દીકરો - દીકરી THE KAVI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરો - દીકરી

"દીકરા દીકરીની એક કહાની છે આં..
કુદરતના નિયમોનું પાલન છે આં
જીવનના ચક્રવ્યૂહ નું ગાડુ છે આં
જીવાતી જિંદગીનું એક પાનું છે આં
તમારા અને મારા જેવા દરેક વ્યક્તિનું અસ્તિત્વ છે આં
બાળપણ અને ઘડપણની યાદોનુ
 પોટલું છે આં......"


દિકરો

જન્મતાની સાથે હું ઘરનો વારસદાર થઈ ગયો
મમ્મી પપ્પા નો હું કુંવર થઈ ગયો
દાદા દાદી માટે હું રાજકુમાર થઈ ગયો
મોટી બહેન નો હું વીર થઈ ગયો

બા ની વાતો મા હું કિલકારી મારતો થઈ ગયો 
દાદા ના ખભે ઘોડો ઘોડો રમતો થઈ ગયો
મમ્મીને મારી હું આખા ઘરમાં દોડાવતો થઈ ગયો
પપ્પા સાથે પા પા પગલી કરતો થઈ ગયો

ભાઈ બહને સાથે રમતો રમતો હું ક્યા મોટો થઈ ગયો
શાળા માં હું પાછળથી પેહલો આવતો થઈ ગયો
રોજ હવે પપ્પા ની લડ સાંભળતો થઈ ગયો
 મમ્મી નો હું નટખટ કાનુડો થઈ ગયો

સાયકલ છોડી હું બાઈક ચલાવતો થઈ ગયો
પપ્પા હું હવે તમારા બૂટ પેહરતો થઈ ગયો
શાળા છોડી કોલેજ માં હું ફેશન મારતો થઈ ગયો
મમ્મી નો છેડો છોડી હું હવે થોડોક સ્વતંત્ર થઈ ગયો

પપ્પા સાથે મોટી મોટી વાતો કરતો થઈ ગયો
દાદા પાસેથી પણ એમના અનુભવોનું જ્ઞાન લેતો થઈ ગયો
જુવાનીના જલસા કરી હું હવે થોડો પરિપક્વ થઈ ગયો
ભાઈ બહેન ને હવે હું સાચવતો થઈ ગયો

બાળપણ ને મારુ ભુલી મોટાઈ હું મારતો થઇ ગયો
મોટી મોટી ડીલો કરી આંગળી ના ટેરવે
 હિસાબ કરતો થઇ ગયો
બાળપણ ના રમકડાને આજે હકીકત માં 
વેંહચતો થઇ ગયો. 
લાગણીઓને મારી કાબુમાં રાખી દુનિયાને હું 
છેતરતો થઇ ગયો
કાયમ હસતો ચેહરો રાખી આસુઓને મારા 
હુ છુપાવતો થઇ ગયો
પૈસા ની હરીફાઈમા સ્વજનોને હું ભુલતો થઇ ગયો
આ ભાગતી દુનિયામાં ક્યારે હું આટલો મોટો થઇ ગયો?

ઘડપણ માં મને સાચવનાર ને હું પુજતો થઈ ગયો
મમ્મી પપ્પા ની સલાહને હવે હું  નકારતો થઈ ગયો
મારા નિર્ણયોને હું એમના પર ઠોપતો થઈ ગયો
એમને જ શીખવેલા સંસ્કારોને હું માનતો થઈ ગયો..

એક દીકરા માંથી હવે હું પપ્પા થઈ ગયો
મારા જ પપ્પા નો હું ફરી લાડકવાયો થઈ ગયો
મારા જ બાળપણ ને હું દોહરાવતો થઈ ગયો
દાદા દાદી ના એ ગાંડપણ ને આજે હું અનુભવતો થઈ ગયો....

પા પા પગલી હવે હું મારા છોકરાને કરાવતો થઈ ગયો
એની સાથે હું પણ હવે ફરી શાળાએ જતો થઈ ગયો
જવાબદારીઓ ને મારી હવે હું સાચવતો થઈ ગયો
બાળપણ થી ઘડપણ ની મારી કહાની ને હું વાગોળતો
થઈ  ગયો..

દીકરી...

જન્મતાની સાથે ઘરમાં હું લાડકવાયી થઇ ગઈ..
દાદા દાદી ની હું વ્હાલી ઢીંગલી થઈ ગઈ..
પપ્પા મમ્મી ની હું એક રાજકુંવરી થઈ ગઈ...
ભાઈની હું હવે એક સથવારી થઈ ગઈ....
ના જાણે કેટકેટલી ખુશીઓની હું એક ચાવી થઈ ગઈ..

સૌના લાડ પ્યારથી હું થોડીક જિદ્દી થઈ ગઈ...
ભાઈ સાથે હવે નાના મોટા રમકડાં રમતી થઈ ગઈ...
નાની મોટી વસ્તુઓ ક્યારેક આપમેળે મળતી થઈ ગઈ..
ઘૂંટણ છોડી હું હવે પા પા પગલી કરતી થઈ ગઈ...

બાળ મંદિર છોડી શાળામાં જતી થઈ ગઈ...
હવે તો ઘરકામમાં મમ્મી ને મદદ પણ કરતી થઈ ગઈ...
બા દાદા ની તબિયત નો ખ્યાલ રાખતી થઈ ગઈ..
ઘર ની આર્થિક પરિસ્થિઓને હું સમજતી થઈ ગઈ...

નાની ચોપડીઓ ભૂલી હવે મોટી મોટી નોવેલો વાંચતી થઈ ગઈ...
પપ્પા હવે હું શાળા છોડી કોલેજમા જતી થઈ ગઈ....
મિત્રો સાથે હવે હું સ્વતંત્ર ફરતી થઈ ગઈ..
મારા નિર્ણયો હવે હુ જાતે લેતી થઈ ગઈ...

પરણી પારકે ઘરે હું કેટલી મોટી થઇ ગઈ...!
પોતાનું ઘર ભૂલી પળ ભરમાં હું પરાઈ થઈ ગઈ.!
એકસાથે હું હવે બે ઘર સંભાળતી થઈ ગઈ..
પિયર અને સાસરી ની વચ્ચે હુ દોળતી થઇ ગઇ...

જવાબદારીઓ ને મારી હું સંભાળતી થઈ ગઈ.
સાસરીમાં સાસુની હું વ્હાલી થઈ ગઈ...
દીકરીને જન્મ આપી હવે હું એક મા થઈ ગઈ ..
ફરી કોઈના જન્મથી ઘરમાં ખુશાલી આવી ગઈ..

હવે દીકરી ના ઉછેરમાં હું થોડી વ્યસ્ત થઈ ગઈ..
મારી જ બાળપણ ની કહાની હું દોહરાવતી થઈ ગઈ...
ઘડપણ મા લાકડીનો ટેકો લેતી થઈ ગઈ ..
બાળપણના  ફોટા જોઈને યાદોને વાગોળતી થઈ ગઈ..

બાળપણથી ઘડપણ ની આ એક કહાની બની ગઈ..
મારી દીકરી જાણે મારી એક પરછાયી બની ગઈ..
મારા અંશોને છોડી હવે હું સ્વર્ગવાસ થઈ ગઈ....


   


  - કવિ શાહ(કાજલ)