનું તૈયાર કર.

   વૈભવ ભણવા મા હોશિયાર પણ આળસુ પણ એટલો 10th પુરુ કરી ને હવે નવી શાળા મા વૈભવ એ વાણિજ્ય પ્રવાહ (commerce) મા ભણવાનું નક્કી કર્યું.વૈભવ એક શ્રીમંત પરિવાર નો છોકરો દેખાવ મા પણ સોહામણો અને પૂરો 6 ફુટ ની ઊંચાઈ ધરાવતો એક્દમ પ્રભાવશાળી યુવક.દેખાવ મા જેટલો સુંદર સ્વભાવ મા એટલો જ અટપટો. બોલે બધાં સાથે પણ કોઈ બાબત મા ઉતાવળ નહીં. છોકરી ની બાબત મા તો એ બહુ જ ધ્યાન રાખતો. એ વિચારતો પેહલા ભણી લેવું છે સારુ કમાય લેવું છે પછી જ છોકરી ના ચક્કર મા પડવું છે. વૈભવ ને એ લોકો મૂળ ભાવનગર નાં રહેવાસી અહિયાં જ એ લોકો રહે છે અને ભાવનગર ને જ ઉજ્જવળ કરવાનાં પ્રયત્નો કરે છે.

   આજે વૈભવ નો શાળા નો પ્રથમ દિવસ છે. એ ઘરે જમી  ને બપોરે 11:30 એ શાળા એ પહોચે છે. અને વિચારે છે. આજે તો સમીર નહી જ આવે. (સમીર વૈભવ નો પાક્કો ભાઈબંધ એ બન્ને ની મિત્રતા 101% શુદ્ધ સમીર ભણવા મા આળસુ એટલે એ શાળા શરુ થાય પછી 4-5 દિવસે જ દેખાય કેમકે એને ખબર છે કે વૈભવ તો બેઠો જ છે એની માટે ) વૈભવ કલાસ શોધી ને ક્લાસ મા બેસે છે અને સમીર ને યાદ કરે છે. ત્યાં જ ક્લાસ ટીચર આવે છે. અને દરેક નો પરિચય મેળવે છે અને પોતાનો પરિચય આપે છે.

    પરિચય મેળવ્યા બાદ મેડમ બધાં ને શાળા ના નિયમો ની વાત કરે છે. અને નિયમો તોડવા થી શુ સજા મળશે એ બધુ કહે છે. અને ત્યારબાદ દરેક બેન્ચ મા એક છોકરો અને એક છોકરી બેસે એવો શાળા નાં દરેક ક્લાસ નો નિયમ છે. એ જણાવ્યા બાદ એવી રીતે મેડમ બધાં ને બેસાડે છે. આ બધુ જોય વૈભવ ઉદાસ થાય છે કે પોતે સમીર ની બાજુ મા નહી બેસી શકે. અને મેડમ એની બાજુ મા એક છોકરી ને બેસવાનું કહે છે વૈભવ થોડો ઉદાસ હોય છે આથી 2 તાસ તો એ છોકરી ની સામું જોતો પણ નથી.

   2 તાસ પૂરા થયાં પછી રીસેસ પડે છે. અને એ છોકરી જેનું નામ નિરાલી છે. એ નાસ્તો કરવા જાય છે. અને બધાં સાથે પેહલા દિવસ ની વાતો કરે છે. અને રીસેસ આમ જ વાતો મા પૂરો થાય છે. નિરાલી ક્લાસ મા આવી વૈભવ પાસે બેસે છે. અને વૈભવ નિરાલી ને જોવે છે. અને નિરાલી ને જોતાં જ એ જૂની યાદો મા ખોવાય જાય છે અને વિચારે છે આને તો મે ક્યાંક જોય છે પણ ક્યાં..??? હુ આને ઓળખું છું પણ કઇ રીતે..??? મને કેમ કઇ યાદ નથી આવતું..????
             

  શુ ખરેખર વૈભવ અને નિરાલી એક બીજા ને ઓળખે છે...???? જો જવાબ હા હોય તો નિરાલી એ વૈભવ ને કેમ ના બોલાવ્યો...????

વૈભવ જ એક નિરાલી ને ઓળખે છે...????

   ( આગળ નાં ભાગ મા દરેક પ્રશ્નો ના જવાબ મેળવવા વાંચતા રહો અને અપના અમુલ્ય પ્રતિભાવો આપવાનું ભૂલતા નહીં )