વૈભવ-નિરાલી ની અનોખી કહાની-6 Parekh Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૈભવ-નિરાલી ની અનોખી કહાની-6




    " Wada raha pyar se pyar ka ab hum na honge juda....
  Ye meri dhadkane sunn raha hai khuda ab hum na honge juda... "

  (આગળ ના ભાગ મા જોયું કે નિરાલી વૈભવ પાસે પ્રોમિસ માંગે છે કે તને જ્યારે પણ મારી સિવાય કોઈ બીજુ ગમે તો તુ મને પેહલા આવી ને કહીશ મને મુકી ને જવાનું મન થાય તો પણ મને કહીશ કહ્યા વગર નહી ચાલ્યો જા તો શુ કામ આવુ પ્રોમિસ માંગે છે નિરાલી વૈભવ પાસે અને શુ વૈભવ આવુ પ્રોમિસ આપવાની હા પાડે છે ....???? જોઈએ આગળ નાં ભાગ મા)

વૈભવ: અરે નીરૂ આવુ પ્રોમિસ પણ કોઈ માંગતું હશે..??? પાગલ છે હો તુ સાવ તારે શુ કામ આવુ પ્રોમિસ જોવે છે વિશ્વાસ નથી તને મારા પર....???

નિરાલી: હા ભલે હો આ બધુ તારે પેહલા વિચારાય મને પ્રેમ કરતા પેહલા અને મને વિશ્વાસ છે એટલે તો મે હા પાડી હોય ને તને બાકી શુ કામ હા કહું...??? પણ મને મારા સમય પર વિશ્વાસ નથી કેમકે સમય બધાં ને બદલી નાંખે છે ઋતુ ની જેમ અને હુ તને બદલતો નહીં જોઇ શકુ એટલે હુ પોતાને અત્યાર થી જ તૈયાર કરુ છું.

વૈભવ: અરે બાપ રે આટલુ બધુ શુ વિચારે છે તુ તુ તો છે જ પાગલ મને પણ પાગલ કરી દે એ પહેલા તુ માંગે છે એ બધાં પ્રોમિસ મે આપી દીધાં હો તમને મેડમ હવે બીજુ કાઈ જોઈએ છે તો હુકૂમ કરો.

નિરાલી: ઓહહ થેન્કસ બસ તુ સાથે છો પછી બીજુ શુ જોઇએ મારે અને હા એક સરપ્રાઇઝ છે હો તારી માટે કહુ તને.. ????

વૈભવ: એ ગાંડી પાગલ તને ખબર છે ને મને સરપ્રાઈઝ ખૂબ જ ગમે તો પેહલા ન કેહવાય તારે મને બોલ હવે જલદી હો

નિરાલી: ઓહ આટલો બધો ગુસ્સો એમ ને...???? હવે નથી બોલવું મારે મારો મૂડ નથી હવે..

વૈભવ: ઓ ઓ મેડમ ખોટી હવા મારો મા હો કહેવું હોય તો કહી દયો હો ( નાટક કરતા) બાકી મને પણ કોઈ રસ નથી હો સાંભળવામાં.

નિરાલી: તો તો મારે કહેવાની જરૂર જ નથી જ્યારે અહિયાં કોઈ ને સાંભળવામાં રસ જ ન હોય તો.

વૈભવ: નીરૂ કે ને બેટા આવુ શુ કરે છો તારી જેવું આખી દુનિયા મા કોઈ સારુ નથી એ ખબર છે તને અને તુ મને તો બધી વાત કરી શકે છો ને તો આ વાત પણ કહી દે ને મહેરબાની કરી ને

નિરાલી: ઑહહ તો તમે જનાબ મસ્કા પણ મારી લ્યો છો એમ ને ઓકે ચાલ મારા ઘરે આજે કોઈ હતુ નહીં ને તો તારા માટે મે કાંઈક બનાવ્યું છે.

વૈભવ: મેડમ ઈરાદો શુ છે તમારો...???? કે મને ઘરે લઇ જાવ છો એ પણ કોઈ નથી ત્યારે

નિરાલી: ઓ હેલો નીચે આવી જા હો ને એવું કાઈ નથી થોડી વાર ખાલી મે બનાવ્યું છે એ ખાવા જ બોલાવું છું બાકી કાઈ કામ નથી પછી તો હુ જ કાઢી મુકીશ તને

વૈભવ: એટલે તે પેહલી વાર કાઈ બનાવ્યું છે...????

નિરાલી: હા પેહલી જ વાર એટલે તો તને ટેસ્ટ કરાવું છે મારી પેહલી રસોઈ તુ જમે તો કેટલું સારુ કેહવાય અને હા કાંઈક ગિફ્ટ લઇ ને આવજે હો મે પેહલી વાર રસોઈ કરી છે એ જમવા બોલાવું છું એટલે

વૈભવ: (નાટક કરતા) મરી ગ્યો હુ તો મરી જ ગ્યો હો તુ પેહલી વાર મારી પર જ પ્રયોગ કરીશ હે...???? હે ભગવાન બચાવી લે મને શુ થાશે મારુ...??? ના ના મારે નથી આવુ હો તુ જે ગિફ્ટ જોવે એ કહી દે હુ આપી દઈશ તને હો બાકી મારે હજી આખી જીંદગી કાઢવી છે તારી સાથે અને તુ મને મારી નાખવાનું વિચારે છો...???

નિરાલી: (ગુસ્સે થતા) તારે નથી આવુ તો ન આવ હો ને પણ આવુ બોલી ને મને દુઃખી નહીં કર તુ (બોલતાં બોલતાં નિરાલી રડવા લાગે છે) હુ તને શુ કામ મારી નાખું હુ પણ પ્રેમ કરુ છું વૈભવ તને અને મે તો ગિફ્ટ નું એમ જ કહ્યુ હતુ નથી જોતું મારે કોઇ જ ગિફ્ટ હો અને હા નહીં અવતો મારા ઘરે પણ

વૈભવ: (સિરિયસ થતા) ઓહહ નીરૂ સોરી સોરી બકા તને ખોટું લાગી ગયુ હોય તો મારે તને દુઃખી કરવાનો કે રોવડાવા નો કોઈ ઈરાદો ન હતો હુ ઊઠ-બેસ કરુ તુ મને મારી લે પણ તુ રડ નહીં

નિરાલી: સોરી નું હુ શાક કરુ...?? ચાલ ચૉકલેટ આપ એટલે આ વખતે માની જાવ છું પણ દર વખતે આવુ નહીં ચાલે હો

વૈભવ: તુ દર વખત નું હે છે દિકુ હુ તો હવે તને ક્યારેય નારાજ જ નહીં થવા દઉં કેમકે તુ નારાજ થા એ હજુ પણ ચાલે પણ તુ રોવે એ ન ચાલે

નિરાલી: ઓહ બાપ રે આટલો બધો ફેર પડે છે તને મારા રોવા થી સાચું હે...????

વૈભવ: હા તો પડે જ ને ફેર લે હુ તને પ્રેમ કરુ છું અને મારી પ્રેમિકા ની આંખ મા આંસુ એ પણ મારા લીધે જો હુ તને ખુશ ન રાખી શકુ ને તો મારે તને પ્રેમ કરવાનો કોઈ હક નથી

નિરાલી: ના ના તુ એવું ન વિચાર હુ આજ પછી તુ ગમે તે કહીશ પણ હુ નહીં રોવું હો ને પણ હા હુ મારી લઈશ તને બહુ બોલીશ તો ચાલશે ને...????

વૈભવ: હા હા બકુ તારા હાથ નું તો મારે કાઈ પણ ચાલશે

નિરાલી: વાયડો થા મા હો ને નહીં તો ઝેર આપી દઈશ હો તને મારા હાથે થી હવે ચાલ મારા ઘરે

વૈભવ: એ હા મેડમજી ચાલો.

(બન્ને નિરાલી નાં ઘરે જાય છે અને વૈભવ ને નિરાલી કહે છે તુ ઘરે પહોચી જા હુ 2 મિનીટ મા આવુ અને વૈભવ દરવાજો ખોલે છે અને લાઈટ શરૂ કરતા જ વૈભવ સ્તબ્ધ થઈ જાય છે )
         
                                      (સમાપ્ત)

શા માટે વૈભવ સ્તબ્ધ થઈ જાય છે...????

શુ બીજુ કોઈ પણ હોય છે નિરાલી નાં ઘરે....????

કે નિરાલી જ કોઈ છુપા રસ્તા થી આવી ગઇ હોય છે...????

કે પછી નિરાલી ઘરે એનાં ઘરનાં બધાં આવી ગયા હોય છે......?????

(આ બધાં સવાલ નાં જવાબ મેળવવા વાંચતા રહો વૈભવ-નિરાલી ની અનોખી કહાની-7 અને આપના અમુલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં અને ભુલ જણાય ત્યાં રોકવા માટે પણ વીનંતી)